Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 April 2019

તારે જમીન પર-દરેક બાળકો મહત્વના છે

Image result for તારે જમીન પર


નિમાર્તા અને દિગ્દર્શક: આમીર ખાન
ગીત: પ્રસૂન જોશી 
એન્જીનીયર, વીપીન શર્મા, લલીથા લાઝમી
સંગીત : શંકર અહેસાન લોય, શૈલેન્દ્રા બાર્વે
કલાકારો : આમીર ખાન, તનય છેડા, દર્શીલ સફારી, ટીસ્કા ચોપરા, સચેત 
રીલીઝ : 21મી ડિસેમ્બર 2007


                 નાના-નાના બાળકો આપણા દેશની વસ્તીના ખૂબ મોટો હિસ્સો છે, તેમછતાં તેઓને લાયક ફિલ્મો બહુ ઓછી આવે છે. આમિર ખાનના સાહસના વખાણ કરવા જોઇએ કે જેણે આટલું મોટુ રિસ્ક લઇને ફક્ત આઠ વર્ષના બાળકને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવી નાખી... આઠ વર્ષનો ઈશાન (દર્શીલ સફારી)એક એવો છોકરો છે જેને રંગો, માછલીઓ, ચમકતી વસ્તુઓ, કૂતરા, બરફગોળા, સ્પેસશીપ,અને પતંગો ખુબ ગમે છે. તેને પેઈન્ટિગં કરવી ગમે છે. ઈશાન ખુબ બિન્દાસ છોકરો છે. પરંતુ તેને ક્યારેય કોઈ બિરદાવતુ નથી. તે તેની મસ્તીમાં જ મસ્ત હોય છે. ઈશાનના માતા પિતા તેનાથી કંટાળીને તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે છે. તેઓ ઈચ્છે છે કે ઈશાન શીસ્તબધ્ધ બને. 

          ઈશાનને બોર્ડિંગ સ્કૂલમાં જવું ગમતું નથી. તે ક્લાસમાં હોય ત્યારે કશું સીધુ ચાલતું નથી. બોર્ડિંગ સ્કૂલમાં પણ તેને એજ વાતાવરણ જોવા મળે છે જે તેને પોતાના ત્યાં જોવા મળતું હતું. તેના માટે કશું નવું બનતું નથી.


        બિચારા છોકરાઓ ધમાલ મસ્તી કરે અને શિક્ષકોની વઢ ખાધા કરે. આવા સમયે શાળામાં એક નવા શિક્ષકનું આગમન થાય છે રામ શંકર નીકુમ્ભ (આમીર ખાન). આ કળાનો શિક્ષક કઈ અલગ જ માટીનો બાળકોને લાગે છે. રામ શાળાના બાળકો સાથે એકદમ હળીમળી જાય છે અને તેમને તેમની જ ભાષામાં કામ કરતા શીખવે છે. 



       બાળકોને હકારાત્મકતાથી વિચારવાનું, સ્વપ્ના જોવાનું, કલ્પના કરવાનું જણાવે છે અને બાળકો આ નવા શિક્ષકથી ખુબ પ્રભાવિત થાય છે.

      પરંતુ એક માત્ર ઈશાન જ એવો છે જેને આ નવા શિક્ષક ગમતા નથી.ધીરે ધીરે રામને એવું લાગે છે કે ઈશાન ખુબ નાખુશ છે. આખરે તે ખુબ જ કાળજીપૂર્વક અને ધીરજથી ઈશાનની નાખુશીનું કારણ શોધી નાખે છે. અને ઈશાનને તે ખુબ જ મદદરૂપ થાય છે.

      શું કારણ છે કે ઈશાન પોતાના નવા શિક્ષક રામ શંકરથી નાખુશ રહે છે... બધા બાળકો રામને ખુબ ચાહે છે ત્યારે ઈશાન તેમનાથી કેમ દૂર ભાગે છે.... રામ શંકરને ઈશાનના આવા વર્તનનો સાચો ઉત્તર કેવી રીતે મળે છે... ઈશાન રામ શંકરથી પ્રભાવિત થાય છે ખરો? કેવી રીતે રામ શંકર ઈશાનની સમસ્યાનો તોડ મેળવે છે? 

