Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 September 2019

માનસિક વિકાસ અને ઈમોશનલ ઈન્ટેલીજ્ન્સ


માનસિક વિકાસ અને ઈમોશનલ ઈન્ટેલીજ્ન્સ


              બાળક જન્મે છે અને સંપૂણઁ માનવ બને છે તેમાં તેના વિકાસ સાથે બુદ્ધિનું ખુબ જ મહ્ત્વ અંકાયું છે. મનોવિજ્ઞાનિકો આધાર આપી રજૂ કરે છે: “માનવીની બુદ્ધિ મહદ્દઅંશે વારસાગત હોય છે જ્ન્મ સમયે મળતી તેનીબુદ્ધિક્ષમતા માંં કયારેક અજુગતો વધારો કરી શકાતો નથી. '' એટલે કે માનવીની બુદ્ધિક્ષમતાનો આધાર તેના મગજ-મન સાથે રહેલો છે.જેનો I.Q.શકિતશાળી તે વ્યકિત ખૂબ જ હોંશયાર કહેવાય.શાળામાં અભ્યાસ કરતા બાળકોનો I.Q.પણ ક્સોટી દ્ધારા પ્રમાણિત કરી માપવામાં આવે છે. માનવી ના મગજ માં બે પ્રકારના મન હોય છે. એક જાગૃત મન અને બીજું અજાગૃત મન ,જે એક હિમશલા જેવું હોય છે. પાણી માં તરતી હિમશિલા નો 1/2 ભાગ પાણીની સપાટી ઉપર અને 2/3ભાગ પ્રવાહીમાં હોય છે. તેવી જ રીતે અજાગૃત મન નો 70% ભાગ છે અને જાગૃત મન એ 30%ભાગ છે. અજાગૃતમન સતત કાયૅરત અને વિચાશીલ છે.વ્યકિતના જીવનમાં ઘણા પરિબળ છે.E.Q.( Emotional intelligence) એટલે કે સાંંવેગિકબુદ્ધિ. માનવી લાગણીશીલ પ્રાણી છે. સંવેદનો ગ્રહણ કરે છે, વ્યક્ત કરે છે અને તેને પ્રતિપાદિત કરે છે. સફ્ળતાના ક્ષેત્રોસર કરવા માટે માનવીમાં સાંવેગિકતા નો આંક ઊંચો અને સંયમિત એટલે કે Balanced હોવો જરૂરી છે.




               જીવનના ઘણા ક્ષેત્રોમાં I.Q.ઓછો હોય પરંતુ E.Q. વધુ હોય તેવી વ્યકિતઓ ઉચ્ચ સ્થાને બિરાજેલ છે. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ્ના માલિક સ્વ. ધીરુભાઇ અંબાણી, નિરમાના સ્થાપક શ્રી કરસનભાઇ પટેલ, ક્રિકેટ્માં નામના મેળવનાર સચીન તેંડુલકર, ફિલ્મ ક્ષેત્રે બીગ બી અમિતાભ બચ્ચ્ન વગેરે જેવી પ્રતિષિઠત વ્યકિતઓ પોતનો EQ સંયમિત હોવાને કારણે સિદ્ધિના શિખરો સર કરી શકી છે. કોઇપણ ક્ષેત્રમાં માનવીની વ્યકિતગત સંયમિતતાનો આંક તેના EQ ના આંક પર આધારિત હોય છે. જીવન ના કોઇક્ષેત્ર માં નિષ્ફ્ળતા મળતાં કે પછી આધાત લાગતાં મોતને વ્હાલું કરી ને જીવનને ટૂંકાવી દેતી વ્યકિત ક્યારેય સંયમિત E.Q. રાખી શકી ન હોવાને કારણે આપધાતનો માગૅ અપનાવે છે. રામાયણના પ્રખ્યાત ક્થાકાર શ્રી મોરારીબાપુ ,યોગવિધાનિપુણ બાબા રામદેવ વગેરે વ્યકિતઓ સંયમિત E.Q.ના ઉદાહરણો છે.



