Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

02 August 2023

બીજી એકમ કસોટી - ઓગષ્ટ ૨૦૨૩

 બીજી  એકમ કસોટી - ઓગષ્ટ  ૨૦૨૩ 

  • ધોરણ - ૧૧    અંગ્રેજી 
  • ધોરણ - ૧૨     અંગ્રેજી 
  • ધોરણ- ૧૧ વાણિજ્ય વ્યવસ્થા 
  • ધોરણ- ૧૨ વાણિજ્ય વ્યવસ્થા 
  • ધોરણ - ૧૧  આંકડાશાસ્ત્ર 
  • ધોરણ - ૧૨  આંકડાશાસ્ત્ર

26 June 2023

મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી.

મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી.




અત્યારના સમયમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અનેક પ્રકારના બિઝનેસમાં થવા લાગ્યો છે. સમયની સાથે આ પ્રકારના કામમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શિક્ષણ, મૅનેજમૅન્ટ, મેથડ, રમત-ગમત જેવી અનેક જ્ગ્યાઓ પર મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ વિષયના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ભરપૂર તક ઊભી થઈ છે.

આ વાત કદાચ સાંભળવામાં નવી લાગે, પરંતુ હકીકત છે કે આજે કાર ડિઝાઇનિંગથી લઈને ફર્નિચર ડિઝાઇન કરતી કંપનીઓ પણ મનોવૈજ્ઞાનિકોની મદદ લેતી હોય છે. જેના કારણે મનુષ્યનો સ્વભાવ અને પસંદગીના આધારે ડિઝાઇન તૈયાર કરી શકાય. ઉચ્ચસ્તરની કંપનીઓ પણ ગ્રાહકના વ્યવહાર અને તેમની પસંદના આધારે વિજ્ઞાપન તૈયાર કરતી હોય છે. જેની પાછળ કંપનીઓ કરોડો રૃપિયાનો ખર્ચ પણ કરે છે, જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ બજારમાં લાવવાની હોય તે પહેલાં વિશેષજ્ઞોના સલાહ-સૂચન લેવામાં આવે છે.

નવા જ પડકારો રહેલા છે

સરળ ભાષામાં કહીએ તો મનોવિજ્ઞાન એ જુદી-જુદી પરિસ્થિતિમાં મનુષ્યના મગજમાં ચાલતા વિચારો, ક્રિયા, પ્રતિક્રિયા અને સ્થિતિનું વૈજ્ઞાનિક પ્રકરણ છે. આ વિષયમાં માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમતા લોકોની સારવાર દવાઓથી વધુ કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે. આ કામ સરળ નથી. આની સાથે અનેક પ્રકારની સમસ્યા જોડાયેલી છે.

રોજગારમાં વિવિધતા

મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા પછી માસ્ટર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનેે આગળ વધવાની અનેક તક મળી રહે છે. જોકે સ્નાતક થયા પછી પણ નોકરીની અનેક તક કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટમાં મળી રહે છે, પરંતુ આ ફિલ્ડમાં સારા કરિયરની આશા રાખનાર વિદ્યાર્થીઓએ કમ સે કમ માસ્ટર ડિગ્રી તો મેેળવવી જ જોઈએ. આ વિષયમાં નિપુણ થયેલા વિદ્યાર્થીઓ માટે સરકારી વિભાગ, શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, એનજીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ નોકરીની વિશાળ તક રહેલી છે. બી.એડ્.નો કોર્સ મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ કરે છે તો શિક્ષકની નોકરી માટે તેમની પસંદગીના સ્ત્રોત વધી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે થઈને પ્રયાસ કરવાની સાથે-સાથે પ્રબંધક અને કર્મચારીઓ વચ્ચેનો તાલમેલ બનાવી રાખવાનું મહત્ત્વનું કાર્ય આવા જ કુશળ વ્યક્તિઓ કરતા હોય છે. ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમાં માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની નોકરી માટે મનોવૈજ્ઞાનિક ડિગ્રી મેળવેલા યુવાનોને પસંદ કરવામાં આવે છે, કારણ કે આ વિષયમાં નિપુણ થયેલા લોકો બજારના સમીકરણોને સારી રીતે સમજી શકે છે. નામાંકિત કંપનીઓ ઇન્ટરવ્યૂ બોર્ડમાં મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ કરે છે. આ ક્ષેત્રમાં નિપુણ થયેલા યુવાનો માટે ચાઇલ્ડ પ્રોટેક્શન વર્કર, ચાઇલ્ડ સુપરવાઇઝર, રિહેબિલિટેશન સ્પેશિયાલિસ્ટ, બિહેવિયર કાઉન્સેલર જેવી અનેક નોકરીઓના વિકલ્પ છે.

