Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 August 2020

સ્મૃતિનું દ્વાર-નિરીક્ષણ

સ્મૃતિનું દ્વાર-નિરીક્ષણ


                મગજ કે મનમાં દાખલ થઈ ના હોય તેવી વિગતોની સ્મૃતિ હોય નહીં. મગજમાં કોઈ વિગતો ખોટા કે અધૂરા સ્વરૂપે અંકાય તો તેની સ્મૃતિ યથાયોગ્ય ક્યાંથી હોય? દરેક પદાર્થ, વ્યક્તિ કે વિગતોની સ્પષ્ટ અને સાચી છાપ ઝીલાય તે માટે તેનું નિરીક્ષણ સાચી રીતે થયું હોવું જોઈએ. સારી સ્મૃતિ માટે સારા નિરીક્ષણ કે અવલોકનની જરૂર છે. નિરીક્ષણનાં વિવિધ પાસાંની છણાવટ કરનારને તરત ખબર પડે છે કે, સ્પષ્ટ અને સાચું નિરીક્ષણ દુર્લભ છે.

નિષ્ણાતોનું નિરીક્ષણ
            મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રી વગેરે નિષ્ણાતોની સભા ભરાઈ હતી. સભાની કાર્યવાહી શાંતિથી થતી હતી. અચાનક સભાખંડમાં એક માણસ દોડતો આવ્યો. બીજો તેની પાછળ ખંજર લઈને આવ્યો. ખંજરવાળાએ નજીક જઈ પ્રથમ પ્રવેશેલા માનવી પર હુમલો કર્યો. હુમલાનો ભોગ બનેલો નીચે પડયો. થોડી ક્ષણોમાં દોડતો પોલીસ આવ્યો. બંનેને ખેંચીને લઈ ગયો. બધું ઝડપી છતાં સ્વાભાવિક રીતે બની ગયું.
             સભાખંડમાં હાજર રહેલા નિષ્ણાતોને આ બનાવ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ખંજર લઈને આવનાર વ્યક્તિએ કેવાં કપડાં પહેર્યાં હતાં? તેનાં કપડાંનો રંગ કેવો હતો? તે ખંજર લઈને આવ્યો હતો કે મોટું ચપ્પું લઈને? પોલીસની ખાસિયતો શી હતી? તેણે ક્યારે પ્રવેશ કર્યો? પ્રથમ કોની ધરપકડ કરી? વગેરે નાના-મોટા પ્રશ્નોની યાદી દરેકને આપી. તેમના જવાબ એકઠા કરી સાચી માહિતી સાથે સરખાવવામાં આવ્યા. આ સમગ્ર બનાવ નિષ્ણાતોનું નિરીક્ષણ ચકાસવા માટે પહેલેથી યોજવામાં આવેલો પ્રસંગ હતો. માનવીના વર્તનનું નિરીક્ષણ કરવા ટેવાયેલા નિષ્ણાતોનું નિરીક્ષણ નોંધપાત્ર રીતે સચોટ ના જણાય, પછી સામાન્ય માનવીનું શું?
            સામાન્ય માનવીનું નિરીક્ષણ કેવું હોય છે તે ચકાસવા માટે લગભગ આ પ્રકારનો પ્રયોગ સ્ટીવ એલને કર્યો હતો. આ પ્રયોગ ટેલિવિઝનના પ્રેક્ષકગણ સમક્ષ થયો હતો. બનાવટી કારતૂસ ફોડવામાં આવ્યા હતા. મારામારીનું દૃશ્ય ગોઠવ્યું હતું. પછી વિવિધ પ્રશ્નો પ્રેક્ષકોમાંથી કેટલાકને પૂછવામાં આવ્યા હતા. ખરેખર દૃશ્ય કેવું હતું, તે વિશે જાતજાતના અભિપ્રાયો વ્યક્ત થયા હતા. કુલ કેટલા કારતૂસ ફૂટયા તેનો સાચો જવાબ કોઈને ખબર નહોતો. નવાઈની વાત એ હતી કે ખુદ કારતૂસ ફોડનારને તેણે ફોડેલા કારતૂસની સંખ્યા ખબર નહોતી!
              નિરીક્ષણ કેટલું મર્યાદિત હોય છે તેની ખાતરી કરવી હોય તો તમે જાતે કરી જુઓ. છેલ્લા બે-ત્રણ દિવસમાં તમે મિત્રો સાથે બેઠા હોય તેવો પ્રસંગ યાદ કરો. પછી તમારી જાતને પ્રશ્નો પૂછો. માની લો કે તમે હોટેલમાં ભેગા થયા હતા કે અન્ય કોઈ સ્થળે. તમારી જાતને પૂછો કેટલા મિત્રો હતા? તેમણે શું પહેર્યું હતું? કોની નજીક કોણ બેઠું હતું? આસપાસના ટેબલ પર કેવી વ્યક્તિઓ હતી? હોટેલ બોયનો ચહેરો કેવો હતો? ગલ્લા પર બેઠેલો માણસ કેવો હતો? વગેરે. કોઈ પણ સાચા પ્રસંગ વિશે આવા પ્રશ્નો પૂછી તેના જવાબની સાચી માહિતી સાથે સરખામણી કરજો. તમને ખબર પડી જશે કે આપણું નિરીક્ષણ કેટલું મર્યાદિત અને અસ્પષ્ટ હોય છે. થોડા વધારે મિત્રો સાથે બેસીને કોઈ સમાન પ્રસંગ વિશે આવી પૃચ્છા કરજો. તમને જણાશે કે ઓછી વ્યક્તિઓનું નિરીક્ષણ તીવ્ર કે વિશ્વાસપાત્ર હોય છે.
          આપણું નિરીક્ષણ મર્યાદિત અને અસ્પષ્ટ છે, પરંતુ આ હકીકત સ્વીકારીને અટકી જવાથી કોઈ ફાયદો નથી. આ હકીકત જાણ્યા પછી નિરીક્ષણમાં વધારો કરવાની દિશામાં વિચાર થવો જોઈએ. નિરીક્ષણશક્તિની મર્યાદાઓ ઘટાડીને કેવા પ્રયત્નો કરવાથી શક્તિ વધે, તેનો વિચાર હવે કરીએ.


નિરીક્ષણ એટલે શું?
          વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય અર્થમાં નિરીક્ષણ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, બનાવ કે પરિસ્થિતિને હેતુપૂર્વક ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ કરવી. આ વ્યાપક અર્થનો વિચાર કરતાં એ સ્પષ્ટ થશે કે હેતુપૂર્વકના પ્રત્યક્ષમાં મનનો સમાવેશ થાય છે. ઇન્દ્રિયો ખામી વગરની હોય છતાં મનની ચપળતાના અભાવને લીધે ઘણાંની નિરીક્ષણશક્તિ વિકાસ પામતી નથી. કોઈ રસ્તે ચાલતા માણસના ચહેરાની સામે બાઘાની જેમ જુઓ કે ટ્રેનમાં સામે બેઠેલા મુસાફર તરફ ઊડતી નજર માંડે તો તેણે જોયું કહેવાય, નિરીક્ષણ કર્યું કહેવાય નહીં. પરંતુ ટ્રેનમાં આપણી સામે બેઠેલા મુસાફરની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી હશે એ જાણવાના હેતુથી તેના કપડાં, તેનો સામાન, તેની ભાષા વગેરેની ઊંડી, વિવિધ અને પૃથક્કરણાત્મક નોંધ લઈએ તો નિરીક્ષણ કર્યું કહેવાય. નિરીક્ષણશક્તિનો વિકાસ કરનારે આવી ઘણી તકો ઝડપી લેવી.
           યાદ રાખવાના હેતુ સાથે કરવામાં આવતું નિરીક્ષણ વધારે સચોટ હોય છે. આપણે ઘણી પરિચિત વસ્તુઓનું નિરીક્ષણ કરતાં નથી, કેમ કે તેને યાદ રાખવાનો કોઈ હેતુ જણાતો નથી. વર્ષો સુધી નોકરી કરનારને તેની ઓફિસનાં પગથિયાં યાદ હોતાં નથી. વર્ષો સુધી એક ઘર પાસેથી પસાર થવા છતાં તેના મુખ્ય દરવાજાનો રંગ યાદ કરી શકતા નથી. શા માટે? યાદ રાખવાના હેતુના અભાવના લીધે આપણે એવી પરિચિત વિગતોનું નિરીક્ષણ કર્યું હોતું નથી! નિરીક્ષણ કે અવલોકનશક્તિ કેળવવી હોય તેણે મન સમક્ષ કલ્પિત હેતુ ઉપસ્થિત કરી નિરીક્ષણ કરવું જોઈએ. તમે રસ્તામાં ચાલતા હો ત્યારે કલ્પના કરો કે તે સ્થળે ખૂન થયું છે અને તમારે કોર્ટમાં સાક્ષી આપવાની છે. તમે આ હેતુ સાથે નિરીક્ષણ કરશો એટલે આસપાસના વાતાવરણને ઘણી સ્પષ્ટ રીતે નોંધશો. તમારું મન સક્રિય બની જશે. ગમે તેમ ફરતું ધ્યાન કેન્દ્રિત બનશે. તમારી પાસેથી પસાર થતી બસ કે મોટરનું તમારે ચિત્ર દોરવાનું છે એમ માનીને નિરીક્ષણ કરો. તમે રોજિંદા જીવનમાં પૂર્વે કદી નહીં નોંધેલી ઘણી વિગતો હેતુપૂર્વકના નિરીક્ષણમાં પ્રત્યક્ષ કરશો. સારી સ્મૃતિ કેળવનારે હેતુપૂર્વકના નિરીક્ષણની તાલીમ બને તેટલી વધારે લેવી.


અભિરુચિ, ધ્યાન અને નિરીક્ષણ
            પાર્ટીમાં જઈ આવેલા ચાર મિત્રોને તેનું વર્ણન કરવા કહો. એક મિત્ર દરેકે શું કપડાં પહેર્યાં હતાં, તેમણે બૂટ-મોજાં કેવાં પહેર્યાં હતાં વગેરે કહેશે. બીજો દરેકે શી શી વાતચીત કરી, તેમનો મૂડ કેવો હતો તે કહેશે. ત્રીજો મિત્ર પાર્ટીમાં વાનગીઓ કેવી હતી, તેનો સ્વાદ વગેરે બાબતનું વિસ્તૃત વર્ણન રસમય રીતે કરશે. ચોથો મિત્ર નાછૂટકે પાર્ટીમાં ફસાયો હશે તો કદાચ તે ખાસ કંઈ વર્ણન કરશે નહીં. ચારે મિત્રોને પાર્ટીની જુદી જુદી વિગતો યાદ રહી છે. તેમણે અભિરુચિ હોય તેવી વિગતોનું વધારે ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું. ધ્યાન વધારે અપાય એટલે નિરીક્ષણ સચોટ થાય અને સ્મૃતિ લાંબાગાળાની બને.
            મર્યાદિત અભિરુચિને લીધે નિરીક્ષણ એકતરફી કે અધૂરું બનવાની શક્યતા વધે છે. આવા ખામીયુક્ત નિરીક્ષણને લીધે બનાવ કે પરિસ્થિતિને ખોટી કે મર્યાદિત રીતે ગ્રહણ કરનાર સારી સ્મૃતિ કેળવવામાં પાછળ પડી જાય છે. અભિરુચિ વ્યાપક બનાવી બનાવનો સર્વગ્રાહી અભ્યાસ વધારવાથી નિરીક્ષણ અને યાદદાસ્ત વધે છે.


જ્ઞાનેન્દ્રિયો અને નિરીક્ષણ
              જ્ઞાનેન્દ્રિયોની ખામી કે મર્યાદાને લીધે નિરીક્ષણ મર્યાદિત બને છે. વૈજ્ઞાનિકોએ દૂરબીન, સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે સેંકડો સાધનોની શોધ કરી ઇન્દ્રિયોની મર્યાદાને ઓળંગી જવાનો પ્રયાસ કર્યો છે. આવા પ્રયાસના પરિણામે માનવીના જીવ, જગત અને બ્રહ્માંડ અંગેના જ્ઞાનમાં સારો એવો વધારો થયો છે. પદાર્થો કે વિગતોનું વધારે સૂક્ષ્મ નિરીક્ષણ શક્ય બન્યું છે.
         આપણે આંખનો ઉપયોગ વધારે કરીએ છીએ. તેથી શ્રવણ, ગંધ, સ્વાદ, સ્પર્શ વગેરે સંવેદનો તરફ દૃષ્ટિસંવેદન જેટલું ધ્યાન આપતા નથી. નિરીક્ષણશક્તિના વિકાસ માટે દરેક ઇન્દ્રિયથી થતા પ્રત્યક્ષીકરણ તરફ ધ્યાન આપવું જોઈએ. આંખ બંધ કરીને કાનથી આસપાસના વિવિધ અવાજો સાંભળવા, ત્વચા પર અથડાતી હવાના કે ઠંડી ગરમીના સંવેદનોથી સભાન બનવું. આવી સભાનતાની મદદથી આંખો બંધ કરીને વાતાવરણને ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો. આવા પ્રયાસો નિરીક્ષણને સર્વગ્રાહી બનાવવા જરૂરી છે. આપણી સ્મૃતિની ઘણીખરી વિગતો માત્ર આંખ સાથે સંકળાયેલી નથી. તેથી નિરીક્ષણમાં બને તેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોનો સહયોગ સાધી સ્મૃતિ વધારે વિશદ બનાવો.


