Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 May 2021

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:ધોરણ -12ના વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું, મુડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતા

 સૌ.યુનિ.નો સ્ટડી કેસ:ધોરણ -12ના વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું, મુડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતા, માતાપિતા પણ પરીક્ષાથી અવઢવમાં મુકાયા


  • 621 બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા

હાલના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ કે અન્ય માનસિક સમસ્યાઓ નો ભોગ બનેલા છે, ત્યારે ખાસ ધોરણ 12ના વિદ્યાર્થીઓના સ્વભાવ માં ચીડિયાપણું,મુડ ડિસઓર્ડર અને ભવિષ્યની ચિંતા જોવા મળી રહ્યા છે. એક તરફ તેઓ શિક્ષકો અને વાલીઓ ના ભય થી અભ્યાસ મૂકી પણ નથી શકતા અને બીજી તરફ બાળકો કંટાળ્યા છે.આ અંગે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડૉ.ધારા આર. દોશી સાથે મનોવિજ્ઞાન ભવનના ઘણા વિદ્યાર્થીઓએ ધોરણ 12ના 621 બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા

બાળકોના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળ્યું

મોટાભાગના વાલીઓ બાળકોના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો! બાળકો એ પણ સમસ્યા વ્યક્ત કરી કે એમને હવે ખૂબ જ કંટાળો આવે છે, કોઈ સ્પષ્ટ નિર્ણય આવતો નથી, ક્યારેક પરીક્ષા પદ્ધતિ બદલવાની વાતો સંભળાય છે તો ક્યારેક પરીક્ષા લેવાશે કે નહિ એ વિષે ની અટકળો. આ બધા ની વચ્ચે બાળકોના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળ્યું છે તેવું વાલીઓ એ જણાવ્યું અને લટકતી તલવાર જેવી હાલત છે તેવું બાળકો કહે છે. બાળકો અને વાલીઓને ભવિષ્યની ચિંતા પણ થઈ રહી છે.

ધોરણ 12ના વિદ્યાર્થીઓ નું માનસિક સ્વાસ્થ્ય હણાયુ છે

અત્યારે જો જોઈએ તો ધોરણ 12ની પરીક્ષા એ સમાચારનો મુખ્ય વિષય બની ગઈ છે કારણ કે દરરોજ નવી નવી બાબતો સામે આવે છે કે પરીક્ષાઓ લેવા ની સંભાવના છે, પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર કરવામાં આવશે, વાલીઓ પરીક્ષા ન લે કોર્ટ માં અપીલ કરે છે વગેરે..આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પર વ્યંગ કરે છે, વિડિયો બનાવે છે અને લોકો તેને શેર પણ કરતા થયા છે. આ બધા વચ્ચે ધોરણ- 12ના વિદ્યાર્થીઓ નું માનસિક સ્વાસ્થ્ય હણાયુ છે. બાળકોમાં નીચે મુજબના ફેરફારો જોવા મળી રહ્યા છે

54%માં પરીક્ષા ફોબિયા

ઘણાં વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફોબિયા એટલે કે પરીક્ષાનો ભય જોવા મળ્યો છે. બાળકો એ આખું વર્ષ ઓનલાઇન અભ્યાસ કર્યો છે અને પરીક્ષાઓ પણ ઓનલાઇન જ આપી છે એટલે બાળકો ને હવે જ્યારે ફાયનલ પરીક્ષા નજીક આવે છે તેમ પરીક્ષા વિષે નો ભય જોવા મળ્યો. પરીક્ષા સમયે વાંચેલું ભૂલાય જશે તો, પરીક્ષા માં વ્યવસ્થિત જવાબ લખી શકાશે, પરીક્ષા સમયે બધું ભૂલાય ગયા નો ભય વગેરે બાબતોને લઈ ને બાળકો માં ભય જોવા મળ્યો.

27%ને મૂડ ડિસઓર્ડર

બાળકો છેલ્લા એક વર્ષ થી ઘરે રહી ને જ અભ્યાસ કરે છે. બાળકોનો શાળામાં જે વિકાસ થતો હોય તે વિકાસ આ એક વર્ષમાં રૂંધાયો છે. બાળકો મિત્રો સાથે ની રમતોમાં જ પોતાનો સમસ્યા નો ઉકેલ મેળવી લેતા હોય છે પરંતુ હાલ ઘરે રહેવાનું હોવાથી બાળકો અંદર અંદર મુજય છે પરિણામે બાળકો ચીડિયા બન્યા છે. નાની નાની વાત માં બાળકો ગુસ્સો કરતા થયા છે. બાળકો ખુશ નથી રહી શકતા.

22%ને ભોજન અરુચિ

ઘણા માતાપિતા અને બાળકોની સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે, બાળકો ની ભોજનની ટેવ માં ફેરફાર જોવા મળ્યો છે. બાળકો નો ખોરાક ઓછો થઈ ગયો છે અને થોડું વધારે અથવા પરાણે જમાડવાનો પ્રયત્ન કરાય તો ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યા થાય છે. ઘણા બાળકો માં આ અસર ઊંધી જોવા મળી હતી એટલે કે ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું હતું. આખો દિવસ ઘરે બેસી રહેવાનું હોવાથી બાળકો ને થોડા થોડા સમયે ખોરાક લેવાની આદત પડી ગઈ છે જેથી શરીર અને ખાસ કરી ને પેટનો ભાગ ફૂલવા ની સમસ્યા બાળકોમાં જોવા મળે છે. આ પાછળ નું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે ચિંતા ના કારણે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે અને તેને કારણે શરીર વધારે માત્ર માં એસિડ અને શર્કરા બનાવે છે જેની અસર પાચનક્રિયા પર પડે છે.

18%ને ઊંઘમાં તકલીફ

હાલના સમયે બાળકો મોટાભાગનો સમય ઘરમાં રહે છે જેથી કોઈ શારીરિક કસરત થતી નથી, બાળકો થાકતા નથી. આ સિવાય સતત મોબાઈલ અથવા ટીવી ની સ્ક્રીન સામે રહેતા હોવાથી બાળકો નું ઊંઘ ની આદત માં ફેરફાર થયા છે. મોટાભાગના બાળકો રાત્રે મોડે સુધી સૂઈ નથી શકતા જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે. આખો દિવસ સુસ્તી રહે છે. વધારે સમય સ્ક્રીન સામે રહેવાથી આખો ખેંચાય, માથું દુખે વગેરે જેવી સમસ્યા પણ સર્જાય છે.

27% વિદ્યાર્થીઓ એકાંતમાં રહેવું પસંદ કરે છે

બાળકો છેલ્લા ઘણા સમય થી ઘર માં પુરાયા છે એટલે હવે એમને બહાર નીકળવાનું કે ક્યાંય બહાર જવાનું કહેવામાં આવે તો તે સહમત થતાં નથી. લોકો સાથે વાતચીત કરવી કે કંઈ રીતે પ્રતિક્રિયા કરવી વગેરે જેવી બાબતો ને લઈ ને બાળકો ચિડાય છે. તેવું ઘણા માતાપિતા એ જણાવ્યું. આ સિવાય ઘણા બાળકો સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે હવે બાળકોને અમુક મિત્રો સિવાય કોઈ જોડે ફોનમાં કે રૂબરૂ વાત કરવામાં કોઈ જ રસ નથી.

