Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

આવકાર

 

સુસ્વાગતમ્!

સુજ્ઞ મહાશય,

એક સર્વે મુજબ વિશ્વના સૌથી દસ કઠિન અભ્યાસક્રમોમાં મનોવિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે. તેથી મનોવિજ્ઞાનના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આ વિષયનું જ્ઞાન સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે મે મનોવિજ્ઞાનનો આ બ્લોગ શરૂ કર્યો છે.અંહી ધોરણ 11 અને 12 મનોવિજ્ઞાનનું સાહિત્ય,આકૃતિ,મોડેલ તથા ચાર્ટ,મનોવૈજ્ઞાનિક ક્વિઝ અને વિડીયો,મનોવૈજ્ઞાનિકો તથા તેમના ફોટોગ્રાફ, મનોવિજ્ઞાનના પારિભાષિક શબ્દો, મનોવિજ્ઞાનના પુસ્તકોના ફોટોગ્રાફ, સાહિત્ય, લેખ, આર્ટીકલ, સમાચાર  અને ફિલ્મો તથા મનોવૈજ્ઞાનિક કસોટીઓ સમયાંતરે પોસ્ટ સ્વરૂપે મૂકવામાં આવશે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. આ બ્લોગ દ્વારા શિક્ષકો,વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સુધી મનોવિજ્ઞાન વિષયનું જ્ઞાન વિસ્તરશે તથા અંહી રજૂ કરવામાં આવેલ સાહિત્ય સર્વ મનોવિજ્ઞાનના શિક્ષકોને મનોવિજ્ઞાન વિષયના શિક્ષણ કાર્યમાં ઉપયોગી થશે તેવી મને આશા છે. આપના જીવનના  શૈક્ષણિક અને વ્યવહારિક મનોવૈજ્ઞાનિક  પ્રશ્નો ઉકેલવામાં મારો આ પ્રયત્ન આપ સર્વને મદદરૂપ થશે..... 

આ બ્લોગ વિષે આપના સૂચનો, અભિપ્રાયો આવકાર્ય છે, આ બ્લોગ તમને કેવો લાગ્યો યોગ્ય કોમેન્ટ તથા અભિપ્રાય આપશો. મારા આ બ્લોગને ફોલો કરવા વિનંતી છે. 


આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.

અહીં મૂકેલ કોઈપણ સાહિત્ય ફક્ત અન્યને મદદરૂપ થવાના બિનવ્યવસાયિક અને શૈક્ષણિક હેતુથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.

જય જ્ઞાન, જય વિજ્ઞાન....

( ડો.જીજ્ઞેશ એ.વેગડ  )
શ્રી સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ,
હલુરિયા ચોક,ક્રેશન્ટ રોડ નજીક,
ભાવનગર - ૩૬૪૦૦૧

No comments:

Post a Comment