Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

26 July 2019

વાનર અને વાંદરા વચ્ચે ફરક?


વાનર અને વાંદરા વચ્ચે ફરક?

               ઘણા લોકો ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના આધારે કહે છે કે આપણે બધા વાંદરામાંથી માણસ બન્યા છીએ. પરંતુ વિજ્ઞાનના હિસાબે આ વાત ખોટી છે. આપણે બધા વાંદરામાંથી ઉત્ક્રાંતિ નથી પામ્યા, વાનરમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. તમારા મનમાં સવાલ થતો હશે કે તો વાનર અને વાંદરામાં ફરક શો? આ સવાલ થવો પણ જોઈએ.

ચાર્લ્સ ડાર્વિન- ઉત્ક્રાંતિવાદના પ્રણેતા 

            વાનર એટલે એવા સસ્તન પ્રાણી જે આપણી એટલે કે માણસોની વધારે નજીક આવે એવું શરીર અને લાક્ષણિકતાઓ ધરાવે છે. એમને મોટાભાગે પૂંછડી હોતી નથી. અંગ્રેજીમાં એને એપ કહે છે. એમાં આપણે માણસો, ગોરિલ્લા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉટાંગ, ગિબન્સ અને બોનોબો જાતિના પ્રાણીઓ. એમના શરીર લગભગ આપણા જેવાં જ છે. અને એમના મગજ પણ બીજા કરતાં ખાસ્સા મોટાં છે. જો એમના મગજ કોઈ કારણસર હજી થોડા વધારે વિકસી જાય તો માણસોની એક નવી પ્રજાતિ ઉત્ક્રાંતિ પામે.

              ઉરાંગ ઉટાંગ

    બોનોબો 

   ગિબન્સ

ગોરિલ્લા

    ચિમ્પાન્ઝી

          જ્યારે કે વાંદરા એટલે એવા સસ્તન પ્રાણી જેમના શરીર આપણા જેવાં તો દેખાય છે, પરંતુ આપણી સાઈઝના નથી હોતા. ખૂબ નાના હોય છે. એમના મગજ પણ ખૂબ નાના હોય છે. એમને લાંબી પૂંછડીઓ હોય છે. તેમને મન્કી કહે છે. વાંદરાઓની અત્યાર સુધી ૨૬૦ જાતિ જોવા મળે છે. એ બધી જાત મોટાભાગે બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એકઃ જૂના જગતના વાંદરા, જે આફ્રિકાના જંગલોમાં વિકાસ પામ્યા અને ત્યાં જ વસે છે. બીજાઃ ન્યૂ વર્લ્ડ એટલે કે દક્ષિણ અમેરિકા અને એના સમકાલિન જંગલોમાં વિકસ્યા છે. અને મોટેભાગે ત્યાં જ વસે છે.


   વાંદરા

           તમને કોઈ પૂછે કે દુનિયાનો મોટામાં મોટો વાંદરો કયો? તો જવાબમાં આપણે ગોરિલ્લાનું નામ આપી દઈએ! પરંતુ આપણે જોયું એમ એ તો વાનર છે, વાંદરો નથી. વાંદરામાં મોટામાં મોટું શરીર મેન્ડ્રિલ જાતિના વાંદરાનું હોય છે. એનું વજન ૩૫ કિલોગ્રામ હોય છે. અને નાનામાં નાનો વાંદરો છે માર્મોસેટ જેનું શરીર માંડ આપણા અંગૂઠા જેટલું હોય છે. એનું વજન માંડ ૧૧૩ ગ્રામ હોય છે.

          વાંદરા બધા જ મોટેભાગે વૃક્ષો ઉપર રહેતા હોય છે વાંદરા ટોળામાં જ રહે છે. એમના ટોળામાં ૬૦થી માંડીને ૧૦૦૦ વાંદરા હોઈ શકે છે. વાંદરા વૃક્ષના ફળ, પાંદડા, ઠળિયા, બીજ, ફૂલ બધું જ ખાય છે. પણ એ માત્ર શાકાહારી નથી હોતા. એ પંખીઓના ઈંડા, નાની નાની ગરોળી, કાચિંડા, જંતુઓ, અને કરોળિયા ખાઈ જાય છે.

          વાંદરાનું ટોળું કદી એક જગ્યાએ વસવાટ કરતું નથી, એ હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા જ રહે છે. વાંદરાને પોતાની વાત કહેવી હોય તો ચહેરાના ચિત્રવિચિત્ર હાવભાવ વડે, શરીરને જાતજાતના આકારમાં ઢાળીને અને ચિત્રવિચિત્ર અવાજો કરીને કહે છે. એની જાતિના બીજા વાંદરા એ વાત તરત સમજી પણ જાય છે. વાંદરાં પોતાનો પ્રેમ દર્શાવવા એકબીજાના વાળમાંથી કચરો, બગાઈ, જૂ વગેરે કાઢી આપે છે. એકબીજાને અડીને બેસે છે.

         તો યાદ રાખજો, આપણે ઉત્ક્રાંતિ જરૂર પામ્યા છીએ, પરંતુ વાંદરામાંથી ઉત્ક્રાંતિ નથી પામ્યા!



No comments:

Post a Comment