     આમીરના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ પહેલી ફિલ્મ છે. આમીર આ ફિલ્મ બાબતે ખુબ ઉત્સાહિત છે. આમીર એક પરફેક્શનીસ્ટ છે. માટે ફિલ્મમાં તેણે ચોક્કસ માવજત કરી હશે. 

15 April 2019

શું તમે પણ માનસિક તનાવના શિકાર થઈ જાઓ છો? તો આ રીતે કરો કંટ્રોલ




       અમારામાંથી વધારેપણું લોકોને ક્યારે ન ક્યારે માનસિક તનાવનો સામનો કર્યુ છે. ઘણીવાર તનાવ બહુ નાના કારણથી પણ થઈ શકે છે. અમે માત્ર તેના કારણને 

          ખબર લગાવી તેને દૂર કરવાના પ્રયાસ કરવું છે. આવો જાણીએ તનાવને ઓછું કરવાના સરળ ટિપ્સ 

1. સીધા થઈને ચાલવું, આ વાત એક શોધમાં બોલી છે કે સીધા થઈને અને ખભાને નમાવ્યા વગર ચાલવાથી મૂડ સારું હોય છે. તેથી ચાલવાથી નકારાત્મક વિચાર પણ ઓછા આવે છે. 

2. એક્સરસાઈજ કરવી, આ વાત એક શોધમાં જણાવી છે કે એક્સરસાઈજ કરનારને એક્સરસાઈજ ન કરનાર કરતા ઓછું તનાવ હોય છે.. 

3. તનાવ ભરેલા રિશ્તા અને લોકોથી દૂરી બનાવો. આવું કોઈ સંબંધ જેમાં પ્રેમ, વિશ્વાસ અને આપસી સમજની કમી હોય, જેના કારણે તમે વધારે પરેશાન રહો 

છો તો જો શકય હોય તો એવા લોકો અને સંબંધીઓથી દૂરી બનાવો. 

4. ઘણી વાર ઉંઘ પૂરી ન હોવાથી પણ ચિડચિડીયા અને તનાવ જલ્દી થઈ જાય છે. તેથી સમય પર સૂવો અને પૂરતી ઉંઘ લેવી. 

5. ઘણી વાર કામની વ્યસ્તતતાના કારણે લોકો પોતાના માટે સમય નહી કાઢી શકતા. આ કારણે તનાવ ધીમે ધીમે તેને ધેરી લે છે. તેથી ઓછામાં ઓછા એક વાર પોતાના માટે સમય કાઢીને તમારા મનપસંદ કામ કરવું. 

6. ડિજિટલ ડિવાઈસથી થોડી દૂરી રાખવી. તેના વધારે ઉપયોગ કરવાથી તેની ટેવ લાગી શકે છે અને સમય બરબાદ હોય છે. તેથી જેટ્લું જરૂરી હોય, તેટલું જ ઉપયોગ કરવું.

12 April 2019

વિશ્વ મનોવિજ્ઞાન દિવસ

 શિક્ષક મિત્રો

            આજે 12 એપ્રિલ એટલે કે વિશ્વ મનોવિજ્ઞાન  દિવસ ની આપ સૌ શિક્ષક મિત્રો ને હાર્દિક શુભકામના. મનોવિજ્ઞાનનો વિષય માત્ર સૈદ્ધાંતિક જ નહિ, પરંતુ વ્યવહારિક બને એવો આપણે પ્રયાસ કરીશું. વિશ્વમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પ્રયાસ મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે આપણે કરવો રહ્યો.


03 April 2019

પ્રિસાઇડિંગ ઓફિસર

પ્રિસાઇડિંગ ઓફિસર PRO ASST.એપ્લીકેશન 
            
             લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૧૯ માટે ચુંટણી કાર્ય રોકાયેલ  દરેક કર્મચારીને ઉપયોગી એવી PRO ASST. એપ્લીકેશનની લીંક અહીં આપવામાં આવી છે.જેમાં ...........
  • દર બે કલાકના આંકડાની ટકાવારી માટે કેલ્ક્યુલેટર 
  • મોકપોલ કાઉન્ટર
  • સીરીયલ નંબરની નોંધ
  • પ્રિસાઇડિંગ ઓફીસની હેન્ડ્બૂક 
  • તમામ કવરોની માહિતી 
  • ચુંટણી પક્રિયા માર્ગદર્શન વિડીયો
  • અગત્યના પરિપત્રો