Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

21 March 2019

બાળકને સલાહ આપવાની પદ્ધતિ



              બાળકને સલાહ આપવાની પદ્ધતિ

                   આંઠ વર્ષના પ્રતિકના મમ્મી-પપ્પા મળવા આવ્યા હતા કે પ્રતિક ખુબ જ ચીડાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. પોતાનું ધાર્યું જ કરે છે અને ઘણીવાર અમારી સાથે સરખી રીતે વાત પણ કરતો નથી. તેને કઈક સમજાવો અને સલાહ આપો. બાળકોને પાંચ વર્ષ થઇ જાય પછી તેઓ માતાપિતાની સલાહ થી કઈ શીખતા નથી કે સુધરતા નથી. તેઓ માતાપિતાના વર્તનને અનુસરીને શીખે છે. તેઓ દુન્વયી ઘટનાઓ માંથી પોતે કરેલી ભૂલોમાંથી કઈક શીખે છે. સલાહ તો બાળક અને માતાપિતા વચ્ચે અંતર વધારે છે. ખુબ સલાહ આપનારા માતાપિતા અને બાળક વચ્ચે સાયુજ્ય સંધાતું જ નથી, ઉલટું અંતર વધે છે. બાળકોને એમ લાગે છે કે માતાપિતા તેઓને સમજી શકતા નથી. પાંચ વર્ષ થઇ જાય ત્યારે માતાપિતાએ ઓછુ બોલી અને મૌનની ભાષાથી બાળકને શીખવવાની કળા કેળવવી પડે. તેમના મિત્ર બનીને તેમને એ વિશ્વાસ અપાવવો પડે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ તેઓ બાળકની સાથે જ છે અને આ વિશ્વાસ ક્યારેય અતિશય સલાહ-સુચન આપનારા માતાપિતા મેળવી નહીં શકે. આનો અર્થ એ પણ નથી કે આ ઉંમરનાં બાળકોને કોઈ જ સલાહ નાં આપવી. તેમને સલાહ આપવાની પદ્ધતિ વિશે આપણે અહીં વાત કરીશું. પ્રતિકના ઘરે તેના મમ્મી-પપ્પા અને દાદા-દાદી એમ ચાર વડીલો વચ્ચે તે એકલો નાનું બાળક હતો. દરેકની અપેક્ષા પ્રતિક માટે અલગ અલગ રીતે અને વધુ હોય તે સ્વાભાવિક છે. એક આંઠ વર્ષનું નાનું બાળક અને તેને સલાહ આપનાર ચાર પુખ્ત વડીલો હોય તે સ્થિતિ વધુ ચિંતાજનક ગણાય. ચારમાંથી કોઈ પણ વડીલ કોઈ પણ સમયે બાળકને કોઈ પણ પ્રકારની સલાહ આપી શકે તે વાતાવરણ ઘરમાં હોય તો તે બાળક માટે ખુબ ભયજનક ગણાય. ચારેય માંથી કોઈ પણ એક જણે બાળકને સલાહ આપવાની જવાબદારી લેવી જોઈએ. તે પણ દિવસના કોઈ એક ચોક્કસ સમયે જ સલાહ આપવાની. એટલે ધારોકે પહેલા દાદીએ જવાબદારી લીધી છે તો તેઓ ફકત સાંજે આંઠથી દસની વચ્ચે જ સલાહ આપશે. બાળક સલાહના ભારમાંથી કેટલો મુક્ત થયેલો ગણાય. તેને ૨૨ કલાક કોઈજ સલાહ નહીં આપે અને બે કલાક દરમ્યાન કોઈ એક જ વ્યક્તિ સલાહ આપશે. બાકીના ત્રણેય ને કોઈ વસ્તુની સલાહ આપવી હોય તો તેઓ જેણે સલાહ આપવાની જવાબદારી લીધી છે તેને પોતે શું સલાહ આપવા માંગે છે તે કહેશે પણ તેઓ બાળકને કોઈ જ સલાહ નહીં આપે. હવે ધારોકે બાળક કોઈ પણ ભૂલ બપોરે બે વાગે કરે અને તેની સલાહ તેને રાત્રે આંઠ વાગ્યે મળવાની હોય તો તે હંમેશા સાચી પદ્ધતિથી સલાહ મળશે. કારણકે બાળક ભૂલ કરે અને માતાપિતા તરત કઈક કહે તે હંમેશા ગુસ્સામાં જ કહેવાય પણ એજ વસ્તુ થોડા કલાકો પછી કહેવાની હોય તો તે સાચી પદ્ધતિમાં કહેવાય. ઘણીવાર રાત્રે આંઠ વાગ્યે બાળકને સલાહ આપવાનો સમય થાય અને તેને કુલ ચાર કે પાંચ પ્રકારની વસ્તુઓ બાબતે ટોકવાનો હોય તો સલાહ આપનાર વ્યક્તિને જ થશે કે આવી વસ્તુઓ તેને ક્યાં કહેવી? આવું તો બાળકો કરે પણ ખરા. આથી બાળક પર બિનજરૂરી સલાહનું ભારણ ઘટી જશે. હવે પ્રતીકને ફક્ત જરુરી જ સલાહ કોઈ એક જ વ્યક્તિ દ્વારા અને કોઈ એક ચોક્કસ સમયે જ સારી અને સાચી પદ્ધતિ થી કહેવામાં આવી. ધીરે ધીરે ઘરના વડીલોને પ્રતીકમાં ફેરફાર દેખાયો. તેમણે અનુભવ્યું કે જે ઓછી પણ જરુરી સલાહ પ્રતીકને કહેવામાં આવતી તે તો પ્રતિક માનતો પણ જે નહતી કહેવામાં આવતી તેનું પણ તે પાલન ધ્યાન રાખીને કરતો. ઘરના પાંચેય સભ્યો વચ્ચે હસી-ખુશી અને પ્રેમાળ સંબંધો સ્થપાઈ ગયા.


