મનુષ્યના શરતી વર્તનના શોધક : ઇવાન પાવલોવ
કોઈ પણ સ્વાદિષ્ટ વાનગી જોઈને આપણા મોંમાં પાણી આવી જાય છે. મોં માં ઉત્પન્ન થતું પાણી કે લાળ ખોરાકના પાચન માટે જરૂરી છે. મનુષ્યનું આ સામાન્ય વર્તન છે, પરંતુ માત્ર વાનગી જ નહિ પણ વાનગીની તસવીરો જોઈને, વાનગીની સુગંધ આવવાથી કે વાત સાંભળવાથી પણ મોં માં પાણી આવી જાય છે. દરરોજ નિયમિત 12 વાગે જમવા બેસનારને બારના ટકોરે મો માં પાણી આવી જ જાય છે. આમ મોં માં પાણી આવવાની ક્રિયા કેટલીક શરતોને આધિન શારીરિક છે. આ વર્તનની શોધ ઇવાન પાવલોવ નામના માનોવિજ્ઞાનીએ કરી હતી. આ શોધથી માણસના વર્તન સંબંધી અનેક સંશોધનો સરળ બન્યા હતા. પાવલોવને આ શોધ બદલ ૧૯૦૪માં મેડિસીનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
ઇવાન પાવલોવનો જન્મ 14 સપ્ટેમ્બર 1849માં રશિયાના રિયાઝાન ગામમાં થયો હતો. બાળપણમાં તેમને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેઓ હંમેશા ઘરમાં માતાપિતાની દેખરેખમાં રહેતા હતા. તે દરમિયાન તેને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો રસ જાગ્યો.
ઇવાનના પિતા ખ્રિસ્તી પાદરી હતા. ઇવાનને 10 ભાઈબહેનો હતા. ઇવાનને તે બધાની સેવા કરવી ગમતી 11 વર્ષની ઉંમરે સાજા થયા બાદ પાવલોવને સ્થાનિક ચર્ચ સ્કૂલમાં ભણવા મૂકવામાં આવ્યા. ત્યારબાદ તેમને સેન્ટ પિટસબર્ગ યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પેનક્રિયાસ અને મગજ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીને તેમણે કેટલાક તારણો કાઢ્યાં હતાં જે બદલ તેમને યુનિવર્સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી છેલ્લે તેઓ મેડિકલ મિલિટરી એકેડેમીમાં જોડાયા.
ગુજરાત બોર્ડના મનોવિજ્ઞાન વિષયમાં આવતા એક પ્રયોગ કે કૂતરાના મો માં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘટંડી વગાડવાનો પ્રયોગ કર્યો. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોમાં લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોવાનું તેણે સાબિત કર્યું. સતત 12 વર્ષ સુધી પાચન ક્રિયા અને મગજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરીને તેઓ વિશ્વપ્રસિદ્ધ થયા.
નોબેલ ઇનામ ઉપરાંત પાવલોવને કોયલી એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં. જો કે, પાવલોવનું જીવન ગરીબ સ્થિતિમાં પસાર થયેલું. 27 ફેબ્રુઆરી 1936માં પાવલોવનું અવસાન થયું હતું.
Good informative article
ReplyDeleteThank You Sir
Delete