                 2000 વષૅ પહેલાં E Q વિશે શાસ્ત્રો અને પુરાણોમાં નોંધ મળી આવે છે. તે સમયમાં પ્લેટો લખ્યું હતું કે 'પ્રત્યેક અધ્ય્યનનો એક સાંવેગિક આધાર હોય છે.' ત્યારબાદ વૈજ્ઞાનિકો, કેળવણીકારો અને તત્વચિંતકોએ લાગણી અને સંવેગોની અસરકારક્તા પુરવાર કરવા કમર ક્સી છે.છેલ્લા ત્રણ દાયકામાં EQ પર વૈજ્ઞાનિકોનું ધ્યાન કેનિદ્નત થયું છે.સન 1950માં બહુચચિત મનોવૈજ્ઞાનિકે વ્યકિતઓ પોતાની લાગણીઓ, શારીરિક,આધ્યાત્મિક અને માનસિક શકિતઓ ને આધારે કેવી રીતે વ્યક્ત કરે છે, તેની પ્રતીતિ કરાવી. મનોવૈજ્ઞાનિકો પીટર સેલોવી, મેસ્લો અને વધીમેર ના પ્રયોગો પરથી લાગણી અને બુદ્બિને ચોક્ક્સ સંબંધ છે તેવું દૅઢ્પણે સાબિત થયું. સન 1990માં સૌ પ્રથમ પીટર સેલોવી અને જાને જેક મેયર દ્રારા E I પર આર્ટિકલ છ્પાય. તેમાં સવૅસંમત એક વ્યાખ્યા રચાઇ.




EQ નો અથૅ : 
              
          EQ એ માનવીય ક્ષમતાઓને કાબુમાં રાખવાની પદ્રતિ છે. વિચારો અને સંવેેેેગોનું જોડાણ છે. સંવેગોની સમજ અને સાંંવેગિક જ્ઞાનનું પરાવતૅૅન છેે, જેેના દ્રારા માનવીનો સાંવેગિક અને બૌદ્રિક વિકાસ સંભવી શકે છે.

સામાન્ય ઉદાહરણ દ્રારા EQ ને સમજીએ

        રસ્તે ચાલતાં ચાલતાં અચાનક જ આપણી નજીક એક સાપ નજરે ચડે છે. તુરત જ આપણે concious થઇ Emotions ને કાબુમાં લઇએ છીએ બાળકો પણ વ્યકિતને Emotional Attitude વડે ઓળખતા હોય છે. બે બાળકો વાતચીત કરે છે. ટીનું મીનુને કહે છે, તું અંક્લને ઓળખે છે ? મીનુ કહે છે, પેલા અંકલ જે તારા માટે બે અને મારા માટે એક ચોક્લેટ લાવે છે તે ને ! અમેરિક્ન પ્રેસિડેન્ટ અબ્રાહ્મ લિંક્નનો IQ ઊંચો હતો પરંતુ EQ નીચો હોવાને કારણે તેમને લાંબા ગાળે સફ્ળતા મળી. હોલીવુડ્ની હિરોઇન મેરલીન મન્રરો , બોલીવુડની હિરોઇન દિવ્યા ભારતી , રશિયન લેખક ટોલ્સ્ટોચ , એક્ટર- ડાયરેક્ટર ગુરુદ્ત્ત તેમજ અમેરિક્ન લેખક ડેલ કાનેગી આ તમામે આપધાત કર્યો કારણ તેમનો EQ તપાસતાં તે નીચો જણાઇ આવેલો હ્તો.



E.Q. ની ઓળખ કેવી રીતે કરશો ?



                વ્યકિત ઉચ્ચતમ રીતે કેટલાક વતૅનો પ્રતિપાદિત કરે છે. વ્યકિતમાં તમે નીચેના ગુણો કેવી રીતે મૂલ્યાંકિત કરો છો. તેના પર E.Q.નો આધાર રહેલો છે.
  • Self Awarness - સ્વજાગ્રતતા : વ્યકિત જ્યારે કોઇપણ બાબત ની રજુઆત કરે છે ત્યારે તે પોતાની સ્વ લાગણીઓ ને કાબુમાં રાખીને કાયૅ કરે છે. 
  • Self Motivation - આત્મપ્રેરણ : જ્યારે કોઇક બાબત કે વસ્તુ ખોટી બને છે ત્યારે ઊંચો અને નિયંત્રિત EQ ધરાવનાર વ્યકિત ખોટું શું થયું તે જોતી નથી પરંતુ આ પરિસ્થિતિ માંથી બહાર કેવી રીતે આવવું તેનો વિચાર કરે છે. 
  • Self Regulation - સ્વાવલંબન : સ્વજાગૃત વ્યકિત પરિસ્થિતને પડકારવાને બદલે , સામે બળવો કરવાને બદલે ઘટ્નાનું પૃથ્થ્કરણ કરે છે. 
  • Empathy - સમાનુભૂતિ : વ્યકિત અન્યની લાગણીઓ ને સમજ્વાનો પ્રયત્ન કરે છે. પરિસ્થિત ને પામી પોતે અન્ય વ્યકિત ની જ્ગ્યા લઇ નિમંત્રણ લાવવા વિચારે છે. 
  • Effective Relationship - અસરકારક સંબંધિતતા : ઉપરોક્ત ચારે ધ્યેયો અને સંકલ્પનાઓ ને નિયંત્રિત કરી કોઇ પણ વ્યકિત સજૅનાત્મક વિચારશકિત દ્રારા અન્ય વ્યકિત ઓ સાથે અસરકારક પ્રત્યાયન કરી શકે છે.

