Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

01 March 2019

ભયના ભયથી મુક્તિ કેવી રીતે મળે?

ભયના ભયથી મુક્તિ કેવી રીતે મળે?


          ઘણા માણસો એટલે દુખી છે કે તેઓ કોઈ વસ્તુ અથવા પરિસ્થિતિથી સતત ભયની તીવ્ર લાગણી  અનુભવે છે , પણ વાસ્તવમાં ભયના જોખમ સામે જીવનની સુરક્ષા કરવ માટે કુદરત દ્વારા ઉત્પન કરેલી ખુબ જ મહત્વની લાગણી છે . જીવન સંકટના સમાધાન માટે શરીર અને મન દ્વારા પૂર્વ તૈયારી ના હોય અને ઓચિંતા જાનનું જોખમ ઉભું થાય તેવી ઘટના બને ત્યારે સમય બગડ્યા વગર શરીર તુરંત જ સુરક્ષિત ઉપાય અજમાવવા તૈયાર થાય છે , રાત્રે અંધારામાં રસ્તામાં પસાર થતી વખતે જયારે ઓચિંતા પગ પાસેથી પસાર થતો સર્પ જોઈને વગર વિચારે કુદીને આપણે ગભરાઈ જઈએ છીએ કેમ કે આ સમયે ભય આપણો  પરમ મિત્ર બની આપણું રક્ષણ કરે છે . સંસારમાં ભય વિના આપના અસ્તિત્વની કલ્પના કરી જ ન શકાય , એટલે આપને ભયની લાગણી માટે કુદરતના આભારી છીએ . અલબત્ત , વરદાન સ્વરૂપ ભયની લાગણી ક્યારેક અભિશાપ પણ બની જે છે . સર્પનો ભય , પરીક્ષામાં નાપાસ થવાનો ભય જીવન માટે અનિવાર્ય છે , જે આપણને જોખમથી બચવા માટે સાવચેત કરે છે અને તે સંદર્ભે પૂર્વતૈયારી કરવાની પ્રેણના પણ આપે છે , એટલે જ હાથમાં રબરના રક્ષણ કવચ પહેરીને વિદ્યુત યંત્ર રીપેરીંગ કરીએ છીએ પણ વ્યક્તિ ફક્ત લોઈ જોઇને બેભાન થઇ જાય  છે , અંધારું જોઇને ભયથી કાંપવા લાગે તો તે અકુદરતી ભય છે . તેને વિકૃતિ ( ફોબિયા ) કહેવામાં આવે છે . ભયની વિકૃતિમાં દર્દીને કોઈ પણ વસ્તુ ક પરિસ્થિતિ ભયપ્રદ ના હોવા છતાં તેના આંતરિક અને તીવ્ર ભય વ્યક્તિની રોજીંદા પ્રવૃતિમાં અડચણ પેદા કરે છે . મજાની વાત તો એ છે ક દર્દીને ખબર હોય છે કે વસ્તુ અથવા પરિસ્થિતિ વિષે તેમનો ભય ખોટા છે છતાં પણ તે વસ્તુ અથવા પરીસ્થિતિથી દુર ભાગે છે , પણ જો તેઓ ભયજનક પરિસ્થિતિમાં પણ જવાનો પ્રયત્ન કરે તો તેના ઉપર ભયને લીધે બેચેની અને તીવ્ર ચિંતા છવાઈ જે છે , જેથી હાથ - પગમાં કંપનો હદયના ધબકારા વધી જાય છે , મો અને ગળું સુકાઈ જાય છે , પરસેવો નીકળે છે . શ્વાસની ગતિ ઝડપથી થાય છે . બેચેની , અશક્તિ અને ચક્કર આવે છે પગમાં આટી  આવે છે અને પાતળા ઝાડા થઇ જાય છે . વારંવાર શારીરિક લક્ષણોના ગભરાહતજન્ય હુમલો થવાથી વ્યક્તિ બીજો હુમલો થશે એવા ભયથી ભયભીત થઇ ભયજનક વસ્તુ અથવા પરિસ્થિતિથી પલાયન કરી રાહત મેળવે છે - જેમકે દર્દીને બંધ જગ્યાનો ભય હોય તો દાદરા ચડવા પણ નાની જગ્યા(લીફ્ટ)માં નહિ જાય . આ જ રીતે અંધારામાં ભય , પાણીનો ભય , ઉંચી જગ્યાનો ભય , સામાજિક ભય , ખુલ્લી જગ્યાનો ભય . જીવજંતુનો ભય , એકલા હોવાનો ભય , મૃત્યુનો ભય જેવા  અનેક પ્રકારના આંતરિક ભય દર્દીઓમાં જોવા મળે છે .

          ભયની ઉપેક્ષા કરવાથી ભયમુક્ત થઇ શકાય છે એવી ધારણા ખોટી છે . અવ મનો-કલ્પિત ભયના ભયની મુક્તિ માટે ભયનો સામનો કરો , ભયના કારણ સમજીને ભયના કારણોથી ભાગવાના બદલે સામનો કરવાથી ભયથી મુક્તિ મળે છે . શા માટે ભયનો હુમલો થાય છે તે સમજીને ભયના ગભરાહતભર્યો હુમલો થાય ત્યારે સહનશીલતા અને ધીરજપૂર્વક તે ક્ષણને પસાર થવા દેવી જોઈએ . જે વસ્તુ કે પરિસ્થિતિથી આંતરિક ભય લાગે છે તે વસ્તુ કે પરિસ્થિતિની નજદીક ઈરાદા પૂર્વક જવું જોઈએ અને ધીરજ રાખીને ગભરાહતજનક પરિસ્થિતિને સહન કરવી જોઈએ  જેથી  આત્મનિરીક્ષણ પછી કશું ખોટું થયું નથી એવા અનુભવના જ્ઞાનબોધથી ભયથી મુક્તિ મળે છે . મનોચિકીત્શાની આ પદ્ધતિને પુશિંગ થ્રુ બાઉન્ડ્રીઝ અથવા ફ્લડીંગ કહેવાય છે .  તે સિવાય વાર્તનીક ઉપચાર ભયથી મુક્તિ માટે ઉપયોગી છે , જેમાં ક્રમબદ્ધ અસવેન્દીકરણ મોડલિંગ અથવા તો બોધાત્મક વાર્તનીક ઉપચાર (સી.બી.ટી.)નો ઉપયોગ મનોચિકત્સા દ્વારા કરવામાં આવે છે , પણ લોકો મનોચિકિત્સક પાસે જવાનું ટાળે છે અને અંધશ્રધાના લીધે તંત્ર - મંત્ર - ભુવા - ભારાડીના ચક્કરમાં પડી પોતાનો સમય અને ધન વ્યર્થ ગુમાવે છે . જેથી લોકોને અસાધ્ય માનસિક રોગના ભોગ બનવું પડે છે . મનોચિકિત્સક પાસે સમયસર જઈને સારવાર લેવાથી ભયવિકૃતિનો રોગ સંપૂર્ણપણે મટી જાય છે . 

ડો . દેવજ્યોતિ શર્મા

No comments:

Post a Comment