Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

28 August 2019

SUPER 30 - ફિલ્મ સમીક્ષા


SUPER 30 - ફિલ્મ સમીક્ષા 



શ્રેણી :- આત્મકથા

નિર્માતા:- સાજીદ નડિયાદવાલા (નડિયાદવાલ ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ), ફેન્ટમ ફિલ્મ્સ,રિલાયન્સ એન્ટરટેનમેન્ટ

નિર્દેશક :- વિકાસ બહલ 

લેખક :- સંજીવ દત્તા

કલાકાર :- ઋત્વિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના, નંદીશ સંધુ, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ ત્રિપાઠી

રજૂઆત તારીખ:- ૧૨/૦૭/૨૦૧૯

સમય:- ૧૫૫ મિનીટ

        "सपनोको पूरा करनेकी सच्ची कहानी "



“शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है”


                 ચાણક્યની ઉપરોક્ત ઉક્તિને સાર્થક કરતુ આ ચલચિત્ર એટલે સુપર ૩૦. આ ચલચિત્ર ગણિતશાસ્ત્રી આનંદકુમાર અને તેના શૈક્ષણિક કાર્યક્રમ સુપર ૩૦ ઉપર આધારિત છે..આ સમગ્ર ઘટના બિહાર ની રાજધાની પટનામાં આકાર લે છે. આ ચલચિત્રનું કેન્દ્રબિંદુ શ્રી આનંદકુમાર કે જે એક નીચલા વર્ગનો વિદ્યાર્થી છે અને તેને ભણવાનો ખુબ શોખ છે અને તે સારો પણ છે. આ ચલચિત્રમાં તેના જીવનની સંઘર્ષગાથા દર્શાવવામાં આવી છે. આનંદકુમારએ તેમના વિદ્યાર્થીકાળમાં ગણિત વિષયમાં ખુબજ પ્રતિભાશાળી હતા. એક વખત તેઓ જયારે શિક્ષણમંત્રી (પંકજ ત્રિપાઠી) ના હસ્તે રામાનુજમ શિષ્યવૃત્તિ મેળવે છે ત્યારે શિક્ષણમંત્રી તેમને કહે છે કે તારે જે કઈ પણ સહાય જોઈતી હોય તે આવીને મારી પાસેથી આવીને મેળવી લેજે. પટનાના પુસ્તકાલયમાં રહેલા ગણિત પુસ્તકમાંના એક વણઉકેલ્યા કોયડાનો તે જયારે ઉકેલ મેળવીને તે ઉકેલ વિશ્વમાં જે મહાવિદ્યાલયનું આદરપાત્ર સ્થાન છે એવી કેમ્બ્રીજ યુનિવર્સીટીમાંથી શિષ્યવૃત્તિ મેળવે છે. પરંતુ તેમને ત્યાં જવાય એટલી આર્થિક સગવડ ન હોવાથી તે શિક્ષણમંત્રી પાસે પહોચે છે અને તે ત્યાં રાજનીતિનો ભોગ બને છે. આ ઘટના ને લીધે આનંદકુમારનાં પિતાજીનું હદય રોગના હુમલા થી અવસાન થાય છે.પરિણામે તેઓ તમામ અભ્યાસ છોડીને માતાને પાપડ વહેચવામાં મદદ કરવા લાગે છે. એક દિવસ જયારે તેઓ પાપડ વહેચવા જતા હોય છે ત્યારે તેમની સાયકલ પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ ઉક્તિ ને સાર્થક કરતા અને શિક્ષણ મંત્રીના નજીકના એવા લલ્લન સિંહ (આદિત્ય શ્રીવાસ્તવ)ની ગાડી સાથે અથડાય છે અને તે આનંદ  કુમાર ને પોતાના કોચિંગ ક્લાસ , એકસેલન્સ કોચિંગ સેન્ટરમાં   ગણિત વિષય શીખવવાનું કહે છે અને સાથોસાથ તમામ ભૌતિક સુખસગવડ પણ આપે છે. પરંતુ એક ગરીબ બાળકને સ્ટ્રીટ લાઈટ નીચે રસપૂર્વક અભ્યાસ કરતા જોઇને તેનું હ્રદય પીગળી જાય છે.  આ બાળક પોતાની ગરીબીને કારણે કોચિંગ કલાસ છોડીને ચાલ્યો ગયો હતો. તેથી તે વિચારે છે કે ગરીબ બાળકોને પણ ભણવાનો અધિકાર છે. આથી તે કોચિંગ ક્લાસ છોડીને પોતાનું ગરીબ બાળકો માટેનો ટ્યુશન ક્લાસ શરુ કરે છે જેમાં તે એક સમયે ૩૦ બાળકો ની નોંધણી કરે છે. આ બાળકોને તે વ્યવહારિક જ્ઞાન સાથે સંકલ્પનાઓ મનોરંજક રીતે શીખવે છે, આ રીતે તે બાળકોને મફતમાં ભણાવીને IIT સુધી પહોચાડવાનું નક્કી કરી લે છે. તે બાળકોને કહે છે કે "अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, वही राजा बनेगा जो हक़दार होगा" પરંતુ આ પગલું ભરતાની સાથે તેમને અનેક પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પણ ગુજરાતીમાં કહેવાય છે ને જે ભગવાનની ભેરે ભગવાન એની ભેરે. આમ અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ તમામ ૩૦ વિદ્યાર્થીઓને IIT સુધી પહોચાડે છે.

ऐसा बहुत दरवाजा है दुनियामे जो सिर्फ इसलिए नहीं खुलते क्योकी लोग May I come  in नहीं कह पाते

ડો.જીજ્ઞેશ એ.વેગડ & હરિત ડી.ભટ્ટ



1 comment:

  1. Thanks for sharing your story of'Super 30'. Actually, you haven't added your understanding and criticism on film. You can add how the film is relevant, today. Thanks

    ReplyDelete