Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

24 May 2019

SCHIZOPHRENIA AWERENES DAY


SCHIZOPHRENIA AWERENES DAY




           વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક..આ બને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે..! અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બની બહાર આવે છે..વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન માનોવિકૃતી.

              વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે..!

            આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા..! તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો..તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસીન રેહવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજન ને મારી નાખવાની વાતો કર્યાં રાખે..!

     આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણો નો ઉલ્લખે જોવા મળ્યો અને જાણવાં કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પેહલા આ રોગ શરૂ થયેલો હતો..!

વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે..
1) તત્ (id)
2) અહમ્ (ego)
3) ઉપરી અહમ્ (super ego )

            આ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી 'અહમ્' ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ ત રંગો કે જે બાલ્યાવસ્થા ને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી..!!

24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.

              આજના સમયમાં માણસ મગજ ઉત્તમ કરવા લાગ્યો છે પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી..આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારો છો કે.." હાય હાય લોકો શું કહેશે..." , " મારે કોઈ તબીબની જરૂર નથી.." અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્ય ની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!

                આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની રાખે..................... આપણું ભાવિ પાંગળું બનતા અટકે............આપણી આસપાસ શારીરિક......માનસિક........આધ્યત્મિક.....આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!

સારવાર કરતા સાવચેતી સારી...🙏

                                                   -HIRAL JAGAD             

No comments:

Post a Comment