Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 November 2020

ભય લાગે ત્યારે

 

ભય લાગે ત્યારે



આપણને લોકોના અભિપ્રાયોનો ડર લાગે છે, કોઈ ધ્યેય પ્રાપ્ત ન થવાનો ડર લાગે છે, કોઈ કામ પૂરું નહીં થાય તો એવો ભય રહે છે, કોઈ સારી તક નહીં મળે તો એવી શંકા રહે છે; આ બધાને લીધે મનમાં અસાધારણ એવી દોષિત હોવાની ભાવના આવે છે- આપણે એવું કંઈક કર્યું છે જે નહોતું કરવું જોઈતું; એ કરવામાં જ દોષિત હોવાની ભાવના રહેલી છે; એક આપણે જ તંદુરસ્ત છીએ અને બીજા તંદુરસ્ત નથી; એકને ખાવા મળે છે અને બીજાને નથી મળતું. જેમ જેમ મન તપાસ કરતું જશે, ઊંડું ઊતરતું જશે, પ્રશ્નો પૂછશે તેમ તેમ આ દોષિત હોવાનો ભાવ (અપરાધભાવ) અને ચિંતા વધી જશે..ભય એક ગ્રંથિ છે, આવેગ છે અને તેને લીધે આપણે કોઈ જાણકાર કે ગુરુની શોધ કરીએ છીએ; ભય એ આદરનું એવું આવરણ છે કે બધાને બહુ જ ગમે છે- આદરપાત્ર બનવું. શું તમે જીવનમાં બનતી ઘટનાઓનો સામનો કરવા જેટલી હિંમત દર્શાવવાનું નક્કી કરો છો કે કેવળ બુદ્ધિથી ભયને દૂર રાખો છો અથવા તો પછી તમારા ભયભીત મનને સંતોષ આપે તેવાં બહાનાં શોધી કાઢો છો? તમને ભય લાગે ત્યારે તમે શું કરો છો? રેડિયો ચાલુ કરો છો, પુસ્તક વાંચો છો, મંદિરે જાઓ છો, કોઈ અંધશ્રદ્ધા ધરાવતા સિદ્ધાંત કે માન્યતાને વળગો છો, શું કરો છો?

ભય માણસમાં રહેલી વિનાશક શક્તિ છે. તે મનને નિસ્તેજ કરે છે, તે વિચારને વિકૃત કરે છે, તે દરેક પ્રકારના ચલાકીભર્યા અને સૂક્ષ્મ માની લીધેલા સિદ્ધાંતો, અર્થહીન અંધવિશ્વાસ, વહેમ અને માન્યતાઓ તરફ દોરી જાય છે, પરંતુ જો તમે એ જુઓ કે ભય વિનાશક છે, તો તમે મનને ભય રહિત, ચોખ્ખું કરવા માટે કેવી રીતે આગળ વધશો? તમે કહો છો કે ભય ઉત્પન્ન કરતાં કારણોની ઊંડી તપાસ કરીને તમે ભયથી મુક્ત જશો. એમ જ કરશોને? ભયના કારણને શોધી કાઢી તેને જાણવાથી ભયથી મુક્ત થવાતું નથી.

સૂક્ષ્મ સત્ય: જે. કૃષ્ણમૂર્તિ

18 November 2020

માનસિક સ્વાસ્થ્ય જ જીવનની ચાવી છે

માનસિક સ્વાસ્થ્ય જ જીવનની ચાવી છે

વ્યક્તિને જીંદગીમાં આવનારી મુસીબત અંગે થોડો પણ અંદાજો હોય અને તે આવી પડે તો ઓછો આઘાત લાગે છે. અને જો અણધારી સમસ્યા આવી પડે તો ઘણા નાસીપાસ થઈ જાય છે. આ આપણા મનની મન:સ્તિથિ બતાવે છે. માનવીનું મન કાંઈક આમ જ રહે છે. કોઈના મૃત્યુથી લઈ બ્રેક અપ, છૂટાછેડા, મહામારીમાં આર્થિક પરિબળ કે પરીક્ષામાં નાપાસ થવું આ બધું આ સાથે સંકળાયેલુ છે.

