Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ભારતનું બંધારણ



              વિવિધ પરીક્ષાઓ જેવી કે GPSC-1 & 2 , NET, GSET, TAT, TET, PAT, PET, HMET, PSI-ASI, DY.SO, LRD, નાયબ મામલતદાર , તલાટી કમ મંત્રી , કલાર્ક વગેરે માટે ઉપયોગી બંધારણનું અગત્યનું સાહિત્ય જોવા તથા ડાઉનલોડ કરવા માટે નીચેના મુદ્દા પર ક્લિક કરો 




વિહંગાવલોકન 

1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-
* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.
* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)
* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)
* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.
* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ, 11 માસ, 18 દિવસ.
* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.
* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.
* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
                                  jigneshvegad.blogspot.com


2. ભારતના બંધારણની વિશેષતાઓ-
* ભારતનું બંધારણ લખિત હોવાથી તેને દસ્તાવેજી બંધારણ કહે છે.
* ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
* બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
* પરિવર્તનશીલ બંધારણ છે.
* સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
* બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
* પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
* સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
* ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
* દ્વિગૃહી ધારાસભા છે.
* એકજ નાગરિકતાની જોગવાઇ છે.
* સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
* ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
* બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.


   jigneshvegad.blogspot.com

3. ભારતના બંધારણનું આમુખ-
* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.
* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ,(બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
 કેશવાનંદ ભારતી કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

                                jigneshvegad.blogspot.com

4. ભારતના બંધારણ (સંવિધાન) ના મહત્વના અનુચ્છેદો (કલમો) ની ભાગવાર ટૂંકમાં માહિતી-
ભાગ-સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર

અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

ભાગ-નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.

અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.
અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


                                              jigneshvegad.blogspot.com




ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો)


અનુચ્છેદ- 12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અ‍ંગેના છે.
મૂળભૂત હક્કો છ છે.

અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક-
અનુચ્છેદ-19 થી22
(2) સ્વતંત્રતાનો હક
અનુચ્છેદ-23 થી24
(3) શોષણ સામેનો હક
અનુચ્છેદ-25 થી28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
અનુચ્છેદ-29 થી30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)


ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-

અનુચ્છેદ-14
કાયદાની નજરે બધા નાગરિકો સમાન
અનુચ્છેદ-15
ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)
અનુચ્છેદ-16
જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
અનુચ્છેદ-17
અસ્પૃશ્યતા નાબૂદી.
અનુચ્છેદ-20
અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.
અનુચ્છેદ-21
જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.
અનુચ્છેદ-21 (ક)
શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા થાય છે.)
અનુચ્છેદ-22
ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.
અનુચ્છેદ-23
મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
અનુચ્છેદ-24
કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
અનુચ્છેદ-29
લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)
અનુચ્છેદ-30
ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.
અનુચ્છેદ-31
મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)

1 comment:

  1. ખૂબ સુંદર કાર્ય. અભિનંદન.

    ReplyDelete