24 September 2019

મગજના રસાયણ

મગજ મા ઝરતા ચાર રસાયણો

ચાર રસાયણ અને આપણું જીવન


              ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો જે મગજ કે મનને અસર કરે છે એના વિશે થોડું સમજીએ.

૧. ડોપામાઇન
૨. એન્ડોરફીન
૩. સરટોનિન
૪. ઓક્સીટોસીન

૧. ડોપામાઇન
           
           શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.

            એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે.
                
               જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.

૨. અન્ડોરફીન

             વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે.
  
         હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ.

           તો બીજા બે રસાયણો કયા છે...?
     
૩. સરટોનિન

                 માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન ને કેવી રીતે પેદા કરવા.

                જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે.
 સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.

              આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિન નું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે.

               કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.

               વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં.

              બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે.

            સરટોનિન જો સડસડાટ વહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે.

              હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે.

            હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા..

           જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.

  છેલ્લું રસાયણ છે

 ૪ .ઓક્સીટોસીન

                આને પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી જ પેદા કરીયે છીએ.

               જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. 

                 મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી

             ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ.

         જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે.

          ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે. માણસ ખુશ રહે છે.

           આજે થોડું લખવાનો સમય મળ્યો અને કંઈક સારું લખી શક્યો એનાથી હું તો ખુશ થયો જ છું, જો આ વાંચી તમને પણ સારો ભાવ આંનદ થયો હોય તો એક નાનકડો પ્રતિભાવ આપી લાગણી જરૂરથી વ્યક્ત કરશો એવી આશા સાથે. 

23 September 2019

હથોડી, એરણ,પેગડું

હથોડી ,એરણ, પેગડું 

અહીં મધ્યકર્ણના ત્રણ હાડકાના અલગ અલગ વ્યૂહ ચિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યા છે .



21 September 2019

આંખની રચના - એક ઇન્ટરએકટીવ ગેમ

આંખની રચના - એક ઇન્ટરએકટીવ ગેમ 

વિદ્યાર્થી મિત્રો ,

              અહીં , આંખની રચનાની એક ઇન્ટરએક્ટીવ ગેમ આપવામાં આવેલ છે.જેમાં આંખની રચના ભાગોને તેના યોગ્ય સ્થાને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે એટલે કે આંખની રચનાના ભાગના નામ પર ક્લિક કરી તેને ખસેડીને તેના સાચા સ્થાન પર છોડવાનું છે..તો ચાલો જોઈએ તમેં આંખની રચનામાં અંગોને તેના યોગ્ય સ્થાને ગોઠવી શકો છો કે નહિ ? નીચે આપેલ Check પર કલીક કરવાથી તમારું પરિણામ જાણી શકશો.



નોંધ:- પરિણામ ચેક કર્યા બાદ ફરીથી ગેમ રમવા માટે રીફેશ કરો અથવા બ્લોગ ફરીથી ખોલો ........અભાર 🙏🙏🙏

18 September 2019

NATIONAL SEMINAR

 NATIONAL SEMINAR


                   આગામી ૩૦  નવેમ્બર ૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી,ભાવનગર તથા ઇન્ડિયન એકેડેમિક ઓફ હેલ્થ સાયકોલોજી ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર માનસિક અને જીવનશૈલી ઉપર નેશનલ સેમીનારમાં સંશોધન પેપર રજુ કરવા માટે વિગતે નીચે જુવો 







17 September 2019

વૃદ્વિ, વૃદ્વિનો વિકાસ અને પરિપક્વતાની સમજુતી


વૃદ્વિ, વૃદ્વિનો વિકાસ અને પરિપક્વતાની સમજુતી

  વૃદ્વિ: 

      ગર્ભધાન સમયે નાના એવા ફલિત અંડકોષમાંથી પૂરા કદના માનવીની વૃદ્ધિ ખરેખર એક આશ્વર્યકારક ઘટના છે. નવજાત શિશુ અને પુખ્ત વયની વ્યક્તિના વર્તન વચ્ચે તફાવત હોય છે. નવજાત શિશુ અસહાય અને લાચાર હોય છે. તે પોતાની બધી જ જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખે છે, પરંતુ જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેમ તે પોતાની જાતે જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે. તે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વનને કારણે તેમાં સફળતા મેળવે છે.

