માનસિક વિકાસ અને ઈમોશનલ ઈન્ટેલીજ્ન્સ
બાળક જન્મે છે અને સંપૂણઁ માનવ બને છે તેમાં તેના વિકાસ સાથે બુદ્ધિનું ખુબ જ મહ્ત્વ અંકાયું છે. મનોવિજ્ઞાનિકો આધાર આપી રજૂ કરે છે: “માનવીની બુદ્ધિ મહદ્દઅંશે વારસાગત હોય છે જ્ન્મ સમયે મળતી તેનીબુદ્ધિક્ષમતા માંં કયારેક અજુગતો વધારો કરી શકાતો નથી. '' એટલે કે માનવીની બુદ્ધિક્ષમતાનો આધાર તેના મગજ-મન સાથે રહેલો છે.જેનો I.Q.શકિતશાળી તે વ્યકિત ખૂબ જ હોંશયાર કહેવાય.શાળામાં અભ્યાસ કરતા બાળકોનો I.Q.પણ ક્સોટી દ્ધારા પ્રમાણિત કરી માપવામાં આવે છે. માનવી ના મગજ માં બે પ્રકારના મન હોય છે. એક જાગૃત મન અને બીજું અજાગૃત મન ,જે એક હિમશલા જેવું હોય છે. પાણી માં તરતી હિમશિલા નો 1/2 ભાગ પાણીની સપાટી ઉપર અને 2/3ભાગ પ્રવાહીમાં હોય છે. તેવી જ રીતે અજાગૃત મન નો 70% ભાગ છે અને જાગૃત મન એ 30%ભાગ છે. અજાગૃતમન સતત કાયૅરત અને વિચાશીલ છે.વ્યકિતના જીવનમાં ઘણા પરિબળ છે.E.Q.( Emotional intelligence) એટલે કે સાંંવેગિકબુદ્ધિ. માનવી લાગણીશીલ પ્રાણી છે. સંવેદનો ગ્રહણ કરે છે, વ્યક્ત કરે છે અને તેને પ્રતિપાદિત કરે છે. સફ્ળતાના ક્ષેત્રોસર કરવા માટે માનવીમાં સાંવેગિકતા નો આંક ઊંચો અને સંયમિત એટલે કે Balanced હોવો જરૂરી છે.
જીવનના ઘણા ક્ષેત્રોમાં I.Q.ઓછો હોય પરંતુ E.Q. વધુ હોય તેવી વ્યકિતઓ ઉચ્ચ સ્થાને બિરાજેલ છે. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ્ના માલિક સ્વ. ધીરુભાઇ અંબાણી, નિરમાના સ્થાપક શ્રી કરસનભાઇ પટેલ, ક્રિકેટ્માં નામના મેળવનાર સચીન તેંડુલકર, ફિલ્મ ક્ષેત્રે બીગ બી અમિતાભ બચ્ચ્ન વગેરે જેવી પ્રતિષિઠત વ્યકિતઓ પોતનો EQ સંયમિત હોવાને કારણે સિદ્ધિના શિખરો સર કરી શકી છે. કોઇપણ ક્ષેત્રમાં માનવીની વ્યકિતગત સંયમિતતાનો આંક તેના EQ ના આંક પર આધારિત હોય છે. જીવન ના કોઇક્ષેત્ર માં નિષ્ફ્ળતા મળતાં કે પછી આધાત લાગતાં મોતને વ્હાલું કરી ને જીવનને ટૂંકાવી દેતી વ્યકિત ક્યારેય સંયમિત E.Q. રાખી શકી ન હોવાને કારણે આપધાતનો માગૅ અપનાવે છે. રામાયણના પ્રખ્યાત ક્થાકાર શ્રી મોરારીબાપુ ,યોગવિધાનિપુણ બાબા રામદેવ વગેરે વ્યકિતઓ સંયમિત E.Q.ના ઉદાહરણો છે.
2000 વષૅ પહેલાં E Q વિશે શાસ્ત્રો અને પુરાણોમાં નોંધ મળી આવે છે. તે સમયમાં પ્લેટો લખ્યું હતું કે 'પ્રત્યેક અધ્ય્યનનો એક સાંવેગિક આધાર હોય છે.' ત્યારબાદ વૈજ્ઞાનિકો, કેળવણીકારો અને તત્વચિંતકોએ લાગણી અને સંવેગોની અસરકારક્તા પુરવાર કરવા કમર ક્સી છે.છેલ્લા ત્રણ દાયકામાં EQ પર વૈજ્ઞાનિકોનું ધ્યાન કેનિદ્નત થયું છે.સન 1950માં બહુચચિત મનોવૈજ્ઞાનિકે વ્યકિતઓ પોતાની લાગણીઓ, શારીરિક,આધ્યાત્મિક અને માનસિક શકિતઓ ને આધારે કેવી રીતે વ્યક્ત કરે છે, તેની પ્રતીતિ કરાવી. મનોવૈજ્ઞાનિકો પીટર સેલોવી, મેસ્લો અને વધીમેર ના પ્રયોગો પરથી લાગણી અને બુદ્બિને ચોક્ક્સ સંબંધ છે તેવું દૅઢ્પણે સાબિત થયું. સન 1990માં સૌ પ્રથમ પીટર સેલોવી અને જાને જેક મેયર દ્રારા E I પર આર્ટિકલ છ્પાય. તેમાં સવૅસંમત એક વ્યાખ્યા રચાઇ.