મહત્વની વાત હવે એ આવે છે કે આવું કાંઈ હોય કે પછી એનાથી બીજી કોઈ બીમારી જેવી કે ડિપ્રેશન, પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કીઝોફ્રેનિયા વગેરે હોય તો આપણે ત્યાં એ માટે ઉચિત સારવાર લેવાનું ચલણ જ નથી. ક્યારેક ઉચિત સારવાર ન લેતાં આપણે જે તે વ્યક્તિઓને ગુમાવ્યા પણ છે. આપણે ત્યાં સાયક્યાટ્રીસ્ત (મનોચિકિત્સક) પાસે જાવો એટલે લોકો એ પાગલ છે એમ સમજે. કેટલી મોટી ભ્રમણામાં આપણે જીવીએ છીએ.

આપણી આજુબાજુમાં અનેક લોકો ઉપર દર્શાવેલ કે અન્ય કોઈ મન મગજની પીડામાંથી પસાર થતા જોવા મળે જ છે, પણ પોતે સ્વસ્થ જ છે (શારીરિક રીતે!) એમ માનીને માનસિક સ્વાસ્થ્ય સાથે પોતે જ ચેડાં કરે છે. આવી વ્યક્તિએ પોતે તો જાગૃત થવાની જરૂર છે જ પણ સાથે સાથે આસપાસ રહેતા આપણે સૌએ પણ એ પ્રત્યે તથા એ વ્યક્તિઓ પ્રત્યે પોતાનો અભિગમ બદલવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ષવેલે માનસિક સ્વાસ્થ્ય સુધારવા રજા લીધેલ ગયા વર્ષે. કોહલીએ એનું સમર્થન પણ કરેલ. દિપીકા પાદુકોણ પણ આમાંથી પસાર થઈ ચૂકેલ અને હમેશાં આવી સારવાર લેવી એ માટે અભિપ્રાય આપતી રહે છે. કોરોનાકાળમાં આપણા સૌના મનની કડી પરીક્ષા થઈ રહી છે. ત્યારે આ અંગે સભાન રહેવું અને જરૂરી ફેરફારો લાઇફસ્ટાઇલમાં કરી પોતાને એર્નજેટીક રાખવું અત્યંત જરૂરી છે.

“એકાંતમાં અને ગુસ્સામાં આ મન પરનો કાબૂ જ માનવીને સફળતા તરફ દોરે છે.” જિંદગીના સૌથી સક્ષમ નિર્ણયો આ મન જ લે છે. તેથી જેટલું ધ્યાન શરીરનાં અન્ય સૌ અંગોનું રાખીએ છીએ એટલું જ કે એથી વધુ આ મગજનું અને મનનું રાખવું અનિવાર્ય છે. અને એથી આ લખનાર હમેશાં માને છે કે, “જ્યારે હકારાત્મકતા આત્મવિશ્વાસમાં ફેરવાય છે, ત્યારે જીવનને બાયંધરી મળે છે. 

– ડૉ. મંથન આર. શેઠ. 
(આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

12 November 2020

G.P.S.C. વિષેની માહિતી


G.P.S.C. વિષેની માહિતી


ભારતના દરેક રાજ્યમાં જાહેર સેવા આયોગની રચના કરવાની જોગવાઈ સંવિધાનની કલમ-૩૧૫(૧)માં થઈ છે. તદનુસાર ગુજરાત જાહેર સેવા આયોગની રચના તારીખ: ૧૮/૦૫/૧૯૬૦ના જાહેરનામાથી તારીખ: ૦૧/૦૫/૧૯૬૦થી કરવામાં આવેલી છે.


જાહેર ઉદ્દેશ/હેતુ:



રાજ્યમાં વહીવટમાં ઉચ્ચ હોદ્દા ઉપર યોગ્ય ઉમેદવારોની નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે પસંદગી થઈ શકે તેવો આયોગની રચનાનો હેતુ છે. આ હેતુના સંદર્ભમાં આયોગને ભારતીય બંધારણની કલમ-૩૨૦માં દર્શાવેલા કાર્યો સોંપાયેલા છે, જેને નીચે મુજબ વર્ગીકૃત કરેલા છે.



આયોગનાં બંધારણીય કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન:



ભારતના સંવિધાનની કલમ-૩૨૦ માં દર્શાવેલ આયોગના કાર્યોને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય:
  1. સેવાને લગતા વૈધાનિક નિયમો : કલમ-૩૨૦(૩)(એ) અને (બી).
  2. સીધી ભરતી : કલમ ૩૨૦(૧).
  3. બઢતી કે બદલીથી નિમણુક : કલમ- ૩૨૦(૩)(બી)
  4. શિસ્ત વિષયક દરખાસ્તો : કલમ-૩૨૦(૩)(સી)
  5. સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ બજાવતા કરેલા કે કરવા ધારેલાં કાર્યો બદલ તેમની સામે કરાતી કાનુની કાર્યવાહીના બચાવમાં તેમણે કરેલ કાનુની ખર્ચ ભરપાઈ કરવાના કક્કદાવા, કલમ- ૩૨૦(૩)(ડી).
  6. સરકારી કર્મચારીઓને ઘા-ઈજા પેન્શન આપવાના હક્કદાવા, કલમ-૩૨૦(૩)(ઈ)                                                                      આ કાર્યો ભારતના સંવિધાનની કલમ-૩૨૦,ખંડ-૩ના પરંતુક અન્વયે ઘડેલા “ગુજરાત જાહેર સેવા આયોગ (વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો,૧૯૬૦” દ્વારા મુકવામાં આવેલ મર્યાદાઓને આધિન છે.
  7. આ ઉપરાંત અન્ય કામગીરી:
  1. ભરતીના હેતુ માટે શૈક્ષણિક લાયકાતને માન્યતા આપવાની બાબત.
  2. નિવૃત અધિકારીઓને ૧ વર્ષથી વધારે સમય માટે પુન:નિયુક્તિથી નિમણુક આપવાની બાબત; અને
  3. એક વર્ષથી વધુ હંગામી નિમણુક ચાલુ રાખવા અંગેની બાબતોનો સમાવેશ થાય છે. વિનિયમ- ૩(બી) (૨)- ગુ.જા.સે.આ.(વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦.



G.P.S.C. ના કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ કરી શકાય:



૧. સેવાને લગતા વૈધાનિક નિયમો:



આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાના ભરતી નિયમો સંવિધાનની કલમ-૩૨૦(૩)(એ) અને (બ) ની જોગવાઈ અનુસાર આયોગોના પરમર્શમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.



૨. સીધી ભરતી:



આયોગના ક્ષેત્રાધિકારમાં રહેલ રાજ્ય સેવા હેઠળની જુદી જુદી જગ્યાઓ ઉપર સીધી ભરતી બે પ્રકારે કરવામાં આવે છે:



(ક) સીધી ભરતીએ (રૂબરૂ મુલાકાત, જરૂર પડ્યે પ્રાથમિક કસોટી) તથા
(ખ) સ્પર્ધાત્મક પરીક્ષા ( લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત)



સીધી ભરતીમાં ભરતી નિયમોની જોગવાઈ અને માગણીપત્રક મળ્યા અનુસાર જાહેરાત આપી જાહેરાતની જોગવાઈ સંતોષતા ઉમેદવારોની સીધે સીધી રૂબરૂ મુલાકાત (ઈન્ટર્વ્યુ) લેવામાં આવે છે. પરંતુ જગ્યાના પ્રમાણમાં અરજીનું પ્રમાણ વધુ હોય તો રૂબરૂ મુલાકાત યોજતા પુર્વે રૂબરૂ મુલાકાત માટેના ઉમેદવારોની સંખ્યા મર્યાદિત કરવાના હેતુથી પ્રાથમિક કસોટી લેવામાં આવે છે અને તેના પરિણામના આધારે ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા નક્કી કરવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષા: આયોગ દ્વારા નીચે મુજબ ૧૮ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવે છે:



