Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

27 April 2020

એલેક્સીથીમીયા- દુઃખાવાનો ડિસઓર્ડર


એલેક્સીથીમીયા- દુઃખાવાનો ડિસઓર્ડર

Alexithymia: Are You Emotionally Blind Too? | Dream Humanity


         શૈલજા ની શક્તિ આજે તો સાવ જ ખતમ થઇ ગઇ હોય એમ આંસૂઓના ઊભરા વચ્ચે સાગરને કહેવા લાગી, ‘અનિ તને કેવી રીતે સમજાવું ? ખરેખર મારું માથુ સખત ફાટે છે. હાથ-પગમાં કળતર થાય છે. ભલે તને બધા ડૉક્ટરો એવું કહેતા હોય કે “આ તો તમારા મનનો વહેમ છે.” પણ સાગર સાચું કહું છું. તું માન મારી વાત. મને ભયંકર પીડા થાય છે. તને લાગતું હોય કે આ બધી મારા મનની ઉપજ છે તો પછી કોઇ સાયકોલોજિસ્ટને બતાવ મને... પણ આ પેઇનના નર્કમાંથી છૂટવું છે.

             આર્કિટેક્ટ થયેલી શૈલજા સારવાર માટે આવી ત્યારે સૌ પ્રથમ એની વિગતવાર હિસ્ટ્રી જાણવી બહુ જરૂરી હતી. સાગર સાથેના પંદર વર્ષના લગ્નજીવનમાં એને હસબન્ડ તરફથી કોઇ મેજર કંપલેઇન્સ જ નહોતી. સાગર શૈલજાને પાણી માગે તો દૂધ આપતો અને ડ્રેસ માગે તો સાથે ડાયમન્ડસ લઇ આપતો. રેગ્યુલર વેકેશન પર લઇ જતો. બંને જણાએ વીકમાં લગભગ રોજ રાત્રે રોમેન્ટિક રાઇડ માટે લોંગ ડ્રાઇવ પર જઇને આઇસ્ક્રીમ તો ખાવાનો જ એવો વણલખ્યો નિયમ.

         પ્રેમાળ સાગર શૈલજા પર પઝેશન પણ રાખતો. અલબત્ત પ્રેમથી તરબોળ... પણ શૈલજાના અચેતન માનસમાં તો કોઇક બીજી જ વાત ઉછાળા મારી રહી હતી. હમણાં છેલ્લા દોઢેક વર્ષની એની લાઇફમાં એક ‘એક્સ ફેક્ટર' આવ્યું હતું. મતલબ કે પાસ્ટ પ્રેમીએ રિ-એન્ટ્રી કરી હતી. શરીર સૌષ્ઠવમાં આકર્ષક એવો બિઝનેસમેન તરૂણ શૈલજાનો સ્કૂલનો મિત્ર હતો. એણે ગમે તેમ કરીને શૈલજાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. કારણ એ જ કે તરૂણને શૈલજા પહેલેથી ગમતી પણ શૈલજાએ અભ્યાસને ખાતર એની પ્રપોઝલને રીજેક્ટ કરી હતી. પણ એ વખતે શૈલજાના મનમાં તરૂણે થોડી ગણી જગ્યા તો કરી જ લીધી હોવી જોઇએ તો જ વીસેક વર્ષો પછી ફિલ્મી સ્ટોરીની જેમ પ્રગટેલો ડિવોર્સી તરૂણ વોટ્સએપથી શૈલજા સાથે જોડાઇ ગયો હતો. છેક શારીરિક હદ સુધીનું ખેંચાણ અનુભવી રહેલી શૈલજા હવે તરૂણ અને સાગર વચ્ચે ઝોલા ખાઇ રહી હતી.

         શૈલજાને પાપની લાગણી, અપરાધભાવના અને પોતાની જાત પરનો ગુસ્સો હવે શારીરિક ફરિયાદોના સ્વરૂપે પ્રગટ થઇ રહ્યા હતા. સાયકોએનાલીસીસ પ્રમાણે કોઇપણ દેખીતા શારીરિક દુઃખાવાના કારણો જ્યારે ગેરહાજર હોય ત્યારે એ દુખાવાનું કારણ વ્યક્તિ મનમાં રહેલા સંઘર્ષો હોય છે. જે લોકો પોતાની લાગણીઓને શબ્દો આપીને અભિવ્યક્ત કરી શકતા નથી તેવા લોકોની લાગણીઓ ક્યારેક શારીરિક દર્દની ભાષા બોલે છે. આ સમસ્યાને ‘એલેક્સીથીમીયા' કહે છે. ઘણા દર્દીઓ આ દુઃખાવાને સમજાવી ન શકાય તેવી ગૂઢ પીડા કે પછી પાપના પરિણામ તરીકે સ્વીકારે છે. અને એવું માને છે કે “સહન કરવું એ જ જીવન છે, મારા નસીબમાં આ પીડા લખી જ છે તો કોઇ કશું ન કરી શકે.” કેટલાકને વળી આ દુઃખાવાને લીધે લોકોની સહાનુભૂતિ કે પ્રેમ પણ મળતા હોય છે જેનાથી અચેતન સંતોષ અનુભવાતો હોય છે. એટલે વાસ્તવમાં તેઓ પોતે જ આવી ‘પેઇન પ્રિઝન' માંથી છૂટવા માગતા નથી હોતા. તો વળી આ દુઃખાવાને લીધે જ કેટલાક લોકો પોતાના સંબંધોની સચ્ચાઇ સાબિત કરી શકતા હોય છે. ‘મારા મુશ્કેલ સમયમાં કોણ મને સાચવે છે ?' એવા સવાલના જવાબો પણ જાણે-અજાણે મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

