Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

27 February 2019

ડીપ્રેશન હટાવો, આત્મહત્યા રોકો

ડિપ્રેશન  હટાવો , આત્મહત્યા રોકો 


                

          વ્યક્તિના મન , વિચાર અને શરીર ઉપર નકારાત્મક અસર નાખતી માનસિક અવસ્થાને "ડિપ્રેશન" નામની માનસિક બીમારી કહેવામાં આવે છે . તેમાં બે અઠવાડિયાથી વધુ સમય કઈ ન જ ગમવું , ચિડીયાપણું ,ઉદાસીનતા , રડ્યા કરવું , ઓછી ભૂખ અથવા સામાન્યથી વધુ ભૂખ લાગવાથી વજનમાં વધઘટ , અનિદ્રા અથવા દિવસ દરમિયાન વધારે ઉંઘ , અશક્તિ અને થાક લાગવો . પોતે કોઈ કામના નથી એવી લાગણી થવી , નિરાશા ,મૃત્યુ અને આત્મહત્યાના વિચારો જોવા મળે છે . આવી વ્યક્તિ ડિપ્રેશન થી બહાર આવવા અસહાયક અનુભવે છે . એટલે આશાવીહીન બની જે છે . જેથી ડિપ્રેશનથી બહાર આવવા માટે મિત્રો , કુટુંબીજનોના હુંફ સાથે સારવારની જરૂર હોય છે . પરંતુ જયારે દર્દીની સારવાર માટે લોકો અંધશ્રદ્ધાના લીધે કલંક કે અભિશાપ સમજી મનોચિકિત્સકને બદલે ભુવા ભારદોના ચક્કરમાં પડે છે . ત્યારેથી ડિપ્રેશન બીમારી વકરતા દર્દી આત્મઘાત પણ કરે છે . વ્યસન , અસલામતી , આર્થિક ભીસ , વહુ સાસુના ઝગડા , છૂટાછેડા , માનસિક ત્રાસ , નિરાશા , પરીક્ષામાં નાપાસ થવાનો ભય , પ્રેમમાં નિષ્ફળતા , વાન્ઝીયાપનું ,સ્નેહીનું મૃત્યુ , સામાજિક પ્રતિષ્ઠાનો નાશ , તિરસ્કાર , ગંભીર માંદગી , વૃદ્ધાવસ્થા , હતાશા જેવા પરિબળો ડિપ્રેશન માટે જવાબદાર ગણી શકાય . આતરિક પરિબળોમાં મગજના જૈવ રાસાયણિક બંધારણ અને જેનેટિક પરિબળો માણસનું માનસિક બંધારણ ઘડવામાં અગત્યનો ફાળો ભજવે છે . ડીપ્રેશનને કારણે આત્મહત્યા કરનાર લોકોમાં નોરએડ્રીનાભીન અને સીરોતોનીન , ડાયોમીન જેવા રસાયણો મગજના અમુક ભાગમાં ઘટી જે છે , અને ક્રોટ્રીઓલ નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જે છે . યોગ્ય માનસિક સારવારથી માગમાં રસાયણોની વધઘટને નિયંત્રિત કરી ડીપ્રેશન દુર કરવામાં આવે છે તો આવી વ્યક્તિઓને આપઘાત કરવાથી રોકી શકાય છે . બ્લડપ્રેસર ઘટાડવા વપરાતી અમુક દવાઓ ,સ્ટીરોઈડ દવાઓ ,દર્દશામક દવાઓ ,કેટલાક એન્ટીબાયોટીક અને ખેંચની દવાઓ પણ ડીપ્રેશન માટે જવાબદાર હોઈ શકે છે .


          ઉમરની સાથે ડીપ્રેશન થવાની શક્યતા વધી જાએ છે . વૃદ્ધાવસ્થામાં ડીપ્રેશન વધુ જોવા મળે છે . સ્ત્રીઓમાં પુરુષ કરતા વાધું પ્રમાણમાં ડીપ્રેશન જોવા મળે છે . આજ પણ દેશભરમાં 15 વર્ષથી નાની ઉમરના 5 થી 6 બાળક રોજ આપઘાત કરે છે . ચેપીરોગ જેવા વાયરસ : સ્કુલ , કોલેજોમાં , ઓફીસમાં પ્રસરી ગયા છે એટલે તો વિદ્યાર્થીઓને આત્મહત્યા તરફ દોરી જતા ડીપ્રેશનનો સામનો કરવામાં વક્તવ્યો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં રાખવા પડે .

           યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે . યુવાવસ્થા સમાજ માટે મોંઘેરી મૂડી જેવી હોય છે . ભણવાનું ,નોકરી , ધંધા કરવાનું , લગ્ન પછી નવી પેઢીને જન્મ આપવાનું ,આશાઓ , ઈચ્છાઓ અને સ્વપ્નો સેવવાની ઉમર ઉવાવસ્થા હોવાથી આ ઉમરે ઉત્સાહ પરાકાષ્ઠાએ હોવા જોઈએ પરંતુ હતાશાથી આપઘાત કરી રહેલા યુવાનોની સંખ્યા વધી રહી છે તે સમાજને માટે સમસ્યારૂપ બને છે . 

           ઈર્ષા , નફરત , લોભ , બદલો લેવાની ભાવના , કોઈને દુખી કરી પોતે ખુશ અનુભવી , ક્ષમા ના કરવી , કોઈને નુકસાન પહોચવાની ભાવના , કોઈને હેરાન પરેશાન કરવું ,ભ્રષ્ટાચાર કરવાની ભાવના , અતિ-સ્વાર્થીપણુંથી માનસિક અશાંતિ થાય છે . એટલે આપણને અને બીજા બધાને શાંતિ સુખ અને સકારાત્મક વિચારો અને કર્મો કરવા જેથી બીજાને શાંતિ ,સુખ અને આનંદ મળે અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહે . વ્યક્તિ ઘણી વખત પોતે ઉભા કરેલા બિન જરૂરી વલણને કારણે પ્રશ્નો ઉદભવતા હોય છે . અને જયારે આવા પ્રશ્નોના ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે છે ત્યારે તે વ્યક્તિ નિરાશ થઇ ડીપ્રેશનનો ભોગ બને છે .

           ડીપ્રેશનમાં આત્મહત્યાના વિચાર કરનાર વ્યક્તિની માનસિક અવસ્થા તરલ હોય છે , જેથી એની સ્થિતિમાં મિત્રો , કુટુંબીજનો દ્વારા મનને સકારાત્મક વણાંક આપી શકાય છે , એવી વ્યક્તિને કુટુંબ અને સમાજની હુંફથી દુખ વહેચાઈ જાએ છે અને સહકાર આપવાથી તે વ્યક્તિ એકલતા અનુભવતો નથી જેથી મુશ્કેલી સામે લડી લેવાનું મનોબળ મજબુત બને છે પરંતુ જે વ્યક્તિને સમાજ અને મિત્રોથી મુશ્કેલીનો સંઘર્ષ કરવા સહકાર અને હુંફ નથી મળતી તે વ્યક્તિ હતાશાની મનોદશામાં આત્મહત્યા કરી શકે છે . આવી વ્યક્તિની સમસ્યાનું સમાધાન ના થાય તો આત્મહત્યાથી મુક્ત થવું એવી પ્રેરણા સમાજમાં ફેલાવે છે .

           આત્મહત્યાની વાત કરનાર વ્યક્તિને શાંત ચિત્તે સાંભળતા જોઇને તેની લાગણીની કદર કરવી જોઈએ , તેનામાં રસ લો અને કોઈપણ સમયે મળવાની છુટ આપો . આત્મહત્યાની વસ્તુઓ , જંતુનાશક દવાઓ દુર રાખવી જોઈએ અને તુરંત જ મનોચિકીત્સકથી સંપર્ક સાધવો જોઈએ .

           આત્મહત્યા વ્યક્તીગત ઘટના છે પરંતુ તેના કારણો સામાજિક છે . આત્મહત્યાની ઘટના ક્યારેક માનસિક નબળાઈ ક ડીપ્રેશનને લીધે હોઈ શકે છે ત્યારે આવી માનસિકતાની સ્થિતિ પણ સામાજિક સંજોગોનું પરિણામ હોય છે . આત્મહત્યા એક સામાજિક ઘટના છે અને સામાજિક ઘટનાઓને જન્મ આપવામાં સમાંહુક ચેતના ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે . જે સમાજમાં લોકો સ્વાર્થ માટે આદર્શોની વિરુદ્ધ ભ્રષ્ટ આચરણ કરી ઈમાનદાર , ચરિત્રવાન , નિર્દોષ વ્યક્તિઓને હેરાન પરેશાન કરે છે ત્યારે આત્મહત્યાનો દર તે સમાજમાં વધે છે . તાજેતરમાં નેશનલ ક્રાઈમ રીપોર્ટ બ્યુરો 2008 પ્રમાણે બેંગ્લોર પછી રાજકોટ આત્મહત્યાનો દરના પ્રમાણમાં બીજા નંબર પર છે એટલે કચ્છમાં આત્મહત્યાની સંખ્યા વધતી રોકવા માટે તમામ સેવાભાવી સંસ્થાઓને પોતાની રીતે વ્યવસ્થા ગોઠવીને આત્મહત્યા અટકાવવા માટે આગળ આવવું જોઈએ . લોકો વચ્ચે નૈતિકતા આત્મીયતા , એકતા થવાની પ્રેમ અને અહિંસા , શાંતિ અને આનંદ જેવા માનવીય ગુણોનો વિકાસ ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે , એનાથી સામાજિક નિયંત્રણનું કાર્ય સરળ બનશે અને આત્મહત્યાનો દર ઘટશે .