             નાના બાળમાં ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર થાય છે જેને ‘વૃદ્ધિ’ કહેવામાં આવે છે.






                બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેના વજન અને કદમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. વય વધવાની સાથે વ્યક્તિના મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હદય, મગજ, આંતરડાં અને સમગ્ર શરીરના અવયવોના વજન, કદ અને આકારમાં વધારો થાય છે.

                  વૃદ્ધિ એ પરિપક્વનની પ્રક્રિયા છે. ક્રો અને ક્રો ના મતે, “વૃદ્ધિ એટલે શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતાં ફેરફારો.” 



                     ઈલિઝાબેથ હરલોકના મત પ્રમાણે, “બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.”


           ફ્રેન્ડના મતે, “વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષિય ગુણાકાર.” 


             આ શરીરના અંગોમાં પ્રમાણાત્મક ફેરફાર થતો હોવાથી માનવીના આકારમાં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. શરીરનાં અંગોની વૃદ્ધિ જે-તે અંગના પ્રમાણમાં થાય છે.


            કોઈક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓના અનિયમિત સ્ત્રાવના કારણે શરીરનાં અંગોના વિકાસમાં અવરોધો ઊભા થાય છે. તેના પરિણામે ઊંચાઈ અને જાડાઈ ઓછી-વધારે હોવી, મસ્તક નાનું-મોટું હોવું વગેરે વિકૃતિઓ જોવા મળે છે.

          વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વિકાસ વગર પરિપક્વતા શકય નથી તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ શકય નથી. આમ, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ચક્રિય અને પરસ્પર આધારિત છે. આ બધી જ ક્રિયાઓ એકસાથે અને એકબીજાના સબંધમાં ચાલે છે. 



           શારીરિક અંગોમાં થતી વૃદ્ધોના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે. આમ, શારીરિક અને માનસિક વૃદ્ધિ સમાંતર ચાલે છે. 



              વૃદ્ધિની પ્રક્રિયા મર્યાદિત સમયમાં પૂરી થાય છે. એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને ‘પરિપક્વતા’ કહે છે. 


               અઢારથી વીસ વર્ષ એ વૃદ્ધિ પૂરી થવાનો સમયગાળો છે. આ પછી શરીરનાં અંગોમાં કોઈ ફેરફાર થતો નથી. આ સ્થિતિને ‘શારીરિક પુક્તતા’ કહે છે. દરેક પ્રાણીમાં વૃદ્ધિની કક્ષા અમુક સમયે પૂરી થાય છે અને વિકાસ તથા માનસિક પરિપક્વતા મૃત્યુ સુધી ચાલુ રહે છે.


વિકાસ: 



              વૃદ્ધિની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારોને મનોવૈજ્ઞાનિકો ‘વિકાસ’ તરીકે ઓળખાવે છે. પ્રમાણાત્મક વૃદ્ધિ સાથે પ્રમાણાત્મક વિકાસ સંકળાયેલો છે. 



            વિકાસ શરીરનાં બધા અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય એને ‘વિકાસ’ કહે છે. 


જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ વિકાસની વ્યાખ્યા આપેલી છે જે નીચે પ્રમાણે છે:

            ઈલિઝાબેથ હરલોક: વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુદંવાદી અને પ્રયોગાત્મક ફેરફારો એટલે વિકાસ. 

                 ક્રો અને ક્રો: સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. 

               સ્કીનર: વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. 

             વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. બાળકની ઉંમર વધતાં તેનામાં માનસિક, શારીરિક, આવેગિક, ભાષાકીય અને સામાજિક વર્તન-ફેરફારો થાય છે તે વિકાસ છે. વિકાસમાં થતા ફેરફારોની ચોક્કસ દિશા હોય છે. 

         વિકાસ ક્રમબદ્ધ, પ્રગતિકારક અને સુસંવાદી હોય છે. વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો અને બીજા પછી ત્રીજો તબક્કો એમ ચોક્કસ ક્રમ જોવા મળે છે. 