          વેલ, અહીં શૈલજાના મનનો સંઘર્ષ પાસ્ટના પ્રેમીમાંથી મુક્તિ અને સાગરના બેદાગ પતિપ્રેમ વચ્ચે ચાલતો હતો. એને સાયકોથેરપી દ્વારા દૂર કરવામાં આવ્યો..

         આવા ‘પેઇન ડિસોર્ડર' માટે હિપ્નોસીસ એક સફળ સારવાર પદ્ધતિ છે. મનોદૈહિક રોગોમાં અચેતન મનની સારવાર ખૂબ સરસ પરિણામો આપે છે. આ માટે ધીરજ જરૂરી છે. શૈલજાને સિટિંગ્સ આપવામાં આવ્યા. આભાસી ભૂતકાળના ટેમ્પરરી પ્રેમમાંથી અને વાસ્તવિકતામાંથી શૈલજાએ હકિકતને પસંદ કરી. શૈલજાની શક્તિ પાછી આવી અને માથાના દુખાવાથી મુક્ત થઇ. 

ઉત્સવી સ્ત્રોત: ભીમાણી,સાયકોલોજી

25 April 2020

માનસિક રોગો - માન્યતા અને સત્ય

માનસિક રોગો - માન્યતા અને સત્ય

फोबिया मानसिक रोग | FIZIKA MIND


       આજે એકવીસમી સદીમાં પણ લોકોને પોતાને શારીરિક તકલીફ હોય તો કાંઈ વાંધો હોતો નથી પરંતુ વ્યક્તિ માનસિક અસ્વસ્થતા કે માનસિક બીમારી હોવાની બાબતને ભારતમાં જાહેરમાં સ્વીકારતા કે જણાવતા ખૂબ જ ખચકાટ અનુભવે છે. આજે વ્યક્તિ માનસિક બીમારીનું નામ સાંભળીને નાકનું ટેરવું ચઢાવી દે છે. માનસિક બીમારી એટલે ગાંડપણ એવું એક લેબલ લગાવી દેવામાં આવે છે અને તે જ રીતે માનસિક રોગના નિષ્ણાંત એટલે ગાંડાના ડોક્ટર એવી એક ગેરમાન્યતા સમાજમાં પ્રવર્તે છે. વ્યક્તિ પોતાને ગમે તેવી તકલીફ હોય છતાં પણ મનોચિકિત્સક, સાઈક્યાટ્રીસ્ટ કે સાઈકોલોજિસ્ટ પાસે જતાં ખચકાટનો અનુભવ કરે છે

        વિકસિત દેશોમાં બધા લોકો પાસે પોતાના ફેમિલી ફિઝીશિયન હોય તેવી રીતે સાઈક્યાટ્રીસ્ટ પણ હોય છે અને તે લોકો તેમની પાસે નિયમીત જતા પણ હોય છે અને તેમાં શરમ કે સંકોચનો કોઈ અનુભવ કરતાં હોતા નથી પરંતુ આપણા જેવા વિકાસશીલ દેશોમાં આ રોગ સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો આવો આવી જ કેટલીક માન્યતાઓ અને તેના સત્ય વિશે જાણીએ.

માન્યતા: માનસિક રોગ એટલે ગાંડપણ.

સત્ય: માનસિક રોગ લગભગ પાંચસોથી વધારે પ્રકારના હોય છે જેમાં સ્કીઝોફેનિયા, ડિપ્રેશન, ચિંતારોગ, વ્યસન, બાળકોને લગતા માનસિક રોગ મુખ્ય છે. ગાંડપણ એટલે સ્કીઝોફેનિયા એ ઘણી માનસિક બીમારીઓ જેવી એક માનસિક બીમારી છે..


માન્યતામાનસિક બીમારી એટલે વળગાડ કે મંત્ર-તંત્રની અસર કે ગ્રહોની ખરાબ અસર.


સત્ય: માનસિક બીમારી એટલે વળગાડ એવી માન્યતા આપણાં સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઈ છે. આથી કેટલાંય કિસ્સાઓમાં આ તકલીફવાળાઓની સૌ પ્રથમ ભૂત-ભૂવાની વિધી કરાવાય છે. ધાર્મિક સ્થળો ઉપર જઈને ખરાબ આત્માને દૂર કરવાની વિધી કરાવાય છે પરંતુ આજના વિજ્ઞાન પ્રમાણે મગજની અંદરથી ઝરતા કેટલાંક રસાયણો જેને ન્યૂરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે વધઘટ થતાં આ પ્રકારની બીમારી થતી હોય છે. .

માન્યતા: માનસિક બીમારી નબળા મનના લોકોને જ થતી હોય છે.

