Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

પ્રાચીન ધાર્મિક ગ્રંથ - ચાર વેદ

પ્રાચીન ધાર્મિક ગ્રંથ - ચાર વેદ 



નમસ્કાર  મિત્રો,

           વેદ એટલે વૈદિક સાહિત્ય. વેદ હિંદુ ધર્મના મુખ્ય આધારસ્તંભ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલ છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.


વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. રચનાકાળની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે.



(૧). પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને

(૨). ઉત્તર વૈદિક કાળ. (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦)



ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે શેષ અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.

વેદ ચાર છે:
  1. ઋગ્વેદ,
  2. યજુર્વેદ,
  3. સામવેદ
  4. અથર્વવેદ.
વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહે છે જેને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:
  1. મંત્રસંહિતા
  2. બ્રાહ્મણ ગ્રંથો
  3. આરણ્યક ગ્રંથો
  4. ઉપનિષદો
  5. સુત્રગ્રંથો
  6. પ્રાતિશાખ્ય
  7. અનુક્રમણી
                    જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બાજુ અજ્ઞાનતાને કારણે વેદોને લઈને ઘણી મિથ્યા ધારણાઓ અને મૂંઝવણો પેદા થયેલી છે. આવી જ એક મૂંઝવણ છે કે આ બધાં વૈદિક સાહિત્યોમાં સાચા વેદ ગ્રંથો કયા? આથી અહીં  આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથ - ચાર વેદ હિન્દી સરળ અર્થ સાથે PDF ફાઈલ  સ્વરૂપે આપવામાં આવ્યા છે , જે તમને ઉપયોગી થશે. ડાઉનલોડ કરવા નીચેના ચિત્ર પર ક્લિક કરો .





students of this school knows bhagvat geeta by heart






                        

No comments:

Post a Comment