36%ને લોકો સાથે રહેવું ગમતું નથી

બાળકો ઘરમાં રહી ને ચીડિયા બન્યા છે તેની સાથે બાળકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઘણા માતાપિતા સાથે ની વાતચીત થી જાણવા મળ્યું કે, એમના બાળકો આખો દિવસ રૂમ માં જ રહે છે. આ સિવાય એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો ચિડાય છે. એમને કંઈ પૂછી તો વ્યવસ્થિત જવાબ નથી આપતા અને ગુસ્સો કરે છે. સરખો જવાબ નથી આપતા. એમને શું સમસ્યા છે અથવા પરીક્ષા લક્ષી કોઈ સવાલ પૂછવામાં આવે તો પણ વ્યવસ્થિત જવાબ નથી આપતા.

વાલીઓની વ્યથા

ધોરણ 12માં અભ્યાસ કરતા બાળકોના કેટલાક વાલી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એક તરફ પરીક્ષા નહિ લેવાય તો બાળકોના ભવિષ્યનું શું થશે એ વાત ની ચિંતા છે તો બીજી બાજુ જો પરીક્ષા લેવાય અને પરીક્ષા આપવા જવાનું થાય તો બાળકો ને કોરોના થશે તો તેવી ચિંતા વાલી ને થાય છે.પરીક્ષાની વચ્ચે એટલે કે થોડા પેપર આપ્યા બાદ જો બાળકોને કોરોના થાય તો તે પછીની પરીક્ષાનું શું થાય તેવા પ્રશ્ન એ પણ ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

અન્ય સમસ્યાઓ

આવી સ્થિતિમાં બાળકો ને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે:,જેમકે ઘરે થી માતા પિતા દ્વારા તેમજ શિક્ષકો દ્વારા વાંચવા માટે આગ્રહ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બાળકો ની માનસિક સ્થિતિ ને આઘાત પહોંચે છે.બાળકો ને આ ઉંમરમાં મિત્રો સાથે વધુ સમય પસંદ કરતા હોય છે અને મિત્રો સાથે રહીને જ ઘણું શીખતા હોય છે, સમસ્યાના ઉકેલ મેળવવા હોય છે પરંતુ હાલ એ બધું જ અટકી ગયું છે અને પરિણામે બાળકો અંદર અંદર ખૂબ અકળાયા છે. ઘણા બાળકો ઘરના કડક વાતાવરણના લીધે અકળાયા છે, કારણ કે બહાર ક્યાંય જઈ નથી શકતા અને ઘરે સતત સૂચનાઓ નો મારો થતો હોય, આસપાસના લોકો પરીક્ષાઓ અંગે અટકળો જણાવ્યા કરતા હોય, પરીક્ષાને લઈ ને ઘણા લોકો અલગ અલગ સલાહ આપતા હોય વગેરે બાબતો ની વચ્ચે બાળકો માનસિક અસ્વસ્થ બન્યા છે.

માતા-પિતા પણ ચિંતા માં છે

કેટલાક બાળકો ઓનલાઇન શિક્ષણના કારણે મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના વ્યસની થઈ ગયા છે, પરિણામે પરીક્ષા નજીક આવતા હવે અભ્યાસ ને લઈ ને તણાવ અનુભવતા થયા છે. એક વિદ્યાર્થ એ જણાવ્યું કે મોબાઈલ એ મનોરંજનનું સાધન છે તેમાં ભણવાની વાત આવે એટલે વિવિધ ગેમ અને સોશિયલ સાઈટ પર ધ્યાન જતું રહે. ક્યારેક એમ થાય કે એક બે મિનિટ સોશિયલ મીડિયા માં જોઈ લઉં ત્યાં કલાક કેમ નીકળી જાય છે તેની ખબર રહેતી નથી.તેની સાથે માતા પિતા પણ ચિંતા માં છે કે બાળકો ની પરીક્ષા નું શું થશે? કેટલાક માતાપિતા એ જણાવ્યું કે એક ને ગોળ અને બીજાને ખોળ એવું થયું છે. અમારા સંતાનો પરીક્ષા આપવા જશે અને સંક્રમિત થશે તો? એની ચિંતા છે. વેક્સિનની વ્યવસ્થા પહેલા થાય 12 માં ધોરણના વિદ્યાર્થી માટે તૅ ખુબ જ જરૂરી છે. કેટલાક માતાપિતા એ જણાવ્યું કે એક વર્ષ ભલે બગડે અમે અમારા સંતાનને પરીક્ષા આવતા વર્ષે અપાવશું .. આવી પરિસ્થિતિમાં માતાપિતા અને બાળકો બંને જો વ્યવસ્થિત કેટલીક વાતો નું ધ્યાન રાખી ને ચાલે તો તણાવ ઓછો થઈ શકે છે.

માતાપિતા એ શું કરવું જોઈએ

1.માતાપિતા એ બાળકો ને સતત ભણવાની જ વાતો ન કરતા એ સિવાય ની અન્ય વાતો પણ કરવી જોઈએ.

2.ક્યારેક બાળક સતત ઘરમાં રહી ને અથવા અભ્યાસ થી કંટાળીને ચિડાય તો તેની સામે ગુસ્સો કરવાની બદલે તેના ચીડિયાપણા પાછળનું કારણ સમજી ને તેની સાથે વર્તન કરવું જોઈએ.

3.બને ત્યાં સુધી બાળકો ની સામે નકારાત્મક સમસ્યાઓની ચર્ચા ટાળવી. ઘરની આર્થિક સમસ્યાઓ અંગે બાળકોને જાણ હોવી જરૂરી છે પરંતુ તેના વિષેની સતત ચર્ચા બાળકોની સામે ન કરવી.

4.ઘરનું વાતાવરણ બને ત્યાં સુધી સકારાત્મક અને શાંત રાખવું.

5.ક્યારેક બાળકો ની સાથે તેને ગમતી રમત રમવી જોઈએ અથવા બાળક ને સતત ઘર માં રહેવાનું હોવાથી ઘર નું વાતાવરણ તંગ ન બને એ રીતે થોડી છૂટછાટ બાળકો ને આપવી જોઈએ, જેથી બાળકને બંધાણ ન લાગે. વધારે દબાવ માં રહી ને બાળકો સંસ્કારી નથી બનતા ઉલટાનું બાળકનું માનસિક સ્વાસ્થ્ય નબળુ પડી શકે છે. એ વાત સમજવી ખૂબ જરૂરી છે.

6.બાળકો ને ગમતી કોઇપણ પ્રવૃત્તિ પણ કરવાની છૂટ આપવી જોઈએ. એ યાદ રાખો કે બોર્ડની પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી.

બાળકો એ શું કરવું જોઈએ

​​​​​​​1.બાળકો ને હાલ સમય વધારે મળ્યો છે તો વાંચન ના સમય માં થોડો ફેરફાર કરીને વ્યવસ્થિત ટાઇમ ટેબલ પ્રમાણે અભ્યાસ ની સાથે પોતાના માટે પણ થોડો સમય કાઢવો જોઈએ અને એ સમયમાં સ્ક્રીન થી દૂર રહી ને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ કારણ કે ગમતું કાર્ય કરવાથી મન ફ્રેશ રહે છે અને વધુ સારી રીતે કોઈ પણ કાર્ય કરી શકાય છે.

2.આખો દિવસ ઘર માં રહેવાનું હોય તો થોડો સમય બહાર ચાલવા માટે જવું જોઈએ જેથી શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકે.સાથે પરીક્ષા ને માત્ર ટકાવારી પૂરતી ન રાખી જીવનમાં કઈક શીખવા મળ્યું એમ સમજી લેવી.

28 May 2021

સૌ.યુનિ.સર્વે... -મ્યુકોરમાઇકોસિસ...-અફવા.. -માસ હિસ્ટેરિયા ...