પૂર્વગ્રહથી બચો
           લાગણી, આવેગો, મનોવલણો, જરૂરિયાતો, પૂર્વગ્રહો વગેરેની પકડમાં ફસાયેલું મન સાચું નિરીક્ષણ કરી શકતું નથી. ઘણાખરા મનુષ્યો તેમણે જે જોવું હોય તે જુએ છે. તેમનું નિરીક્ષણ માત્ર પૂર્વગ્રહોનો પોષનાર સાધન બની જાય છે. આવી ક્રિયાથી તેઓ સભાન ના હોય તેવું ઘણી વાર બને છે.
         મનોવૈજ્ઞાનિકોએ ઘણાં પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે કે મનોવલણ અને પૂર્વગ્રહની અસરને લીધે વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ દોષિત કે એકતરફી બને છે. ગોરા વિદ્યાર્થીઓને પોતાની આસપાસનાં ઘરોની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હબસીનાં ઘરને ગણતરીમાં લીધાં નહોતાં. એક મનોવૈજ્ઞાનિક પ્રયોગમાં વિવિધ દેશના લોકોને સમાન વાર્તા સંભળાવવામાં આવી. આ વાર્તા લખી લાવવા માટે તેમને જણાવવામાં આવ્યું. બ્રિટનના લોકોએ વર્તનની રીતભાતનું વર્ણન વધારે કર્યું. ભારતના લોકોએ વાર્તામાં આવતા ભૂતના ઉલ્લેખને બહેલાવીને લખ્યો. દરેક દેશના નાગરિકોની ખાસિયતોની અસર તેમની વાર્તાની સ્મૃતિ પર થઈ હતી.
           પૂર્વગ્રહ કે મનોવલણ, લાગણી કે આવેગ વગેરેને વિધાયક અને નિષેધક બંને પ્રકારની અસરોથી નિરીક્ષણને અતિશયોક્તિભર્યું કે એકતરફી બનાવી શકે છે. સારી સ્મૃતિ કેળવનારે બંને પ્રકારની અસરથી સરખા સભાન રહેવાની જરૂર છે.

માની લેવાની ટેવ
         માત્ર માની લેવાની ટેવને કારણે જ્ઞાન-વિજ્ઞાનના વિકાસને ઘણાં અવરોધો નડયા છે. મહાન વૈજ્ઞાનિકો અને ચિંતકો પણ આ મર્યાદામાંથી મુક્ત રહી શક્યા નથી.
          ભારે અને હલકા વજનના પદાર્થોને અદ્ધરથી સાથે છોડી દેવામાં આવે તો બંને જમીન પર સાથે પડે છે. વિજ્ઞાનના લાખો વિદ્યાર્થીઓ દ્વારા સ્વીકારવામાં આવતી આ વાતને કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિકોએ સ્વીકારી નહોતી. ગેલીલીઓએ વિદ્વાન અધ્યાપકોને આ વાત કરી ત્યારે તેમણે હસી કાઢેલી. એમ કહેવાય છે કે અધ્યાપકો સત્ય હકીકત જાતે જોઈ શકે તે માટે ગેલીલીઓએ માર્ગમાંથી પસાર થતા અધ્યાપકોને દેખાય તેવી રીતે બે ભિન્ન વજનના પદાર્થો ટાવર પરથી છોડયા. અધ્યાપકોની માન્યતામાં ફેર પડયો નહોતો. અધ્યાપકો જાતે પ્રયોગ કરીને સત્ય હકીકતનું નિરીક્ષણ કરતાં કેમ ખચકાતા હતા?
          વર્ષો સુધી કેટલાક ચિત્રકારોએ દોડતા ઘોડાના આગળના પગ ખોટી રીતે આલેખ્યા હતા. તેમણે દોડતા ઘોડાનું પ્રત્યક્ષ નિરીક્ષણ શા માટે ના કર્યું? આવાં ઘણાં ઉદાહરણોનો વિચાર કરનારને લાગશે કે માની લેવાની ટેવ નિરીક્ષણની આડે આવે છે.
         કોઈ પણ પદાર્થ, વિગત કે હકીકતનું સીધું નિરીક્ષણ સહેલાઈથી થઈ શકે તેમ હોય ત્યારે તેના વિશે કંઈ માની લેવું જોઈએ નહીં. જાતે તપાસીને ખાતરી કરવાની ટેવને લીધે વિજ્ઞાનમાં ઘણી નવી શોધો ઉમેરાઈ છે. જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે.
           સ્મૃતિના સંદર્ભમાં આપણે વિચારેલા નિરીક્ષણ અંગેના મુદ્દાનો ફરી એક વાર સંક્ષિપ્તમાં વિચાર કરવા જેવો છે. નીચેના મુદ્દા પર સહેજ નજર ફેરવી જાવ.

(૧) આપણું નિરીક્ષણ મર્યાદિત અને અસ્પષ્ટ છે. આ હકીકતો જાણીને અટકી જવાનું નથી. આ હકીકતનો સ્વીકાર કરી નિરીક્ષણશક્તિના વિકાસના માર્ગે આગળ વધો.
(૨) યાદ રાખવાના હેતુ સાથે નિરીક્ષણ કરો. આ માટે દર્શાવેલી કરામતો અજમાવો.
(૩) અભિરુચિથી પ્રેરાતા ધ્યાનનો નિરીક્ષણમાં ઉપયોગ કરો. મર્યાદિત અભિરુચિના લીધે નિરીક્ષણ અધૂરું કે એકતરફી ના થાય તેની કાળજી રાખવી.
(૪) નિરીક્ષણ માટે બને તેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો.
(૫) પૂર્વગ્રહથી બચો.
(૬) માની લેવાની ટેવથી દૂર રહો.

બિંબ-પ્રતિબિંબ । રજનીકાંત પટેલ

24 August 2020

મૂડ સ્વિંગ્સની મનોવિકૃતિ

મૂડ સ્વિંગ્સની મનોવિકૃતિ


           ‘ડૉક્ટર, આ ક્ષિતિજ નાનો હતો ત્યારે અમે એનો આઇ.ક્યૂ. કરાવ્યો હતો. એના રિપોર્ટમાં એ ખૂબ તેજસ્વી છે એવું જાણવા મળ્યું હતું. એટલે અમે નક્કી કર્યું કે એને સાયન્સ લાઇન અપાવીએ. આમ તો એણે જ કહ્યું હતું કે મારે તો નાસામાં સાયન્ટિસ્ટ થવું છે. બ્રિલિયન્ટ હોવા છતાં જેમ તેમ કરીને બારમા ધોરણમાં આવ્યો પછી એના વર્તનમાં કંઈક વિચિત્ર બાબતો દેખાવા લાગી.’

          ક્ષિતિજ સૂનમૂન બેસી રહે છે. ભણવાની પ્રવૃત્તિ લગભગ શૂન્ય થઈ ગઈ છે. કોઈની સાથે બોલતો નથી
         ‘એના મૂડમાં ચડાવ-ઉતાર શરૂ થયા. શરૂઆતના બે-ત્રણ મહિના ક્ષિતિજ એટલો બધો એનર્જેટિક લાગે કે અમે માની ન શકીએ. એનું બોલવાનું આજકાલ વધી ગયું છે. એ આખી ને આખી રાત વાંચ્યા કરે. પહેલાં બે મહિનામાં જેટલું ભણ્યો તેટલું એકદમ તૈયાર કરી નાખ્યું. ટ્યુશનમાં ટેસ્ટ આપે તો પેપર પૂરું કરીને 10-15 મિનિટ તો વહેલો જ ઊભો થઈ જાય. માર્ક પણ સરસ આવે. આખી ને આખી રાતો જાગે અને જમવાનું પણ એને મન ન થાય. એણે એક ડાયરી બનાવી છે. એને એટલા બધા નવા સાયન્ટિફિક આઇડિયાઝ આવે કે એ બધા ડાયરીમાં લખી નાખે. એક પ્રોજેક્ટ તો એણે એવો વિચારેલો કે આજકાલ જેમ તાળી પાડવાથી લાઇટ કે પંખાની સ્વીચ ચાલુ કે બંધ થાય તેમ મોબાઇલ પણ ચાર્જ થાય. ધીરે ધીરે આ ક્લૅપ ચાર્જિંગ પર એ એટલું બધું વિચારવા લાગ્યો કે મુખ્ય ભણવાનું બાજુમાં રહેવા લાગ્યું. અમે એને ચેતવ્યો પણ ખરો, પણ ક્ષિતિજ માને જ નહીં.’

            ‘વળી પાછી શું ધૂન ઉપડી તો એ ક્લૅપ ચાર્જિંગ પ્રોજેક્ટ પડતો મૂકીને જિમમાં જવા લાગ્યો. આટલા બધા વ્યસ્ત ટાઇમટેબલમાં એ ત્રણ-ત્રણ કલાક કસરત કરતો. છેલ્લે છેલ્લે તો એટલા બધા નવા મિત્રો બનાવ્યા હતા કે અમે પણ થાકી ગયા. એ પોતે જ એટલો બધો ચાર્જ્ડ દેખાય કે અમને નવાઈ લાગે. કોન્ફિડન્સનું લેવલ તો સાતમા આસમાને જોઈ લો.’ મમ્મી ઇશાબહેનનાં ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા બંને હતાં.

        ‘પણ છેલ્લા મહિનાથી આ બધું સદંતર ગાયબ થઈ ગયું છે. ક્ષિતિજ સૂનમૂન બેસી રહે છે. ભણવાની પ્રવૃત્તિ લગભગ શૂન્ય થઈ ગઈ છે. કોઈની સાથે બોલતો નથી. રૂમમાં ભરાઈ રહે છે. આખો દિવસ મૅગી અને બીજા અનહેલ્ધી નાસ્તા ખાધા કરે છે. એનું વજન પણ વધી ગયું છે. મને ચિંતા એટલે થઈ કે આટલો બધો ઑવર એનેર્જેટિક છોકરો છેલ્લા બે-ત્રણ દિવસથી ખૂબ રડ્યા કરે છે અને કોઈની સાથે બોલતો નથી. જાણે 180 ડિગ્રી બદલાઈ ગયો છે.’

          ક્ષિતિજનાં લક્ષણો અને ઇતિહાસ સૂચવતાં હતાં કે એને ‘બાઇપોલર મૂડ ડિસઓર્ડર’ની અસર થઈ હતી. આ એક એવી માનસિક વિકૃતિ છે જેમાં મૂડમાં અસાધારણ ચડાવ-ઉતાર જોવા મળે છે. એનર્જી અને એક્ટિવિટીનું સ્તર સતત બદલાયા કરે છે. દર્દીનો આત્મવિશ્વાસ કૃત્રિમ રીતે વધેલો હોય છે. ઊંઘ ઘટી જાય છે. ખૂબ બોલ બોલ કર્યા કરે છે. એક વાત કે વિચારમાંથી અન્ય વાત કે વિચાર શરૂ થઈ જાય છે. જેને ‘ફ્લાઇટ ઑફ આઇડિયાઝ’ કહે છે. દર્દી બિનજરૂરી વસ્તુઓ કે બાબતો પર વધારે પડતું ધ્યાન આપ્યા કરે છે. ભણવાની અથવા કામ કરવાની ઇચ્છા, શારીરિક ક્રિયાઓ, તેમજ સેક્સ્યુઅલ ઇચ્છાઓ વધી જાય છે. ઘણી વાર દર્દી મૂર્ખામીભર્યા ધંધાકીય નિર્ણયો લઈ બેસે છે. શેરબજારમાં આંધળું રોકાણ કરી બેસે છે. ઉધાર લઈને જુગાર રમવા માંડે છે. આવી મેનિયાની સ્થિતિમાં ‘પોતે જાણે બધું જ સમજે છે, બીજા કરતાં વધુ જ્ઞાની છે’ તેવા વહેમમાં રાચે છે અને જ્યારે આનાથી વિરુદ્ધ સ્થિતિ જન્મે ત્યારે બધું જ વધુ પડતું વર્તન એકદમ ધીમું કે સ્થગિત થઈ જાય છે. આ ડિપ્રેશનનો તબક્કો હોય છે. આમાં દર્દીને નકારાત્મક વિચારો ઘેરી વળે છે.