        ગેસલના શબ્દોમાં કહીએ તો, “બાળક ઊભું રહેતું થાય તે પહેલાં બેસતા શીખવાનું જ. બોલતાં શીખે તે પહેલાં અસ્પષ્ટ ઉદ્દગારો વ્યક્ત કરવાનું જ અને ચોરસ દોરતાં શીખે તે પહેલાં વર્તુળ દોરતાં શીખવાનું જ.” 

     વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે.


પરિપક્વતા:


            ‘પરિપક્વતા’ એટલે જીવંત પ્રાણીનાં વિવિધ અંગેનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા. 



           પરિપક્વતા, વિકાસની પ્રક્રિયા અને પરિણામ સુચવે છે. બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહેવાય છે. વૃદ્વિ, વૃદ્વિનો વિકાસ અને પરિપક્વતાની સમજુતી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ 11 મનોવિજ્ઞાનના એક પ્રકરણ માનવવિકાસમાં અભ્યાસ કરાવવામાં આવે છે.

            આનુવંશિક લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય, તો તે પરિપક્વન છે. પરિપક્વન કુદરતી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે. પરિપક્વનને પરિણામે જ પરિપક્વતા પ્રાપ્ત થાય છે. આમ, પરિપક્વન એ વિકાસની પ્રક્રિયા છે. 



          પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પરકારનાં વર્તનો શીખવાની તત્પરતા આવે છે. જનીનિક અને કુદરતી સમય પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દા.ત. પક્ષીનું ઊડવું અને ચળવું, બાળકનું બેસવુ, ચાલવું અને દોડવું વગેરે ક્રિયાઓ પરિપક્વતાને કારણે થાય છે. 



         માનવીના વર્તનના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ કેટલાક કાર્યો માત્ર પરિપક્વનની પક્રિયાને લીધે જ શક્ય બને છે, જ્યારે વર્તનનાં કેટલાક પાસાઓમાં એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમ જરૂરી હોય છે. આમ, વર્તનના કેટલાંક પાસાઓમાં એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમ જરૂરી હોય છે. આમ, વર્તનના વિકાસ માટે પરિપક્વન અને તાલીમ બંને જરૂરી છે. 


             અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતા મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાય છે. તો પણ અમુક વર્તન માટેની પરિપક્વતા આવે તે પહેલાં તાલીમ દ્બારા તે વર્તન અસરકારક રીતે નિપજાવી શકતા નથી. દા.ત. છ માસે બાળક વસ્તુને પકડતાં શીખે તો તે કાર્ય માટે તે પરિપક્વ છે પણ તેને લખવાની તાલીમ માટે પરિપક્વ હોતુ નથી. 

             માનવીમાં જુદી જુદી ઉંમરે વૃદ્ધિ અને વિકાસને લગતી અમુક સિદ્ધિ અપેક્ષિત હોય છે. 18થી 21 વર્ષની વયે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણતાએ પહોંચે છે. આ ઉંમર પછી મોટે ભાગે હાડકાં, સ્નાયુઓ અને ઉંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. 

          માનવબળના ગર્ભાધાનથી ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ વૃદ્ધિ અને વિકાસના પરિણામે લગભગ 280 દિવસમાં બાળક પરિપક્વ બને છે. જન્મ પછી પણ શરીરના કોષોની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં કોઈ તાલીમ કે અનુભવની જરૂર હોતી નથી. 

12 September 2019

કાનની રચના - એક ઇન્ટરએક્ટીવ ગેમ

કાનની રચના - એક ઇન્ટરએક્ટીવ ગેમ 


વિદ્યાર્થી મિત્રો ,

                      અહીં , કાનની રચનાની એક ઇન્ટરએક્ટીવ ગેમ આપવામાં આવેલ છે.જેમાં કાનની રચના ભાગોને તેના યોગ્ય સ્થાને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે એટલે કે કાનની રચનાના ભાગના નામ પર ક્લિક કરી તેને ખસેડીને તેના સાચા સ્થાન પર છોડવાનું છે..તો ચાલો જોઈએ તમેં કાનની રચનામાં અંગોને  તેના યોગ્ય સ્થાને ગોઠવી શકો છો કે નહિ ? નીચે આપેલ Check પર કલીક કરવાથી તમારું પરિણામ જાણી શકશો.