(૧) ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને/અથવા વર્ગ-૨ની જગ્યાઓ.
(૨) ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) હેઠળની વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ.
(૩) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨
(૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં અંગ્રેજી પ્રતિવેદક, વર્ગ-૨
(૫) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં હીન્દી પ્રતિવેદક, વર્ગ-૨
(૬) અંગત સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(૭) અંગત સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(૮) રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-૨
(૯) નાયબ સેક્શન અધિકારી,નાયબ મામલતદાર અને વાણિજ્યિક વેરા નિરીક્ષક, વર્ગ-૩
(૧૦) કાયદા મદદનીશ, વર્ગ-૩
(૧૧) માહિતી ખાતાના ભાષાંતરકાર, વર્ગ-૩
(૧૨) ભાષા નિયામકની કચેરીમાં ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
(૧૩) કાયદા વિભાગ હેઠળના ભાષાંતરકાર, વર્ગ-૩
(૧૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ભાષાંતરકાર, વર્ગ-૩
(૧૫) ગુજરાતી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(૧૬) અંગ્રેજી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(૧૭) કારકુન/ટાઈપીસ્ટમાંથી નાયબ સેક્શન અધિકારીની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.
(૧૮) નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩માંથી સેક્શન અધિકારી, વર્ગ-૨ની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.



સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ પ્રકારે લેવામાં આવે છે.



(૧) માત્ર લેખિત પરીક્ષા
(૨) લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટી
(૩) લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત



આ પરીક્ષાઓ સંબંધિત જગ્યાના ભરતી નિયમોમાં જે પ્રમાણે જોગવાઈ થયેલ હોય તે રીતે યોજવામાં આવે છે.



3. બઢતીથી કે બદલીથી નિમણુક :



આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની રાજ્ય સેવામાં વર્ગ-૩માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૧ ની તથા વર્ગ-૧માંથી તેની ઉપલી વર્ગ-૧ની જગ્યા પર બઢતી આપવા માટે સરકારશ્રીના જુદાજુદા વિભાગો તરફ્થી આયોગના પરામર્શ માટે દરખાસ્ત કરવામાં આવે છે. બઢતીના કેસમાં આવી દરખાસ્તો વ્યક્તિગત કરવાને બદલે આગામી એક વર્ષમા ખાલી પડનાર જગ્યાઓને ગણતરીમાં લઈને દરખાસ્ત કરવી તેવી જોગવાઈ છે.



૪. શિસ્તવિષયક કાર્યવાહીની દરખાસ્તો:



આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા અધિકારીઓને “ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧” હેઠળ નિયત કરાયેલ મોટી શિક્ષા કરતાં પહેલાં તથા ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રમાણે નિવૃતિ બાદ પેન્શન કાપ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા આયોગનો પરામર્શ કરવામાં આવે છે. સરકારે સુચવેલ શિક્ષા યથાવત રાખવા કે તેમાં વધારો/ઘટાડો કરવો જરૂરી હોય તો તે અંગે આયોગ સલાહ આપે છે.



૫. અન્ય કામગીરી:



આ ઉપરાંત
(૧) બદલીથી નિમણુક,
(૨) ઘા, ઈજા પે ન્શન,
(૩) કોઈપણ જગ્યા/સેવામાં ભરતીના હેતુ માટે કોઈપણ સંસ્થાની પદવી(ડીગ્રી), ડિપ્લોમા, સર્ટિફિકેટ ઈત્યાદિને માન્યતા આપવાની બાબત,
(૪) અધિકારી/કર્મચારીની પુન: નિયુકતિ,
(૫) સરકારી કર્મચારીઓ સામે કરવામાં આવતી કાનુની કાર્યવાહીના ખર્ચના હક્ક્દાવા,
(૬) આયોગનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ કરવો વગેરેની કામગીરી આયોગ દ્વારા કરવામાં આવે છે.



આયોગની તમામ કામગીરી/કાર્યવાહી સુવ્યવસ્થિત અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે આયોગની કૂલ ૧૫ શાખાઓમાં કાર્ય વિભાજન્ કરીને આયોજન કરાય છે.



સેવાઓની યાદી અને તેનુ સંક્ષિપ્ત વિવરણ:



આયોગ દ્વારા ઉમેદવારોની ભરતી, બઢતી અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે સરકારને સલાહ આપવાની કામગીરીમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવીને તેની સાથે સંલગ્ન સરકારી વિભાગોમાં પસંદગીનાં ઉચ્ચ ધોરણો સ્થાપવા તથા ઉમેદવારો અને મુલાકાતીઓને જોઈતી માહિતી, નાગરિક અધિકારપત્ર, સુચનાઓ, રૂબરૂ મુલાકાત અને પ્રસારણ માધ્યમો મારફતે તેમજ રૂબરૂ મુલાકાત દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડી તેમની નાગરિક સુવિધાઓ/સગવડોમાં વધારો કરવા તથા ન્યાય કરવા અવિરતપણે પ્રયત્નશીલ છે.