           ઉન્મત્તતાના અને નિરાશાના આ તબક્કાઓ વારાફરતી ચાલ્યા કરે છે. આવા બાઇપોલર મૂડ ડિસઓર્ડરમાં દવાઓ અને સાયકોથેરપી બંનેનું કોમ્બિનેશન સારાં પરિણામો આપે છે. એટલું નક્કી છે કે સારવાર લાંબી ચાલે છે.

            ક્ષિતિજમાં પહેલેથી લઘુતાગ્રંથિ અને હતાશા થોડા પ્રમાણમાં તો હતાં જ. ઉપરાંત એના કાકાને પણ આ જ સમસ્યા હતી. પરિવારમાં કોઈને આ વિકૃતિ હોય તો વારસામાં આવવાની શક્યતા વધી જાય છે. યોગ્ય સારવારથી મૂડ સ્વિંગ્સ અને વિકૃતિને નિયંત્રણમાં કરી શકાય છે.

           વિનિંગ સ્ટ્રોકઃ આનંદ અને દુઃખ બંને પ્રમાણસર હોય તો જ માનસિક સ્વાસ્થ્ય સંતુલનમાં છે તેવું કહેવાય.

-ડો.પ્રશાંત ભીમણી 

21 August 2020

ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ શું છે??

ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ શું છે??

ઇન્ટરનેટ એડિક્શન
           વ્યસન કોઇપણ હોય તેની શરુઆત સામાન્ય મોજ મજાની પ્રાપ્તી માટે થાય છે અને ધીમે-ધીમે તેનીમાત્રા વધતી જાય છે. અને છેવટે એ તેના અભાવમાં અનુભવાતા રઘવાટ, બેચેની અને શારિરીક તકલીફો માટૅ શરુ રહે છે. તરુણો મિત્રો સાથે આનંદની પ્રાપ્તી માટૅ તમાકુ, દારુ કે ગાંજાના વ્યસન ની શરુઆત કરે છે. અને ધીરે ધીરે આ વ્યસનની લત લાગી જતા એ રોજીંદુ બની જાય છે. અને તેના વિના જાણે જીવન દુષ્કર બની જાય છે.

         હાલમાં કમ્યુટર તથા ઇન્ટરનેટ નો વ્યાપ વધ્યો છે. સોશિયલ મીડીયા અને સ્માર્ટફોન નો વ્યાપ વધતા આ ક્ષેત્રે જાણે નવીન ક્રાંતી થઇ છે. અને આ વ્યાપ વધતા એક નવીજ બીમારી અસ્તિત્વ માં આવી છે. “ઇન્ટરનેટ એડીક્શન સિન્ડ્રોમ” અર્થાત ઇન્ટરનેટ નુ વ્યસન જેમાં પોર્નોગ્રાફીક વેબસાઇટ્સ, સોશીયલ મીડીયા, ઓનલાઇન ખરીદીઓનુ, કે કમ્યુટર ગેમનું વ્યસન ગણી શકાય. 

        તાજેતરમાં પ્રકાશીત થયેલ માનસિક રોગ ના નિદાન માટે ની માર્ગદર્શિકા માં “ઇન્ટરનેટ એડીક્શન સિન્ડ્રોમ” ને વધુ સંશોધન માગતા વિષય તરિકે સમાવ્યો છે. અને એક રોગ તરિકે માન્યતા મળી નથી. સંશોધનોમાં ઇન્ટરનેટ ના વ્યસનીઓનું પ્રમાણ ૫% જેટલુ મળ્યુ છે જ્યારે તરુણો અને યુવાનોમાં આ પ્રમાણ ૧૦ થી ૧૫% જેટલુ છે. અંતર્મુખી સ્વભાવ, લાગણીની અસ્થિરતા, તેમજ લોભી અને અન્યોને પ્રભાવીત કરવા આતુર સ્વભાવ વગેરે વ્યક્તિઓ ઇન્ટરનેટના વ્યસની થવાનુ વધુ જોખમ ધરાવે છે. 

         જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં વાસ્તવિક વ્યક્તિઓ સાથેના સંપર્કના બદલે ઇન્ટરનેટ પરના આભાસી વ્યક્તિઓને વધુ પડતુ મહત્વ આપવા લાગે. ઇન્ટરનેટ પરની રમતોમાં જરુર કરતા વધુ સમય પસાર કરે કે જેનાથી પોતાના જરુરી કાર્યો રહી જાય કે તેની ગુણવત્તા ઘટે. અથવા ઇન્ટરનેટ-કોમ્પયુટર પર ધાર્યા કરતા વધુ સમય પસાર થાય કે ઇન્ટરનેટ ના અભાવમાં સતત બેચેની રહ્યા કરે, વ્યક્તિએ ફરજીયાત પણે ઇ-મેલ કે વોટ્સ-અપ પરના મેસેજીસ ચેક કરવા પડે અથવા જ્યારે ઇન્ટરનેટ એ વ્યક્તિની એકલતા, હતાશા કે બેચેની દુર કરવાનો એકમાત્ર હાથ-વગો ઉપાય બની રહે ત્યારે આ બાબતે જાગૃત થવુ જોઇએ. 

          ઇન્ટરનેટ પર ઓનલાઇન રમતો નો વ્યાપ વધતા બાળકો અને તરુણૉમાં તેના વ્યસન નુ પ્રમાણપણ વધવા પામ્યુ છે. જેની બાળક ના સર્વાગી વિકાસપર, અભ્યાસ પર વિપરીત અસર પડે છે. ઇન્ટરનેટ ગેમ્સ પાછળ વધુ પડતો સમય પસાર કરતો બાળક અભ્યાસમાં પાછળ રહી જાય, તેમજ તેના અન્યો સાથે ના સંપર્કો ઘટતા તેનો માનસિક વિકાસ તેની ઉંમરના પ્રમાણમાં પાછળ રહી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

         ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન નો વપરાશ આવનારા દિવસોમાં વધવાનો છે બદલાતી ટેકનોલોજી સાથે તાલ મીલાવવા તેને અપનાવવા જ રહ્યા. પરંતુ તેના ભય સ્થાનો અંગેની જાગૃતી પણ એટલીજ જરુરી છે. જ્યારે ઇન્ટરનટ નુ વ્યસન તેની માત્રા ઓળંગી જાય છે ત્યારે વ્યક્તિને ઉદાસી, બેચેની, તાણ, એન્કઝાયટી, રઘવાટ, અનિદ્રા, એકલતા જેવી તકલીફો જેવા મળે છે અને અમુક કેસ આપઘાતનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત ઇન્ટરનેટના વ્યસનીઓ ઇન્ટરનેટ ઉપરાંત તમાકુ, દારુ, અફીણ, ગાંજો કે અન્યઓ માદક દ્રવ્યો ના વ્યસની બને તેવુ જોખમ અન્ય નોર્મલ લોકો કરતા વધુ હોય છે.

ઇન્ટરનેટ ના વ્યસનીઓ એ અનુસરવા જેવી કેટલીક સલાહઃ
  1. ઇન્ટરનેટ શરુ કરતા પહેલા તેના પર કરવાના કામોની યાદી બનાવો. અને આ કામ કરવાના સમય દરમીયાન આ સિવાય ઇન્ટરનેટ પર અન્ય કોઇ કામ ન કરવુ, કે બીનજરુરી સર્ફ ના કરવુ.
  2. ઇન્ટરનેટ પર કામ કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લેવા. જેમકે દર-કલાકે પાંચેક મીનીટ બ્રેક લઇ કોઇ અન્ય પ્રવૃતીઑ કરવી ઇન્ટરનેટ પર સળંગ લાંબો સમય કામ કરવાથી ઘણી વખત સમયભાન રહેતુ નથી. અને લાંબો સમય વીતી જાય છે
  3. અન્ય શોખ કેળવો. વાંચન કે સંગીત જેવા શોખ કેળવી શકાય.
  4. ઇન્ટરનેટની બહાર વાસ્તવીક દુનીયામાં મિત્રો બનાવો અને તેમની સાથે પણ સમય પસાર કરો. યાદ રાખો કે ઇન્ટરનેટની બહાર પણ એક વાસ્તવીક દુનીયા છે.
  5.  જો ઇન્ટરનેટ ઉપરાંત અન્ય માદક દ્રવ્યઓનું પણ વ્યસન હોય કે અનિદ્રા, બેચેની, મુઝારો, ચિડીયાપણુ, ઉદાસી જેવા લક્ષણૉ, વારંવાર આવતા નકારાત્મક કે આપઘાતના વિચારો જેવા લક્ષણૉ પણ જો સાથે જોવા મળે તો મનોચિકિત્સક નો ત્વરીત સંપર્ક કરવો જોઇએ.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

19 August 2020

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર)

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર


               પચ્ચીસેક વર્ષની દિપ્તી ને રાત્રે દસેક વાગ્યે ૧૦૮ માં હોસ્પીટલ ના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માં લાવવામાં આવે છે. છાતી માં ભીંસ વધી જતા તથા થડકારો, મુંજારો, ગભરામણ જેવી તકલીફો ને લઇને તેના ઘરના લોકોએ તેને તાત્કાલીક દવાખાને પહોચાડવાં નો નિર્ણય લીધો.

                       હોસ્પિટલમાં આવતા જ દિપ્તી ના ધબકારા, બી.પી., તથા શ્વાસોચ્છવાસ ની વિગતો ની તપાસ કરવામા આવે છે. જે સામાન્ય જણાતા તેને કાર્ડિયોગ્રામ (જેને ઇ.સી.જી- ઇલેક્ટ્રો કાર્ડિઓ ગ્રાફી કહે છે.) ની સલાહ આપવામાં આવે છે. એ પણ નોર્મલ જણાતા તેને સી.પી.કે.- એમ.બી. (ક્રિએટિન ફોસ્ફો કાઇનેઝ) નામાના ઉત્સેચક ની તપાસ નુ જણાવાય છે. હર્દયરોગનાં દર્દિઓ માં આ તપાસ જરુરી ગણાય છે. પરંતુ દિપ્તી ના કેસ માં એ પણ નોર્મલ આવે છે. દિપ્તી ને થયેલ થડકારા અને મુંજારાનો હુમલો ૧૫ થી ૨૦ મીનીટમાં જાતે જ મટી ગયો. અને બધા રિપોર્ટસ પણ નોર્મલ આવતા ડોક્ટરો એ તેમને દવાખાના માંથી રજા આપી. પરંતુ સમય જતા આ ધબકારા, મુજારાના હુમલાનુ નુ પ્રમાણ વધતુ વધતુ જાય છે. વારંવાર વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવે છે. જે નોર્મલ જ આવે છે.
               “અરે… એવો મુજારો થઇ જાય કે ના પુછો વાત, ધબકારા વધી જાય. ગભરામણ, શ્વાસ ના લઇ શકાય. હાથ ધ્રુજવા લાગે. મોં સુકાવા લાગે. અરે એવુ થાય કે આ હાર્ટ એટેક જ છે. હમણાંજ જીવ જતો રહેશે. અર્ધો કલાક જેટલુ આ ચાલે. આ અર્ધો કલાક પસાર કરવો બહુ જ અઘરો છે. ઘણા ડોક્ટરો ને બતાવ્યુ, ઘણા રિપોર્ટ્સ કરાવ્યા પણ રોગ પકડાતો નથી. અરે મારી આટ- આટલી તકલીફો છતા ડોક્ટર કહે છે કે તમને કંઇ નથી. બધા રિપોર્ટ સારા આવે છે. આવુ કેમ બને?

                દિપ્તી “પેનિક ડિસઓર્ડર” નામનાં ચિંતારોગ થી પીડાય છે દિપ્તી ને જે અર્ધાકલાક નો થડકારા, મુંજારા નો હુમલો આવે છે તેને ‘પેનિક એટેક’ કહે છે. સામાન્ય રીતે આવો હુમલો ૧૫ મિનિટ થી ૩૦ મિનિટ સુધી ચાલી શકે છે. વારંવાર ના આવા હુમલાઓ તથા નોર્મલ રિપોર્ટ્સ આ હુમલો પેનિક એટેક નો હોવા તરફ ઇશારો કરે છે. આ રોગ નુ નિદાન ક્લીનીકલ છે. અર્થાત દર્દિ આ પ્રકાર ના દુખાવા નુ વર્ણન કરે તેજ આ રોગ ના નિદાન માટે પર્યાપ્ત છે. હાલ માં આ રોગ નાં નિદાન માટૅ કોઇ વિષિષ્ટ પ્રકાર ના કોઇ ટેસ્ટ ઉપલબ્ધ નથી.

             લોકો માં પેનિક ડિસઓર્ડર નુ પ્રમાણ ૨ થી ૩% જોવા મળ્યું છે. જે ઘણુ જ વધારે કહી શકાય. આ રોગની સારવાર શક્ય છે. અને કેટલાક અપવાદ બાદ કરતા મોટાભાગે દર્દિ સંપુર્ણ સાજો થઇ જાય છે.