Best of Luck



નોંધ:- પરિણામ ચેક કર્યા બાદ ફરીથી ગેમ રમવા માટે રીફેશ કરો અથવા બ્લોગ ફરીથી ખોલો ........અભાર 🙏🙏🙏

10 September 2019

વિશ્વ આપઘાત નિવારણ દિવસ









નિવૃત્તજીવનની જરૂરિયાતો અલગ હોય છે?

નિવૃત્તજીવનની જરૂરિયાતો અલગ હોય છે?



અબ્રાહમ મેસ્લો નામના મનોવિજ્ઞાાનીએ ૧૯૪૩માં ‘હાઇરાર્કી ઓફ્ નીડ્સ’ નામની થિયરી રજૂ કરી હતી. તે ‘મેસ્લોસ લો’ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાંથી આત્મબોધની સ્થિતિ સુધીની સફરને  મેસ્લોસ લો માં આવરી લેવામાં આવી છે.

મેસ્લો કહે છે કે મનુષ્યના જીવનમાં સૌથી પહેલાં મૂળભૂત જરૂરિયાતો સંતોષવાની હોય છે. અન્ન-જળનો તેમાં સમાવેશ થાય છે. આ જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ આપણે બીજી જરૂરિયાતો પૂરી કરવાની હોય છે. એ જરૂરિયાતોને તેમણે સલામતી માટેની જરૂરિયાતો ગણાવી છે. માથું ઢાંકવા માટે ઘર, સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જીવનમાં સ્થિરતા લાવનારી વસ્તુઓ, વગેરે જરૂરિયાતો આપણે પૂરી કરવાની હોય છે.

આપણી મૂળભૂત અને સલામતી માટેની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંની જરૂર પડે છે. એ જરૂરિયાતો પૂરી થયા બાદ આપણને પોતાપણું, પ્રેમ, સ્નેહ, હૂંફ્ એ બધાની જરૂર પડે છે. પરિવારજનો, મિત્રો અને સમાજ એ જરૂરિયાતો પૂરી કરે છે.

ત્યાર પછી આવે છે આત્મસમ્માન માટેની જરૂરિયાતો. આપણને કોઈ માન આપે, આપણો સામાજિક મોભો હોય, ગૌરવ હોય એ બધી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ત્રીજા અને ચોથા તબક્કાની જરૂરિયાતો નાણાં પૂરી કરી શકતાં નથી.

ઉપરોક્ત ચારે પ્રકારની જરૂરિયાતોને ખાધ પૂરી કરવા માટેની જરૂરિયાતો કહેવાય છે. તેનો અર્થ એવો થયો કે એક તબક્કાની બધી વસ્તુઓ મળી જાય ત્યારે ખાધ પૂરી થઈ ગઈ કહેવાય અને પછી આપણે બીજા તબક્કા તરફ્ આગળ વધીએ છીએ. દા.ત. અન્ન-જળની જરૂરિયાત પૂરી થયા બાદ આપણને વસ્ત્રો, ઘર, કાયદો-વ્યવસ્થા, વગેરે જોઈએ છે. આ બંને તબક્કા બાદ પ્રેમ, હૂંફ્ જોઈએ છે અને પછી માન-સમ્માન, ગૌરવ, વગેરેની જરૂર પડે છે.

મનુષ્યની છેલ્લી જરૂરિયાત આત્મબોધની છે. કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની, એકરૂપ થઈ જવાની આ ઈચ્છા હોય છે. આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આત્મબોધ નાણાંથી ખરીદી શકાતો નથી.

આ બધી વાતનો નિવૃત્તજીવન સાથે શું સંબંધ છે? નિવૃત્ત લોકોની જરૂરિયાતો પણ આ જ ક્રમમાં હોય છે. નિવૃત્તિ બાદ સૌથી પહેલાં તો રોટી, કપડાં ઔર મકાનની જરૂરિયાત પૂરી કરવાની હોય છે. આપણા બધાની જેમ નિવૃત્ત લોકોને પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ લડવાની હોય છે. પોતાના અવસાન સુધી નાણાં ટકશે કે નહીં એ સવાલ ઘણો મોટો હોય છે. નિવૃત્તિ માટેનું પૂરતું ભંડોળ એકઠું કરી લીધું હોય તો આ ચિંતાનો અંત આવી જાય છે.