સત્ય: માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. તે મજબૂતમાં મજબૂત મનના માનવીને પણ થઈ શકે છે. સમાજ જેને મક્કમ મનનાં માનતી હોય તેવા સ્ત્રી કે પુરૂષને પણ આ બીમારી થઈ શકે છે. વળી આ બીમારી જન્મથી હોતી નથઈ. તે કોઈક એક ઉંમરે શરૂ થતી હોય છે અને પછી તેના લક્ષણોમાં વધારો-ઘટાડો થતો હોય છે..

માન્યતા: માનસિક બીમારી ફક્ત મોટાઓને જ થાય.

સત્ય: માનસિક બીમારી મોટાઓને જ થાય તેવું નથી. નાની ઉંમરના બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે. મોટાઓ (વયસ્ક)માં જોવા મળતી લગભગ બધી બીમારીઓ પાંચ-સાત વર્ષની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ બીમારીનાં લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. વળી કેટલીક બીમારીઓ ફક્ત બાળકોમાં જ જોવા મળતી હોય તેવું પણ બને છે..

માન્યતા: માનસિક બીમારી વારસાગત હોય છે.

સત્ય: ઘણી માનસિક બીમારી વારસાગત જોવા મળે છે. જો કોઈ મા-બાપ કે તેમના સગાઓને કોઈ પ્રકારની માનસિક બીમારી હોય તો તેમના બાળકોમાં પણ આ પ્રકારની બીમારી હોવાની શક્યતા બીજા લોકો કરતાં વધી જાય છે. જો માતા-પિતા બંનેને આ પ્રકારની બીમારી હોય તો તેમના બાળકોમાં તેની શક્યતાનું પ્રમાણ વધુ હોય છે..

માન્યતા: માનસિક રોગની દવાઓ એટલે ઉંઘની જ દવાઓ.

સત્ય: માનસિક રોગની બધી જ દવાઓથી ઉંઘ આવતી નથી. કેટલીકવાર ઉંઘ આવવી એ આ રોગની જરૂરિયાત હોય છે આથી ઉંઘ આવે તેની જરૂરિયાતવાળા દર્દીઓને આ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. છેલ્લા વીસ વર્ષમાં લગભગ સો જેટલી નવી દવાઓ જે જુદા-જુદા માનસિક રોગમાં અસરકારક છે તેવી બજારમાં ઉપલબ્ધ થઈ છે જેના લીધે દર્દી બીજા બધાની જેમ જ એકદમ સામાન્ય માણસની જેમ દવાઓ લઈ કામ કરી શકે છે અને બાજુવાળાને ખબર પણ ન પડે કે તેની પાસેની વ્યક્તિ કોઈ દવા લે છે તેવું પણ બનતું હોય છે. .

માન્યતા: માનસિક રોગના ડોક્ટરને તો ના બતાવાય.

સત્ય: જેમ બધા જ રોગ માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તે રોગને વધારે સમજી શકે, સમજાવી શકે અને જરૂરિયાત પ્રમાણે દવા આપી સચોટ સારવાર કરી શકે તેવી જ રીતે સાઈક્યાટ્રીસ્ટને બતાવવાથી તે આ રોગને વધારે સારી રીતે પારખી શકે, યોગ્ય માર્ગદર્શન અને જરૂર પ્રમાણે દવા કે કાઉન્સેલિંગ કરાવવા અંગેનું સૂચન કરી શકે..

માન્યતા: માનસિક રોગની દવાની ટેવ પડી જાય.

સત્ય: ટીબી અને બીજી બીમારીઓની જેમ માનસિક રોગની દવાઓ પણ ચોક્કસ સમય માટે બહુ જરૂરી છે. સૌ પ્રથમતો આ દવાની અસર થતાં જ લગભગ બે થી ચાર અઠવાડિયાનો સમય લાગે છે અને પછી દવા બીમારીના પ્રકાર અનુરૂપ લગભગ છ થી નવ મહિના કે તેનાથી વધારે ચાલુ રાખવી પડતી હોય છે. આથી માનસિક રોગની દવાઓની ટેવ પડી ડાય છે તેવી માન્યતા પ્રવર્તતી હોય છે. ઘણીવાર કેટલીક ઉંઘની દવાથી ટેવ પડતી હોય છે પરંતુ જો તે ડોક્ટરની સલાહને અનુસરીને લેવામાં આવે તો તેને સંપૂર્ણ રીતે છોડી પણ શકાય છે..

માન્યતા: મગજના શેક ની-ઈસીટી ની સારવાર બહુ જ ગંભીર માનસિક બીમારી હોય તો જ લેવાય અને તેનાથી મગજ નબળું પડી જાય છે.

સત્ય: ઈસીટી એક વૈજ્ઞાનિક સારવાર પદ્વતિ છે પરંતુ ફિલ્મોમાં ઈસીટી- મગજના શેકને જે રીતે બતાવવામાં આવે છે તેના લીધે આ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. હાલના સમયમાં ઈસીટી દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરીને આપવામાં આવે છે જેમાં દર્દીને સહેજ પણ ખબર પડતી નથી અને તેને સહેજ પણ તકલીફ આપવામાં આવતી નથી. આ સારવારથી મગજ નબળું પડતું નથી. વળી આ સારવાર બહુ તોફાન કરતાં હોય તેવા જ નહીં પરંતુ ડિપ્રેશનમાં હોય અને મરવાની વાત કરતાં હોય તેવા દર્દીઓમાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. .

માન્યતા: માનસિક રીતે બીમાર દર્દીઓ મારઝૂડ અને તોફાન જ કરતાં હોય છે.

સત્ય: સામાન્યરીતે સમાજમાં જોવા મળતી મારામારી કે તોફાનો એ માનસિક રીતે સ્વસ્થ ગણાતા લોકો વધારે કરતાં હોય છે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ લોકોને જ્યારે તેમનું જીવન જોખમમાં લાગતું હોય ત્યારે તેઓ ક્યારેક આ પ્રકારનું વર્તન કરતાં હોય છે. બધા જ માનસિક રોગોના દર્દીઓ આ પ્રકારનું વર્તન કરે છે તે વાત સાચી નથી..

         જેવી રીતે માનસિક બીમારે કે રોગ વિશે માન્યતાઓ સમાજમાં ફેલાયેલી છે તેવી જ રીતે આ બીમારીની સારવાર અંગે પણ ઘણી માન્યતાઓ આપણાં સમાજમાં પ્રવર્તે છે..

ડો. હિમાંશુ દેસાઈ

17 April 2020

જે. બી. વોટસન

જે. બી. વોટસન

                         જે.બી. વોટસન (પુરુ નામ: જ્હોન બ્રૉડ્સ વૉટસન) (૯ જાન્યુઆરી ૧૮૭૮ – ૨૫ સપ્ટેમ્બર ૧૯૫૮) અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, કે જેઓ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે જાણીતા છે. આત્મા, મન તેમજ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાતા મનોવિજ્ઞાનને તેમણે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું હતું.
  • જીવન :-
               વૉટસનનો જન્મ ૯ જાન્યુઆરી ૧૮૭૮ના રોજ સાઉથ કેરોલિના (ગ્રીનવિલે) ટ્રાવેલર્સ રેસ્ટ શહેરમાં થયો હતો.વૉટસનની માતા એમા ધર્મિષ્ઠ, ઉદ્યમી, કુટુંબપરાયણ ગૃહિણી હતાં, જ્યારે વૉટસનના પિતા પિકન્સ વૉટસન વ્યસની, પ્રમાદી અને ખરાબ સોબતવાળા હતા. સ્વભાવગત અંતરને કારણે તેમનાં માતાપિતા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો અને પિતા ઘર છોડીને ઘણી વાર જતા રહેતા, તેથી તેમને આર્થિક તંગીનો અનુભવ કરવો પડતો હતો. ગ્રીનવિલે પાસેના નાનકડા ખેતરની ઊપજ પર તેમના સમગ્ર પરિવારનો નિભાવ થતો હતો. પિતા પિકન્સ વૉટસન પોતાનુ સુથારીકામ અને માકન-ચણતરનું કામ પુત્ર વૉટસનને સાથે રાખીને કરતા હતા.

           વૉટસને ગ્રીનવિલેની નાનકડા પરગણા જેવી પ્રાથમિક શાળામાં પ્રારંભિક શિક્ષણ લીધું હતું. કુટુંબના પ્રતિકૂળ વાતાવરણને કારણે વૉટસનનો શાળાકિય અભ્યાસ એકંદરે નબળો રહ્યો હતો. ૧૮૯૪માં સોળ વયે તેમણે ફરમન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે મનોવિજ્ઞાન ક્ષેત્રે રસ લેવા માંડ્યો. ૧૮૯૭માં તેમણે બી.એ.ની અને ૧૮૯૯માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૦૩માં તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પીચ.ડીની ડિગ્રી મેળવી હત, અને ત્યાં જ તેમણે ૧૯૦૮ સુધી મદદનીશ સંશોધક તરીકે કાર્ય કર્યું હતું.

          ૧૯૦૪માં તેમણે શિકાગો યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની વિદ્યાર્થીની મેરી સાથે લગ્ન કર્યા હતા. ૧૯૨૦માં પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા બાદ તેમણે તે જ વર્ષે પોતાની પ્રેમિકા રોઝાલી આલ્બર્ટ રેનર સાથે લગ્ન કર્યા હતા.

  • પ્રદાન :-
                 વૉટસને રચનાવાદ અને કાર્યવાદનો વિરોધ કર્યો અને જણાવ્યું કે મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ મન કે ચેતના નહિ પણ વર્તન છે. તેમણે વર્તનવાદને એક નિશ્ચિત અને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, પરિણામે તેઓ વર્તનવાદના પ્રણેતા તરીકે ઓળખાયા. તેમનો ઉદ્દેશ મનોવિજ્ઞાનને આત્મલક્ષી પ્રવાહથી દૂર લઈ જઈ વસ્તુલક્ષી પ્રવાહમાં મૂકવાનો તેમજ માનવવર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકાય છે તે બાબત સમજાવવાનો હતો. વૉટસનનો પ્રથમ ગ્રંથ ધ બિહેવિયર ૧૯૧૪માં, બીજો ગ્રંથ સાયકૉલોજી ફ્રૉમ ધ સ્ટેન્ડપૉઇન્ટ ઑફ્ બિહેવિયારિષ્ટ ૧૯૧૯માં તથા વૉટ ઇઝ બિહેવિયારિઝમ ૧૯૨૬માં પ્રકાશિત થયા હતા. આ ગ્રંથો માનવજાતિના બૌદ્ધિક ઇતિહાસમાં ક્રાંતિકારી હોવાનું 'ન્યૂયૉર્ક ટાઇમ્સે' નોંધ્યું હતું


           વૉટસને રજૂ કરેલા સિદ્ધાંતોમાં 'ઉદ્દીપક-પ્રતિક્રિયા'નો સિદ્ધાંત આધુનિક મનોવિજ્ઞાનમાં સંપૂર્ણ રીતે સ્વીકૃતિ પામ્યો નથી. માનવવર્તનના ઘડતરમાં વાતાવરણ પર તેમણે વધુ પાડતો ભાર મૂક્યો હતો, જેને આજે વંશાનુક્રમ સંબંધી થયેલા સંશોધનો પ્રમાણે પ્રમાણભૂત ગણવામાં આવતો નથી. આમ છતાં મનોવિજ્ઞાનને આત્મલક્ષી ન ગણતાં, તેને વસ્તુલક્ષી ભૂમિકાએ મૂકવાના તેમના કાર્યની પ્રશંસા થયેલ છે.                                                                                                
John Broadus Watson.JPG                                                                           
જે. બી. વોટસન
જન્મજ્હોન બ્રૉડ્સ વૉટસન
જાન્યુઆરી 9, 1878
ટ્રાવેલર્સ રેસ્ટ, સાઉથ કેરોલિના, ગ્રીન વિલે
મૃત્યુસપ્ટેમ્બર 25, 1958 (80ની વયે)
વૂડબરી, કનેક્ટીકટ
રાષ્ટ્રીયતાઅમેરિકન
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રમનોવિજ્ઞાન
ડોક્ટરલ સલાહકારજેમ્સ રૉનાલ્ડ એન્જલ
પ્રભાવઇવાન પાવલોવ
પ્રભાવિતલિયૉનાર્ડ બ્લૂમફિલ્ડ

16 April 2020

મંદી અને ડિપ્રેશન વચ્ચે તફાવત શું છે?

મંદી અને ડિપ્રેશન વચ્ચે તફાવત શું છે?

મંદી અને ડિપ્રેશન વચ્ચે તફાવત શું છે?

અર્થશાસ્ત્રીઓમાં એક જૂની મજાક છે જે કહે છે: મંદી એ છે કે જ્યારે તમારા પાડોશીને નોકરી ગુમાવે છે ડિપ્રેશન એ છે કે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો

બે શબ્દો વચ્ચેનો તફાવત એક સરળ કારણોસર ખૂબ જ સારી રીતે સમજી શકતો નથી: કોઈ પણ વ્યાખ્યામાં સાર્વત્રિક રીતે સહમત નથી. જો તમે મંદી અને ડિપ્રેશનની શરતોને વ્યાખ્યાયિત કરવા 100 અલગ અર્થશાસ્ત્રીઓને પૂછો છો, તો તમને ઓછામાં ઓછા 100 અલગ અલગ જવાબો મળશે.

તેણે કહ્યું હતું કે, નીચે જણાવેલી ચર્ચા બંને શબ્દોનો સારાંશ આપે છે અને તેમની વચ્ચેનો તફાવત એ રીતે સમજાવે છે કે લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ સહમત થઈ શકે છે.
મંદી: ધ અખબાર વ્યાખ્યા

મંદીની પ્રમાણભૂત અખબારી વ્યાખ્યા, બે અથવા વધુ સતત કવાર્ટર માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં ઘટાડો છે.

આ વ્યાખ્યા બે મુખ્ય કારણો માટે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ સાથે લોકપ્રિય નથી. પ્રથમ, આ વ્યાખ્યા અન્ય ચલોમાં ફેરફારોને ધ્યાનમાં લેતી નથી. ઉદાહરણ તરીકે, આ વ્યાખ્યા બેકારી દર અથવા ગ્રાહક વિશ્વાસમાં કોઈ ફેરફારને અવગણશે. બીજું, ત્રિમાસિક માહિતીનો ઉપયોગ કરીને આ વ્યાખ્યા મંદી શરૂ થાય છે અથવા અંત થાય ત્યારે તે નિર્ધારિત કરવાનું મુશ્કેલ બનાવે છે. આનો અર્થ એવો થાય છે કે મંદી દસ મહિના કે તેથી ઓછું ચાલે છે તે ન જોઈ શકાશે.
મંદી: બીસીડીસી વ્યાખ્યા

નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ (એનબીઇઆર) ખાતે ધંધાકીય સાયકલ ડેટિંગ કમિટી એ જાણવા માટે વધુ સારી રીત છે કે મંદી થઈ રહી છે કે નહીં.

આ કમિટી રોજગાર, ઔદ્યોગિક ઉત્પાદન, વાસ્તવિક આવક અને જથ્થાબંધ રિટેલ વેચાણ જેવી વસ્તુઓને જોતાં અર્થતંત્રમાં વ્યવસાય પ્રવૃત્તિની રકમ નક્કી કરે છે. તેઓ મંદીને તે સમય તરીકે વ્યાખ્યાયિત કરે છે જ્યારે વ્યવસાયની પ્રવૃત્તિ તેની ટોચ પર પહોંચે છે અને તે સમય સુધી ન આવતી હોય છે જ્યારે વ્યાપાર પ્રવૃત્તિ નીચે ઉતરી જાય છે.

જ્યારે બિઝનેસ પ્રવૃત્તિ ફરી વધે છે ત્યારે તેને વિસ્તરણ સમય કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પ્રમાણે સરેરાશ મંદી લગભગ એક વર્ષ ચાલે છે.
હતાશા

1 9 30 ના મહામંદી પહેલાં આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ મંદી ડિપ્રેસન તરીકે ઓળખવામાં આવી હતી. 1910 અને 1913 માં થયેલા નાના આર્થિક ઘટાડામાંથી 1930 ના દાયકાના સમયગાળાને અલગ પાડવા માટે આ સમયગાળા દરમિયાન મંદી વિકસાવવામાં આવી હતી. આ મંદીના લાંબા સમય સુધી ચાલતી મંદીની સરળ વ્યાખ્યા અને બિઝનેસ પ્રવૃત્તિમાં મોટા પાયે ઘટાડો થાય છે.
મંદી અને મંદી વચ્ચેનો તફાવત

તેથી મંદી અને ડિપ્રેશન વચ્ચેના તફાવતને આપણે કેવી રીતે કહી શકીએ? મંદી અને ડિપ્રેશન વચ્ચે તફાવત નક્કી કરવા માટે અંગૂઠાનો સારો નિયમ એ જીએનપીના ફેરફારોને જોવું. ડિપ્રેશન એ કોઈ પણ આર્થિક મંદી છે જ્યાં વાસ્તવિક જીડીપીમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો છે. મંદી એ આર્થિક મંદી છે જે ઓછી ગંભીર છે.

આ માપદંડ દ્વારા, યુનાઈટેડ સ્ટેટ્સમાં છેલ્લા ડિપ્રેસન મે 1937 થી જૂન 1 9 38 દરમિયાન હતું, જ્યાં વાસ્તવિક જીડીપી 18.2 ટકા ઘટ્યો હતો. જો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો 1 9 30 ના મહામંદીને બે જુદા જુદા ઇવેન્ટ તરીકે જોવામાં આવે છે: ઓગસ્ટ 1929 થી માર્ચ 1 9 33 સુધી એક ઉત્સાહી તીવ્ર ડિપ્રેશન છે, જ્યાં વાસ્તવિક જીડીપીમાં લગભગ 33 ટકા ઘટાડો થયો છે, તે પછી પુનઃપ્રાપ્તિનો સમયગાળો, પછી એક વધુ તીવ્ર ડિપ્રેશન 1937-38ના યુનાઈટેડ સ્ટેટ્સમાં યુદ્ધ પછીના ગાળા દરમિયાન ડિપ્રેશનની નજીક કોઈ પણ બાબત નથી. છેલ્લાં 60 વર્ષોમાં સૌથી ખરાબ મંદી નવેમ્બર 1973 થી માર્ચ 1 9 75 દરમિયાન હતી, જ્યાં વાસ્તવિક જીડીપી 4.9 ટકા જેટલો ઘટી હતી. ફિનલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આ વ્યાખ્યાના ઉપયોગથી તાજેતરના મેમરીમાં ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો છે.

09 April 2020

મનોવૈજ્ઞાનિક સમસ્યાનું માર્ગદર્શન.......

આજનું સૌરાષ્ટ્ર  સમાચાર ભાવનગર આવૃત્તિ પાનાં નંબર - ૧૦ 


આજનું ગુજરાત સમાચાર ભાવનગર આવૃત્તિ પાનાં નંબર - ૧૨ 



હવાના ખતરનાક પ્રદુષણનાં કારણે......


06 April 2020

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

(Evolutionary psychology)

Photograph of Charles Darwin


                ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

          આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલેજમાં આર્ટસનાં વિદ્યાર્થી ના છૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલેજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલેજોમાં ભણાવતા હશે કે કેમ?

            સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

            એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

             ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

            “In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

         —Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

            ૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

                   નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

              પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

            હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

03 April 2020

મહેસાના ના વિદ્યાર્થીએ બનાવ્યું સ્ટ્રેસ માપવાનું સોફ્ટવેર | Vtv Gujarati

             
મહેસાના ના વિદ્યાર્થીએ બનાવ્યું સ્ટ્રેસ માપવાનું સોફ્ટવેર | Vtv Gujarati



                       

02 April 2020

મનોવિજ્ઞાનનું એક એવું પરીક્ષણ.......

મનોવિજ્ઞાનનું એક એવું પરીક્ષણ.......