        ‘સિલેક્ટીવ સિરોટોનિન રિ-અપટેક ઇન્હિબિટર’ ગૃપની દવાઓ જેવી કે ફ્લુઓક્ષેટીન, એસીટાલોપ્રામ, પેરોક્ષેટીન,સરટાલીન જેવી દવાઓ ને પેનિક ડિસઓર્ડર માં ઉપયોગ માં લેવાય છે. આ દવાઓ ની અસર થતા લગભગ ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. કેટલાક કિસ્સાઓ માં ‘બેન્ઝોડાયઝેપીન’ ગૃપની દવાઓ જેવી કે ક્લોનાઝેપામ અને આલ્પ્રાઝોલામ નો ટુંક સમય માટૅ ઉપયોગ કરવાંમાં આવે છે.

            ઉપરોક્ત દવાઓ ના ડોઝમાં સમયાંતરે ફેરફારની જરુર રહે છે. આ દવાઓનો ઉપયોગ નિષ્ણાત મનોચિકિત્સકની દેખરેખ હેઠળ યોગ્ય નિદાન બાદજ થવો જોઇએ. કેટલાક કેસમાં ફરી આવો હુમલો આવશે તેવો ડર- “અગોરાફોબિયા”; જેના વડે દર્દિ કોઇ ભીડ વાળી જગાએ જવાનુ ટાળે છે, તેમજ ઉદાસી-ડિપ્રેશન જેવી તકલીફ જેવી તકલીફો જોવા મળે છે જે યોગ્ય નિદાન તથા સારવાર વડે નિવારી શકાય છે.

         જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

16 August 2020

અવાજો દ્વારા માનસિક બીમારી

અવાજો દ્વારા માનસિક બીમારી


તે મુશ્કેલ છે એવું માને છે કે વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સૌથી તમામ આરોગ્ય વિસ્તારોમાં અવગણવામાં આવે છે. હું ડૉ Ruston સાથે સંમત છું "સત્ય માં, વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સૌથી તમામ આરોગ્ય વિસ્તારોમાં વૈશ્વિક છે."
મને લાગે એક શા માટે વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સૌથી તમામ આરોગ્ય વિસ્તારોમાં અવગણી છે, મુખ્યત્વે લાંછન ના દુસ્તર બંને રાષ્ટ્રીય રકમ (U.S.) અને વૈશ્વિક કારણે છે!
આ સાચી ઉદાસી છે, કારણ કે માનસિક સ્વાસ્થ્ય મગજ બિમારી છે; જૈવિક મગજનો રોગ; એક neurobiological મગજ સમસ્યા છે અને તે ડાયાબિટીસ, કેન્સર, એમએસ, વગેરે જેવા અત્યંત સ્વીકારવામાં લાંબી માંદગી કરતાં અલગ છે
માનસિક આરોગ્ય નવી બીમારી નથી! માનસિક સ્વાસ્થ્ય મગજ માંદગીઓ અમારા પૃથ્વી પર માનવ સમય દરમ્યાન તમામ માનવજાત તમામ વ્યથિત છે. અને સામાજિક કલંક; છતાં, અમે હોઈ દ્વારા તોડવા અને નીચે જાગૃતિ અભાવ, સ્વીકાર, જ્ઞાન, શિક્ષણ, આધાર, સહાનુભૂતિ, સહાનુભૂતિ છે, જેમ કે માનસિક સ્વાસ્થ્ય સરળ અવરોધો તોડવા માટે સમર્થ નથી લાગતું!
મને લાગે છે કે જો આપણે દ્વારા તોડવા અને નીચે સામાજિક કલંક ના અવરોધ લાવી શકે છે, અમે એક "સૌથી જૂની" માનસિક સ્વાસ્થ્ય મગજ ક્યારેય અમારા સમગ્ર પૃથ્વી પર હયાત માંદગીઓ માટે સ્વીકૃતિ, જાગરૂકતા, સહાનુભૂતિ, સહાનુભૂતિ, શિક્ષણ આધાર, અને હિમાયત લાવી શકે છે, વૈશ્વિક!


"સામાજિક કલંક છે, તીવ્ર અસ્વીકાર સાથે, લાક્ષણિકતાઓ કે તેમને સમાજના અન્ય સભ્યો અલગ તારવવામાં આધારે એક વ્યક્તિ અથવા અસ્વસ્થતા છે."


Yassiri ડો જણાવ્યું હતું .. "ત્યાં અભ્યાસ આયોજન, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પર જોઈ, તે આર્થિક અને સાંસ્કૃતિક હશે પ્રયાસો છે" તે કહે છે. "ઘણી બાબતો પર જતા હોય છે, પરંતુ. તે વર્ષ લેશે." જો કોઇ સ્મારકો, nightmares, સદી છે, ત્યાં ક્યાંય હોઈ મદદ માટે બંધ કરશે .. "Yusef," ડૉ Basra.On ગુરુવાર, બીબીસી UK veterans.Friday માટે વાટાઘાટો સમાચાર 12 ઓગસ્ટ, 2005, વિષયો રેટિંગ જેની ડિપ્રેશન માટે સ્ક્રીનીંગ માપદંડ મળ્યા, સામાન્ય ચિંતા, અથવા PTSD ઓફ 16:55 GMT 17:55 UKProportion હતી નોંધપાત્ર રીતે અફઘાનિસ્તાન (11.2 ટકા) માં સેવા પછી અથવા ઇરાક (9.3 ટકા) જમાવટ પહેલાં કરતાં ઇરાક (15.6 થી 17.1 ટકા) માં ફરજ પછી ઊંચા સૌથી મોટો તફાવત PTSD દર હતો. તે રેટિંગ જેની માનસિક વિકૃતિઓ માટે હકારાત્મક હતા, 23 માત્ર 40 ટકા માનસિક સ્વાસ્થ્ય માંગ કરી છે. જે રેટિંગ જેના હતા હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ બે પેલા રેટિંગ જેના માટે શક્ય લાંછન અને માનસિક સ્વાસ્થ્ય ઇચ્છતી અન્ય અવરોધો અંગે ચિંતા અહેવાલ નકારાત્મક કરતા હતા તેવી શક્યતા છે મુસ્લિમ care.As, અમે દરેક મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ તે માટે જરૂર છે, ખાસ કરીને . શેરિંગ જ્ઞાન ભાગ, અમે એકબીજા વિશે કાળજી, અમારા પ્રોફેટ તરીકે અમને કહો કરવા માટે (બધી માટે પ્રકારની હોઈ, કોઈપણ પૂર્વગ્રહ અથવા રંગ વિના) તમારા મુસ્લિમ સમુદાય સાથે કામ કરે છે જો તમે ન સમજાય તો અમે શું કરવાનો પ્રયાસ કરો. તમે મદદ કરે છે.


Yahya બિન અલ-Razi Mu'adh હેઠળ, શેતાન કામ નથી, અને તે કામ અને વિવિધ વસ્તુઓ સાથે વ્યસ્ત છે. હકીકતમાં, શેતાન હંમેશા લોકો જોવા લોકોને ન જોઈ શકે છે. લોકો ઘણી વાર છે કેરલેસ અને શેતાન એ છળ ભૂલી છે, પરંતુ તે લોકો ભૂલી ગયેલ છે.

અલ ગઝલી-Imam માટે ત્રણ શેતાન ના હુમલા સામનો, નીચે પ્રમાણે રીતે સમજાવવા દરખાસ્ત:
# અભ્યાસ પ્લોટ વ્યૂહ અથવા શેતાન વ્યૂહરચનાઓ.આ dyavola.Predpolozhim ની દરખાસ્ત સાથે # ધ્યાન કે સારવાર નથી ભરવા કે ઉશ્કેરણી અને કૂતરા ભસતા જેવા શેતાન કોલાહલ. શ્વાનો ની વધતી હિંસક અને ભીષણ ભસતા, જ્યારે તેઓ ધ્યાન અને પ્રતિભાવ પ્રાપ્ત છે, પરંતુ તે વધુ ઝડપી છે માટે ભસતા ત્યારે અમે તેને અવગણવાનું અટકાવો.
# ભાષા અને હૃદય હંમેશાં ભગવાન ઉલ્લેખ કર્યો છે.માટે રણનીતિ અને શેતાન ના કૌશલ્ય શીખવા માટે, અમે સમજીએ છીએ અને શંકા તફાવતો, એક પ્રેરણા, આંતરિક અવાજ ઓળખવા જ જોઈએ અને આ ઘટના માનવ પ્રકૃતિ જુસ્સો ફોન કરો.

માટે શેતાન અને વ્યૂહ દગો શીખવા માટે, અમે સમજીએ છીએ અને શંકા, પ્રેરણા, આંતરિક વૉઇસ અને આ ઘટના માનવ પ્રકૃતિ જુસ્સો કોલના તફાવત ઓળખવા જ જોઈએ. શંકા લોકો અને હૃદય માં રહેતા ઓફ હાર્ટ્સ માં શેતાન દ્વારા બરતરફ તીર છે. શંકા પણ અંતરાત્મા whispers અથવા માનવ મન ક્રોસિંગ (કેવી રીતે કામ કરે કરે છે નો સંદર્ભ લો) નિયંત્રિત સક્ષમ હોય છે. અંતરાત્મા ના વ્હીસ્પર પણ વિચાર દ્વારા પ્રભાવિત કરી શકાય છે. પ્રેરણા મન કે વધુ ચોક્કસ પાથ છે કે સારી કહેવામાં આવે છે છે, દેવદૂત દ્વારા ભગવાન પાસેથી આવે છે, જ્યારે સંશયાત્મક આંતરિક અવાજ કે Evils માટે કહે છે, શેતાન આવે છે. તેને શંકા દગો પૂર્ણ, ક્યારેક બાઈટ તરીકે છટકું લોકો દેવતા અન્ય બોલાવવા. ઉદાહરણ તરીકે, માનવ પ્રભાવ શેતાન સુન્નત ની પૂજા વિધિ કરવા માટે અને ફરજિયાત છોડીને.
અલ ગઝલી-અનુસાર, શંકા પાર શેતાન છે, જે દુષ્ટ people.But ભગવાન અથવા (અલ્લાહ ની પરવાનગી સાથે) એન્જલ્સ લોકો સારા કરવા માટે ફોન ઓફ થોટ કહેવામાં આવે છે આવે છે. માટે રણનીતિ અને સેતાનની છેતરપિંડી શીખવા માટે, અમે સમજીએ છીએ અને શંકા છે, જે પ્રેરણા, આંતરિક વૉઇસ અને માનવ પ્રકૃતિ કુદરત પડકાર ઇચ્છા વચ્ચેનો તફાવત વ્યાખ્યાયિત કરવું જ જોઈએ.

માટે ત્યાં બે માર્ગો શોધી છેતરપિંડી શેતાન છે;1 - whispering2 - ભાગીદારીથી, જ્યારે તે થાય છે, ઘણા મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ છંદો વાંચન, ખાસ કરીને
સુરાહ અલ Mu'minun: 98-અલ Kahf: 102.3-ધ્યાન કેન્દ્રિત કરવું અને તમારી આંખો અને / tawajjuh ઈશ્વર ધ્યાન કેન્દ્રિત બંધ .. જ્યારે તમે બંને આંખો માં આંગળી દબાવો રેડિયેશન ચિત્ર જુઓ.
પ્રકાશ પર ફોકસ જ્યારે ગાવાનું. InshaAllah, તેમની સંમતિ સાથે, તો તમે આ પદ્ધતિ તબીબી ભગવાન ની મહાનતા જોશો. હું એકદમ ખાતરી કરો કે ભગવાન, સત્તા છે કોઈ શક્તિ છે છું .. અલ્લાહ સિવાય, તો કૃપાળુ ..