આજકાલ વરિષ્ઠ નાગરિકો પર હુમલા, તેમના ઘરમાં ચોરી, લૂંટફટ, વગેરે પ્રકારના ગુનાઓ વધતા જાય છે. પોલીસ, સરકાર અને સમાજ ભેગાં મળીને આ સમસ્યાના હલ માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ લેખમાળામાં અત્યાર સુધી આપણે નિવૃત્તજીવનની નાણાકીય આવશ્યકતાઓ વિશે જ વાત કરી છે. હવે પછી આપણે ત્રીજા અને ચોથા તબક્કાની જરૂરિયાતો વિશે ચર્ચા કરીશું.

નિવૃત્ત લોકોને પરિવારજનો, મિત્રો અને સમાજનાં સ્નેહ અને હૂંફ્ની જરૂર હોય છે. ભારતીય સમાજમાં વડીલો પરિવારનો જ હિસ્સો ગણાય છે. તેમનું માન સચવાય છે તથા તેમની દેખરેખ રાખવામાં આવે છે. વળી, આજકાલ પરિવાર ઉપરાંત અનેક ઔપચારિક અને અનૌપચારિક વર્તુળો/કેન્દ્રો કાર્યરત છે. તેમાં વડીલો ભેગા મળીને સમય વ્યતીત કરી શકે છે. પોતાપણું તથા સ્નેહની જરૂરિયાત આવાં કેન્દ્રોમાં પૂરી થતી જોવા મળે છે.

આગામી વર્ષોમાં વરિષ્ઠ નાગરિકો માટેની ખાસ વસાહતો રચવામાં આવશે. તેમાં મૂળભૂત આરોગ્યસેવા, દેખભાળ, ચોવીસે કલાકની સુરક્ષા, મનોરંજક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓ હશે. વસાહતોમાં મૂળભૂત જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને પોતાપણાની જરૂરિયાત સંતોષાશે.

આત્મસમ્માન, ગૌરવ, વગેરે પ્રાપ્ત કરવા માટે વડીલો પોતાના જ્ઞાાન, અનુભવનો લાભ પરિવારને, સમાજને કે સમુદાયને આપી શકે છે. તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમો, જેવાં સ્થળે સેવા આપી શકે છે, વંચિત વર્ગનાં બાળકોને કે પ્રૌઢોને શિક્ષણ આપી શકે છે, નવી પેઢીને માર્ગદર્શન આપી શકે છે. જોકે, આ બધું કહેવા કરતાં કરવું અઘરું છે. ઘણા બધા લોકોને સ્વૈચ્છિક સંસ્થામાં જવાનો કે સામુદાયિક કાર્ય કરવાનો અનુભવ નથી હોતો. વળી, જો તેઓ નિવૃત્તિ બાદ આવું કરે ત્યારે અહમ્ વચ્ચે નડે એવું પણ શક્ય છે. જો યુવા પેઢી તેમનું સાંભળે નહીં તો તેમને મનદુઃખ થઈ શકે છે. આથી મોટાભાગના નિવૃત્ત લોકોને શું કરવું તે સમજાતું નથી.

આત્મબોધ માટે મેડિટેશન એ એક ઉપાય છે. મેડિટેશનનો અર્થ ટટ્ટાર બેસીને, પલાંઠી વાળીને કે આંખો બંધ કરીને બેસી રહેવું એ જ નથી. મેડિટેશન એટલે કે ચિંતન કરવાના અનેક રસ્તા છે. ભગવદ્ ગીતામાં તથા અન્ય ધર્મગ્રંથોમાં મેડિટેશનના અનેક વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે.

આમ, નિવૃત્ત જીવન માટે ફ્ક્ત નાણાકીય વ્યવસ્થા કરી લેવાથી કામ પતી જતું નથી. નાણાંથી તો ફ્ક્ત મૂળભૂત જરૂરિયાતો સંતોષાશે. બીજા તબક્કા બાદની જરૂરિયાતોને સંપૂર્ણપણે નાણાં સાથે સંબંધ નથી. આથી, તેના વિશે અલગથી વિચાર કરવો જરૂરી છે.

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

06 September 2019

માનવઆંખની રચના

માનવઆંખની રચના 

                 આપણે જેના દ્વારા આપણી આસપાસની અદભુત દુનિયા નિહાળી શકીએ છીએ જેને આપણે આંખો કહીએ છીએ. સજીવઅંગોમાં આંખ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. સામાન્ય રીતે આંખની સરખામણી આપણે કૅમેરા સાથે કરીએ છીએ. આમતો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ ૧૨ માનોવિજ્ઞાનમાં આવતા એક પ્રકરણ સંવેદન,ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં માનવઆંખ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. માનવઆંખ કેવી છે? અને આંખ કેવી રીતે કાર્ય કરે છે? ચાલો જાણીએ.