 - ડો . દેવજ્યોતિ શર્મા

25 February 2019

સર્જનાત્મકતાનું ઉદાહરણ

સર્જનાત્મકતા ના ઉદાહરણ રૂપે દર્શાવી શકાય તેવો વિડીયો અહીં મુકવામાં આવ્યો છે.






21 February 2019

પરીક્ષાની મુંજવણ દુર કરો

પરીક્ષાની મુંજવણ  દુર કરો 




          પરીક્ષા સમયે વિદ્યાર્થીના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે . જેમકે મને કઈ યાદ નહિ રહેતું , હું ભૂલી જાઉં છું , મારી યાદ શક્તિ ઓછી છે, હું નાપાસ થાઈસ, આમ એક પછી બીજા વિચાર આવાથી નકારાત્મક વિચારોની હારમાળા સર્જાય છે અને વિદ્યાર્થી હતાશ થઈ ડીપ્રેશનનો શિકાર બને છે . પરીક્ષાના થોડા દિવસ પહેલા વાલીઓ એ દબાણ ન કરી સવેન્દનશીલ વ્યક્તિ સાથે કરાય એટલું પ્રેમ પૂર્વક વર્તન કરી હુંફ અને સહાકાર આપવાથી પરીક્ષાની તૈયારી સરળ બને છે .પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીએ પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખવી જોઈએ અને તે માટે સતત સકારાત્મક વિચારો કરવા જોઈએ અને મોટેથી મનમાં રટણ કરવું જોઈએ ,જેમકે મને બધું આવડે છે , હું સારા માર્ક્સ મેળવીશ . આવા સકારાત્મક વિચારો પોતાની રાખીને દરરોજ સવારે અને સાંજે વાંચવા જોઈએ .આવું કરવાથી મન સકારાત્મક વિચારોથી ભરાઈ જે છે અને મન નો ઉત્સાહ , આત્મબળ અને વિશ્વાસ ની શક્તિ વધે છે .
 

           દરેક કલાકે  વાંચવા પછી 10 મિનીટ આરામ લેવો જોઈએ . પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પહેલા સમયબદ્ધ રીતે વાંચનનું આયોજન કરવું જોઈએ . દા .ત . 7 થી 8 કલાક સુધી પુરતી ઊંઘ જરૂરી છે . પાઠ્યના અભ્યાસ માટે વધારે સમય રાત્રે જાગરણ કરવાથી કે ઓછી ઊંઘ કરવાથી મનનો થાક વધે છે . પરિણામે પાઠ યાદ રહેતા નથી . વળી મનનો થાક પરીક્ષામાં લખતી વખતે ભુલાવી દે છે . પરીક્ષાખંડમાં માનસિક યોગ્યતા જળવાઈ રહે તે માટે પુરતી ઊંઘ જરૂરી છે . માનવીનું મગજ આશરે 1.4 કિલો જેટલું છે જે સૌથી વધારે ક્રિયાશીલ હોવાથી શરીરનો કુલ શક્તિ માંથી 30 ટકા ભાગ વાપરી નાખે છે . મગજમાં શક્તિ માત્ર ગ્લુકોઝ(કાર્બોહાઈડ્રેટ્સ) રૂપમાં જોવા મળે છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય તો થોડા સમય માટે યાદશક્તિ ઓછી થઇ જે છે એટલે પરીક્ષા દરમિયાન વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સવાળો આહાર અને ઓછી માત્રામાં પ્રોટીન અને ચરબીવાળા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ . ઘઉં , બાજરી , ચોખા , કઠોળ , બટેટા , શક્કરીયા ,દ્રાક્ષ ,અંજીર ,અખરોટ ,શેરડીના રસ ,કેળા જેવા કેટલાક ફળો ,દૂધ ,ખાંડ અને ગોળમાંથી પુરતી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ મળે છે .

          પરીક્ષા દરમિયાન 15 મિનીટ યોગા ,પ્રાણાયામ , કસરત , દોડવું અથવા તો વોલીબોલ ,બેડમિન્ટન ,ફૂટબોલ જેવી રમત રમવાથી મગજ ઉપરનું દબાણ ઘટે છે અને મન હળવું થઈને તાજગી અનુભવે છે .