અને જો તે જનીન સાથે interferes,1 - એ વ્રણ સ્પોટ પર ચકલી, અથવા વિક્ષેપ આવશે, અને આ પગલાંઓનું પુનરાવર્તન ઉપર પ્રમાણે


તે કેવી રીતે કામ કરે છે:
Defination Whispering ડો ડોન આર Justesen "માઇક્રોવેવ્સ અને બીહેવીયર" પ્રકાશિત કરી. હેડ પર માઇક્રોવેવ શ્રાવ્ય અસર પણ માઇક્રોવેવ સુનાવણી અસર અથવા Frey અસર તરીકે ઓળખાય છે, બુલંદ / સ્પંદનીય મોડ્યુલેટ માઇક્રોવેવ આવૃત્તિઓ દ્વારા પ્રેરિત ક્લિક સમાવે છે હિટ્સ સીધા માનવ મન દ્વારા કોઇ પણ રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે જરૂર વગર પેદા થાય છે. આ અસર કંબુ આસપાસ માનવ કાન ભાગ થર્મલ પાવર ઓછી ઘનતા પણ, વિસ્તરણ કારણે ઊભી થઈ છે. તરંગલંબાઇ સિગ્નલ જગ્યા propogated પ્રકાશ અડીને ચક્ર સરખા પોઈન્ટ વચ્ચે અંતર છે. આ સિગ્નલ માટે ઇમેજ radiation.The રંગકામ કરવામાં તમને ઈમેજો કેટલાક જીવી દેખાયા ..
(વાસ્તવિક છબી પહેલા પૂર્વાવલોકન છબી માટે પરિશિષ્ટ જુઓ). આ સ્ક્રિપ્ટ (છબીઓ), અમે અલ્ટ્રાસાઉન્ડ ઉત્પાદન શીખી છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકે છે, નિયમ તરીકે, માધ્યમ માં ભેદવું અને પ્રતિબિંબ સહી માપવા અથવા ધ્યાન કેન્દ્રિત ઊર્જા પૂરી પાડતા. આ પ્રતિબિંબ સહી માધ્યમ આંતરિક માળખું વિશે જાણકારી છતી કરી શકે છે. તે શા માટે અમે (tawajjuh ધ્યાન કેન્દ્રિત /) બંધ કરો, કે જે વધુ એક અલ્ટ્રાસાઉન્ડ-આધારિત તપાસ તબીબી ઇમેજિંગ માટે સ્નાયુઓ, રજ્જૂ અને ઘણા આંતરિક અંગો વિઝ્યુઅલાઈઝ ઉપયોગ ટેકનીક સમાન છે, જે તેમના કદ, માળખું અને વાસ્તવિક-કોઈપણ રોગવિજ્ઞાનલક્ષી ફેરફારો મેળવે જરૂર સમય થર્મો.
આ રણનીતિ અને સેતાનની છેતરપિંડી:

શેતાન ઘટનાઓ manipulating એ વ્યક્તિ (iman નથી) નબળા કે કુશલ રીતે ઉપયોગ કરનાર અને blackmailer અન્ય વિચારો વાંચી અને તેમના ગોલ તેમના ગુપ્ત ઉપયોગ હંમેશા તેમના ગોલ માટે લડવું. શેતાન 'God.They ફરીથી બનાવવા માટે તમે તેમની સાથે આરામદાયક લાગે છે જવા લાવવામાં ઓફ વેર છે. કરવા માટે કહે છે કે તેઓ કેટલીક ફિલ્મો શૂટિંગ કરવા માટે અથવા પોતાના જન્મદિવસ ઉજવણી જતાં રહ્યાં છો, ભગવાન રજૂ. વેલ, વાસ્તવમાં તેઓ મજા પડતી હોય છે, જેમ નિરર્થક તમે જોઈ. બે પરત ફર્યા હતા અને Decepticons માં નેતૃત્વ vied કમાન્ડરોએ હશે, તેઓ તેમના લાભ માટે પરિસ્થિતિ ચાલુ, ક્ષેત્રમાં બંને પક્ષો કામ કરે છે. તેઓ પણ આ સમયગાળા માં ભાગ્યે જ વિજય આનંદ અનુભવે છે. તેથી, તેઓ ઘટના આગળના પછી વધુ પાવર મેળવવા શરૂ થાય છે. તેથી, તેમને કોઇ શું અલ Qoran માં લખાયેલ છે સિવાય વિશ્વાસ નથી.
શેતાન નોકરો જે બનાવનાર હોય સ્પંદનીય માઇક્રોવેવ વિકિરણ કેટલાક કર્મચારીઓ દ્વારા સાંભળી શકાય છે, તેમણે તે નોકર ઝડપી "માં Soundwave કેસેટ" જેવા વધુ ઉપયોગ કરવા માટે સેવા અને કટોકટી સમૂહના રક્ષણ ચાલે છે, અને સામાન્ય રીતે તેને નોકર તરીકે સારવાર અથવા તો, પાળતુ પ્રાણી. અમે તે Soundwave તરીકે, કારણ કે તેઓ સાઉન્ડ ખસેડો (વ્હીસ્પર). ટેપ એક ભાગ ભજવ્યો, બધા અવાજો કે તમે સાંભળો રેકોર્ડ. તેમણે વૉઇસ (રેકોર્ડિંગ) પુનરાવર્તન કરી શકો, અથવા અવાજ ટોન વાપરવા માટે, કે જેથી તમે ભટકતા. તમારી માતાનો અવાજ, અથવા કોઇ કે તમે પ્રેમ કરો કે જે બનાવવા માટે તમે ઘટે છે અને તેમને ફરજ પડી આઉટ શરૂ સરળ છે, જેમ કે. આ અમે માનીએ છીએ કે Dajjal છે, પડકારો કે ભવિષ્યમાં જન્મી શકે તે સત્વ માટે ચાલાકી વ્યક્તિ માને નજીક છે.
પરિણામ તરીકે, ઇમેજ: ફોરમ અથવા ચર્ચા પર ઘણા જવાબો છે, તેઓ પૂર્ણ:1 - જીન મહિલાઓ અને પુરુષો માટે બ્રાન્ડ એક બોટલ છે ચકાસનાર છે. તેમને કેટલાક જણાવ્યું હતું કે, તેમણે એક દેવદૂત છે.2 - એ respons કે અમે એકત્રિત પ્રતિ જણાવ્યું હતું કે ઈમેજો કે જે ઢીંગલી પરી દેવ માતા તરીકે દાવો જેમ જુઓ. (ઉપરના ચિત્ર નો સંદર્ભ લો)
ખરેખર, સેતાન અને તેની અપીલ whispers હંમેશા વિક્ષેપ માનવ આત્મા સર્વશક્તિમાન ઈશ્વર સામે બદબોઈ ના પાથ લઇ કરવાનો છે. આ પ્રોફેટ ઓફ શબ્દ તરીકે:

"મારા હૃદય માં બે વ્હીસ્પર છે એન્જલ્સ એક વ્હીસ્પર સારા ફોન, અને સત્ય માને છે.. કોણ તેને લાગે છે, ખબર છે કે તે ભગવાન છે અને તેને પ્રશંસા જાણી દુશ્મન અન્ય વ્હીસ્પર (શેતાન) દુષ્ટ આમંત્રણ આપે છે. અને નામંજૂર સત્ય પણ સારી મનાઇ ફરમાવે છે કોણ તે તુરંત જ કરવા માટે અલ્લાહ સાથે ઘૃણાજનક શેતાન માતાનો માંથી શરણ માગ્યું જોવા મળે છે. ".
અલ-હસન જણાવ્યા અનુસાર, "બે પ્રકારો છે કે, હૃદય, ભગવાન અને શેતાન વ્હીસ્પર ના whispers દેખાય રહ્યા છે. ભગવાન તેમના વ્હીસ્પર માં સીધા માણી. જો દુશ્મન whispers લડ્યા થયેલ હોવું જ જોઈએ મુસ્લિમ વિશ્વાસ! નુકસાન . એ શેતાન ઇચ્છાઓ કારણે આ Anas દ્વારા વર્ણન hadith હેતુ પ્રમાણે જણાવ્યું હતું કે: અલ્લાહ નું Messenger પર જણાવ્યું હતું કે: "ખરેખર, શેતાન માનવ હૃદય તેમની ટ્રંક મૂકી. જો તે અલ્લાહ માટે યાદ છે, થડ પાછો ખેંચાયો આવશે. પરંતુ જો તે ભગવાન ભૂલી, તેનું હૃદય આવરી લે છે. "
આઇબીએન Wadih જણાવ્યું હતું કે: "જો વ્યક્તિ ચાલીસ વર્ષ સુધીની ઉંમરના છે, પરંતુ સાથે સાથે ચાલુ નથી, તો પછી તેના હાથ સાથે શેતાન ની ફેસ સાફ કરવું અને જણાવ્યું હતું કે, આ લોકો નસીબદાર નથી હોય છે."
તેથી યાદ રાખવું, મિત્રો ડિયર યાદ રાખો, આ અપીલ અને શેતાન ના whispers સાથે ખૂબ કાળજી રાખો. અમે ભગવાન સાથે મળીને છો કે અમે હંમેશા સુરક્ષિત છે. Wallahua'lam ....
= whispers = અવાજો whispering
Posted by amar alKhatab

12 August 2020

માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ
માનસ- હંસલ ભચેચ | shatdal magazine gujarati writer ...
માનસિક સ્વાસ્થ્ય શું છે ?


દેશના વિકાસ માટે આરોગ્ય મહત્વનું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વ્યાખ્યા અનુસાર" ભૌતિક, માનસિક અને સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી અવસ્થા અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી એટલે આરોગ્ય. " વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા અનુસાર જે વ્યકિત તેની અથવા તેણીની ક્ષમતાનો અહેસાસ કરાવે, સામાન્ય રીતે સામન્ય જીવનભારનો સામનો કરી શકે, સારી રીતે કામ પૂર્ણ કરી શકે, પોતાના સમુદાય માટે તે અથવા તેણી કામ કરી શકે તેને માનસિક સ્વાસ્થ કહે છે. આ હકારાત્મક અર્થમાં, માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિગત રીતે સારો આધાર અને સમુદાય માટેની અસરકારક કામગીરી.
  • માનસિક આરોગ્ય અસરકર્તા હોય છે,
  • શૈક્ષણિક કાર્યો
  • કામની ઉત્પાદકતા
  • હકારાત્મક વ્યક્તિગત સંબંધોના વિકાસ
  • ગુનાઓના દર અને દારૂ અને ડ્રગના દુરુપયોગ પર
માનસિક સ્વાસ્થ્ય શા માટે મહત્વપૂર્ણ છે?



450 મિલિયનથી પણ વધુ લોકો માનસિક વિકૃતિઓથી પીડાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વર્ષ 2020 સુધીમાં હતાશા વિશ્વમાં બીજો સૌથી મોટો રોગ બની જશે. (મરે અને લોપેઝ, 1996). માનસિક સ્વાસ્થ્યની સારવારની ક્ષમતાનો બોજ એ વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક વૈશ્વિક બોજ હશે. આ ઉપરાંત, માનસિક આરોગ્યને લગતી બીમારીઓના સારવાર માટેના ખર્ચનો બોજ વધશે તેથી સામાજિક અને આર્થિક રીતે માનસિક આરોગ્ય અંગે પ્રોત્સાહન, ઉપચાર અને સારવારની શકયતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આમ, માનસિક આરોગ્ય વર્તણૂક સાથે જોડાયેલું છે અને મૂળભૂત રીતે શારીરિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા સાથે જોવા મળે છે.
  • શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય નજીકથી સંકળાયેલ છે તે ઉપરાંત સાબિત થાય છે શંકા છે કે અતિશય ચિંતા હૃદય અને રક્તવાહિનીઓનું રોગો તરફ દોરી જાય છે
  • માનસિક વિકૃતિઓ પણ વ્યક્તિઓની વર્તુણુંકને અસર કરે છે જેમ કે, ખાવાની આદતો, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સલામત જાતીય વ્યવહાર, દારૂ અને તમાકુનું સેવન, તબીબી ઉપચાર સામે શારીરિક રીતે માંદગીનું જોખમ વધી શકે છે.
  • માનસિક બીમાર આરોગ્ય સામાજિક સમસ્યાઓ તરફ દોરી જાય છે જેમ કે, બેરોજગારી, ભગ્ન પરિવારો, ગરીબી, દવાઓનો દુરુપયોગ અને સંબંધિત ગુના.
  • ગરીબ માનસિક સ્વાસ્થ્ય હતપ્રભ પ્રતિકાર કામગીરી માટે નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
  • હતાશા સાથે તબીબી બીમાર દર્દીઓનું પરિણામ હોય તેના કરતા વધુ ખરાબ હોય છે.
  • લાંબી માંદગી જેવી કે, મધુપ્રમેહ, કેન્સર, હૃદય રોગ હતાશાના જોખમને વધારે છે.
માનસિક સ્વાસ્થ્યના અમલીકરણની શું મુશ્કેલીઓ હોય છે?



