Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

21 February 2019

પરીક્ષાની મુંજવણ દુર કરો

પરીક્ષાની મુંજવણ  દુર કરો 




          પરીક્ષા સમયે વિદ્યાર્થીના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે . જેમકે મને કઈ યાદ નહિ રહેતું , હું ભૂલી જાઉં છું , મારી યાદ શક્તિ ઓછી છે, હું નાપાસ થાઈસ, આમ એક પછી બીજા વિચાર આવાથી નકારાત્મક વિચારોની હારમાળા સર્જાય છે અને વિદ્યાર્થી હતાશ થઈ ડીપ્રેશનનો શિકાર બને છે . પરીક્ષાના થોડા દિવસ પહેલા વાલીઓ એ દબાણ ન કરી સવેન્દનશીલ વ્યક્તિ સાથે કરાય એટલું પ્રેમ પૂર્વક વર્તન કરી હુંફ અને સહાકાર આપવાથી પરીક્ષાની તૈયારી સરળ બને છે .પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીએ પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખવી જોઈએ અને તે માટે સતત સકારાત્મક વિચારો કરવા જોઈએ અને મોટેથી મનમાં રટણ કરવું જોઈએ ,જેમકે મને બધું આવડે છે , હું સારા માર્ક્સ મેળવીશ . આવા સકારાત્મક વિચારો પોતાની રાખીને દરરોજ સવારે અને સાંજે વાંચવા જોઈએ .આવું કરવાથી મન સકારાત્મક વિચારોથી ભરાઈ જે છે અને મન નો ઉત્સાહ , આત્મબળ અને વિશ્વાસ ની શક્તિ વધે છે .
 

           દરેક કલાકે  વાંચવા પછી 10 મિનીટ આરામ લેવો જોઈએ . પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પહેલા સમયબદ્ધ રીતે વાંચનનું આયોજન કરવું જોઈએ . દા .ત . 7 થી 8 કલાક સુધી પુરતી ઊંઘ જરૂરી છે . પાઠ્યના અભ્યાસ માટે વધારે સમય રાત્રે જાગરણ કરવાથી કે ઓછી ઊંઘ કરવાથી મનનો થાક વધે છે . પરિણામે પાઠ યાદ રહેતા નથી . વળી મનનો થાક પરીક્ષામાં લખતી વખતે ભુલાવી દે છે . પરીક્ષાખંડમાં માનસિક યોગ્યતા જળવાઈ રહે તે માટે પુરતી ઊંઘ જરૂરી છે . માનવીનું મગજ આશરે 1.4 કિલો જેટલું છે જે સૌથી વધારે ક્રિયાશીલ હોવાથી શરીરનો કુલ શક્તિ માંથી 30 ટકા ભાગ વાપરી નાખે છે . મગજમાં શક્તિ માત્ર ગ્લુકોઝ(કાર્બોહાઈડ્રેટ્સ) રૂપમાં જોવા મળે છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય તો થોડા સમય માટે યાદશક્તિ ઓછી થઇ જે છે એટલે પરીક્ષા દરમિયાન વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સવાળો આહાર અને ઓછી માત્રામાં પ્રોટીન અને ચરબીવાળા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ . ઘઉં , બાજરી , ચોખા , કઠોળ , બટેટા , શક્કરીયા ,દ્રાક્ષ ,અંજીર ,અખરોટ ,શેરડીના રસ ,કેળા જેવા કેટલાક ફળો ,દૂધ ,ખાંડ અને ગોળમાંથી પુરતી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ મળે છે .

          પરીક્ષા દરમિયાન 15 મિનીટ યોગા ,પ્રાણાયામ , કસરત , દોડવું અથવા તો વોલીબોલ ,બેડમિન્ટન ,ફૂટબોલ જેવી રમત રમવાથી મગજ ઉપરનું દબાણ ઘટે છે અને મન હળવું થઈને તાજગી અનુભવે છે .

          પરીક્ષામાં લઇ જવાના સાધનો જેમ કે પેન ,પેન્સિલ , રબ્બર , કંપાસ , ફૂટપટ્ટી ,કાંડા ઘડિયાળ ,હાથ રૂમાલ એક દિવસ પહેલા જ ચોક્કસ સ્થળ પર રાખી દેવા જોઈએ . પરીક્ષાનું ઓળખપત્ર અથવા પરીક્ષા સ્લીપની એક વધારાની નકલ કરાવવી જોઈએ અને ચોક્કસ સ્થળ પર રાખવી જોઈએ . છેલ્લા દિવસે તૈયારી માટે રાહ જોવાથી મન બેચેન થઇ જે છે અને મનમાં ગોઠવેલો અભ્યાસ ઉપર ખોટી અસર પડે છે જેની સીધી અસર પરીક્ષા પર પડે છે .

          પરીક્ષાના દિવસે મનમાં હકારાત્મક વિચારો રાખીને પરીક્ષાકક્ષમાં જાઉં જોઈએ અને તમારી જગ્યા પર શાંતિથી બેસવું જોઈએ . પ્રશ્નપત્ર જયારે મળે ત્યારે એક મિનીટ મૌન રાખીને આંખ બંધ કરી દિલથી ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ ક હે ઈશ્વર ! મને શક્તિ આપો જેથી હું તમામ પ્રશ્નોના ઉત્તર લખી શકું . એવી પ્રાર્થનાથી મન સ્વસ્થ અવસ્થામાં પહોચે છે . અભ્યાસ કરેલા પાઠ્ય એકાગ્રચિત મનમાં સહેલાઈથી યાદ આવી જે છે અને ધ્યાન ભટકતું નથી .

         પરીક્ષામાં કોઈ સાથે પૂછ-પરછ ન કરવી જોઈએ . વાતચીત કરવાથી મનની એકાગ્રતા ભંગ થાય છે . સંપૂર્ણ પ્રશ્નપત્રથી વાંચીને જે પ્રશ્ન આવડે છે તેની ઉપર નિશાન લગાવવી જોઈએ . સૌથી પહેલા જે આવડે છે તે લખી લો, જે ન આવડે તેના પર જરા પણ સમય ન વેડફો . પ્રશ્નોત્તર લખતી વખતે સમય મર્યાદા ધ્યાનમાં રાખો . પ્રશ્નપત્ર લખવાનું બાકી છે અને થોડો સમય છે તો જલ્દીથી મુદ્દાઓ લખી લેવા જોઈએ . થોડોક સમય બાકી છે અને ન આવડતા પ્રશ્નો રહી ગયા છે તો જેટલું આવડતું હોય એટલું લખી નાખવું જોઈએ . પ્રશ્ન ક્રમાંક લખવામાં કાળજી રાખવી જોઈએ . પરીક્ષગાળામાં ક્યારે પણ ફળનો ડર કે ચિંતા રાખવી નહિ . એવા ડરથી મનમાં તનાવ થાય છે અને તે હતોત્સાહ કરે છે . જે વિષયની પરીક્ષા આપવી છે તેની અગત્યતા સમજી તેની ઉપર ધય્ન રાખીને તૈયારી કરવી જોઈએ . જ વિષયની પરીક્ષા આપી દીધી છે અથવા પછી આપવાની છે તેના પ્રતિ ચિંતા ન કરવી જોઈએ . હાલે જે વિષયની પરીક્ષા આપવાની છે તેની તૈયારી માંથી કરો . આવું કરવાથી પરીક્ષામાં સફળતા મળશે .

  
- ડો . દેવજ્યોતિ શર્મા

No comments:

Post a Comment