પગારનો દર

શરૃના સમયમાં નિષ્ણાતો ૧૫થી ૨૦ હજાર રૃપિયા પ્રતિમાસ મેળવે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં અનુભવ વધે છે તેમ-તેમ વેતનમાં પણ વધારો થતો રહે છે. તો વળી પોતાની સ્વતંત્ર એનજીઓ પણ શરૃ કરી શકાય છે. જેમાં સરકારી મદદ મેળવીને સારી આવક ઊભી કરી શકાય છે.

કેવી વ્યક્તિ આ વિષયમાં રસ લઈ શકે છે?

આ વિષયમાં આગળ વધવાની ઇચ્છા કરતા યુવાનોમાં સતર્કતાની સાથે નાનામાં નાની વાતોની ઓળખવાની આવડત હોવી જરૃરી છે, કારણ કે આ આવડતના ઉપયોગથી બીજાની માનસિકતાની માહિતી મેળવી તેમને યોગ્ય મદદ કરી શકાય છે. જે વ્યક્તિ આ રોગથી પીડાતો હોય તેની સાથે સારી અને સરળ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતા ખૂબ જ જરૃરી છે. દર્દીની સમસ્યાને શાંતિથી સાંભળી તેના નિરાકરણની જાણકારી આપવાની આવડત હોવી પણ જરૃરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ કે યુવાનમાં પોતાના કામ પ્રત્યે સન્માન અને ધગશ બંને ખૂબ જ જરૃરી છે.

નિષ્ણાતોના મુખ્ય ક્ષેત્ર

  • ક્લિનિકલ સાઇકોલોજી
ગંભીર રૃપે બીમાર હોય તેવા માનસિક દર્દીનો ઉપચાર કરવામાં આવે છે. આમાં પીડિત વ્યક્તિનું માત્ર કાઉન્સેલિંગ કરવાથી કામ ચાલતંુ નથી. તેની સાથે અનેક પ્રકારની માનસિક દવાઓ પણ આપવી પડે છે. ત્યારે જ દર્દીની સારવાર શક્ય બને છે.

  • ક્રિમિનલ સાઇકોલોજી
અપરાધકર્તાઓ સાથે જોડાયેલી પોલીસ તપાસ માટે ગુનેગારોની માનસિક્તા સમજવા માટે આ વિષયમાં જાણીતા હોય તેવા મનોવૈજ્ઞાનિકની મદદ લેવામાં આવે છે.

  • માનવ સંસાધન પ્રબંધક પર આધારિત મનોવિજ્ઞાન
સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરી માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા દરમિયાન મનોવૈજ્ઞાનિકની નીતિના આધારે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. માટે જ એચ.આર. સાથે જોડાયેલી નોકરીમાં કુશળ મનોવૈજ્ઞાનિકોની જરૃર રહે છે.

