Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો



  • Cathexis : માનસિક શક્તિનું કેન્દ્રીકરણ: પદાર્થ વિચાર કે કાર્યને લગતું ભાવાત્મક મૂલ્ય.આવેગ અને ધ્યેય વચ્ચેનું જોડાણ
  • Inheritance : વારસો : અનુવંશશાસ્ત્રના નિયમો પ્રમાણે પ્રજોત્પતિ સમયે સંતાનને પૂર્વજો પાસેથી જનીનતત્વો દ્વારા પ્રાપ્ત થતા લક્ષણો.
  • Chronological age : શારીરિક ઉમર : પ્રયોગપાત્રની જન્મતારીખથી માંડીને ચોક્કસ સમયાવધિ સુધીનો સમયગાળો.
  • Mental age : માનસિક વય : વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. 
  • Adjustment: અનુકુલન: એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ પર્યાવરણ ની માંગણીઓ પૂરેપૂરી સંતોષાય એવી પરિસ્થિતિ.
  • Age norm: વયમાનંક: ચોક્કસ શારીરિક વયના વિદ્યાર્થી જૂથની સિદ્ધિ,બુદ્ધિ કે અન્ય લક્ષણને લગતો સરાસરી કે મધ્યસ્થનો આંક.
  • Depression:ખિન્નતા: નિરાધારપણાની, તુચ્છપણાની અને ઉદાસીનતા ની લાગણીઓ અનુભવવી તે ખિન્નતા.
  • Frustration:  વૈફલ્ય: ચાલુ ધ્યેયલક્ષી પ્રવુતિમાં આવતો અવરોધ કે અનુચિત વિક્ષેપ.
  • Herd instinct: સંઘવૃત્તિ : પ્રાણીઓ તથા મનુષ્યોની પોતાના સમૂહ કે ટોળામાં રહેવાની સહજવૃત્તિ. 

  • Reinforcement : પ્રબલન:  કોઈ પત્યાચારને પ્રબળ બનાવવા અથવા રૂઢ કરવા માટેનો પુરસ્કાર કે પ્રલોભન કે શિક્ષા

  • Experience :  અનુભવ :
    કોઈ પણ બનાવમાંથી પસાર થવું અને વ્યક્તિગત સામનો કરવો.
  • Excitation :  ઉશ્કેરાટ :
    જ્ઞાનતંતુ કે સ્નાયુમાં પ્રવૃત્તિ પેદા કરતી પ્રક્રિયા.

    આનંદ,ઉત્સાહ વગેરેની સ્થિતિમાં મનના તણાવમાં પેદા થતી ઝડપી વૃધ્ધિ.
  • Monograph : મોનોગ્રાફ :

    કોઈ વિષય પર પદ્ધતિસરનું અને સંપૂર્ણ લખાણ.
  • Depersonalization : આત્મવિસ્મૃતિ :
    માનસિક રોગોથી પીડાતી વ્યક્તિને પોતે પોતાની ઓળખ ગુમાવી દીધી છે તેવી લાગણી થવી.
  • Deprivation : વંચિતપણું :

    જરૂરી અથવા ઈચ્છિત પદાર્થ ખૂંચવી લેવો કે દૂર રાખવો.
  • Group test : સમૂહ કસોટી :
    કોઈ પણ જૂથના બધા સભ્યોને એકસાથે આપી શકાય તેવી કસોટી.

    કાગળ પેન્સિલ પ્રકારની કસોટી એ સમૂહ કસોટી છે.
  • Psychodrama : મનોનાટ્ય :

    માનસિક સમસ્યાવાળા મનુષ્યો વિના તૈયારીએ સાહજિક રીતે પોતાની સમસ્યાને નાટકના સ્વરૂપમાં સ્ટેજ ઉપર રજૂ કરે તેવી મોરેનોની પ્રયુક્તિ.
  • Withdrawal : પીછેહઠ :

    માનસિક તણાવ અથવા હતાશા ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓથી પોતાની જાતને પાછી ખેંચી લેવાની કે તેનાથી દૂર જવાની ક્રિયા.
  • P-technique  :  P-પ્રયુક્તિ :

    અવયવ વિશ્લેષણની એક પદ્ધતિ જેમાં એક વ્યક્તિની વિવિધ પ્રસંગોએ લીધેલી મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો વચ્ચેના સહસંબંધાકોનું વિશ્લેષણ કરવામાં આવે છે તે P પ્રયુક્તિ.
  • Psychotherapy : મનોપચાર :

    સૌમ્ય માનસિક વિકૃતિઓ અને વ્યક્તિત્વની સમસ્યાઓને મનોવૈજ્ઞાનિક પધ્ધતિ એ સલાહ દ્વારા હલ કરવાંનો ઉપચાર થાય તેને મનોપચાર કહેવાય.
  • Skill : કૌશલ્ય :

    માનસિક કે શારીરિક ક્રિયાઓ સહેલાઈથી અને ખૂબ સારી રીતે કરવાની શક્તિને કૌશલ્ય કહેવામાં આવે છે.
  • Super ego : અધિઅહમ, ઉપરી અહમ :
    ફ્રોઇડના મનોવિશ્લેષણ સિદ્ધાંત મુજબ વ્યક્તિ ની મનોરચનનો એક વિભાગ.