મનોવિજ્ઞાન નું એક એવું પરીક્ષણ જેમાં આ વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમા પૂરીદેવામાં આવ્યો -જાણો પછી શું થયું


જાણો એક વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમાં કેદ કરીને રાખવામાં આવ્યો અને પછી જે પરિણામ સામે આવ્યું તે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે…
લગભગ લોકોને વધારે શોર ગમતો નથી. બધા લોકોને પોતાની  આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જ ગમતું હોય છે. ઘણા લોકોને એકાંતમાં શાંતિ પૂર્ણ સમય પસાર કરવો ખુબ ગમતો હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આવું માત્ર થોડા સમય પુરતું જ સારું લાગે છે. પછી લાંબો સમય એકલા શાંતિની પરિસ્થિતિમાં રહેવાથી વ્યક્તિ પાગલ પણ થઇ શકે છે. તેવા જ કિસ્સાઓ લઈને આજે અમે આવ્યા છીએ. જે ખુબ જ રસપ્રદ છે.
આજે અમે મનોવિજ્ઞાનના એવા પરીક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે માણસને લાંબા સમય સુધી એકલા એકાંત જગ્યા પર પસાર કરવાનું પરીક્ષણ કર્યું અને આ પરીક્ષણની જે અસરો જોવા મળી તે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે.
એક ફ્રેંચ એક્સપ્લોરર માઈકલ સીફ્રે એક વૈજ્ઞાનિક એક્સ્પીરીમેન્ટ માટે એક નહિ. પરંતુ છ મહિના જમીનની અંદર રહ્યો. 100 ફૂટ નીચે ટેક્ષસ મિડનાઈટ કેવ ગુફામાં તેણે 180 દિવસ એકલા જ પસાર કર્યા. આ એક નાસા દ્વારા કરાયેલો હ્યુમન એક્સ્પીરીમેન્ટ હતો. જેમાં તેઓ જાણવા માંગતા હતા કે સ્પેસમાં કોઈ વ્યક્તિ આવી એકલતાનો સામનો કંઈ રીતે કરી શકે. પરંતુ માઈકલ એ વાતથી બિલકુલ અજાણ હતો કે આ દિવસોમાં તેની માનસિક પરિસ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. તેને ગુફામાં એક નાઈલોન ટેન્ટ બનાવી દેવામાં આવ્યો જ્યાં એક CD પ્લેયર, થોડી બુક, એક ફિશર અને અમુક ખાવાની વસ્તુઓ હતી. વિચારો આ વ્યક્તિ એકલો જ 180 દિવસ ત્યાં રહ્યો તો શું તે પાગલ થઇ ગયો હશે ?