                                  - ડૉ.આશિષ ચોક્સી

20 March 2019

The Little Albert Experiment

જ્હોન બ્રોડ વોટસને આલ્બર્ટ નામના નાના બાળક પર કરેલ ભય અભિસંધાનનો પ્રયોગ. 






15 March 2019

CCC EXAM

CCC GUJARAT UNIVERSITY FORM START NOW


સરકારી કર્મચારી મિત્રો ,

       ગુજરાત યુનીવર્સીટી દ્વારા લેવામાં આવતી CCC ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે. ફક્ત ,પ્રથમ 50000 ઉમેદવારોની નોંધણી જ સ્વીકારવામાં આવશે. માટે વહેલી તકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.તમારે ઑનલાઇન પેમેન્ટ ચુકવણી કરવાની જરૂર છે, ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.પ્રથમ 50000 સબમિટ ફોર્મ્સની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જાય તે પછી તમને SMS મળશે.

સીસીસી ફોર્મ ભરવા માટે   અહીં ક્લિક કરો

સીસીસી પરીક્ષા માટે જરૂરી સાહિત્ય ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ડિપ્રેશન, સ્વ ઇજા સૌથી વધુ :અભ્યાસ


08 March 2019

ક્રિયાત્મક અભિસંધાન


            ક્રિયાત્મક  અભીસંધાનના શિક્ષણ દરમ્યાન  ઉદાહરણ રૂપે દર્શાવી શકાય તેવો વિડીયો  અહીં  મુકવામાં .છે.જેમાં એક કાગડો  અન્નના  દાણા  પ્રાપ્ત કરવા માટે  એક  ધાતુના  સરીયા વડે  અન્નના પાત્રને નળાકાર બીકરમાંથી બહાર કાઢવાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.