સૌ.યુનિ.ના સર્વેમાં તારણ:પહેલા ઓક્સિજનની ઉણપ અને હવે મ્યુકોરમાઇકોસિસની પાછળ ઇન્જેક્શનની અછતની અફવાથી લોકો માસ હિસ્ટેરિયાના શિકાર બની રહ્યાં છે

  • દવા અને ઈન્જેક્શનની અછત કે તંગીની અફવા લોકોને વધુ પેનિક બનાવી રહ્યાં છે
લોકોમાં તીવ્ર માનસિકતા (મેનીયા)ની અફવાને કારણે લોકો સામૂહિક હિસ્ટેરિયાના શિકાર બની રહ્યાં છે. આમાં, એક અજાણ્યો ડર એકથી બીજા સુધી પહોંચીને અફવાઓને પ્રોત્સાહન આપે છે. મનોવિજ્ઞાનના મતે તીવ્ર માનસિકતાથી પીડાતા અને અફવાઓ મગજમાં ધરાવનાર વ્યક્તિના મગજમાં ડોપામાઇન હોર્મોનની માત્રા નોંધપાત્ર રીતે વધે છે, જે તેના વિચાર, વર્તન, વાણી વગેરેનું સંતુલન બગડે છે. આવું જ તારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં સાબિત થયું છે. પહેલા ઓક્સિજનની ઉણપ અને હવે મ્યુકોરમાઇકોસિસની પાછળ ઇન્જેક્શનની અછતની અફવાથી લોકો માસ હિસ્ટેરિયાના શિકાર બની રહ્યાં છે.

સારવાર દ્વારા હોર્મોન્સ સામાન્ય થાય છે ત્યારે બધું સામાન્ય થઈ જાય

માસ હિસ્ટેરિયાથી પીડિત સામાન્ય કરતાં વધુ પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે. તે જ રીતે તેની બોલવાની માત્રા પણ વધી જાય છે. જો કોઈ કુટુંબના સભ્યની અફવાની તીવ્ર માનસિકતા હોય, તો પછી પરિવારના અન્ય સભ્યોમાં સમૂહ હિસ્ટેરિયા થવાની સંભાવના વધારે છે. આ સમસ્યા આસપાસના વાતાવરણમાં પણ ફેલાય છે, પરંતુ આવા કિસ્સાઓમાં, પીડિત અને થોડા સમય માટે અન્ય સભ્યોનું સંતુલન બગડે છે, જ્યારે સારવાર દ્વારા હોર્મોન્સ સામાન્ય થાય છે ત્યારે બધું સામાન્ય થઈ જાય છે.

ગ્રામીણ વિસ્તારોમાં લોકો સારવાર કરતા ભૂવાઓ પર વધારે વિશ્વાસ રાખે છે

સમૂહ હિસ્ટેરિયા તે સ્થળોએ થવાની સંભાવના છે. જ્યાં તે પરિવાર અથવા સમાજમાં ભાવનાત્મકરૂપે એકબીજા સાથે જોડાયેલા હોય છે. પીડિતને જોઇને, પરિવાર અથવા નજીકના અન્ય સભ્યો તેમની જાતને તેનામાં ઓતપ્રોત કરવાનો પ્રયાસ કરે છે. આ કિસ્સાઓમાં, જો પીડિત તુરંત સારવાર અથવા સલાહ લેતો નથી, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. મોટાભાગના કેસોમાં, ગ્રામીણ વિસ્તારોમાં લોકો સારવાર કરતા ભૂવાઓ પર વધારે વિશ્વાસ રાખતા હોય છે, જે દર્દીની હાલત ખરાબ કરે છે. જ્યારે આવા લક્ષણો પરિવારના સભ્યોમાં જોવા મળે છે, ત્યારે તેમને પીડિતથી અલગ રાખવા જોઈએ.

છાતીમાં તીવ્ર પીડા થાય છે.

સતત મ્યુકોરમાઇકોસિસના સમાચારોથી નિષેધક અસર થાય છે

હાલમાં લોકોને કોરોના થતા જ અચાનક ઓક્સિજનની ઉણપ થતી જોવા મળે છે. જેનું જો વિશ્લેષણ કરીએ તો મનોદૈહિક વિકૃતિ જેમાં વ્યક્તિ જે પ્રકારના વિચારો કરે એ પ્રકારના લક્ષણો તેના શરીરમાં ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. હાલમાં જે સતત ઓક્સિજનની ઉણપ જ થાય છે તેમાં પણ ક્યાંક આ બાબત જવાબદાર છે. કારણ કે, કોઈ એકને જે બાબત થઈ એ જો મને પણ થશે તો? એ વિચાર અને ભયને કારણે આપણા ચેતાતંત્રમાં પરિવર્તન થતા ઓક્સિજનની કમી થવાનું શરૂ થાય છે. વધુ પડતું પેનિક થવાથી પણ ઓક્સિજન ઘટવાનું શરૂ થાય છે. માટે જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાય ત્યારે પેનિક થવાને બદલે વિચારી તેની સામે લડવાની દ્રષ્ટિ કેળવો.

લોકો આંકડાની માયાજાળમાં ફસાય પોતાનું ઓક્સિજન લેવલ ઘટાડી રહ્યાં છે

ઓક્સિજનની કમીની સાથે હવે મ્યુકોરમાઇકોસિસની પણ એટલી જ શરૂઆત થઈ હોય એ એંધાણ દેખાય રહ્યાં છે. કાઉન્સેલિંગ સેન્ટરમાં આવતા ફોનમાં હવે મ્યુકોરમાઇકોસિસના રોગનો ભય પણ વધ્યો છે. માટે આ વિશેના સમાચારો જોવાનું ટાળો. જ્યારે વ્યક્તિ સતત એક જ વાતોનો વિચાર અને રટણ કર્યે રાખે ત્યારે તેની ખૂબ નિષેધક અસર ઓક્સિજન લેવલ પર પડતી હોય છે. એક વખત વિચારો શું પહેલા રોજ તમે ઓક્સિજન લેવલ માપતા? તમને ખબર પણ હતી કે તમારું ઓક્સિજન લેવલ કેટલું રહેતું હતું? હવે આંકડાઓની માયાજાળમાં આવી જાણી જોઈને તમે તમારું ઓક્સિજન લેવલ ઘટાડી રહ્યા છો.

ભય, ચિંતા, પેનિક ટેક આ બધાને લીધે પણ ઓક્સિજન ડાઉન થતું હોય છે

નિષેધક વિચારો, ભય, ચિંતા, પેનિક ટેક આ બધાને લીધે પણ ઓક્સિજન ડાઉન થતું હોય છે. માટે ખોટા પેનિક થવાનું ટાળવું. ખોટા અને નિષેધક લોકોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. મ્યુકોરમાઇકોસિસ બાબતે પણ માસ હિસ્ટેરિયા જવાબદાર છે. આજે એક આંખના ડોક્ટર સાથે ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે મુલાકાત કરી અને તેમને પૂછ્યું કે કેટલાં લોકો તપાસ માટે આવે છે, તો ડોક્ટરે જણાવ્યું કે સામાન્ય કરતા 4થી 5 ગણા તપાસ માટે આવવા લાગ્યા છે અને તેમને કોઈ એવી ગંભીર આંખમાં ખામી હોતી નથી. છતાં અલગ અલગ કેટલાય સવાલો કરતા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કરવામાં આવ્યો.

હિસ્ટેરિયાના લક્ષણો
  • જ્યારે દર્દી અચાનક હસવા લાગે કે રડવાનું શરૂ કરે છે, ત્યારે સમજી લો કે તેને હિસ્ટેરિયાથી પીડાય છે
  • દર્દીના શરીરમાં અચાનક ગલીપચી થાય છે
  • આવા દર્દી પ્રકાશથી દૂર ભાગે છે
  • હિસ્ટેરિયાના દર્દીઓ મોટા અવાજને સહન કરી શકતા નથી.
  • આવા દર્દીને માથા, છાતી, પેટ, કરોડરજ્જુ અને ખંભાના સ્નાયુઓમાં તીવ્ર પીડા થાય છે
  • જ્યારે હુમલો આવે છે, ત્યારે દર્દી ચીસો પાડે છે અને અવાજ કરે છે અને તેને સતત હેડકી આવે છે
  • જો દર્દીને હાથ અને પગમાં અચાનક ખેંચાણ આવે છે, તો સમજી લો કે તે હિસ્ટેરિયાથી પીડિત છે
  • મોટાભાગના લોકોને જ્યારે હિસ્ટેરિયાનો હુમલો આવે છે ત્યારે તેને ચક્કર આવે છે
  • આ દર્દીઓને સતત પેનિક એટેક આવ્યા કરે છે
  • કોઈની વાતમાં આવીને એ રીતે વર્તવાનું શરૂ કરી દે છે.
કારણો

- જ્યારે વ્યક્તિ અંગત લાગણી વ્યક્ત કરી શકતા નથી અથવા તે અયોગ્ય ઈચ્છાઓ ધરાવે છે જે અસામાન્ય છે તો તે ઉન્માદના સ્ટ્રોકનું કારણ બને છે - ગંભીર માનસિક આઘાત પણ હિસ્ટેરિયા રોગનું એક મુખ્ય કારણ છે. પતિ કે બાળકના અકાળ મૃત્યુ, નિ:સંતાન અથવા ધન અને સમૂહના નુકસાનને લીધે વ્યક્તિ ઉન્માદનો શિકાર બની શકે છે.

 - હિસ્ટેરિયાના મુખ્ય કારણોમાં એક તણાવ છે. જ્યારે વ્યક્તિ તાણ અનુભવતી હોય અને મનની વાત કોઈ બીજા સાથે વહેંચવાના બદલે આંતરિક રીતે હેરાન થાય છે તો પછીથી આ સ્થિતિ ઉન્માદનું કારણ બને છે - હાલના સમયમાં નેગેટિવિટી અને નિષેધક વિચારો એ હિસ્ટેરિયાનું મુખ્ય કારણ બન્યા છે

26 May 2021

કોરોનામાંથી સાજા થયેલ લોકોમાં વધતો જતો post traumatic stress Disorder

કોરોનામાંથી સાજા થયેલ લોકોમાં વધતો જતો post traumatic stress Disorder

ડો. યોગેશ એ. જોગસણ & ડો. ધારા દોશી

હાલમાં જ્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે આ શારીરિક રોગની ઘણી માનસિક અસરો થઈ છે. મોજીલું જીવન જીવવા ટેવાયેલો માણસ મનમાં ભય રાખી જીવતો થયો હોય એવું લાગે છે. સતત એક ભયે લોકોના મનમાં કબજો કર્યો છે ત્યારે એવી વ્યક્તિ પણ સામે આવી છે જે *ઉત્તર આઘાત તણાવ વિકૃતિ* એટલે કે *post traumatic stress Disorder* નો ભોગ બની છે.

જે વ્યક્તિ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે તેની અંદર આ વિકૃતિ નું પ્રમાણ વધ્યું છે. સાજા થયેલ લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભલે એ લોકો સ્વસ્થ થઈ ગયા પણ હજુ એક ભય સતત રહે છે કે ક્યાંક ફરી પાછો આ રોગ ઉથલો મારશે તો? અને ઘરના સભ્યોને પણ અમારા કારણે કોઈ મુશ્કેલી વેઠવી પડશે તો? આ વિચારો ને કારણે તેઓ સતત ભય, ચિંતા, તણાવ, અનિદ્રા, ભોજન અરુચિનો સામનો કરી રહ્યા છે. એક ભય જે કોરોના ને હરાવ્યા હોવા છતાં ફરી પાછો થશે તો? સતત મૂંઝવે છે.

PTSD એક એવા પ્રકારની ખોટી ચિંતા કે ભય વિકૃતિ છે જેની ઉતપતિ વિવિધ ઘટનાઓથી થાય છે. મહામુશ્કેલી જેવી કે હોનારતો અને માનવ સર્જિત ઘટનાઓને લીધે આ વિકૃતિ નો ભોગ માનવી બને છે. જેમાં *ઘટના પૂર્ણ થયા પછી પણ તેનો ભય કે આઘાત સતત મનમાં રહ્યા કરે છે અને એ ભય ને લીધે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે*

આ વિકૃતિમાં વ્યક્તિને તાણ ઉતપન્ન કરતી ઘટનાઓ ની યાદ સતત આવ્યા કરે છે ઘણું વખત સ્વપ્નમાં પણ એ ઘટના કે રોગ વારંવાર યાદ આવે છે.

વ્યક્તિ એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે છે જે તેનામાં આઘાત ઉતપન્ન કરે છે

વ્યક્તિને લાંબાગાળાની ઉત્તેજના કે ચીડિયાપણું અનુભવાય છે અને અનિંદ્રા નો પણ સામનો કરે છે

એકાગ્રતાની ઉણપ અને સ્મૃતિલોપ

ખિન્નતાનું વધુ પ્રમાણ અને સામાજિક દુરી બનાવી રાખે છે

આમ આ વિકૃતિમાં વ્યક્તિની અંદર આ પ્રકારના લક્ષણો વિકસિત થાય છે. કોરોનામાંથી સાજા થયેલ વ્યક્તિ સાથેની વાતચીતમાં પણ આ બાબતો સામે આવી છે કે ભલે તેઓ સ્વસ્થ થઈ ગયા પણ હજુ એક ભય નીચે જીવે છે. એક ગિલ્ટની લાગણી રહે છે કે ક્યાંક તેના કારણે તેમના પરિવાર ના લોકો મુશ્કેલીમાં ન મુકાય.

આ વિકૃતિ થવા પાછળ મનોવૈજ્ઞાનિકો ત્રણ કારણો જણાવે છે. જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. હાલની પરિસ્થિતિમાં *PTSD માટે મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો* સહુથી વધુ જવાબદાર છે. જે વ્યક્તિ માનસિક રીતે વધુ આવેગશીલ, પીછેહઠ વાળી, વાસ્તવિકતાનો અસ્વીકાર કરનાર હોય તેને આ વિકૃતિ થવાનું જોખમ વધુ છે. સાથે સામાજિક એકલતા, લોકોનો ભય, લોકો દ્વારા મળતો તિરસ્કાર, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, કુટુંબ બાળકોની ખોટી ચિંતા આવા સામાજિક કારણો પણ જવાબદાર છે.

હવે જ્યાં સુધી મુદ્દો છે આ વિકૃતિથી બચવાનો તો જેમ શારીરિક રોગ હોય તેમ માનસિક રોગ પણ હોય એ સ્વીકારી કોઈ સારા મનોચિકિત્સક અથવા સલાહકારની મદદ લેવી, તણાવ વ્યવસ્થાપન માટે ગમતી પ્રવૃતિઓ કરવી, જ્યારે ઘટના પર તમારું કઇ નિયંત્રણ ન હોય ત્યારે ખોટા વિચારો થી દુર રહેવું, કોરોનાથી બચવું જરૂરી પણ ખોટો ભય રાખવાથી બીજી બીમારીઓ પણ વધશે એ ધ્યાન માં લેવું, લોકોએ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સાથે અયોગ્ય વર્તન ન કરવું.

આ રોગ સામે લડવા માટે સાવચેતી જરૂરી, ભય નહીં .


*ઉત્તર આધારિત તણાવ, ચિંતા, ડિપ્રેશન અને માનસિક તાણ એવી જ એક સમસ્યાઓ છે, જે આધુનિક મેડિકલ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરીરની અનેક સમસ્યાઓ, શરીરના અનેક રોગોનું મૂળ તેની સાથે જોડાયેલું છે.*

એટલી હદ સુધી કે મનની આ સમસ્યા માણસને તન-મનથી સાવ ભાંગી નાંખે છે. કોરોનને કારણે આધુનિક જગત એટલી હદે માનસિક તાણ તરફ ધસી રહ્યું છે કે આપણે હવે સાવધાન થઈ જવું જોઈએ, નહીંતર વહેલી ઉંમરે આપણે અનેક રોગોના ભોગ બની શકીએ છીએ. *ડો. યોગેશ જોગસણ*

*કંઈક અજુગતું બની જશે' એવો મનમાં રહેતો સતત ભય* પણ માનસિક તાણનું એક સ્વરૂપ છે.

રોજબરોજના સંજોગોમાં માણસને કામકાજથી લઈને અનેક કારણોસર, સાધારણ માનસિક તાણ રહેતી જ હોય છે. તેમાં આ કોરોના મહામારીએ એ તાણમાં ખુબ જ વધારો કર્યો છે. શરીર અને મન એવા સંજોગોનો સામનો કરીને પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તે માનવી માટે અતિ ભયકંર બનતી હોય છે. *ડો. ધારા દોશી*

24 May 2021

जानिए…आज क्योँ मनाया जाता है विश्व स्किज़ोफ्रेनिया दिवस

 

जानिए…आज क्योँ मनाया जाता है 
विश्व स्किज़ोफ्रेनिया दिवस


रायपुर. अक्सर लोग शारीरिक बीमारियों पर ही ध्यान देकर मानसिक रोगों को नज़रंदाज़ कर देते हैं| सच्चाई यह कि मानसिक रोग व्यक्तिको और अधिक कमजोर बना देते है।

स्क्रिजोफ्रेनिया मानसिक रोग का एक गंभीर रूप है जहाँ व्यक्ति भ्रम और मतिभ्रम (आवाजे सुनाई देना व स्वयं से बातें करना ) का अनुभव करता हैं। ऐसे लोगों को समाज में अपनाया नहीं जाता है और यह माना जाता है कि ऐसेलोगों का कभी उपचार नहीं हो सकता है|

इसलिए इसकी जागरुकता और इससे जुडी हुई भ्रांतियों और अन्धविश्वास को मिटाने के लिए हर साल 24 मई को विश्व स्क्रिजोफ्रेनिया दिवस मनाया जाता है। इस बार विश्व स्क्रिजोफ्रेनिया दिवस की थीम ‘स्टीग्मा रीमूविंग’ (भ्रांतियों को मिटाना है ।

मनोचिकित्‍सक डॉ.शुक्‍ला ने बताया, स्क्रिजोफ्रेनिया एक मानसिक बीमारी है जहाँ व्यक्ति भ्रम और मतिभ्रम (आवाजे सुनाई देना व स्वयं से बातेंकरना ) का अनुभव करते हैं। उन्‍हें लगता हैउनके बारे में लोग कुछ बाते करते हैं। उनकों डर लगना और कुछ होने का आभाष लगता है जो केवल उनका वहम होता है ।उन्होंने बताया, मानसिक बीमारी वाले लोग महत्वाकांक्षी, प्रेरित, बुद्धिमान या निर्णय लेने व कार्य करने में अक्सर सक्षम नहीं होते हैं। बीमारी की चपेट में आने वाले सबसे अलग रहने लगते हैं और आत्महत्याकी भावना भी उनके मन में आतीहै। यह रोग आनुवांशिक हो सकता है या तनाव, पारिवारिक झगड़े व नशे की आत से भी होता है। ऐसे में समय से समुचित इलाज बेहद जरूरी है। समय से इलाज शुरू होने पर 8 से 10 माह में मरीज पूरी तरह ठीक हो सकता है।

डॉ. शुक्‍ला ने बताया समाज में कई तरह की रुढ़ीवादी परम्पराएँ चली आ रही हैं जिसके कारण भी मानसिक बीमारी का पता आसानी से नही लगता हैं। इसीलिए मानसिक रोग से जुडी भ्रांतियों और गलत धारणों को मिटाने के लिए हर साल स्क्रिजोफ्रेनिया दिवस मनाया जाता है।लोगों को मानसिक बीमारियों के प्रति जागरूक किया जा सके और इसके प्रति फैली भ्रांतियों से भी अवगत कराया जा सके। इस भाग दौड़ भरी लाइफ में व्‍यक्ति में बहुत तरह की मानसिक परेशानियां होती हैं जो कभी कभी जीवन में बहुत गहरा प्रभाव डालती हैं।

આજે વિશ્વ સ્કિઝોફેનિયા જાગૃતિ દિવસ !


 

20 May 2021

બીજાનું ધ્યાન રાખતા રાખતા તમે.......પેશન્ટ નથી બની રહ્યા ને ?


 

ભ્રામક સવાલો:'કોરોનામાં દારૂના સેવન કરનારા લોકોને કોરોના થતો નથી?, દારૂ જલ્દી આપો, મારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય'

સૌ. યુનિ.ના મનોવિજ્ઞાન ભવનને લોકોના ભ્રામક સવાલો:'કોરોનામાં દારૂના સેવન કરનારા લોકોને કોરોના થતો નથી?, દારૂ જલ્દી આપો, મારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય'



કોવિડ-19 મહામારીમા ઘણા લોકો મુશ્કેલીમાં મૂકાય ગયા છે. અને મુશ્કેલીમાંથી બહાર આવવા લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો. ડિમ્પલ રામાણી અને ડો. હસમુખ ચાવડા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જે મુજબ આવા નુસ્ખા શોધવા માટેનુ સૌથી સરળ સાધન સોશિયલ મીડિયા અને ગુગલ છે. આવા નુસ્ખાઓમાં ઉડીને આંખે વળગે એવો નુસ્ખો એટલે આલ્કોહોલ (દારૂ). આલ્કોહોલનુ વળગણ લોકોમા હાલની કોરોનાની પરિસ્થિતિમા એટલુ ચગ્યું છે કે જે લોકો આલ્કોહોલ વિરોધી હતા તે લોકો પણ આલ્કોહોલના રવાડે ચડી ગયા છે. આલ્કોહોલ કફમાં અને કોરોનામાં રાહત આપે છે તેવી અફવાના કારણે આજે સ્ત્રીઓ પોતાના પતિ કે ઘરના વડીલોને આલ્કોહોલ લેતા અટકાવતી નથી. એક ચોકાવનારુ સત્ય એ પણ સામે આવ્યુ છે કે ઘણીબધી મહિલાઓ પણ આલ્કોહોલના રવાડે ચડી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકો ફોન કરીને સવાલ કરે છે કે, કોરોનામાં દારૂના સેવન કરનારા લોકોને કોરોના થતો નથી?, દારૂ જલ્દી આપો, મારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય.

મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક

મનોવિજ્ઞાન મુજબ દારૂ અને ડિપ્રેશન વચ્ચે ઘણો સંબંધ છે. હેન્ગઓવરના કારણે કેટલાક લોકોનો મિજાજ ખરાબ થઈ જાય છે અને તેમને અસ્વસ્થતાનો પણ અનુભવ થાય છે. મગજના રસાયણો અને પ્રક્રિયાઓના નાજુક સંતુલન પર આધાર રાખે છે. આલ્કોહોલ આ સંતુલનને વિક્ષેપિત કરી શકે છે, આપણા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને અસર કરે છે અને કેટલીકવાર આપણા લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ બાબત આપણને હતાશા ખિન્નતા તરફ લઈ જાય છે. મનોદૈહિક વિકૃતિ મુજબ દારૂ ત્વચા માટે નુકસાનકારક છે. તે ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.

માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે

જેમ જેમ આપણે વધુ આલ્કોહોલ પીતા હોઈએ છીએ તેમ આપણા મગજના કાર્ય પર અસર વધારે થાય છે. અને દારૂના વધતા જતા વપરાશ સાથે આપણે જે મૂડમાં છીએ તેના પર વિપરીત અસર થાય છે, નકારાત્મક લાગણીઓનો પ્રભાવ પડે છે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. આલ્કોહોલને આક્રમકતા સાથે જોડી શકાય છે જેમકે, કેટલાક લોકો આલ્કોહોલ પીવે છે ત્યારે ગુસ્સે, આક્રમક, બેચેન અથવા હતાશ થતા હોય છે.

દારૂ અને અસ્વસ્થતા

અસ્વસ્થતા અનુભવતા લોકોને આલ્કોહોલનું પીણું તેમને વધુ સરળતા અનુભવવામાં મદદ કરશે, પરંતુ આ લાગણી અલ્પજીવી છે. અમુક લોકો પીધા પછી ‘રિલેક્સ’ની લાગણી અનુભવે છે તે મગજમાં થતા દારૂના રસાયણિક ફેરફારોને કારણે છે.પરંતુ આ અસરો ઝડપથી અશાંતિ તરફ લઈ જાય છે. અસ્વસ્થતા માટે આલ્કોહોલ પર આધાર રાખવો પણ તેના પર આરામ કરવા માટે વધુ નિર્ભરતા તરફ દોરી શકે છે. આની સંભવિત આડઅસર એ દારૂ પ્રત્યે સહનશીલતા વધારવાનું જોખમ છે. સમય જતાં, તમારે સમાન લાગણી મેળવવા માટે વધુ આલ્કોહોલ પીવાની જરૂર પડે છે. અને બાબત ઘણીવાર આલ્કોહોલના અવલંબન તરફ દોરી જાય છે.

આલ્કોહોલ COVID-19થી સુરક્ષા અપાવતો નથી

મનોવિજ્ઞાન મુજબ આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માનવામાં આવે છે, તે આપણા ઘનિષ્ઠ સબંધોમા હિંસા સહિત ઇજા અને હિંસાના જોખમને વધારવા માટે કારણરૂપ છે. COVID-19 રોગચાળા દરમિયાન લોકડાઉન સમયે, આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યની નબળાઈ, જોખમ લેવાના વર્તનો, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને હિંસાને વધારે છે.તબીબી નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિક જણાવે છે કે આલ્કોહોલ COVID-19થી સુરક્ષા અપાવતો નથી.

આલ્કોહોલ અને કોવિડ -19 પર અફવાઓનું સમાધાન

ભય અને ખોટી માહિતીએ એક ખતરનાક અફવા પેદા કરી છે કે આલ્કોહોલનું સેવન COVID-19ના વાયરસને મારે છે. કોઈપણ પ્રકારના આલ્કોહોલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. આલ્કોહોલનું સેવન વિવિધ પ્રકારના ચેપગ્રસ્ત અને બિન-ચેપગ્રસ્ત રોગો અને માનસિક આરોગ્ય વિકાર સાથે સંકળાયેલું છે, જે વ્યક્તિને COVID-19 સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ખાસ કરીને, આલ્કોહોલ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે સમાધાન કરે છે અને આરોગ્યના પ્રતિકૂળ પરિણામોનું જોખમ વધારે છે. તેથી, લોકોએ કોઈપણ સમયે તેમના આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ, અને ખાસ કરીને COVID-19 રોગચાળા દરમિયાન. દારૂ પીવાથી ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે ઘણાં રોગોનું જોખમ વધી જાય છે. વધુ દારૂ પીવાથી સાઇટોકિન પ્રોટીન બનવાની પ્રક્રિયામાં અડચણ આવે છે.

સાઇટોકિન પ્રોટીન્સ ચેપ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આલ્કોહોલનું સેવન શ્વાસમાં લેવાતી હવામાં વાયરસનો નાશ કરશે નહીં; તે તમારા મોં અને ગળાને જંતુમુક્ત કરશે નહીં; અને તે તમને COVID-19 સામે કોઈ પણ પ્રકારનું રક્ષણ નહીં આપે. એલકોહૉલિસમમાં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવાથી ઊંઘ તાત્કાલિક આવે છે. ઊંઘની પહેલી સાઇકલમાં ગાઢ ઊંઘ આવે છે પરંતુ ઊંઘની બીજી સાઇકલમાં ઊંઘ વારંવાર તૂટી જાય છે.

આલ્કોહોલ વિશે લોકો તરફથી આવતા સામાન્ય પ્રશ્નો
  • અમારા પડોશી દારૂ પીવે છે તેને કોરોના નથી થયો અમે તમાકુ કે દારૂ ક્યારેય લેતા નથી તોય અમારા ઘર આખાને કોરોના થયો. શું દારૂ પીવે તેને કોરોના ન થાય? અત્યાર સુધી એ ક્યારેક ભાઈબંધ દોસ્ત સાથે પાર્ટી કરતા અને પિતા તો હું ચિડાઈ જતી. પણ આ કોરોના પછી મને લાગે છે કે તે પીવે છે એટલે જ કોરોના એમને નથી થતો.. મેં પણ એક બે વાર થોડો પીધો છે તો મને એની આડ અસર પ્રેગન્સી પર નહીં થાય ને?
  • શું આલ્કોહોલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે?
  • શું કોવિડ રસી પછી આલ્કોહોલ પીવું સલામત છે?
  • શું આલ્કોહોલ પીવાથી રોગપ્રતિકારક શક્તિ અને કોવિડ -19 નો પ્રતિકાર ઓછો થાય છે?
  • શું આલ્કોહોલ સ્વયં પ્રતિરક્ષાનું કારણ બની શકે છે?
  • આલ્કોહોલ લઈએ તો શરીર અંદરના જમ્સ મરી જાય?
  • આ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની છે તો બાળકોને અત્યારથી આલ્કોહોલ પીવડાવાનું ચાલુ કરી દઈએ?
  • મારાં દાદા બીમાર છે તો તેને રોજ એક એક ચમચી આલ્કોહોલની આપીએ તો રોગપ્રતિકારક શકતી જલ્દી વધી જાય.
  • મારાં ઘરે નાનું બાળક જન્મ્યું છે તો તે સંક્રમિત ન થાય એ માટે તેને એક એક બોટલની ઢાકણી આપી શકાય?
  • મારી ઘરવાળી ગર્ભવતી છે તો તેને આલ્કોહોલની એક એક ચમચી આપીએ તો?
  • મારાં પપ્પાને ઊંઘ જ નથી આવતી તો દારૂ પીવડાવીએ તો ઊંઘ આવી જાય ને?
  • જેમ જેમ દારૂના ભાવ ઊંચા હોય એમ દારૂ સારો હોય ને? તો હું એ જ ખરીદી કરુ. જેથી મને કોરોના ન જ થાય.
  • મેડમ પહેલા તો હું જ દારૂની વિરોધી હતી પણ મને એવુ લાગે છે કે દારૂ એક જ એવુ સાધન છે જે કોરોના સામે લડવા મજબૂત બનાવે છે. મેં તો મારાં પતિ ને કહ્યું હવે આપણે હોલસેલ મા ક્યાય દારૂ મળતો હોય તો મંગાવી લેજો આપણે તો એનાથી નાહવાનું ચાલુ કરી દેવું છે.
  • બધા એવુ કહે છે હવે બધા દારૂનો ઉપયોગ કરવા લાગ્યા છે કોરોના ને હરાવવા માટે તો જો દારૂ દવાની જેમ ઉપયોગ થતો હોય તો મારે તો કાલથી રસોઈ અને શાકમા પણ દારૂનો ઉપયોગ કરવા લાગવો છે જેથી અમને કોરોના ન થાય.. હળવી માત્રાથી શરૂ કરેલી આ વૃત્તિ ઘણીવાર મુશ્કેલી સર્જે છે. શરાબની શરારત તમને પાંગળા બનાવે છે.
અકસ્માતના મુખ્ય કારણ તરીકે મદ્યપાન

મદ્યપાન એક એવી વિકૃતિ છે કર માત્ર પીનાર વ્યક્તિને જ પ્રભાવિત કરતી નથી, પરંતુ વ્યક્તિના સંપર્કમાં રહેતા અને ન રહેતા તમામ લોકોને પ્રભાવિત કરે છે. હત્યા, બળાત્કાર, આત્મહત્યા તથા અકસ્માતના મુખ્ય કારણ તરીકે મદ્યપાન ને સ્વીકારવામાં આવે છે.મદ્યપાન એક એવી અવસ્થા છે જેમાં આલ્કોહોલ પરની આધારીતતા એટલી વધી જાય છે કે તેનાથી જીવનના સમયોજનમાં મુશ્કેલીઓ આવે છે. વ્યક્તિ શારીરિક કારણોથી પોતાની જાતને ઘણી માત્રામાં આલ્કોહોલ પીવાથી રોકી શકતો નથી કે જ્યાં સુધી તેનામાં ખિન્નતા ઉત્પન્ન ન થાય અને અંતે તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તેમજ સામાજિક તથા વ્યવસાયિક મુશ્કેલી થાય છે.

10 May 2021

ડર કે આગે જીત હૈ- એક મનોવૈજ્ઞાનિક સર્વે

 

ડર કે આગે જીત હૈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ફક્ત 2 ટકાને જ ઓક્સિજન અને 5 ટકાને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, પરંતુ પેનિકની ભારતીયોમાં ખૂબ જ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એ જ પેનિક સૌથી ભયાનક પરિણામ લાવે છે. આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે.

  • આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી, પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડે છે
લોકોને આ માનસિક સમસ્યા સતત સતાવી રહી છે

  • ટ્રેન આવે ત્યારે લોકોને ઊતરવા દેશે નહીં અને પોતે ટ્રેનમાં પહેલા પ્રવેશ કરશે, ક્યાંક ટ્રેન જતી ન રહે અને અમે રહી ન જઇએ.
  • રસ્તા પર થોડી એવી જગ્યા જોશે કે તરત ત્યાં ઘૂસી જશે, થોડી એવી સેકન્ડમાં જ હોર્ન વગાડ્યા કરશે, ગાળો દેવા લાગશે, જાણે ઘરે બોમ્બ ડિફ્યુઝ કરવા જવું હોય, એક સેકન્ડ પણ મોડું થશે તો બ્લાસ્ટ થઇ જશે.
  • લોકડાઉનની વાત આવે છે, ત્યારે બજારમાં તૂટી પડી સામાન જમા કરવા માટે જાણે કે દુનિયામાં ખતમ થઈ જવાની હોય.
  • કોઈ દિવસ, 2-3 ટકા બજાર નીચે જાય તો વેચો બધું વેચો જાણે નિફ્ટી સેન્સેક્સ ખતમ થઈ જવાનો હોય.
  • આપણી આ આદતને કારણે, કોરોનાને પણ ફેલાતા રોકી શકતા નથી. હોસ્પિટલમાં ફક્ત 2% લોકોને ઓક્સિજનની જરૂર છે, માત્ર 5% લોકોને રેમડેસિવિરની જરૂર છે.
  • શરૂઆતમાં ખાનગી હોસ્પિટલો પૈસા માટે ખોટી દવાઓ આપે છે એમ કરી કોલાહલ મચાવ્યો.
  • અત્યારે લોકો ગભરાટની સ્થિતિમાં છે, વિચારે છે કે પાછળથી તેમને બેડ નહીં મળે, ઓક્સિજન નહીં મળે, તેઓ તેમનાં લક્ષણો વધારીને બતાવે છે અને એડમિટ થાય છે. કેટલાક તો સેટિંગ કરીને બેડ લઈ રહ્યા છે.
  • ઘણા એવા લોકો પણ છે, જે એકદમ સ્વસ્થ છે છતાં પણ 3-6 ગણા વધુ પૈસા આપી ઈન્જેક્શન ખરીદે છે, એવા ડરથી કે ક્યાંક કોરોના થઈ જશે અને ઇન્જેક્શન્સ તો મળી રહે. આપણી આવી હરકતના કારણે ઇન્જેક્શનની ખોટ ઊભી થાય છે, બાકી જરૂરિયાતમંદો માટે કોઈ ખોટ નથી.
  • જ્યારે તમે ગભરાટ પેદા કરતા વીડિયો, ફોટા પોસ્ટ કરો છો ત્યારે તમે તેને પ્રોત્સાહન આપો છો, કૃપા કરીને ન કરો. બધી ચિંતા કોરોનાની નથી હોતી, દેશમાં દરરોજ 35 હજાર લોકોનાં મોત કુદરતી થતાં જ હોય છે.
  • 99.4% લોકો સાજા થાય જાય છે, લોકોનો ઉત્સાહ વધારીએ ડર નહીં.
2 ટકા લોકોને જ ઓક્સિજનની જરૂર છે.

મહિલાઓની પીડાના કિસ્સાઓ સામે આવ્યા

  • અમુક વિદ્યાર્થિનીઓની એવી પીડા સામે આવી હતી કે માતા-પિતા કોઇ ને કોઇ બાબતમાં રોકટોક કર્યા કરે છે. એને લીધે હેરાન થવાય છે શું કરવું? આ તમારા લેન્ડલાઇન નંબરમાં મારો નંબર નથી આવ્યોને. વળી, તમે વળતો કોલ કરો ને મારા પપ્પા કે ભાઇ ફોન ઉપાડે.
  • આ હેલ્પલાઇન કાયમી ચાલુ રાખો, ઘરકામ કરતી અમારા જેવી ઘણી મહિલાઓને ઘણી મુશ્કેલી હોય છે. જો હેલ્પલાઇન ચાલુ રાખશો તો એ ઘરે ન હોય ત્યારે નિરાંતે વાત કરીશ.
  • કોરોના જશે ત્યાં સુધીમાં હું મારી સાસુ-સસરા અને વાછડા જેવી નણંદની બોલીથી ત્રાસી જઈશ.
  • મારા ઘરવાળા શંકાશીલ હતા. હવે 24 કલાક ઘરે હોવાથી તેમનું એક જ કામ હોય છે. હું શું કરું છું, મારા મોબાઇલમાં કોનો ફોન આવ્યો હતો, કોનો મેસેજ આવ્યો, હું તો ત્રાસી ગઇ, આના કરતાં તો કોરોના થાય તો 15 દિવસ એકલી આરામથી રહી શકીશ. મોત સામે લડી શકીશ પણ આમની શંકા સામે નહીં.

01 May 2021

મેન્ટલ હેલ્થ/ ફક્ત માનસિક રોગ નથી ડિપ્રેશન, શરીર પર પણ જોવા મળે છે આ લક્ષણો

 

મેન્ટલ હેલ્થ/ ફક્ત માનસિક રોગ નથી ડિપ્રેશન, શરીર પર પણ જોવા મળે છે આ લક્ષણો


આપણે સૌ પોતાની લાઇફમાં ક્યારેક ને ક્યારેક ઉદાસ અને હતાશ હોઇએ જ છીએ. અસફળતા, સંઘર્ષ અને કોઇ પોતીકાનો સાથ છૂટવાનું દુખ હોય તો એવુ લાગે છે જાણે બધુ જ ખતમ થઇ ગયુ. જીવનમાં કોઇને કોઇ વળાંકમાં આવુ મહેસૂસ થવુ સામાન્ય બાબત છે. પરંતુ જો દુખ, લાચારી, નિરાશા જેવી આ ભાવનાઓ કેટલાંક અઠવાડિયાઓથી લઇને કેટલાંક મહિનાઓ સુધી યથાવત રહે અને વ્યક્તિના રોજિંદા જીવનને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે તો તેને ડિપ્રેશન રૂપે જોવામાં આવે છે, જે એક માનસિક રોગ છે. અમેરિકન સાઇકાયટ્રિક એસોસિએશનની માનીએ તો ડિપ્રેશન એક કૉમન પરંતુ ગંભીર બિમારી છે. જે તમારા વિચારને, તમે કેવુ અનુભવો છો તેને અને તે પ્રમાણે શું કામ કરો છો, તે તમામને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.


શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે ડિપ્રેશનની અસર

તે હકીકત છે કે ડિપ્રેશનથી તમને પીડા થાય છે. પરંતુ આ પીડા ફક્ત ઇમોશનલ પેન નથી. પરંતુ રિસર્ચની માનીએ તો ડિપ્રેશનના કારણે વ્યક્તિને શારીરિક રીતે ઘણી પીડાનો સામનો કરવો પડી શકે છે. જો કોઇ વ્યક્તિ ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યો હોય તો તેની અસર ફક્ત તેના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાઓ પર જ નથી પડતો પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને ભાવનાઓ પર પણ પડે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. તેમાં શરીરના અનેક ભાગોમાં થતી પીડા, વજનમાં બદલાવ પણ સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર દર 6માંથી 1 મહિલા અને દર 8માંથી 1 પુરુષ ડિપ્રેશનનો શિકાર બનેલા છે.



બેકપેન અથવા માંશપેશિઓમાં દુખાવો

જો તમને સવારે બરાબર લાગતું હોય પરંતુ ઑફિસમાં ડેસ્ક પર બેસતાં જ જો તમારી પીઠ અને કમરમાં દુખાવો થવા લાગે તો તે તમારા ખરાબ પોશ્ચર અથવા કોઇ પ્રકારની ઇજાનું કારણ પણ હોઇ શકે છે. પરંતુ સાથે જ તે સ્ટ્રેસ અથવા ડિપ્રેશનનું કારણ પણ હોઇ શકે છે. વર્ષ 2017માં કેનેડિયન યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે એક અભ્યાસ કર્યો જેમાં તેમણે બેક પેન અને ડિપ્રેશન વચ્ચે સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યુ. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે શરીરમાં થતી પીડા અને ઇન્ફ્લેમેશનનો સંબંધ બ્રેનમાં રહેલા ન્યુરોસર્કિટ્સ સાથે છે.



ડિપ્રેશનના કારણે માથામાં દુખાવો થાય છે

માથાના દુખાવાની સમસ્યાને આપણે કોમન સમજીએ છીએ તેથી મોટાભાગના લોકો તેની સારવાર પણ નથી કરાવતા. કોઇપ્રકારના તણાવ અથવા વિવાદના કારણે પણ ઘણીવાર આપણને માથામાં દુખાવો થવા લાગે છે. પરંતુ તમારો માથાનો દુખાવો દર વખતે કોઇ સ્ટ્રેસના કારણે જ હોય, એવુ જરૂરી નથી. આ ડિપ્રેશનનું પણ એક લક્ષણ હોઇ શકે છે. જો કે આ પ્રકારનો માથાનો દુખાવો, માઇગ્રેન જેટલો ગંભીર નથી હોતો. અમેરિકાના નેશનલ હેડએક ફાઉન્ડેશન અનુસાર આ પ્રકારનો માથાના દુખાવાને ટેંશન હેડએક કહે છે જેમાં માથામાં હથોડા પછડાતા હોય તેવુ સેંસેશન મહેસૂસ થાય છે, ખાસ કરીને આઇબ્રોની આસપાસ. એકલુ માથુ દુખવુ એ ડિપ્રેશનનું લક્ષણ નથી હોતુ પરંતુ તેની સાથે ઉદાસીનતા, ચીડીયાપણુ વગેરે પણ જોવા મળે છે.



પેટમાં દુખવુ અને બેચેની લાગવી

જો કોઇ વાતથી તમે તણાવ અનુભવી રહ્યાં છો અને તે જ સમયે પેટમાં દુખાવો થતો હોય તો તે ડિપ્રેશનના સંકેત હોઇ શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચમાં તે વાત સામે આવી છે કે પેટને લગતી સમસ્યા જેવી કે પેટમાં ચૂક આવવી, પેટ ફૂલવુ અને બેચેની લાગવી વગેરે ખરાબ માનસિક સ્વાસ્થ્યના લક્ષણ છે. હાર્વર્ડના રિસર્ચર્સ અનુસાર ડિપ્રેશનના કારણે પાચનતંત્રમાં ઇન્ફ્લેમેશન થવા લાગે છે અને તેના કારણે થતા પેટના દુખાવાને લોકો મોટાભાગે ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ માની લે છે. ડોક્ટર પણ માને છે કે ગટ હેલ્થ એટલેકે આંતરડાના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કનેક્શન છે.


થાક લાગવો, એનર્જી લેવલ ઓછુ થઇ જવુ

થાક પણ ડિપ્રેશનનું એક કોમન લક્ષણ છે. આમ તો ઘણીવાર ઘણાં સમય સુધી કામ કરવા અથવા કોઇ પ્રકારના સ્ટ્રેસના કારણે પણ ખૂબ જ થાક લાગવો અને એગ્ઝોશન મહેસૂસ થવા લાગે છે. પરંતુ ડિપ્રેશનના કારણે પણ થાકની સમસ્યા થઇ શકે છે. અમેરિકાના મેસાચૂસેટ્સ જનરલ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ પ્રોગ્રામની ડાયરેક્ટર ડો. મૉરિજિયો ફાવા કહે છે કે, જે લોકો ડિપ્રેશનનો શિકાર બને છે તેમને સારી રીતે ઉંઘ નથી આવતી અને આ જ કારણે તે આખી રાત આરામ કર્યા છતાં થાક અનુભવે છે. થાકની સાથે જ જો કોઇ વ્યક્તિ ઉદાસ, નિરાશ રહે તો તે ડિપ્રેશનના લક્ષણ હોઇ શકે છે.