GPSC પરીક્ષાનું સાહિત્ય ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



વધુ માહિતી માટે મુલાકાત લો http://www.gpsc.gujarat.gov.in

01 November 2020

મનોવૈજ્ઞાનિક સમાચાર

મનોવૈજ્ઞાનિક સમાચાર 

                               "ધોરણ ૯ થી મનોવિજ્ઞાન વિષય ભણાવવો જોઈએ એવા સામૂહિક સૂર સેમિનારમાં ઉઠ્યા." માતૃભાષામાં માનસિક સ્વાસ્થ્ય પર મનોમંથન" વિષય પર બે દિવસીય ઓનલાઇન સેમિનાર યોજાયો. તા‌‌. ૨૯-૩૦ ઓક્ટોબર ના રોજ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અભ્યાસ સમિતિ, ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી જૂનાગઢના સયુંકત ઉપક્રમે નવી શિક્ષણ નીતિને ધ્યાને લઇને માતૃભાષાને મહત્વ આપીને માનસિક સ્વાસ્થ્ય પર મનોમંથન યોજાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ. નીતિન પેથાની અને ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી ના કુલપતિ શ્રી પ્રો. ડૉ.ચેતન ત્રિવેદી ના અધ્યક્ષતામાં આ સમારંભની શરૂઆત થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિ શ્રી જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન એક્ટિવિટી માં નંબર વન છે. મનોવિજ્ઞાન વિષય એ માત્ર મનોવિજ્ઞાનના વિદ્યાર્થી કે અધ્યાપકો પૂરતો સીમિત નથી પરંતુ જ્યાં જ્યાં માનવી ત્યાં ત્યાં મનોવિજ્ઞાન છે. એ હેતુથી દરેક વિષયના વિદ્યાર્થીઓને માનસિક સ્વાથ્ય પર પોતાના વિચારો રજૂ કરવા વિષય બાદ રાખ્યો નથી. એવું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું હતું. અભ્યાસ સમિતિ ના ચેરમેન ડૉ. આર.કે. ડોડીયા એ જણાવ્યું કે મહામારીમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી અંગે લોકોને વાકેફ કરવા એ અમારી નૈતિક ફરજ છે માટે આ વિષયની પસંદગી કરેલ. ઉદઘાટન ડૉ. નીતિન પેથાણી, ડૉ. ચેતન ત્રિવેદી, ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી, ચંદ્રેશભાઇ હેરમાં ( ઈ. સી. મેમ્બર ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી) દ્વારા કરવામાં આવેલ અને GLS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.ભાલચંદ્ર જોશી સાહેબે બીજ રૂપ વ્યાખ્યાન આપેલ. ઉદઘાટન સેશનનું સંચાલન ડૉ. ધારા આર. દોશી એ કરેલ અને આભારવિધિ ડૉ. ડિમ્પલ જે રામાણી કરેલ. બે દિવસીય આ સેમિનારમાં ૧૪૫ જેટલા સંશોધન પેપર રજૂ થયા જેમાં બેસ્ટ પેપર રજૂ કરનાર ને *"નરસિંહ મેહતા" એવોર્ડ આપવામાં આવેલ જેમાં ડૉ. ભમ્મર મયુર, ડૉ.રાજેશ પરમાર, રૂપલ વસરા, આશા પરિહાર, અવની પરમાર, ચૌધરી ધર્મેશભાઈ ને નરસિંહ મેહતા અવોર્ડ આપવામાં આવેલ. અહી એ ઉલ્લેખ કરવો ઘટે કે ગોપીનાથ મહિલા કોલેજ, સિહોર ની યું.જી.ની ૧૩ જેટલી વિદ્યાર્થીનીઓ એ સંશોધન પેપર રજૂ કરેલ માટે સંયોજકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે *ગોપીનાથ મહિલા કોલેજ ને નરસિંહ મેહતા અવોર્ડ* આપવામાં આવેલ..