06 March 2019

પરીક્ષા શુભેચ્છા

💐🌹💐


વ્હાલા પરીક્ષાર્થી,


   છેલ્લા વર્ષ દરમિયાનની આપની અજોડ, અથાગ અને અદ્ભુત મહેનત નો મહત્તમ, ઉચ્ચત્તમ અને યથાર્થ ઉપયોગ કરી વિદ્યા અભ્યાસમાં પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવાનો સમય આવી ગયો છે. અન્યોને માટે ભલે એ પરિક્ષા રૂપી ડર અને દહેશતનો માહોલ હોય પણ આપના માટે તો એ ઉત્તમ તક અને ઉત્સવથી ઓછું કંઈ જ નથી. આપનો ઉત્સાહ જ્યારે બુલંદી ની ટોચ પર હોય ત્યારે આપની ઉજ્જવળ સફળતા આપનાથી દૂર નથી રહી શકતી.
   આપની સફળતા માટે આપની મહેનત તો પૂરી સક્ષમ છે જ તો તેની સાથે આપના માતા પિતાનુ પ્રેરકબળ, વડિલોના આશિર્વાદ પણ મજબૂત બળ પૂરું પાડી રહ્યું છે. આપના ઇષ્ટ દેવી-દેવતા પર પૂર્ણ શ્રદ્ધા રાખશો, ઘરેથી નિકળતા સમયે તેનું સ્મરણ અવશ્ય કરશો.
   શરૂ થઈ રહેલી આ SSC / HSC પરીક્ષામાં આપ જ્વલંત સફળતા મેળવી આપની ઈચ્છિત લક્ષ્ય તરફ આપની કેરિયર કેડી કંડારી શકો. એવી મારી તેમજ શ્રી સરકારી હાઈસ્કુલ મઢડા તરફથી આપને હ્રદય પૂર્વક ની શુભેચ્છાઓ અને પ્રભુ પ્રાર્થના.

   ડૉ.જીજ્ઞેશ વેગડ 

01 March 2019

ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી ૨૦૧૯ પ્રોવિઝનલ આન્સર કી




શિક્ષક મિત્રો,

                        ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી ૨૦૧૯ ની પ્રોવીઝનલ આન્સર કી જાહેર થઇ ગઈ છે. જે શિક્ષક મિત્રોએ પરીક્ષા આપી છે તેઓં નીચે આપેલ લીંક પર ક્લિક પર કરી આન્સર કી મેળવી શકશો.

વિવિધ બીમારીનો જન્મદાતા ક્રોધ


ભયના ભયથી મુક્તિ કેવી રીતે મળે?

ભયના ભયથી મુક્તિ કેવી રીતે મળે?


          ઘણા માણસો એટલે દુખી છે કે તેઓ કોઈ વસ્તુ અથવા પરિસ્થિતિથી સતત ભયની તીવ્ર લાગણી  અનુભવે છે , પણ વાસ્તવમાં ભયના જોખમ સામે જીવનની સુરક્ષા કરવ માટે કુદરત દ્વારા ઉત્પન કરેલી ખુબ જ મહત્વની લાગણી છે . જીવન સંકટના સમાધાન માટે શરીર અને મન દ્વારા પૂર્વ તૈયારી ના હોય અને ઓચિંતા જાનનું જોખમ ઉભું થાય તેવી ઘટના બને ત્યારે સમય બગડ્યા વગર શરીર તુરંત જ સુરક્ષિત ઉપાય અજમાવવા તૈયાર થાય છે , રાત્રે અંધારામાં રસ્તામાં પસાર થતી વખતે જયારે ઓચિંતા પગ પાસેથી પસાર થતો સર્પ જોઈને વગર વિચારે કુદીને આપણે ગભરાઈ જઈએ છીએ કેમ કે આ સમયે ભય આપણો  પરમ મિત્ર બની આપણું રક્ષણ કરે છે . સંસારમાં ભય વિના આપના અસ્તિત્વની કલ્પના કરી જ ન શકાય , એટલે આપને ભયની લાગણી માટે કુદરતના આભારી છીએ . અલબત્ત , વરદાન સ્વરૂપ ભયની લાગણી ક્યારેક અભિશાપ પણ બની જે છે . સર્પનો ભય , પરીક્ષામાં નાપાસ થવાનો ભય જીવન માટે અનિવાર્ય છે , જે આપણને જોખમથી બચવા માટે સાવચેત કરે છે અને તે સંદર્ભે પૂર્વતૈયારી કરવાની પ્રેણના પણ આપે છે , એટલે જ હાથમાં રબરના રક્ષણ કવચ પહેરીને વિદ્યુત યંત્ર રીપેરીંગ કરીએ છીએ પણ વ્યક્તિ ફક્ત લોઈ જોઇને બેભાન થઇ જાય  છે , અંધારું જોઇને ભયથી કાંપવા લાગે તો તે અકુદરતી ભય છે . તેને વિકૃતિ ( ફોબિયા ) કહેવામાં આવે છે . ભયની વિકૃતિમાં દર્દીને કોઈ પણ વસ્તુ ક પરિસ્થિતિ ભયપ્રદ ના હોવા છતાં તેના આંતરિક અને તીવ્ર ભય વ્યક્તિની રોજીંદા પ્રવૃતિમાં અડચણ પેદા કરે છે . મજાની વાત તો એ છે ક દર્દીને ખબર હોય છે કે વસ્તુ અથવા પરિસ્થિતિ વિષે તેમનો ભય ખોટા છે છતાં પણ તે વસ્તુ અથવા પરીસ્થિતિથી દુર ભાગે છે , પણ જો તેઓ ભયજનક પરિસ્થિતિમાં પણ જવાનો પ્રયત્ન કરે તો તેના ઉપર ભયને લીધે બેચેની અને તીવ્ર ચિંતા છવાઈ જે છે , જેથી હાથ - પગમાં કંપનો હદયના ધબકારા વધી જાય છે , મો અને ગળું સુકાઈ જાય છે , પરસેવો નીકળે છે . શ્વાસની ગતિ ઝડપથી થાય છે . બેચેની , અશક્તિ અને ચક્કર આવે છે પગમાં આટી  આવે છે અને પાતળા ઝાડા થઇ જાય છે . વારંવાર શારીરિક લક્ષણોના ગભરાહતજન્ય હુમલો થવાથી વ્યક્તિ બીજો હુમલો થશે એવા ભયથી ભયભીત થઇ ભયજનક વસ્તુ અથવા પરિસ્થિતિથી પલાયન કરી રાહત મેળવે છે - જેમકે દર્દીને બંધ જગ્યાનો ભય હોય તો દાદરા ચડવા પણ નાની જગ્યા(લીફ્ટ)માં નહિ જાય . આ જ રીતે અંધારામાં ભય , પાણીનો ભય , ઉંચી જગ્યાનો ભય , સામાજિક ભય , ખુલ્લી જગ્યાનો ભય . જીવજંતુનો ભય , એકલા હોવાનો ભય , મૃત્યુનો ભય જેવા  અનેક પ્રકારના આંતરિક ભય દર્દીઓમાં જોવા મળે છે .