          પરીક્ષામાં લઇ જવાના સાધનો જેમ કે પેન ,પેન્સિલ , રબ્બર , કંપાસ , ફૂટપટ્ટી ,કાંડા ઘડિયાળ ,હાથ રૂમાલ એક દિવસ પહેલા જ ચોક્કસ સ્થળ પર રાખી દેવા જોઈએ . પરીક્ષાનું ઓળખપત્ર અથવા પરીક્ષા સ્લીપની એક વધારાની નકલ કરાવવી જોઈએ અને ચોક્કસ સ્થળ પર રાખવી જોઈએ . છેલ્લા દિવસે તૈયારી માટે રાહ જોવાથી મન બેચેન થઇ જે છે અને મનમાં ગોઠવેલો અભ્યાસ ઉપર ખોટી અસર પડે છે જેની સીધી અસર પરીક્ષા પર પડે છે .

          પરીક્ષાના દિવસે મનમાં હકારાત્મક વિચારો રાખીને પરીક્ષાકક્ષમાં જાઉં જોઈએ અને તમારી જગ્યા પર શાંતિથી બેસવું જોઈએ . પ્રશ્નપત્ર જયારે મળે ત્યારે એક મિનીટ મૌન રાખીને આંખ બંધ કરી દિલથી ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ ક હે ઈશ્વર ! મને શક્તિ આપો જેથી હું તમામ પ્રશ્નોના ઉત્તર લખી શકું . એવી પ્રાર્થનાથી મન સ્વસ્થ અવસ્થામાં પહોચે છે . અભ્યાસ કરેલા પાઠ્ય એકાગ્રચિત મનમાં સહેલાઈથી યાદ આવી જે છે અને ધ્યાન ભટકતું નથી .

         પરીક્ષામાં કોઈ સાથે પૂછ-પરછ ન કરવી જોઈએ . વાતચીત કરવાથી મનની એકાગ્રતા ભંગ થાય છે . સંપૂર્ણ પ્રશ્નપત્રથી વાંચીને જે પ્રશ્ન આવડે છે તેની ઉપર નિશાન લગાવવી જોઈએ . સૌથી પહેલા જે આવડે છે તે લખી લો, જે ન આવડે તેના પર જરા પણ સમય ન વેડફો . પ્રશ્નોત્તર લખતી વખતે સમય મર્યાદા ધ્યાનમાં રાખો . પ્રશ્નપત્ર લખવાનું બાકી છે અને થોડો સમય છે તો જલ્દીથી મુદ્દાઓ લખી લેવા જોઈએ . થોડોક સમય બાકી છે અને ન આવડતા પ્રશ્નો રહી ગયા છે તો જેટલું આવડતું હોય એટલું લખી નાખવું જોઈએ . પ્રશ્ન ક્રમાંક લખવામાં કાળજી રાખવી જોઈએ . પરીક્ષગાળામાં ક્યારે પણ ફળનો ડર કે ચિંતા રાખવી નહિ . એવા ડરથી મનમાં તનાવ થાય છે અને તે હતોત્સાહ કરે છે . જે વિષયની પરીક્ષા આપવી છે તેની અગત્યતા સમજી તેની ઉપર ધય્ન રાખીને તૈયારી કરવી જોઈએ . જ વિષયની પરીક્ષા આપી દીધી છે અથવા પછી આપવાની છે તેના પ્રતિ ચિંતા ન કરવી જોઈએ . હાલે જે વિષયની પરીક્ષા આપવાની છે તેની તૈયારી માંથી કરો . આવું કરવાથી પરીક્ષામાં સફળતા મળશે .

  
- ડો . દેવજ્યોતિ શર્મા

તણાવ અને હૃદયરોગ


16 February 2019



ગુજરાતનો પ્રથમ મનોવૈજ્ઞાનિક મેળો








વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો 

12 February 2019

પ્રાણીઓમાં લાગણી પરનો પ્રયોગ


           આ પ્રયોગમાં સંશોધકે એક બનાવટી વાંદરાના બચ્ચાને ગ્રુપમાં મુક્યું.જે માત્ર એક રમકડું હતું,પણ તેમાં ગોઠવણી એવી રીતે કરી હતી કે તે ઝાડ પરથી જાણે પાડીને મારી ગયું હોય.વાંદરાનું ટોળું આ જોઇને પોતાની લાગણી જે રીતે વ્યક્ત કરે છે તે જોઇને સાબિત થાય છે કે લાગણી અને આવેગ માત્ર મનુષ્યમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ હોય છે.