માનસિક બિમારી સાથે સંકળાયેલ કલંક કે તેઓ સમાજમાં દરેક પાસાઓથી તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે જેમ કે, શિક્ષણ, રોજગારી, લગ્ન વગેરે...જે અજાણે તબીબી સલાહ માટે વિલંબ તરફ દોરી જાય છે. માનસિક તંદુરસ્તી અને બીમારીના ચોક્કસ ચિન્હો અને લક્ષણોના અસ્પષ્ટ ખ્યાલોને કારણે તપાસ અંગે મૂંઝવણ વધે છે.
  • લોકોને એવું લાગે છે કે જેઓ માનસિક રીતે નબળા અથવા નબળું મન હોય તેને માનસિક બીમારીઓ થાય છે.
  • ઘણા લોકોનો અભિપ્રાય એવો હોય છે કે માનસિક બીમારી ઉલટાવી શકાય તેવું છે કે જે રોગનિવારક શૂન્યવાદને દોરે છે.
  • ઘણા લોકો માને છે કે નિવારક પગલાં માટે સફળ થવું પડે તેવી શક્યતા છે.
  • ઘણા લોકો એવું માને છે કે માનસિક બીમારી સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓની ઘણી આડ અસર થાય છે અને દવાના વ્યસની બનાવે છે. તેઓને એવું લાગે છે કે દવાઓ ફક્ત ઊંઘ પ્રેરે છે.
  • ડબ્લ્યુએચઓના આંકડાઓએ દર્શાવ્યું હતું કે માનસિક આરોગ્યનું ભારણ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર અને ઉપચાર માટેના સ્ત્રોતોની દેશમાં ઉપલબ્ધતા વચ્ચે વિશાળ અંતર છે.
  • વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં માનસિક બીમારીની સારવાર અત્યાર સુધી દવા અને આરોગ્ય સંભાળના નામે થતી હતી.
  • માનસિક દર્દીઓ અને તેમના પરિવારો માટે એક ચિંતાના ભારણ સમાન હતા તેથી તેઓ નામરજીથી આવતા કારણ કે તેઓ ગંભીર સામાજિક કલંક અને જ્ઞાનના અભાવના કારણે ભેગા તેમના અધિકારો વિશે અજાણ હતા.
  • પણ બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ) પણ તેને એવું મુશ્કેલ ક્ષેત્ર ગણતા કારણ કે તેમાં લાંબા ગાળાના પ્રતિબદ્ધતા જરૂર છે અને તેઓ માનસિક રીતે વિકલાંગ સાથે કામ કરતા ખચકાતા.
માનસિક બીમારી થવાનું કારણ શું બને છે?
  • જૈવિક પરિબળો: જ્ઞાનતંતુ અર્થ સૂચવનારો ઉપસર્ગ ન્યૂરો ટ્રાન્સમીટર: માનસિક બિમારીને એક અસાધારણ રીતે સંતુલીત કરવાની કડી છે મગજના ખાસ રસાયણો કે જેને ન્યૂરો ટ્રાન્સમીટર કહેવાય છે. ન્યૂરો ટ્રાન્સમીટર્સ મગજના ચેતા કોષોને એકબીજા સાથે સંદેશાવ્યવહાર માટે મદદ કરે છે. જો આ રસાયણો સંતુલિત હોય અથવા યોગ્ય રીતે કામ નહિં કરતા હોય, તો તે મગજ મારફતે યોગ્ય રીતે સંદેશાઓ નહિ કરી શકે છે, માટે તે માનસિક બીમારીના લક્ષણો તરફ દોરી જાય છે.
  • (આનુવંશિકતા) શુક્રાણુઓ: ઘણા માનસિક માંદગીઓ પરિવારોમાં જ ચાલતી હોય છે, જે સૂચવે છે કે જે લોકોના પરીવારના સભ્યો માનસિક માંદગી ધરાવે છે તેઓમાં મોટાભાગે માનસિક માંદગી જોવા મળે છે. પરિવારોના જનીનો મારફતે તે બીજાને વારસામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ઘણી માનસિક બીમારી એ કોઈ એક નહિ પણ ઘણા જનીનોની વિકૃતિ સાથે જોડાયેલી હોય છે. તેના કારણે જ વ્યકિતને માનસિક બીમારી વારસા મળતી હોય છે અને તેવું દરેક વખતે થાય તે પણ જરૂરી નથી. માનસિક બીમારી થાય છે તે માટે ઘણા જનીનો અને અન્ય પરિબળો અરસપરસ કારણભૂત છે - જેવા કે, તણાવ, શોષણ, અથવા માનસિક ઘટના - કે જે અસર કરે છે અથવા ઉત્તેજન આપે છે, જે તે વ્યકિતને બીમારી વારસામાં મળી શકે છે.
  • ચેપ: કેટલાક ચેપ મગજના નુકસાન સાથે અને બીમારી બિમારીના વિકાસ અથવા તેના ખરાબ લક્ષણો સાથે સંકળાયેલ હોય છે. ઉદાહરણ તરીકે, બાળકોની ઓટોઇમ્યુન ન્યુરો સાઈસિયાટ્રિક ડિસઓર્ડર (પાન્ડા) તરીકે ઓળખાતી સ્થિત છે જે સ્ટ્રેપ્ટોકોસિસ બેક્ટેરિયા સાથે સંકળાયેલ છે જે બાળકમાં ઓબેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડર અને અન્ય માનસિક બીમારી ફેલાવે છે.
  • મગજમાં ખામી અથવા ઈજા: ખામી અથવા મગજના અમુક ચોક્કસ વિસ્તારોમાં થયેલી ઈજા પણ માનસિક બીમારીનું કારણ બની શકે છે. માનસિક આરોગ્ય નીતિઓ માત્ર માનસિક વિકૃતિઓ સાથે સંબંધિત હોવી ન જોઈએ, પણ તેને ઓળખીને અને વ્યાપક મુદ્દાને લઈને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું જોઈએ. આ નીતિઓમાં મુખ્ય પ્રવાહ સાથે માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે અને સરકારના કાર્યક્રમો અને બિઝનેસ ક્ષેત્રોમાં પણ શિક્ષણ, કામદાર, ન્યાય, પરિવહન, પર્યાવરણ, રહેઠાણ અને કલ્યાણ, એ જ પ્રમાણે આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન મળવું જોઈએ.
માનસિક આરોગ્ય માટે WHO નો પ્રતિભાવ



ડબ્લ્યુએચઓ માનસિક આરોગ્યના મજબૂત અને પ્રોત્સાહક હેતુને ટેકો આપે છે. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્ય પ્રોત્સાહન માટે પુરાવાનું મૂલ્યાંકન કર્યું અને સરકાર સાથે કામ કરીને આ માહિતીનો પ્રસાર કરી અને નીતિઓ અને યોજનાઓમાં અસરકારક વ્યૂહરચના સંકલિત કરે છે. બાળપણ પહેલાની કામગીરીઓ (દા.ત. સગર્ભા સ્ત્રીઓ માટે ઘર મુલાકાતો, પૂર્વ શાળા માનસિક-સામાજિક પ્રવૃત્તિઓ, લાભવંચિત વસતી માટે સંયુક્ત પોષણ અને માનસિક-સામાજિક માટે મદદ).
  • બાળકોને મદદ (દા.ત. કૌશલ્ય નિર્માણ કાર્યક્રમો, બાળક અને યુવા વિકાસ કાર્યક્રમો).
  • સામાજિક આર્થિક મહિલા સશક્તિકરણ (દા.ત. શિક્ષણ માટે પ્રવેશ સુધારવા અને માઇક્રોકેડિટ યોજનાઓ).
  • વયસ્કો માટે સામાજિક આધાર (દા.ત. સાથ-સહકારની પહેલ, સમાજ અને વૃદ્ધો માટે દિવસ કેન્દ્રો).
  • સ્થાનિક જુથોને ધ્યાને રાખીને કાર્યક્રમો, જેમાં લઘુમતિઓ, સંવેદનશીલ જૂથો, વિસ્થાપિતો અને મુસિબતો કે કુદરતી આફતોથી પીડિત લોકોનો સમાવેશ થાય છે. (દા.ત. કુદરતી આફતો બાદ માનસિક સામાજિક સહકાર).
  • શાળાઓમાં માનસિક આરોગ્ય પ્રોત્સાહક પ્રવૃત્તિ (દા.ત. પર્યાવરણલક્ષી ફેરફારોવાળી શાળાઓમાં સહાયક કાર્યક્રમ અને બાળ મૈત્રીપૂર્ણ શાળાઓ).
  • કામ પર માનસિક આરોગ્ય દરમિયાનગીરી (દા.ત. તણાવ નિવારણ કાર્યક્રમો).
  • હાઉસિંગ નીતિઓ (દા.ત. આવાસ સુધારણા).
  • હિંસા નિવારણ કાર્યક્રમો (દા.ત. સમુદાયિક નીતિઓની પહેલ) અને સમુદાય વિકાસ કાર્યક્રમો (દા.ત. 'સમુદાયો દ્વારા સંભાળ' ની પહેલ, સંકલિત ગ્રામીણ વિકાસ).

11 August 2020

કોરોના વાઈરસ મહામારીથી માનવ મન ઉપર થતી અસર અને તેના બચાવ

કોરોના વાઈરસ મહામારીથી માનવ મન ઉપર થતી અસર અને તેના બચાવ


મનિષ મારૂ (Rehabilitation Psychologist): “સ્વાસ્થ્ય” આ શબ્દથી આપણે બધા પરિચિત છે. રોજીંદા જીવનમાં આપણે સ્વાસ્થ્ય વિષે ઘણું સંભાળતા હોય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની આપેલી વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી. આપણે જરા આસપાસ તાપસીએ તો આવું સ્વસ્થ વ્યક્તિ જે ઉપરની વ્યાખ્યા પ્રમાણે બંધ બેસતું હોય જોવા મળે છે કે, શું?

આપણે શારીરિક સ્વાસ્થ્ય વિષે તો ઘણું બધું જાણીએ છે, પણ હજુ આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિષે ઉદાશીનતા સેવાઈ રહી છે અને જોઈએ તેટલી માનસિક જાગૃતિ હજુ આવી નથી. તેથી હજુ ઘણીવાર ગેર માર્ગે જતા રહીએ છીએ અને ખોટી અંધશ્રધામાં ફસાઈ જઈએ અને સ્વાસ્થ્યમાં સુધારની જગ્યાએ નુકશાન કરે છે. પહેલા તો સમાજ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગરુક બને અને જેમ શારીરિક સ્વાસ્થ્યની દરકાર કરે છે તેમ માનસિક સ્વાસ્થયની પણ સારવાર લેવામાં આવે, ત્યારે સામાજ માનસિક રીતે પણ સ્વસ્થ બની શકે છે. આપણે બધા તેના વિષે જાગરુક બનવું પડશે અને લોકોમાં પણ જાગૃરૂકતા પહોંડવી પડશે.

આજે જયારે સંમગ્રવિશ્વ નોવેલ કોરોના વાઈરસ (COVID-19) મહામારી સામે લડી રહ્યું છે અને વિશ્વ આખુ ચિંતિત છે. ભારતમાં પણ આની અસર દિવસેને દિવસે વધી રહી છે. આપના પ્રધાનમંત્રીના આવાહનથી જયારે 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ લૉકડાઉનને કારણે લોકોમાં માનસિક તંગદીલીની ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે અને હજુ જ્યારે આ લૉકડાઉન પૂર્ણ થશે ત્યારે પણ આ સમસ્યા વધારે વધી શકે તેવી આશંકાઓ છે. જેમાં પોલીસ, ડૉકટર્સ,નર્સિંગ સ્ટાફ અને બીજી ઘણી સંસ્થાઓ જે સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે, જેઓ માનસિક તંગદીલી અનુભવી રહ્યાં છે અને સતત ચિંતામાં જીવી રહ્યા છે.

જ્યારે બીજા લોકો જે ઘરમાં છે તેઓ પણ આવીજ પરિસ્થિતિમાં છે. વારંવાર હાથ ધોવા તથા છીંકથી વખતે મોઢા પર રૂમાલ કે ટીસુ પેપર રાખવા અને બની શકે તેટલી કાળજી રાખવી. આ વાઈરસને ફેલાતો અટકાવવો અને તેના વિશે ખોટી અફવાઓથી બચવું અને ગંભીરતાથી આ સ્થિતીને લઈને સાથ આપવો જોઈએ. પરંતુ વારંવાર હાથ ધોવાથી જે OCD(ઓબ્સેસીવ કમ્પલસરી ડીસઓર્ડેર) નામની માનસિક સમસ્યા થઇ શકે છે અને ચિંતા, વ્યગ્રતા, હતાશા, ખિન્નતા અને મનોશારીરિક સમસ્યાઓ પણ જોવા મળી શકે છે. તેને માટે યોગ્ય ઉપચાર કરવો જરૂરી બની જાય છે તેમાં જો માનસિક જાગૃત હશું તો આપણે તેમાં સહકાર આપી શકિશું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને આવા ઉપર મુજબના લક્ષાનો ધ્યાનમાં આવે તો આપણે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેમની મદદ લીવી જોઈએ.

09 August 2020

સ્ટ્રેસને ઝીરો કરવી શક્ય છે ?

સ્ટ્રેસને ઝીરો કરવી શક્ય છે ?