આ એક્સ્પીરીમેન્ટની માઈકલના મગજ પર ઉંધી અસર થઇ હતી. તે કારણ વગર જ દુઃખી રહેવા લાગ્યો હતો અને એક વખત તો તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. તેની યાદ શક્તિ નબળી પાડવા લાગી તેને નાની નાની વસ્તુ યાદ રાખવા માટે પેન પેપરની જરૂર પડતી હતી. તેમ છતાં પણ તેણે પોતાનો ટાસ્ક પૂરો કર્યો અને 180 દિવસ ત્યાં રહ્યો હતો. પરંતુ તે બહાર નીકળ્યો ત્યારે તેની ગાઢ અસર તેના મગજ પર પડી અને યાદશક્તિ નબળી પડી ગઈ હતી. તે ત્રણ વર્ષ પછી પણ બરાબર બધું યાદ રાખી શકતો ન હતો અને તેને અમુક સમયાંતરે દિલમાં દોરા પણ પડવા લાગ્યા.
BBCએ પણ આવો જ એક એક્સ્પીરીમેન્ટ કર્યો જેમાં 6 વ્યક્તિઓને એક ન્યુક્લીઅર બંકરમાં 48 કલાક માટે રાખવામાં આવ્યા જ્યાં તેમને રોશની અને અવાજથી બીલકુલ દુર રાખવામાં આવ્યા. તેમાં એક કોમેડિયન એડમ બ્લૂમ પણ હતો. શરૂઆતના બે થી ત્રણ કલાક એડમેં ગીતો ગાઈને, રાડો પાડી અને કોમેડી કરી મનોરંજન કર્યું પરંતુ 18 કલાક બાદ તેને દોરા પડવા લાગ્યા. 40 કલાક બાદ તેને કાલ્પનિક રોશની દેખાવા લાગી અને ભૂતિયા પગની આહટ પણ સંભળાવા લાગી. તેનું મગજ આ રીતે તેની સાથે રમત રમી રહ્યું હતું. તેમ છતાં પણ તેણે 48 કલાક પુરા કર્યા. આ એક્સ્પીરીમેન્ટ બાદ તેમનું કહેવું હતું કે આ પરિસ્થિતિ વ્યક્તિને પાગલપનની ખુબ જ નજીક લઇ જાય છે.
પરંતુ મિત્રો આ બે કિસ્સાઓ તો કંઈ નથી જ્યારે એક વ્યક્તિને છ મહિના નહિ પરંતુ પુરા 43 વર્ષ સુધી એકાંત કારાવાસની સજા આપવામાં આવી. મિત્રો જેલમાં ઘણી વખત કેદીને એકાંત કારાવાસ પણ આપવામાં આવે છે. પરંતુ તે એક થી બે મહિના સુધી હોય છે અને તેમાં પણ કેદી માનસિક રીતે સુન પડી જતો હોય છે. તો વિચારો કે યુએસના લ્યુઝીઆના સ્ટેટના એક કેદી આલ્બર્ટ વૂડફોકસને પૂરા 43 વર્ષ સુધી એકાંત કારાવાસ આપવામાં આવ્યું અને તે પણ માત્ર 26 વર્ષની ઉંમરે જ તેને આ સજા મળી હતી તો તેની શું હાલત થઇ હશે.
આલ્બર્ટે એક 6/9 ફૂટના રૂમમાં રોજના 23 કલાક પસાર કરવા પડતા હતા અને એક કલાક બધા જરૂરી કામો માટે બહાર આવતો. આવું એક વર્ષ કે સાત વર્ષ નહિ પરંતુ 43 વર્ષ સુધી કરવામાં આવ્યું. તે સમય દરમિયાન એકલતાને લીધે આલ્બર્ટને ઘણા બધા ડરાવના વિચારો આવવા લાગ્યા હતા. સમય સમય પર તેને દોરા પાડવા લાગતા અને તે મોટેથી ચીસો પાડવા લાગતો હતો અને તેણે અનેક વાર વિચાર્યું કે તે પોતાને કાપીને આત્મહત્યા કરી લે. પરંતુ તેણે પોતાના આત્મ બળ અને ઈચ્છા શક્તિથી પોતાને રોકી રાખ્યો હતો અને તેણે કહ્યું કે જ્યારે તમે એકાંતમાં લાંબો સમય રહો તો તમે હંમેશા તમારા મન સાથે જંગમાં રહો છો અને તે અનુભવ તમને પગાલ બનાવી દે છે.
તો મિત્રો આ એક્સ્પીરીમેન્ટ પરથી એક વાત શીખવી જોઈએ કે આપણો મગજ એક બીજા સાથે હળવા મળવા માટે છે. પરંતુ એકાંતની પરિસ્થિતિ જેને આઈસોલ્યુસન કહેવાય તે આપણા મગજના ન્યુરોન્સ અને અન્ય ભાગોને જરૂરી મેન્ટલ સ્ટીમીલેશનથી વંચિત રાખે છે અને પરિણામે મગજના ભાગોનો આકાર સંકોચવા લાગે છે અને તેના કારણે દુનિયાભરની માનસિક સમસ્યાઓ થવા લાગે છે. એકાંત રહેવું તે એલ્ઝાઈમર, ડિમેન્શિયા જેવા ગંભીર માનસિક રોગોની સમસ્યાની સંભાવના વધારે છે. માટે જો તમારે તમારા મગજને શાર્પ રાખવો હોય તો હંમેશા તમારે તમારા મગજને સકારાત્મક રાખવાનું છે. લોકો સાથે હળી-મળીને, પુસ્તક વાંચીને કે મુસાફરી કરીને કે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરીને જેથી તમારા મગજનો વિકાસ સારી રીતે થઇ શકે.    

01 April 2020

મનોવૈજ્ઞાનિકોના મતે.

મનોવૈજ્ઞાનિકો ના મતે.  
  • વાયરસ વિશેના સમાચારોથી પોતાને અલગ કરો.  (આપણે જાણવાની જરૂર છે તે બધું, આપણે પહેલાથી જાણીએ છીએ).
  • મૃત્યુની સંખ્યા શોધો નહીં.  નવીનતમ સ્કોર જાણવા એ કોઈ ક્રિકેટ મેચ નથી.  તે ટાળો.
  • ઇન્ટરનેટ પર વધારાની માહિતી માટે ન જુઓ, તે તમારી માનસિક સ્થિતિને નબળી પાડશે.
  • જીવલેણ સંદેશાઓ મોકલવાનું ટાળો.  કેટલાક લોકોમાં તમારી જેટલી માનસિક શક્તિ હોતી નથી (મદદ કરવાને બદલે, તમે હતાશા જેવા પેથોલોજીઓને સક્રિય કરી શકો છો).
  • જો શક્ય હોય તો, ઘરે એક સુખદ વોલ્યુમ પર સંગીત સાંભળો.  બાળકોના મનોરંજન, વાર્તાઓ અને ભાવિ યોજનાઓ જણાવવા માટે બોર્ડ ગેમ્સ જુઓ.
  • તમારા હાથ ધોઈને, ઘરના દરેક માટે નિશાની અથવા એલાર્મ મૂકીને ઘરમાં શિસ્ત જાળવો.
  • તમારો સકારાત્મક મૂડ તમારી રોગપ્રતિકારક શક્તિને સુરક્ષિત કરવામાં મદદ કરશે, જ્યારે નકારાત્મક વિચારો તમારી રોગપ્રતિકારક શક્તિને ઉદાસીન કરવા અને વાયરસ સામે નબળા બનાવવા માટે બતાવવામાં આવ્યા છે.
  • સૌથી અગત્યનું, દ્રઢ પણે માનો કે આ પણ પસાર થશે અને આપણે સલામત રહીશું ....!





  સકારાત્મક રહો ... સલામત રહો.