          ભયની ઉપેક્ષા કરવાથી ભયમુક્ત થઇ શકાય છે એવી ધારણા ખોટી છે . અવ મનો-કલ્પિત ભયના ભયની મુક્તિ માટે ભયનો સામનો કરો , ભયના કારણ સમજીને ભયના કારણોથી ભાગવાના બદલે સામનો કરવાથી ભયથી મુક્તિ મળે છે . શા માટે ભયનો હુમલો થાય છે તે સમજીને ભયના ગભરાહતભર્યો હુમલો થાય ત્યારે સહનશીલતા અને ધીરજપૂર્વક તે ક્ષણને પસાર થવા દેવી જોઈએ . જે વસ્તુ કે પરિસ્થિતિથી આંતરિક ભય લાગે છે તે વસ્તુ કે પરિસ્થિતિની નજદીક ઈરાદા પૂર્વક જવું જોઈએ અને ધીરજ રાખીને ગભરાહતજનક પરિસ્થિતિને સહન કરવી જોઈએ  જેથી  આત્મનિરીક્ષણ પછી કશું ખોટું થયું નથી એવા અનુભવના જ્ઞાનબોધથી ભયથી મુક્તિ મળે છે . મનોચિકીત્શાની આ પદ્ધતિને પુશિંગ થ્રુ બાઉન્ડ્રીઝ અથવા ફ્લડીંગ કહેવાય છે .  તે સિવાય વાર્તનીક ઉપચાર ભયથી મુક્તિ માટે ઉપયોગી છે , જેમાં ક્રમબદ્ધ અસવેન્દીકરણ મોડલિંગ અથવા તો બોધાત્મક વાર્તનીક ઉપચાર (સી.બી.ટી.)નો ઉપયોગ મનોચિકત્સા દ્વારા કરવામાં આવે છે , પણ લોકો મનોચિકિત્સક પાસે જવાનું ટાળે છે અને અંધશ્રધાના લીધે તંત્ર - મંત્ર - ભુવા - ભારાડીના ચક્કરમાં પડી પોતાનો સમય અને ધન વ્યર્થ ગુમાવે છે . જેથી લોકોને અસાધ્ય માનસિક રોગના ભોગ બનવું પડે છે . મનોચિકિત્સક પાસે સમયસર જઈને સારવાર લેવાથી ભયવિકૃતિનો રોગ સંપૂર્ણપણે મટી જાય છે . 

ડો . દેવજ્યોતિ શર્મા