  • કરિયર કાઉન્સેલર
પોતાના રસના આધારે કારકિર્દી સાથે જોડાયેલા પ્રશ્નોના હલ માટે આ નિષ્ણાતોની સલાહ અને સૂચન લેવામાં આવે છે.એટલું જ નહીં, આજે સ્પોટ્ર્સ સાઇકોલોજી, ઇન્ડસ્ટ્રિયલ સાઇકોલોજીમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવે છે. કાયદાકીય બાબતોમાં સમાધાન કરાવાથી લઈને ડિપ્રેશન સાથે જોડાયેલી અનેક બાબતોમાં સંબંધિત નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. દિન-પ્રતિદિન નિષ્ણાતોની ઉપયોગિતા અને મહત્ત્વ વધી રહ્યું છે.

મનોવિજ્ઞાન વિષય થોડો અઘરો જરૃર છે, પરંતુ આ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોએ ક્યારેય બેકારીનો ભોગ બનવું પડતું નથી. તેમની માટે નોકરીના એક બે નહીં, પરંતુ અઢળક વિકલ્પ રહેલા છે

30 May 2023

ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ...૨૦૨૩

  ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ...૨૦૨૩


ધો .૧૨  સામાન્ય પ્રવાહના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૩૧/૦૫/૨૦૨૩ નાં રોજ બુધવારે સવારે ૦૮.૦૦ કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.



WhatsApp Number પરિણામ મેળવા અંહી કલીક કરો 


ઓફિસિયલ નોટિફિકેશન 





 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ


એરિક એરિક્સન

એરિક એરિક્સન


એરિક્સન, એરિક ઓમબર્જર (Homberger) (જ. 1902, જર્મની; અ. 1994) : જાણીતા અમેરિકન મનોવિશ્લેષક. મનોવિશ્લેષણ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માનવવિદ્યાઓ, ઇતિહાસ તથા મનોવિજ્ઞાનના વિકાસ માટે કરવાની પહેલ તેમણે કરી હતી; જેને લીધે વર્તનલક્ષી વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રભાવ દેખાય છે. ઔપચારિક ઉચ્ચ શિક્ષણથી વિમુખ રહેલા એરિક્સન જાણીતા મનોવિશ્લેષક ફ્રૉઇડના આમંત્રણથી વિયેનાની એક શાળામાં કલા, ઇતિહાસ અને ભૂગોળના શિક્ષક તરીકે 1927માં જોડાયા હતા. તે દરમિયાન વિયેના સાયકૉઍનૅલિટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. 1930માં તેમનો પ્રથમ શોધનિબંધ પ્રકાશિત થયો. વિયેનાની આ સંસ્થાએ 1933માં તેમને માનાર્હ સભ્યપદ પ્રદાન કર્યું. તે વર્ષે સ્નાતકની પદવી મેળવી તેઓ અમેરિકા ગયા. થોડોક સમય બૉસ્ટન ખાતે બાળમનોવિશ્લેષકનો વ્યવસાય કર્યા પછી તેમણે હાર્વર્ડ (1934-35, 1960-70), યેલ (1936-39) તથા યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા અને સાનફ્રાન્સિસ્કો(1939-50)માં સેવા આપી. 1950માં મૅસેચ્યૂસેટ્સ ખાતેના ઑસ્ટેન રિમ્સ સેન્ટરમાં જોડાયા. 1970માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ‘પ્રોફેસર ઇમેરિટસ’ નિમાયા.

