Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 June 2019

ઇથર

ઈથર (ईथर - ETHER )

Jump to navigationJump to search
                    ઈથર એક એવા કાર્બનિક સંયોજનોનો સમૂહ છે કે જેમાં બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સીજન પરમાણુ અંત:પ્રકીર્ણિત હોય છે. આ વર્ગના સંયોજનોનું સામાન્ય સૂત્ર R–O–R′ છે, જ્યાં R અને R′ હાઇડ્રોકાર્બન અથવા ઍરોમેટિક હાઇડ્રોકાર્બન સમૂહ દર્શાવે છે.
ઈથરનું સામાન્ય બંધારણ. જ્યાં R અને R' કોઈપણ હાઇડ્રોકાર્બન અથવા ઍરોમેટિક હાઈડ્રોકાર્બન સમૂહ દર્શાવે છે.

ઈથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

  1. એક અતિ સૂક્ષ્મ તત્ત્વ જેમાં થઈને પ્રકાશનાં મોજાંનો સંચાર થાય છે.
  2. એક પ્રવાહી રસાયણ.
  3. સલ્ફર એસિડ અને આલ્કોહોલના રસના ઉપયોગથી બનેલા રાસાયણિક પ્રવાહી
  4. એક લવચીક, પારદર્શક, સૂક્ષ્મ તત્વ જે આકાશમાં ફેલાય છે અને જેના દ્વારા પ્રકાશ કિરણો પૃથ્વી પર આવે છે.
  5. સલ્ફર એસિડ અને આલ્કોહોલના સંયોજન દ્વારા બનાવવામાં આવેલો એક સૌમ્ય રંગહીન પ્રવાહી.

નામકરણ

          ઈથર શબ્દ ગ્રીક શબ્દ 'aither' ઉપરથી આવ્યો છે, જેનો અર્થ 'ચોખ્ખું આકાશ' અથવા 'હવા' થાય છે. સામાન્ય ઈથર અતિશય બાષ્પશીલ હોઈ આ નામ પાડવામાં આવ્યું હતું. સાદા ઈથરમાં બંને સમૂહો (R–O–R માંના બંને R) સમાન હોય છે, જ્યારે મિશ્ર ઈથરમાં તે ભિન્ન (R–O–R′) હોય છે. આ સમૂહોનાં નામ ઉપરથી ઈથરનું નામકરણ થાય છે. દાખલા તરીકે:

  1. સાદા ઈથર: ડાઇમિથાઇલ ઈથર (CH3OCH3) અને ડાઇઇથાઇલ ઈથર (CH3CH2OCH2CH3).
  2. મિશ્ર ઈથર: મિથાઇલ ઇથાઇલ ઈથર (CH3OCH2CH3) અને મિથાઇલ ફિનાઇલ ઈથર (C6H5-O-CH3).

ઉપયોગો

  • દર્દીને વાઢકાપ દરમિયાન બેભાન કરવા ડાઇઇથાઇલ ઈથરનો ઉપયોગ થાય છે. ૧૦ ઑક્ટોબર ૧૮૪૯ના રોજ વિલિયમ મૉર્ટને ઍબટ નામના દર્દીને ઈથર વડે બેભાન બનાવ્યો હતો અને ડૉ. જોન સી. વૉરેને દર્દીના જડબા ઉપરની ગાંઠ પીડા વગર દૂર કરી હતી.
Image result for ether
  • ડાઇઇથાઇલ ઈથર, આઇસોપ્રોપાઇલ ઈથર અને ટેટ્રાહાઇડ્રોફ્યુરેન કાર્બનિક પદાર્થોના નિષ્કર્ષણ માટે અગત્યના દ્રાવકો છે.
  • ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરની વાસ ગુલાબ જેવી હોઈ સુંગધીદાર પદાર્થોની બનાવટમાં તે વપરાય છે.
  • ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરનું મિશ્રણ ઉદ્યોગોમાં ઉષ્માસ્થાનાંતરણના માધ્યમ તરીકે વપરાય છે.
  • -–ડાઇક્લોરોમિથાઇલ ઇથર પ્રથમ વિશ્વયુદ્ધમાં અશ્રુવાયુ તરીકે વપરાયું હતું.
  • ઈથિલીન ઑક્સાઇડ તથા પ્રોપીલીન ઑક્સાઇડનું પેટ્રોરસાયણ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં વપરાય છે; કારણ કે તે વિવિધ પ્રકારનાં ઉપયોગી રસાયણોની બનાવટમાં અગત્યનું મધ્યસ્થી છે.

Related image
Image result for ether

- ડો.જીજ્ઞેશ વેગડ 

    No comments:

    Post a Comment