     તાજેતરમાં જ એક કોર્પોરેટ કંપનીમાં સેમિનાર ચાલતો હતો. કંપનીના અપર લેવલ અને નીચેના અધિકારીઓ સાથેનો વાર્તાલાપ રસપ્રસદ રીતે જઇ રહ્યો હતો. એ વખતે બધા જ પાર્ટિસિપન્ટ્‌સ ખૂબ ધ્યાનથી પ્રેઝન્ટેશન સમજી રહ્યા હતા. વાત સીધી સાદી સ્ટ્રેસ મેનેજમેન્ટની હતી એવામાં કંપનીના પી.આર. મેનેજર મિ. મેનને ઊભા થઇ પ્રશ્ન પૂછ્યો ‘એક સવાલ છે. શું આ સેમિનારથી બધાનું સ્ટ્રેસ ઝીરો ડિગ્રી થઇ જશે ખરું ? અમારી ડેઇલી લાઇફ કેવી રીતે બદલાય, મને તો લાગતું નથી.'.

          મેનન સાહેબનો સવાલ સાચો હતો. અલબત્ત, ઘણા બધાનો આ જ પ્રશ્ન હતો એ સમજી શકાય એવી વાત છે. એમના મનમાં અચેતન સ્તરે એટલા બધા ધમાસાણ ચાલતા હશે કે એ પૂછ્યા વગર રહી શક્યા નહીં. વળી પાછા પબ્લીક રિલેશન મેનેજર એટલે ‘બોલવાની ટેવ' વશ બોલાઇ પણ ગયું..

          ખૂબ મહત્વની વાત છે. આપણી લાઇફ સ્ટાઇલમાંથી આજની તારીખે તણાવને સંપૂર્ણપણે કાઢી નાખવું શક્ય નથી. પણ એટલું નક્કી છે કે એને નાથી શકાય છે. મેનેજ કરી શકાય છે. એની સામેની લડત કેળવી શકાય છે. માનસિકતા ચોક્કસ બદલી શકાય છે. નકારાત્મક અસરોમાંથી અવશ્ય બચી શકાય છે..



          કેટલાક લોકોને બાળપણમાં નકારાત્મક વિચારધારાનો વારસો મળતો હોય છે. કેટલાક માતા-પિતા કોઇપણ સમસ્યાને સૌ પ્રથમ નકારાત્મક દ્રષ્ટિએ મૂલવીને નાની વાતને ભયંકર રિસ્પોન્સ આપતા હોય છે. એટલે ધીરે-ધીરે આ પ્રકારની નેગેટીવ વિચારણા એ કુટુંબની એક પેટર્ન બની જાય છે. વત્તા જે તે સમયની ચેલેન્જીસ તો હોય જ. એટલે વર્તમાનનું વર્તન નેગેટીવ અને સ્ટ્રેસયુક્ત બને છે. આ જ બાબતને ચોક્કસ રીતે મનોવૈજ્ઞાનિક મદદ દ્વારા સુધારી શકાય છે. પણ એટલું ખરું કે આ માટેનું પહેલું પગલું આપણે જાતે જ ભરવું પડે. બાકી ચિંતા તો કોને નથી ! .


        ‘ઝીરો સ્ટ્રેસ' એ કલ્પનાજન્ય આઈડિયલ બાબત છે. મતલબ એવું વાસ્તવિક રીતે અસ્તિત્વમાં જ ન હોય. આપણે જન્મ લઇએ છીએ ત્યારે એક બાયોલોજીકલ બીઇંગ તરીકે આ દુનિયામાં પ્રવેશીએ છીએ. પછી શરીરના ફિઝીયોલોજીકલ ફેરફારો તેમજ આસપાસના વાતાવરણની અસરોથી ધીરે ધીરે આપણું વ્યક્તિત્વ ઘડાતું જાય છે. સતત સર્વાઇવલની સ્ટ્રગલ એક પ્રકારની એંક્ઝાઇટી મતલબ કે ચિંતાવાળી સ્થિતિ ચાલુ રાખે છે. પળે-પળ નવી ઘટનાઓનો સામનો કરવાની સજ્જતા દરેક વખતે હોય જ એવું જરૂરી નથી. પણ જેનામાં તે વત્તે ઓછે અંશે હોય છે એ બધું સારી રીતે જીવન જીવી શકે છે. જે રોજેરોજની સમસ્યાઓને ઉકેલવામાં એક્સપર્ટાઈઝ હાંસલ કરી શકે છે, તેનામાં લાંબી સમસ્યાઓને ઉકેલવાની આંતરસૂઝ અવશ્ય વિકસે છે. સમસ્યા ઉકેલવાના આ સ્વ-‘શિક્ષણ' ને બાબત પર ધ્યાન આપતા શીખી શકાય છે..

            રોજિંદા જીવનમાં આવતી સમસ્યાઓનું સ્વરૂપ જો તટસ્થ રીતે વિશ્લેષણ કરીને સમજવામાં આવે તો તેના મેક્સિમમ ઑપ્શનલ ઉપાયો મળી આવે છે. આપણે ઘણી વાર પ્રોબ્લેમ આવતા પહેલાં એના વિશે ભયંકર કલ્પનાઓ કરીને હારી જતા હોઈએ છીએ. એટલું યાદ રાખીએ કે માનસિક તાકાત ઘણા બધા શારીરિક રોગોને પણ નજીક આવવા દેતી નથી. યોગ, પ્રાણાયમ, એક્સરસાઈઝ અને રિલેક્સેશન આપણને કંમ્પ્લીટલી ફીટ બનાવી શકે છે. જેમ શરીરના રોગો પ્રત્યે આપણે સજાગ હોઈએ છીએ તેમ સ્ટ્રેસ પ્રત્યે પણ સતર્ક| રહીને જરૂર પડે સાયકોલોજીસ્ટનો સંપર્ક સાધીએ તો ફીટનેસ જળવાય છે. સ્ટ્રેસ ક્યારેય ઝીરો ન થઈ શકે પણ તેને ચોક્કસપણે મેનેજ કરી શકાય છે. ઘણીવાર સામાન્ય કક્ષાનું સ્ટ્રેસ અમુક કાર્યો માટે જરૂરી ફ્યુએલ પૂરું પાડે છે. એટલે સ્ટ્રેસ સાથે ઝઘડવાને બદલે એને સમજણથી મેનેજ કરીએ. આપણે પણ ‘ફિઝીકલ ફિટનેસ'ની સાથે આ ‘સાયકોલોજીકલ ફિટનેસ'ને વધારીએ..

સ્ત્રોત : ઉત્સવી ભીમાણી, નવગુજરાત હેલ્થ

04 August 2020

આચાર-વિચારનો આરોગ્ય સાથે સબંધ

આચાર-વિચારનો આરોગ્ય સાથે સબંધ


આચાર-વિચારને આરોગ્ય સાથે સબંધ ખરો?

                   રોજબરોજના જીવનમાં બનતી નાની-મોટી ઘટનાઓ હોય કે પછી જીવન સાથે સંકળાયેલી કોઈ મહત્વપૂર્ણ ઘટના-અનુભવો દરેક શરીર-મન પર છાપ છોડે જ છે. પિક્ચરમાં ચાલતા દ્રશ્યની ઉત્કટતાનો તો આપણે સહુએ અનુભવ કર્યો જ છે. આંગળાઓની મુઠ્ઠી વળાઈ જવી કે પછી પગ અમુક જ સ્થિતિમાં જકડાઈ જવા તથા જેવું તે દ્રશ્ય પુરું થાય કે ઊંડો શ્વાસ લેવાઈને રાહતની લાગણી થવી, જેવા અનુભવો સૂચવે છે કે, આપણી સામે ચાલતા દ્રશ્યો, મનમાં ઉઠતા વિચારો અને તેનાથી ઉદભવતી લાગણીઓની અસર માત્ર મન પૂરતી જ સિમિત ન રહેતા, શરીર પર પણ થાય છે.

             પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી દરમ્યાન કંટાળો આવવો, ઉંઘ આવવી, ક્યારેક ઝાડા-ઉબકા થવા, ભૂખ ન લાગવી જેવા અનુભવોમાંથી પણ પસાર થયા હશો. નોકરી-વ્યવસાય માટે ખૂબ મહત્વપૂર્ણ મીટીંગમાં જતા દરમ્યાન ગળું સૂકાવું, પરસેવો વળવો જેવી શારીરિક અસર મનમાં ચાલતા વિચારો, ઉગ્રતા, ચિંતા, આતુરતાને કારણે થતી શરીર પરની અસર અનુભવી હશે.વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ આવી મનોદૈહિક અસર થાય છે તેવું નથી. નાની-મોટી દરેકે-દરેક શારીરિક, માનસિક, સામાજિક અનુભવોની મનોદૈહિક અસર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માત્ર શરીરના પોષણ, રક્ષણ કે મજબૂતી માટેના પ્રયત્નો પૂરતા નથી તે સમજી શકાય. આરોગ્યની જાળવણી માટે શારીરિક, માનસિક અને સામાજિક દરેક બાબતો વિશે જાગ્રતતા જાળવવી જરૂરી છે. આવા ખૂબ જ સૂક્ષ્મ અને દૂરંદેશી દ્રષ્ટિકોણથી આરોગ્યની જાળવણી માટે આયુર્વેદે ‘સદવૃત્ત' વિશે ખૂબ વિગતે ચર્ચા કરી છે.

આરોગ્ય માટે મનોદૈહિક અને સામાજિક સ્વસ્થતા
              પિકચરમાં જોવામાં આવતા દ્રશ્યો આંખથી સંવેદી મનમાં અસર ઉભી કરી તેને શરીર સુધી પહોંચાડે છે. તેવી જ રીતે મનમાં વિશિષ્ટ પરિસ્થિતિથી ચાલતા ઉગ્રતા, ચિંતા, ડર જેવા ભાવની અસર શરીર પર થાય છે. જેને આપણે પરસ્પર થતી મનોદૈહિક અસર કહીશું. પરંતુ આયુર્વેદ અહીંથી આગળ વધી સામાજિક જીવન, આચરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. તે પછી રોજબરોજની જીવનની દિનચર્યા હોય કે પછી વિદ્યાર્થી, ગૃહસ્થ, સ્ત્રી-પુરુષ, કર્મચારી જેવા અવસ્થા વિશેષ આચરણ હોય. આવા દરેકે-દરેક આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતાના વડીલો, ગુરૂજન, નોકર, પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા, પ્રાણીઓ આવા દરેક સબંધોમાં રાગ, દ્વેષ વગેરેથી મુક્ત રહીને મનની, બુદ્ધિની સ્વસ્થતા જાળવીને, સત્યપાલનમાં તત્પરતા દાખવી આચરણ કરવું જોઈએ. તે બાબતને આરોગ્ય માટે મહત્વપૂર્ણ કહી છે. ખૂબ જ સામાન્ય લાગતા સૂચનો પાછળ રહેલાં ગંભીર કારણોને સમજવા જણાવ્યું છે. સ્વયંની શક્તિ કરતાં વિશેષ અપેક્ષા રાખવાનું પરિણામ શું આવે તે અનુભવ તો શીખવે છે. પરંતુ તે અનુભવમાંથી સમજે છે કેટલા? અને આવી સમજથી જીવન જીવવા માટેનું ડહાપણ કેળવવા આયુર્વેદ ખૂબ જ જીણવટભર્યા સૂચનો કરે છે.
              ટેન્શન, સ્ટ્રેસથી થતાં હાર્ટડિસિઝ, હાઈ બ્લડપ્રેશર, ઈમોશનલ ઈટિંગ ડિસોર્ડર, ઓબેસિટી, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, ચામડી પર થતાં સફેદ ડાઘ, ખરજવું આવા રોગનું લીસ્ટ તો ખૂબ જ લાંબુ છે. પરંતુ આ બધું જાણવા છતાંપણ તેનાં વિશે આપણે શું અને કેટલું કરી શકીએ છીએ ? કેમકે મન અને શરીર પર અમુક હદે પડેલા સંસ્કારો (Conditioning)ની અસર સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આથી જ યોગ માત્ર આસન પૂરતો સિમિત રહે છે, ધ્યાનમાં પણ વિચારને શી રીતે રોકવા, વિચારોને શી રીતે માત્ર જોયા જ કરવા તે વિશે પણ વિચારો જ ચાલ્યા કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ટ્રેસ રિલીવ કરવા માટેના ઉપાયોની અસરકારતા માટે પણ સ્ટ્રેસ ! આનું કારણ એ છે કે, સ્ટ્રેસ અને શરીર-મનમાં થતી અવ્યવસ્થાને કેન્દ્રમાં રાખી ઉપાયો કરવામાં આવે છે. તેથી જે રીતે અંધકારને ઉલેચીને બહાર કાઢી ન શકાય. અંધકાર દૂર કરવા તો પ્રકાશ જ પૂરતો થઇ પડે. તેવી જ રીતે સ્ટ્રેસ કે મનોદૈહિક કે સામાજિક અવ્યવસ્થાની સામે ઈમ્યુનીટી-રક્ષણ મેળવવું હોય તો, આયુર્વેદે સૂચવેલા ‘સદવૃત્ત'ને આજના આધુનિક યુગના પરિપેક્ષમાં અપનાવવાથી આરોગ્ય પર થતી આચાર-વિચારની આડઅસર અટકાવી શકાય.
       નાની-મોટી દરેકેદરેક શારીરિક, માનસિક, સામાજિક અનુભવોની મનોદૈહિક અસર થતી હોય છે.
અનુભવ સિદ્ધ :
            આંમળામાંથી બનતા રસાયણ ચૂર્ણ, ધાત્રિરસાયન, આમલકી રસાયન, ચ્યવનપ્રાશાવલેહને યોગ્ય માર્ગદર્શન મેળવી પ્રકૃતિને અનુરૂપ આહાર અને વિહાર સાથે ઉપયોગમાં લેવાથી સંભવિત રોગો અને વૃદ્ધત્વ સબંધિત તકલીફ રોકવામાં મદદ મળે છે.