    અધિઅહમ અહમ પર સતત ચોકીપહેરો રાખે છે અને વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરે છે.
  • Zygote : ફલિતાંડ :
    નરકોષ વડે ફલિત થયેલો માદાકોષ અથવા અંડ.

    દ્વિભાજન દ્વારા તેમાં વિભિન્નીકરણ શરૂ થાય ત્યાં સુધી તે ફલિતાંડ કહેવાય છે.
  • Absurdity test : અસંગતતા કસોટી :
    એવું કોઈપણ કાર્ય કે જેમાં આપેલ ચિત્ર કે વાર્તામાંથી વિરોધાભાસ કે વિસંવાદિતા શોધી કાઢવાનો હેતુ રહેલો હોય તેવી કસોટી.
  • Schizophrenia : છિન્નમનોવિકૃતિ :

    મનનું છિન્નભિન્ન થવું,વ્યકિત્વ નું વિઘટન થવું એટલે છિન્નમનોવિકૃતિ.
  • Abstract reasoning  : અમૂર્ત તર્ક :
    મૂર્ત માહિતીને બદલે સંજ્ઞા અથવા સામન્યિકરણનો ઉપયોગ કરી તારણો કે નિષ્કર્ષ પર પહોંચવાની પ્રક્રિયા.
  • Escapism : પલાયન વૃત્તિ :
    બચાવ પ્રયૂકિતનો એક પ્રકાર કે જેમાં વાસ્તવિકતાની દુઃખદ બાબતોમાંથી શારીરિક તેમ જ માનસિક રીતે પોતાની જાતને ખસેડી લેવાની વૃત્તિ.
  • Identification : તાદાત્મ્ય

    જે વ્યક્તિ કે સમૂહની પ્રશંસા કરતા હોય તેના જેવા પોતાને ગણાવી લેવાની પ્રકિયા.
  • Isolate : એકલવાયો :

    સમાજિકતામિતિમાં વપરાતો આ શબ્દ  છે,જે બાળક કે વિદ્યાર્થીને તેનો વર્ગ કે તેનું મિત્ર જૂથ પસંદ કરતું ન હોય તેને એકલવાયો કે વિખૂટો કહેવામાં આવે છે.
  • Recall  : યાદ :

    એક વખત શિક્ષણ કે અનુભવ દ્વારા સ્મૃતિભંડારમાં સ્થાપિત થયેલ વિગતને ફરી ચેતન અવસ્થામાં લાવવી અથવા યાદ કરવી તે.
  • Abstract thinking  અમૂર્ત વિચારણા :

    તાર્કિક કે બૌદ્ધિક ગુણો દ્વારા બીજા તત્વોથી એક તત્વને અલગ પડી તેનો અર્થ સ્પષ્ટ કરવો કે સમજવો.
  • Abnoramal psychology : અસામાન્ય મનોવિજ્ઞાન :
    અસામાન્ય વર્તન કે અસામાન્ય વ્યક્તિત્વના અભ્યાસનું શાસ્ત્ર.
  • Case history : વ્યક્તિત્વ ઇતિહાસ :
    દર્દીનો વૈદેકીય,મનોવૈજ્ઞાનિક અને સામાજિક બાબતોનો સંપૂર્ણ ઇતિહાસ.
  • Choleric type : પિતપ્રધાન :
    વાત વાતમાં ગુસ્સે થઈ જનાર,અસહિષ્ણુ, વધુ પડતી સંવેદનશીલ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ.
  • Divergent thinking : વિકેન્દ્રી ચિંતન :
    આ પ્રકારના ચિંતનમાં એક જ સમસ્યા ના અનેકવિધ ઉકેલો હોઈ શકે છે જેની સંખ્યાનો આધાર સમસ્યા ના પ્રકાર પર રહેલો હોય છે.

