મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર)
એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ વેગ મળ્યો. અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશને (APA) આ વિદ્યાશાખાના મુખ્ય પ્રવક્તા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિકોના કાર્યક્ષેત્રના વ્યાપ અંગે આ ઍસોસિયેશન સતત નોંધ લે છે અને તે અનુસાર મનોવિજ્ઞાનના વિભાગો (divisions of psychology) રચ્યે જાય છે. હાલમાં આ વિભાગોની સંખ્યા નીચે મુજબ 49 જેટલી થઈ ગઈ છે.
અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશન(APA)ના વિભાગો.
વિભાગ ક્રમાંક | વિભાગનું નામ |
1 | 2 |
1. | સામાન્ય મનોવિજ્ઞાન |
2. | મનોવિજ્ઞાનનું અધ્યાપન |
3. | પ્રાયોગિક મનોવિજ્ઞાન |
4.* | – |
5. | મૂલ્યાંકન અને માપન |
6. | શારીરિક અને તુલનાત્મક મનોવિજ્ઞાન |
7. | વિકાસલક્ષી મનોવિજ્ઞાન |
8. | વ્યક્તિત્વ અને સમાજલક્ષી મનોવિજ્ઞાન |
9. | ધ સોસાયટી ફૉર સાઇકોલૉજિકલ સ્ટડી ઑવ્ સોશિયલ ઇશ્યૂઝ (SPSSI) |
10. | મનોવિજ્ઞાન અને કલાઓ |
11.* | – |
12. | ચિકિત્સા મનોવિજ્ઞાન |
13. | પરામર્શીય મનોવિજ્ઞાન (consulting psychology) |
14. | ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન |
15. | શૈક્ષણિક મનોવિજ્ઞાન |
16. | શાળા મનોવિજ્ઞાન |
17. | સલાહ મનોવિજ્ઞાન (counselling psychology) |
18. | જનસેવામાં મનોવૈજ્ઞાનિકો |
19. | સેના મનોવિજ્ઞાન |
20. | પુખ્તાવસ્થાનો વિકાસ અને વૃદ્ધાવસ્થા |
21. | વ્યવહારલક્ષી પ્રાયોગિક અને ઇજનેરી મનોવૈજ્ઞાનિકો |
22. | પુન:સ્થાપનલક્ષી મનોવિજ્ઞાન (rehabilitation psychology) |
23. | ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન |
24. | સૈદ્ધાંતિક અને તાત્વિક મનોવિજ્ઞાન |
25. | વર્તનનું પ્રાયોગિક વિશ્લેષણ |
26. | મનોવિજ્ઞાનનો ઇતિહાસ |
27. | જનસમુદાયનું મનોવિજ્ઞાન (community psychology) |
28. | મનોલક્ષી ઔષધશાસ્ત્ર (psychopharmacology) |
29. | માનસોપચાર |
30. | મનોવૈજ્ઞાનિક સંમોહન |
31. | સ્ટેટ સાઇકોલૉજિકલ એસોસિયેશન અફેર્સ |
32. | માનવવાદી મનોવિજ્ઞાન |
33. | મનોદુર્બળતા (mental retardation) |
34. | જનસંખ્યા અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન |
35. | મહિલાઓનું મનોવિજ્ઞાન |
36. | PIRI |
37. | બાળ, યુવા અને કૌટુંબિક સેવાઓ |
38. | આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology) |
39. | મનોવિશ્લેષણ |
40. | ચિકિત્સાત્મક ન્યુરૉસાઇકૉલોજી |
41. | મનોવિજ્ઞાન – લૉ સોસાયટી |
42. | સ્વતંત્ર રીતે વ્યવસાય કરનાર મનોવૈજ્ઞાનિકો |
43. | કૌટુંબિક મનોવિજ્ઞાન (family psychology) |
44. | સજાતીય સંબંધો ધરાવનાર વ્યક્તિઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ |
45. | વંશીય લઘુમતીઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ |
46. | સમૂહ માધ્યમનું મનોવિજ્ઞાન (media psychology) |
47. | વ્યાયામ અને રમતનું મનોવિજ્ઞાન |
48. | શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology) |
49. | જૂથ મનોવિજ્ઞાન અને જૂથ માનસોપચાર |
નોંધ : * ક્રમાંક 4 અને 11માં કોઈ વિભાગ નથી.
No comments:
Post a Comment