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

03 August 2020

કારક વર્તન


એક વ્યક્તિ ઉંદરોને ખોરાકના પ્રબલન દ્વારા કારક વર્તન શીખવી રહ્યો છે તેનું ઉદાહરણ દર્શાવતો વિડીયો આહિ રાજુ કરવામાં આવ્યો છે



02 August 2020

વ્યસન એક ગંભીર માનસિક રોગ

વ્યસન એક ગંભીર માનસિક રોગ

સાવધાન: કેટલી હદે ખતરનાક છે તમાકુનો ...
  • વ્યસનના સામાન્ય લક્ષણોને ઓળખો 

          વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર 10માંથી 4 યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે.
  • સતત સંતાઈ ને રેહવું અને કોઈ ને પોતાની નજીક ના આવા દેવું, સામાજિક જવાબદારી ટાળવી.
  • વધારે પડતો પૈસા નો ખર્ચો કરવો અને વારંવાર પૈસા માંગવા..
  • અચાનક સ્વભાવ ચીડિયો થઇ જવો. .
  • સ્કૂલ/કોલેજ માં હાજરી ઓછી થવી..
  • ભણવામાં અનિયમિતતા અથવા પરીક્ષાનું પરિણામ કથળવું..
  • ગુપ્ત વર્તન કરવું અને ચોક્કસ મિત્રો સાથે ફરવું. .
  • ઊંઘ કે ખોરાક માં ફેરફાર થવા. .
  • નાહવાનું કે બીજી પ્રવૃત્તિ ટાળવી. .
  • બહાર થી આવે ત્યરે તેના માં થી ચોક્કસ ગંધ આવવી કે વર્તન માં ફેરફાર..
  • આખો લાલ રેહવી કે હાથ માં ધ્રુજારી થવી.



          ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ચિંતારોગ, ફોબિયા કે સ્કિઝોફ્રેનિયા જેવા માનસિક રોગ વિશે આપણે હવે ઘણું બધું જાણીયે છીએ અને મોટા ભાગે તો આ રોગ ના દર્દીઓ મનોચિકિત્સક પાસે સારવાર માટે આવતા હોય છે. પણ જો કોઈ માનસિક રોગ વિશે સૌથી વધારે બેદરકારી સમાજ માં છે તો એ છે વ્યસન - “એડિક્શન”. હજી સુધી લોકો એમ જ સમજે છે કે વ્યસન એ માત્ર બગડેલા અથવા નબળા લોકોની આદાત છે. એની કોઈ સારવાર ના હોય, માત્ર મક્કમ થાઓ અને બધું ભૂલી જાઓ. આ રોગને આજે ઓળખો, સમજો અને એમાંથી બહાર નિકળવાના રસ્તા જાણો..


           વ્યસન એક દીર્ઘકાલીન અને નિરંતર ઉથલા મારતી ગંભીર માનસિક બીમારી છે. છેલ્લા દસકામાં ખુબ મોટી માત્રામાં માનોવૈજ્ઞાનિક સંશોધનો વ્યસન થવાંના કારણો શોધવા માટે થયા છે જેમાં જાણવા મળ્યું છે કે વ્યસન એક પ્રકારની માનસિક અને ન્યુરોબાયોલોજીકલ બીમારી છે. સાદી ભાષા માં સમજીયે તો કોઈ પણ પ્રકારનું વ્યસન મગજના ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચોક્કસ પ્રકારના રસાયણ જે વિચાર, સમજ શક્તિ, વર્તન, મૂડ, ઊંઘ, ભૂખ કે એકાગ્રતા જાળવી રાખી શકે, એને ખોરવી નાખે છે. લાંબો સમય અલગ અલગ કે કોઈ એક ચોક્કસ પદાર્થ નું વ્યસન કરવાથી મગજની “રિવોર્ડ સિસ્ટમ” -એટલે કે સંતુષ્ટિનો એહસાસ કરાવતો મગજના ભાગ ઉપર તે પદાર્થ બળજબરીથી નિયંત્રણ કરી લે. આવી પરિસ્થિતિમાં હવે કોઈ પણ પ્રકારનો આનંદ, સંતુષ્ટિ, રોમાંચ કે લાગણીનો અનુભાવ ફરીથી એ વ્યસન ના કરવામાં આવે તો ના થાય. એનું એક ઉદાહરણ જોઈએ તો લામ્બો સમય દારૂ પીતો માણસ જો દારૂ અચાનક છોડવા જશે તો એના આત્મવિશ્વાસ માં અભાવ લાગશે અને કોઈ પણ કામ કરવા માટે એ પોતાને અશક્ત સમજશે. આ એની આદાત નથી પણ એનું મગજ વ્યસનને કારણે સાધારણ નિર્ણાયક શક્તિ ખોઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ માં એના મગજ માં થી સંદેશ ના પોહોચવા ને કારણે તેને તીવ્ર તલપ લાગશે અને તે દારૂ પીવા હવાતિયાં મારશે.


          વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર ૧૦ માં થી ૪ યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે. દુનિયાભરમાં ૧૦૦માંથી ૧૮ મોત વ્યસન અથવા તો એના કારણે થતી કોઈ બીમારીના કારણે થાય છે. વર્ષ ૨૦૩૦ સુધી માં ભારત દેશ એકલા માં ૧૮ વર્ષ ની વય થી નીચે ના ૩૦-૪૦ ટાકા યુવાનો વ્યસન ના વંટોળ માં ફસાઈ ચુક્યા હશે. લોકમાન્યતાની વિરુદ્ધ ૨૫ થી ૩૦ ટકા આ વ્યસની જૂથનો ભાગ છોકરીઓ છે.



     વ્યસન થાય કેવી રીતે છે? આપડી ક્યારે ના પતતી મનોકામનાઓ થી આ સમાજ ને આપડે એટલો જટીલ બનાવી દીધો છે કે આપડે આપણી જ યુવા પેઢીને તણાવ અને વિષમય વાતાવરણમાં મૂકી દીધા છે..



        “ટીનએજ” એટલે કે કિશોરાવસ્થાએ ોજીવનકાળનો સૌથી નાજુક તબક્કો ગણાય છે. ભવિષ્ય કઈ બાજુ જશે એ વળાંક જિંદગી આ તબક્કા અને એમાં લીધેલા નિર્ણયોમાંથી લે છે. ચિંતા ની વાત એ છે કે ૧૫ થી ૨૫ વર્ષની ઉંમર માંજ ૭૫ ટાકા બાળકો વ્યસનનો શિકાર થાય છે. વ્યસન થાય કેવી રીતે છે? એ સમજવું જેટલું જરૂરી છે એટલુંજ અને પચાવવું મુશ્કેલ છે. વ્યસન સાથે પેહલી મુલાકાત યુવાનોને ઘણી બધી રીતે થઇ શકે;
  • કારણો
  1. ઘર માં કોઈ વડીલ લેતું હોય.
  2. મિત્રો, સહભાગીનું દબાણ .
  3. રોમાંચ અને નવી વસ્તુ પ્રયોગ કરવાની ઉત્સુકતા..
  4. વડીલો સામે બળવો પોકારવા લીધેલો રસ્તો..
  5. વધુ પડતો તણાવ હોવાને કારણે હળવા થવા માટે એક વાર લીધું અને પછી મૂકી ના શક્યા..
  6. અસ્તવ્યસ્ત પારિવારિક વાતાવરણ અથવા બાળપણ ના ઉછેર માં અભાવ..
  7. પોતે હવે મોટા થઇ ગયા છે અને પોતાના નિર્ણય પોતેજ લેશે એ બતાડવાનો રસ્તો. .
  8. પોતે ખુબ મોડર્ન, ફોરવર્ડ અને કૂલ છે અને હાઈ સોસાયટી નો ભાગ છે એટલે ડ્રગ્સ અને દારૂ લેવાના હોય એવી માનસિકતા..
          ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આજકાલ “વિડ”, “મેરીયુઆના” એટલેકે એક પ્રકારના ગાંજાનું ચલણ બહુ વધી રહ્યું છે. ભૂરા કે લીલા પાંદડા અથવા પાવડર જેવા પદાર્થને યુવકો “રોલિંગ પેપર” જે એક વિશષ્ટ પ્રકારનું કાગળ આવે એમાં મૂકી, વાળીને સિગરેટની જેમ ફૂંકે છે. સ્કુલ અને કોલેજના બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે આ વ્યસન નથી અને આ લેવામાં કોઈ નુકસાન નથી. વાસ્તવિકતામાં આ વાત સાવ ખોટી છે. ગાંજો એક ગંભીર વ્યસની પદાર્થ છે અને એનું નિયમિત સેવન કરવાથી વિવિધ પ્રકારના માનસિક રોગ પણ થઇ શકે છે. .



              આ સાથે તાજેતરમાં “મેથ” જે એક પ્રકારનો સફેદ પાવડર હોય છે અને તેનો નાકથી સૂંઘીને નશો કરાય છે તેનું પણ ચલણ બહુ વધી રહ્યું છે. મોટા ભાગ ના “મેથ”ના વ્યસની યુવાનો “સાયકોસીસ” જેવા ગંભીર માનસિક લક્ષણ સાથે મનોચિકિત્સક પાસે આવે અને વિગતવાર વાતચીત અને અમુક લોહી અને પેશાબના રિપોર્ટ કરાવતા તરત ખબર પડી શકે છે. કેટલાક માં-બાપ જાણ કે તેમના બાળકો વ્યસનની બીમારી થી પીડાય છે તેમ છતાં સમાજમાં પોતાનું નામ ખરાબ નાથાય કે કોઈને ખબર ના પડે એટલે એ વાત સંતાડી રાખે અને નિષ્ણાતની મદદ નથી લેતા આવા દર્દીઓમાં ગંભીર અને કરુણ પરિણામો જોવા મળે છે. જો તમારે જાણવું હોય કે તમારું બાળક કોઈ વ્યસન કરતુ હશે તો આ વર્તણુકની ફેરફાર તેનામાં જોવા મળશે. બધા લક્ષણ એક સાથે ના હોય, આમાથી કોઈ પણ એક કે બે ફેરફાર તેમનામાં જોવા મળે તો અચકાયા વગર મદદ લો..



         કોઈપણ બીમારીની જેમ વ્યસનની સારવાર પણ શક્ય છે. જો કે વ્યસન મુક્તિ ની સારવાર એ દરેક દર્દી, દરેક વ્યસન અને તેની સાથે થઇ ગયેલા કોઈ પણ પ્રકારના માનસિક રોગને અનુસાર દર્દી દીઠ અલગ અલગ હોય છે. દવાઓ, બ્રેઈન સ્ટિમ્યુલેશન ટેક્નિક્સ, સાયકોથેરાપી, મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી જેવી અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે તો ચોક્કસ પણે પરિણામ મળી શકે છે..



         એક વસ્તુ હંમેશા યાદ રાખવી, વ્યસન એ એક વ્યક્તિ કે યુવાનની નહિ પણ આખા પરિવાર ને લાગેલી બીમારી છે. વ્યસનથી પીડાતું વ્યક્તિ આખા પરિવારને લાચાર અને બેબસ બનાવી દે છે. આજે આ કલંક માંથી બહાર નીકળી વ્યસનને બીમારીની જેમ જુવો. જેમ કોઈ પણ બીમાર દર્દીને સારવાર સાથે પ્રેમ અને હૂંફ મળે તો જલ્દી સાજું થાય તેમજ વ્યસનના દર્દી ને સાચી સારવાર સાથે પ્રેમ, હૂંફ અને સ્વજનનો નો સાથ મળે તો આ બીમારી ચોક્કસ નાબૂદ થઇ શકે અને યુવાન પોતના માટે જોયેલા બધા જ સપના સાકાર કરી શકે.

સ્ત્રોત: નવગુજરાત સમય હેલ્થ