EQ નો અથૅ :
EQ એ માનવીય ક્ષમતાઓને કાબુમાં રાખવાની પદ્રતિ છે. વિચારો અને સંવેેેેગોનું જોડાણ છે. સંવેગોની સમજ અને સાંંવેગિક જ્ઞાનનું પરાવતૅૅન છેે, જેેના દ્રારા માનવીનો સાંવેગિક અને બૌદ્રિક વિકાસ સંભવી શકે છે.
સામાન્ય ઉદાહરણ દ્રારા EQ ને સમજીએ
રસ્તે ચાલતાં ચાલતાં અચાનક જ આપણી નજીક એક સાપ નજરે ચડે છે. તુરત જ આપણે concious થઇ Emotions ને કાબુમાં લઇએ છીએ બાળકો પણ વ્યકિતને Emotional Attitude વડે ઓળખતા હોય છે. બે બાળકો વાતચીત કરે છે. ટીનું મીનુને કહે છે, તું અંક્લને ઓળખે છે ? મીનુ કહે છે, પેલા અંકલ જે તારા માટે બે અને મારા માટે એક ચોક્લેટ લાવે છે તે ને ! અમેરિક્ન પ્રેસિડેન્ટ અબ્રાહ્મ લિંક્નનો IQ ઊંચો હતો પરંતુ EQ નીચો હોવાને કારણે તેમને લાંબા ગાળે સફ્ળતા મળી. હોલીવુડ્ની હિરોઇન મેરલીન મન્રરો , બોલીવુડની હિરોઇન દિવ્યા ભારતી , રશિયન લેખક ટોલ્સ્ટોચ , એક્ટર- ડાયરેક્ટર ગુરુદ્ત્ત તેમજ અમેરિક્ન લેખક ડેલ કાનેગી આ તમામે આપધાત કર્યો કારણ તેમનો EQ તપાસતાં તે નીચો જણાઇ આવેલો હ્તો.
E.Q. ની ઓળખ કેવી રીતે કરશો ?
વ્યકિત ઉચ્ચતમ રીતે કેટલાક વતૅનો પ્રતિપાદિત કરે છે. વ્યકિતમાં તમે નીચેના ગુણો કેવી રીતે મૂલ્યાંકિત કરો છો. તેના પર E.Q.નો આધાર રહેલો છે.
- Self Awarness - સ્વજાગ્રતતા : વ્યકિત જ્યારે કોઇપણ બાબત ની રજુઆત કરે છે ત્યારે તે પોતાની સ્વ લાગણીઓ ને કાબુમાં રાખીને કાયૅ કરે છે.
- Self Motivation - આત્મપ્રેરણ : જ્યારે કોઇક બાબત કે વસ્તુ ખોટી બને છે ત્યારે ઊંચો અને નિયંત્રિત EQ ધરાવનાર વ્યકિત ખોટું શું થયું તે જોતી નથી પરંતુ આ પરિસ્થિતિ માંથી બહાર કેવી રીતે આવવું તેનો વિચાર કરે છે.
- Self Regulation - સ્વાવલંબન : સ્વજાગૃત વ્યકિત પરિસ્થિતને પડકારવાને બદલે , સામે બળવો કરવાને બદલે ઘટ્નાનું પૃથ્થ્કરણ કરે છે.
- Empathy - સમાનુભૂતિ : વ્યકિત અન્યની લાગણીઓ ને સમજ્વાનો પ્રયત્ન કરે છે. પરિસ્થિત ને પામી પોતે અન્ય વ્યકિત ની જ્ગ્યા લઇ નિમંત્રણ લાવવા વિચારે છે.
- Effective Relationship - અસરકારક સંબંધિતતા : ઉપરોક્ત ચારે ધ્યેયો અને સંકલ્પનાઓ ને નિયંત્રિત કરી કોઇ પણ વ્યકિત સજૅનાત્મક વિચારશકિત દ્રારા અન્ય વ્યકિત ઓ સાથે અસરકારક પ્રત્યાયન કરી શકે છે.
No comments:
Post a Comment