               માનવઆંખ માં સૌપ્રથમ કોઈ પણ વસ્તુમાંથી આવાતા પ્રકાશના કિરણો કનિનીકા દ્વારા આંખમાં પ્રવેશે છે. કનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઇરીસ કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કનિનીકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણમુખ જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ, જેને નાની-મોટી કરવાનું કામ આઈરીસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશનાં કિરણો નેત્રમણિ તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સીલીયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. જે નેત્રમણિની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઇ બદલી શકે છે.


                નેત્રમણિ દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.

               સીલીયરી સ્નાયુઓ મનાવાઅંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્રલંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્રલંબાઈ વધારે હોય છે. આથી આંખ દુરની વસ્તુ નિહાળવા માટે સમક્ષ બને છે. જ્યારે સીલીયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્રલંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.

02 September 2019

માનવકાનની રચના


માનવકાનની રચના

                સામાન્ય રીતે માનવકાન વિશે વાત કરીએ તો કાનનું મુખ્ય કાર્ય સાંભળવું થાય. દા.ત., મિત્ર સાથે વાંતચીત, જાહેર રસ્તાપર થતો વાહનનો અવાજ, ટીવીમાંથી આવતો અવાજ વગેરે. પણ માનવકાનની રચના એટલે કે માનવકાનનું કાર્ય શું છે? ચાલો જાણવાનો પ્રયત્ન અરીએ,


            તમે તમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે, તમે તમારી આજુ-બાજુ કે દુર-દુર સુધીનો અવાજ કેવી રીતે સાંભળી શકો છો? માનવ શરીરના અતિ સંવેદનશીલ ભાગ કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો શ્રાવ્ય આવૃતિથી ઉત્પન્ન થતા દબાણના ફેરફારને કાન વિદ્યુતસંકેતમાં ફેરવે છે. આ વિદ્યુતસંકેતો શ્રવણતંતુઓ મારફતે આપણા મગજમાં પહોંચે છે અને મગજ તેને ધ્વનિ સ્વરૂપે સમજે છે. 


                   માનવકાન એ (1)બાહ્ય કર્ણ, (2) મધ્ય કર્ણ અને (3) અંત:કર્ણ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. બાહ્ય કર્ણને કર્ણપલ્લવ કહેવામાં આવે છે. કર્ણપલ્લવ બાહ્ય ધ્વનિને એકત્રિત કરે છે. આ ધ્વનો શ્રવણનલિકામાંથી પસાર થાય છે અને તેના છેડે રહેલ એક પાતળા પડદા સુધી પહોંચાડે છે. આ પાતળા પડદાને કર્ણપટલ કહેવામાં આવે છે. ધ્વનિ-પ્રસરણને કારણે જ્યારે માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે ત્યારે પડદાની બહારની તરફનું દબાણ વધે છે જે કર્ણપટલને અંદર તરફ ધકેલે છે. આ જ રીતે જ્યારે માધ્યમનું વિઘનન કર્ણપટલ પર આપાત થાય છે ત્યારે કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. આ રીતે કર્ણપટલનું કંપન થાય છે. જોકે આ કંપનો અતિસૂક્ષ્મ હોય છે જેનું કેટલાયગણું પ્રવર્ધન મધ્યકર્ણમાં આવેલાં ત્રણ હાડકાંઓ વડે થાય છે. મધ્યકર્ણ દ્વારા આ રીતે મેળવેલા ધ્વનિતરંગનો પ્રવર્ધિત દબાણના ફેરફારોને અંત:કર્ણ તરફ પ્રસારિત કરે છે. અંત:કર્ણ આ કંપનોને કર્ણાવર્ત દ્વારા વિદ્યુતસંકેતોમાં ફેરવે છે. આ વિદ્યુતસંકેતો શ્રવણતંતુઓ વડે મગજ સુધી પહોંચે છે. મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપમાં વિશ્લેષણ થાય છે. આ બધું જણીને આશ્વર્ય થાય કે ફક્ત એક આંખના પલકારમાં આ ક્રિયા થાય છે. 

           માનવકાનની રચના વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ માનોવિજ્ઞાન વિષયમાં એક પ્રકરણ સંવેદન,દયાન અને પ્રત્યક્ષીકરણમાં અભ્યાસ કરાવવામાં આવે છે.માનવકાન 20Hz થી 20,000 Hz સુધીની આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે જેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. 20 Hz થી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે.