Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 January 2019

વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનીક જરૂરીયાતો


વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનીક જરૂરીયાતો
ડો.જીજ્ઞેશભાઈ એ. વેગડ
શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા – મઢડા
·     પ્રસ્તાવના
                   ભારતીય સંસ્કૃતિમાં ‘‘ સોટી વાગે સમ સમ અને વિદ્યા આવે રૂમ ઝુમ ની પ્રથા પ્રાચીન સમયથી જોવા મળે છે. ગુરુઓ દ્વારા શિષ્યોને કરતી શિક્ષનો ઉલ્લેખ છેક આપણા પુરાણોમાં પણ સાંપડે છે. ગુરુ દ્રોણ દ્વારા એકલવ્યનો અંગુઠો માંગવાની ‘‘ શારીરિક શિક્ષા અને પરશુરામ દ્વારા કર્ણને અપાયેલા અણીના સમયે વિદ્યા નિષ્ફળ જવાના શ્રાપની ‘‘ માનસિક સજા આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ઘણા આચાર્યો, શિક્ષકો, અને સંચાલકો શિક્ષાને શાળા સુધારણનો જીવન મંત્ર બનાવીને વિદ્યાર્થીનો વિકાસ કરવાની કોશીષ કરે છે. જો હોમવર્ક નહીં લાવે તો આમ.........કરવામાં આવશે, ભણશો નહીં તો આમ..........થાશે, વગેરે........ વગેરે દ્વારા વિદ્યાર્થીઓને ત્રાહિત કરવામાં આવે છે. સરકારના કાયદાઓને નેવે મુક્તા સમાચારો આપણે વાંચ્યા છે, જોયા છે, સાંભળ્યા પણ છે. આમને આમ ક્યા સુધી ચાલશે ? ખરા અર્થમાં માતા-પિતા, શિક્ષકો, આચાર્યો અને શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક જરૂરીયાતો સમજવી જ રહી.
                 અત્રે એવિ કેટલીક વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનીક જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી છે. જેનાથી શિક્ષકો, આચર્યો અને સંચાલકોને વિદ્યાર્થીને સારી રીતે સમજવામાં જરૂરી માર્ગદર્શન મળી રહે.
·     પ્રોત્સાહન અને ઉતેજન : 

કોઈપણ વ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવે કે તેની કદર કરવામાં આવે તે તેમણે ગમતું હોય છે. વિદ્યાર્થીઓને પણ પોતાના શિક્ષકો, આચાર્યો, સંચાલકો દ્વારા કરવામાં આવતી પ્રશન્નતા કે આપવામાં આવતું પ્રોત્સાહન ગમતું હોય છે. તેથી જ્યારે પણ કોઈપણ વિદ્યાર્થી કઈક નવીન કરે, અચરજ પમાડે તેવો સવાલ કરે કે જવાબ આપે કે સારી વર્તણૂક કરે તો તરત જ તેને પ્રોત્સાહક ભાષામાં જવાબ આપવો જોઈએ. વિદ્યાર્થીને તેના વાલીઓ અન્ય શિક્ષકો, આચાર્યો કે તેના સહધ્યાયીઓની  હાજરીમાં ઉતારી પળવાની કોશિન કરવી જોઈએ.
·     પ્રેમ, હુફ અને લાગણી :

વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનીક જરૂરિયાતો જેવીકે પ્રેમ, હુફ તથા લાગણી પણ શિક્ષકો દ્વારા સંતોષવી જોઈએ. ‘‘ સીદી બાઈને સિદકા વ્હાલા કહાવત અનુસાર જેમ માતાને પોતાનો પુત્ર ગમે તેવો હોય વ્હાલો લાગે છે, તેમ શિક્ષકને વિદ્યાર્થી ગમે તેવો હોય કાળો હોય, ધોળો હોય, જાડો હોય, પાતળો હોય પરંતુ તેને યોગ્ય પ્રમાણમા પ્રેમ, હુફ, સ્નેહ આપવા જોઈએ. દરેક શિક્ષકે વિદ્યાર્થી સામે હસવું , રમવું , તાળી મારવી , ખંભે હાથ  રાખી વાતચીત કરવી, તેઓની પ્રવૃતિઓમાં રસ લેવો જોઈએ. જેથી શિક્ષક વિદ્યાર્થી વચ્ચે મૈત્રી ભાવ વધશે. છતાં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધુ પતી લાગણી કે પ્રેમથી વિદ્યાર્થી બહેકી ના જાય.
·     સન્માન અને સલામતી :

શાળાના ભાવાવરણનું એક અગત્યનું અવિભાજ્ય અને અનિવાર્ય અંગ વિદ્યાર્થી પણ છે, તેવી તેને પ્રતીતિ થવી જોઈએ. વિદ્યાર્થીઓને શાળામાં એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને તેને શિક્ષકોમાં, આચાર્યોમાં, સંચાલકોમાં, શાળામાં અને પોતાનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય. વારંવારની ધમકી, ડર, બીકથી તે એક પ્રકારની અસુરક્ષાની લાગણી મહેસુસ કરશે જે ન થવું જોઈએ. આનાથી વિદ્યાર્થીનો સામાજિક વિકાસ રૂંધાય જાય છે.    
·     શિસ્ત :

શિસ્ત હકારાત્મક હોવી જોઈએ, નકારાત્મક નહીં. વિદ્યાર્થીઓને મારઝુડ, ડર, બીક કે ધમકી આપવી એવો શિસ્તનો ર્થ થતો નથી. પરંતુ વિદ્યાર્થિઓની  શારીરિક, સામાજિક, રોજીંદી પ્રવૃતિઓ જ એવિ રીતે કેળવવી જોઈએ કે જેનાથી તેનામાં સ્વયંશિસ્ત પ્રગટે. દા.ત. શાળામાં નિયમિત હાજરી, વર્ગખંડમાં કેવી રીતે બેસવું ,સહાધ્યાર્થીઓ સાથે કેમ વર્તવું, શિક્ષકો, આચર્યો સાથે કેમ વાતચીત કરવી, શાળાના નિયમોનું પાલન કેવી રીતે કરવું, શાળા સ્વછતાં અંગેના ખ્યાલો વગેરે. વિદ્યાર્થીઓને આવી પ્રવૃતિઓ કેમ, ક્યારે, ક્યાં સમયે અને કેવી રીતે કરવી જોઈએ તે શીખવવું જોઈએ. તેની તોડફોડની વૃતિને આટકાવીને રચનાત્મક પ્રવૃતિમાં તેનું મન વળવું જોઈએ.
·     રમત – ગમત અને મનોરંજન  :

રમત – ગમતની મદદથી વિદ્યાર્થીઓની અનેક પ્રકારની ક્ષતિઓ દૂર થાય છે અને તે ઘણી વસ્તુઓ શિખે છે. જેમ કે હાર-જીત ને કઈ રીતે પચાવવી , હળતા- મળતા શીખવું , બાંધ- છોડ કરવી વગેરે ખુબજ સાનીથી શિખે છે. વિદ્યાર્થીના શોખને કેળવવામાં પણ શિક્ષકોએ મદદ કરવી જોઈએ. દા.ત. પ્રવાસ, સંગીત, ચિત્રકલા, વાંચન વગેરે. આ તમામ પ્રવૃતિથી તેનામાં સાહસવૃતિ કેળવાય છે અને વિદ્યાર્થી આશાવાદી બને છે. ઘણી વખત વધુ પડતું અનુશાસન વિદ્યાર્થીઓમાં વિરોધ કે વિદ્રોહની લાગણી જન્માવે છે અને તેઓ શિક્ષકો – આચાર્યોની વાત માનવનું પણ ઇન્કાર કરી દે છે.
·     ઉપસંહાર :    

સામાન્ય રીતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રચનાત્મક અને કલ્પનાશીલ વધારે હોય છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ વાતવાતમાં તર્ક (લોજીક) શોધવા માંડે છે. તેની સંવેદનશીલતા પણ વધતી જાય છે. આવા સમયે શિક્ષકો – આચાર્ય દ્વારા તેની સામે સાચો તર્ક રજૂ કરવો જરૂરી છે. વિધ્યાર્થી માટે સાચું શું અને ખોટું શું , સારૂ શું અને ખરાબ શું , તેનો સ્પષ્ટ ભેદ થઈ જવો આવશ્યક છે, નહિતર વિદ્યાર્થી ભ્રમિત થઈ શકે છે.


26 January 2019

RTI -ACT-2005 POCKET BOOK

માહિતી અધિકાર અધિનિયમ 2005 - સરદાર પૅટલ લોકપ્રકાશન સંસ્થા ની પોકેટ બુક ડાઉનલોડ કરવા અહીં કલિક કરો

24 January 2019

ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી 2019

મિત્રો, મનમાં વિશેષ આનંદની અનુભુતી અનુભવી રહ્યો છુ કારણ કે ઘણી બધી મહેનતના અંતે મારું બ્લોગ બનાવવાનું સ્વપનું પૂરું થયું . સાથે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ખાતાકીય પરીક્ષા માટેનું સાહિત્ય અભ્યાસક્રમ મુજબ દરેક મુદ્દાને આવરી લઈને તથા અગાઉની પરીક્ષાના પ્રશ્ન પત્રો (ઉતારો સાથે ), MCQ તથા વિડીઓ મારા બ્લોગ પરથી મેળવી શકશો.આ માટે ઉપર દર્શાવેલ ખાતાકીય પરીક્ષાનું સહિત્ય પેઇઝ ઓપન કરી તેમાંથી લીંક પર જઈને સાહિત્ય જોઈ તથા ડાઉનલોડ કરી શકાશે. વધુ પ્રશ્નો અને મનોવિજ્ઞાનના સાહિત્ય માટે આ બ્લોગ જોતા રહેશો............. શુભેચ્છા સહ। ......
                                                                                     
                                                                                                                 - ડો. જીજ્ઞેશ વેગડ 

22 January 2019

મનોવિજ્ઞાનનું સાહિત્ય

મનોવિજ્ઞાનનુંસાહિત્ય 
મિત્રો , ધોરણ ૧૨ મનોવિજ્ઞાન વિષયમાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે શ્રી આર.જે.એચ.હાઇસ્કુલ,ઢસા દ્વારા સુંદર સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જે નીચે લખેલા વિષય પર કલિક કરવાથી જોઈ તથા ડાઉનલોડ કરી શકશો.
 
ધોરણ -૧૨ મનોવિજ્ઞાન

20 January 2019

ધોરણ - 12 મનોવિજ્ઞાન મટીરીયલ્સ

ધોરણ - 12 મનોવિજ્ઞાન મટીરીયલ્સ  PDF ફાઈલમાં ડાઉનલોડ કરવા

        સમગ્ર પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરેલ અતિ મહત્વનુ ધોરણ- 12 મનોવિજ્ઞાન વિષયનું સંક્ષિપ્ત સાહિત્ય, અગત્યની વ્યાખ્યાઓ મુદ્દાઓ વગેરે ડાઉનલોડ કરવા .......

અહીં ક્લીક કરો