    વિકેન્દ્રી ચિંતન એટલે કેન્દ્રપ્રસારી વિચારણા.
  • Dizygotic twins દ્વિબીજ જોડિયા બાળકો :

    એક બીજી જોડીયા બાળકોથી અલગ પડતા બે જુદા જુદા સ્ટ્રીબીજમાંથી પેદા થયેલા જોડીયા બાળકો.
  • Emotionality : સાંવેગિકતા :

    સાંવેગિક પરિસ્થિતિઓ પ્રત્યે જેઓ પ્રબળ રીતે કે વધુ પડતી પ્રતિક્રિયા કરવા પ્રેરાય છે તેવી વ્યક્તિઓની લાક્ષણિકતા.
  • Zeigarnik effect : ઝાઈગાર્નીક અસર :
    ઝાઈગાર્નીક પ્રથમ બતાવેલ ઘટના જે તેના નામથી પ્રસિદ્ધ છે તે અનુસાર જે સમસ્યારૂપ કાર્યો પુર્ણ થતા પહેલા અટકાવવામાં આવે તે પુર્ણ થયેલા કાર્યો કરતા વધુ પ્રમાણમાં યાદ રહે છે.
  • Clique : ટોળી :

    સમાજિકતામિતિની દ્રષ્ટિએ સમાન અભિરુચિ ધરાવતી ચાર છ વ્યક્તિઓનું નાનું સરખું જૂથ.
  • Clue : સંકેત :

    અનાત્મલક્ષી કસોટી પ્રશ્નોના પ્રત્યાચારો આપવામાં પરીક્ષાર્થીને અણધારી રીતે સાચો પ્રત્યાચાર મેળવવામાં મદદરૂપ થઇ પડતો શબ્દ કે વાક્ય ઉપખંડ.
  • Collective mind : સામુહિક મન :
    સમૂહનો એક વિચાર.

    સમુહમાંની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની સરખી કે સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કે જે સામુહિક વર્તનને જન્મ આપે છે તેમનો સરવાળો.
  • Judgment : નિર્ણય :

    અનિશ્ચિત અંશોવાળી પરિસ્થિતિ અંગે નિશ્ચિત સ્વરૂપમાં સ્વીકાર કે અસ્વીકાર.
  • Subception અવબોધ :

    જે ઉદીપકનું અહેવાલ ન આપી શકાય તેવું અસ્પષ્ટ પ્રત્યક્ષીકરણ થતું હોય તેના પ્રત્યે અપાતો પત્યાચાર.
  • Maturation : પરિપક્વન :
    પ્રાણીના આંતરિક વિકાસને કારણે તેની ખાસિયતો કે લક્ષણોમાં થતો ફેરફાર.

    પર્યાવરણના પરિબળોથી ઉત્પન્ન થતા વિકાસથી તે ભિન્ન હોય છે.
  • Asymmetry : વિષમરૂપતા :
    વિસ્તરણની વિરૂપતાના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.વિષમરૂપ આવૃત્તિ વિસ્તરણમાં સરાસરી,મધ્યસ્થ અને બહુલકની કિંમત જુદી જુદી હોય છે.
  • Aversion
    અણગમો

    નકારાત્મક વલણ
  • Closure : રિક્તતાપૂર્તિ :

    સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ રજૂ કરેલા સિદ્ધાંત આકૃતિમાં રહેલી ખાલી જગ્યા આત્મલક્ષી રીતે પુરી કરીને પૂર્ણ સ્વરૂપમાં આપીને સ્થાયી પ્રત્યક્ષો કેવી રીતે મેળવાય તે સમજૂતી આપતો સિદ્ધાંત.
  • Life space : જીવન અવકાશ :

    વ્યક્તિ અને તેના વર્તનને જન્મ આપતા પર્યાવરણનાં પરિબળો મળીને બનતી સમગ્રતા
  • Dementia: ઘેલછા :

    સાંવેગિક અથવા બૌધ્ધિક શક્તિઓમાં અવિશિષ્ટ પણ કાયમી ઘટાડો.
  • Drop-out: અધ્ધવચ્ચે છોડી જનાર :
        પોતાના લક્ષને પહોંચતા પહેલા અધ્ધવચ્ચે        
        કાર્યને છોડી દેવું.
         વિદ્યાર્થીઓના સંદર્ભમાં અભ્યાસ અધ્ધવચ્ચે થી   
         છોડી જનાર માટે શબ્દ વપરાય છે
      • Libido : કામવાસના :
            લૈંગિક વૃત્તિમાંથી પેદા થતી શક્તિ.
              લૈંગિક ભૂખ.
                વિષયવૃત્તિ કે કામવૃત્તિ.
            • Learning difficulty : શીખવાની મુશ્કેલીઓ :
                 કઈ પણ શીખવામાં આવતી ખામી.
                 કઈ પણ શીખવાની અશક્તિ.
            • Drill  : કવાયત :
                કોઈ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરી કૌશલ્ય અને જ્ઞાન પર કાબુ મેળવવો.
                  ડ્રિલ નો આધાર થાક સામાન્ય ચપળતા  અને  પરિસ્થિતિ પર રહેલો છે.
              • False reaction : ખોટી પ્રતિક્રિયા : 
                   ઉદીપકની ગેરહાજરીમાં ઉદીપક હાજર હોય  તેમ પ્રત્યચાર આપવો.







                                


              No comments:

              Post a Comment