Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

02 September 2019

માનવકાનની રચના


માનવકાનની રચના

                સામાન્ય રીતે માનવકાન વિશે વાત કરીએ તો કાનનું મુખ્ય કાર્ય સાંભળવું થાય. દા.ત., મિત્ર સાથે વાંતચીત, જાહેર રસ્તાપર થતો વાહનનો અવાજ, ટીવીમાંથી આવતો અવાજ વગેરે. પણ માનવકાનની રચના એટલે કે માનવકાનનું કાર્ય શું છે? ચાલો જાણવાનો પ્રયત્ન અરીએ,


            તમે તમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે, તમે તમારી આજુ-બાજુ કે દુર-દુર સુધીનો અવાજ કેવી રીતે સાંભળી શકો છો? માનવ શરીરના અતિ સંવેદનશીલ ભાગ કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો શ્રાવ્ય આવૃતિથી ઉત્પન્ન થતા દબાણના ફેરફારને કાન વિદ્યુતસંકેતમાં ફેરવે છે. આ વિદ્યુતસંકેતો શ્રવણતંતુઓ મારફતે આપણા મગજમાં પહોંચે છે અને મગજ તેને ધ્વનિ સ્વરૂપે સમજે છે. 


                   માનવકાન એ (1)બાહ્ય કર્ણ, (2) મધ્ય કર્ણ અને (3) અંત:કર્ણ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. બાહ્ય કર્ણને કર્ણપલ્લવ કહેવામાં આવે છે. કર્ણપલ્લવ બાહ્ય ધ્વનિને એકત્રિત કરે છે. આ ધ્વનો શ્રવણનલિકામાંથી પસાર થાય છે અને તેના છેડે રહેલ એક પાતળા પડદા સુધી પહોંચાડે છે. આ પાતળા પડદાને કર્ણપટલ કહેવામાં આવે છે. ધ્વનિ-પ્રસરણને કારણે જ્યારે માધ્યમનું સંઘનન કર્ણપટલ પર આપાત થાય છે ત્યારે પડદાની બહારની તરફનું દબાણ વધે છે જે કર્ણપટલને અંદર તરફ ધકેલે છે. આ જ રીતે જ્યારે માધ્યમનું વિઘનન કર્ણપટલ પર આપાત થાય છે ત્યારે કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. આ રીતે કર્ણપટલનું કંપન થાય છે. જોકે આ કંપનો અતિસૂક્ષ્મ હોય છે જેનું કેટલાયગણું પ્રવર્ધન મધ્યકર્ણમાં આવેલાં ત્રણ હાડકાંઓ વડે થાય છે. મધ્યકર્ણ દ્વારા આ રીતે મેળવેલા ધ્વનિતરંગનો પ્રવર્ધિત દબાણના ફેરફારોને અંત:કર્ણ તરફ પ્રસારિત કરે છે. અંત:કર્ણ આ કંપનોને કર્ણાવર્ત દ્વારા વિદ્યુતસંકેતોમાં ફેરવે છે. આ વિદ્યુતસંકેતો શ્રવણતંતુઓ વડે મગજ સુધી પહોંચે છે. મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપમાં વિશ્લેષણ થાય છે. આ બધું જણીને આશ્વર્ય થાય કે ફક્ત એક આંખના પલકારમાં આ ક્રિયા થાય છે. 

           માનવકાનની રચના વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ માનોવિજ્ઞાન વિષયમાં એક પ્રકરણ સંવેદન,દયાન અને પ્રત્યક્ષીકરણમાં અભ્યાસ કરાવવામાં આવે છે.માનવકાન 20Hz થી 20,000 Hz સુધીની આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે જેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. 20 Hz થી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. 

No comments:

Post a Comment