બૌદ્ધિક સ્વસ્થતા ધરાવતી વ્યક્તિમાં અહમ્ અથવા બોધાવસ્થા રચનાત્મક બનીને કેવી રીતે ક્રિયાશીલ બનતી હોય છે તેનો તેમણે સર્વગ્રાહી અભ્યાસ કર્યો હતો. માણસની અંગત લાગણીઓને મહત્વ આપતાં માનવવિકાસના જટિલ પ્રશ્નો અંગેના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતો અને બીજી તરફ વ્યક્તિના મનોભાવ પર પ્રભાવ પાડતી વ્યાપક સામાજિક અસરોને જોડવાનું કાર્ય કર્યું. તે મનોવિશ્લેષણના ક્ષેત્રમાં તેમનું મુખ્ય પ્રદાન છે. તરુણાવસ્થામાં વ્યક્તિત્વના વિકાસમાં કુટુંબનું તથા શાળાનું વાતાવરણ, સાંસ્કૃતિક મૂલ્યો તથા સમાજના આદર્શો જેવી બાબતો સવિશેષ અસર કરતી હોય છે. આ બાબતના તેઓ જોરદાર હિમાયતી છે. નીરોગી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ મનોવિશ્લેષક છે. તાદાત્મ્ય, તાદાત્મ્યને લગતી કટોકટી, મનોવૈજ્ઞાનિક શૂન્યાવકાશ જેવા ખ્યાલો સચોટ રીતે પ્રસ્તુત કરવાનું કાર્ય તેમણે કર્યું છે. વ્યક્તિત્વનો વિકાસ સાધવાના હેતુથી દરેક સમાજ પોતાની સંસ્થાઓ તથા સંગઠનો ઊભાં કરે છે, તેમ છતાં સમાન સમસ્યાઓના નિરાકરણ માટે તેના દ્વારા જે ઉકેલ શોધાય છે તેમાં ઘણી ભિન્નતા હોય છે, એમ તેમનું કહેવું છે.

તેમના પ્રકાશિત ગ્રંથોમાં ‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ (1950), ‘યંગ મૅન લ્યૂથર’ (1958); ‘ઇન્સાઇટ ઍન્ડ રિસપોન્સ’ (નિબંધસંગ્રહ) (1964); ‘યુથ ઍન્ડ ક્રાઇસિસ’ (1968), ‘ગાંધી’ઝ ટ્રુથ ઑન્ ધ ઓરિજિન્સ ઑવ્ મિલિટન્ટ નૉનવાયૉલન્સ’ (1970); ‘લાઇફ હિસ્ટરી ઍન્ડ ધ હિસ્ટોરિકલ મુવમેન્ટ’ (નિબંધસંગ્રહ); ‘ટોટઝ ઍન્ડ રિઝન્સ’ (1977) તથા ‘ધ લાઇફ સાઇકલ કમ્પ્લિટેડ : અ રિવ્યૂ’ (1982) વિશેષ ઉલ્લેખનીય છે.

‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ ગ્રંથમાં તેમણે વ્યક્તિત્વ, વ્યક્તિત્વની કટોકટી તથા મનોલૈંગિક સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. તેમના મંતવ્ય અનુસાર વ્યક્તિ અનેક પ્રકારની કટોકટી તથા માનસિક તાણમાંથી પસાર થતી હોય છે; જેમાંથી સહીસલામત બહાર નીકળવા માટે આત્મવિશ્વાસ, આત્મશક્તિ, પહેલવૃત્તિ, કાર્યદક્ષતા, ઉત્પાદકતા, નીતિમત્તા તથા સ્વીકાર્યતાના ગુણ કેળવવા જોઈએ. ‘યંગ મૅન લ્યૂથર’માં માર્ટિન લ્યૂથર કિંગ પોતાના વ્યક્તિત્વની કટોકટી સાથે કેવી રીતે સંવાદિતા પ્રસ્થાપિત કરે છે તેનું તેમણે મનોવિશ્લેષણ કર્યું છે. ‘ગાંધી’ઝ ટ્રુથ….’માં તે મહાત્મા ગાંધીના વ્યક્તિગત વિકાસની ચર્ચા કરે છે તથા ભારતની અહિંસક ચળવળમાં ગાંધીજીના નેતૃત્વ સાથે તેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

પોતાના વિચારો પ્રસ્તુત કરવાની તેમની આગવી સૂઝ અને શૈલી પ્રત્યે સામાન્ય માણસોમાં રુચિ પેદા કરવામાં તેઓ સફળ થયા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

24 May 2023

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...2023

  ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...2023

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૦ ના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  25/05/2023 નાં રોજ સોમવારે સવાર 8 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન






 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