Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

11 August 2020

કોરોના વાઈરસ મહામારીથી માનવ મન ઉપર થતી અસર અને તેના બચાવ

કોરોના વાઈરસ મહામારીથી માનવ મન ઉપર થતી અસર અને તેના બચાવ


મનિષ મારૂ (Rehabilitation Psychologist): “સ્વાસ્થ્ય” આ શબ્દથી આપણે બધા પરિચિત છે. રોજીંદા જીવનમાં આપણે સ્વાસ્થ્ય વિષે ઘણું સંભાળતા હોય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની આપેલી વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી. આપણે જરા આસપાસ તાપસીએ તો આવું સ્વસ્થ વ્યક્તિ જે ઉપરની વ્યાખ્યા પ્રમાણે બંધ બેસતું હોય જોવા મળે છે કે, શું?

આપણે શારીરિક સ્વાસ્થ્ય વિષે તો ઘણું બધું જાણીએ છે, પણ હજુ આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિષે ઉદાશીનતા સેવાઈ રહી છે અને જોઈએ તેટલી માનસિક જાગૃતિ હજુ આવી નથી. તેથી હજુ ઘણીવાર ગેર માર્ગે જતા રહીએ છીએ અને ખોટી અંધશ્રધામાં ફસાઈ જઈએ અને સ્વાસ્થ્યમાં સુધારની જગ્યાએ નુકશાન કરે છે. પહેલા તો સમાજ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગરુક બને અને જેમ શારીરિક સ્વાસ્થ્યની દરકાર કરે છે તેમ માનસિક સ્વાસ્થયની પણ સારવાર લેવામાં આવે, ત્યારે સામાજ માનસિક રીતે પણ સ્વસ્થ બની શકે છે. આપણે બધા તેના વિષે જાગરુક બનવું પડશે અને લોકોમાં પણ જાગૃરૂકતા પહોંડવી પડશે.

આજે જયારે સંમગ્રવિશ્વ નોવેલ કોરોના વાઈરસ (COVID-19) મહામારી સામે લડી રહ્યું છે અને વિશ્વ આખુ ચિંતિત છે. ભારતમાં પણ આની અસર દિવસેને દિવસે વધી રહી છે. આપના પ્રધાનમંત્રીના આવાહનથી જયારે 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ લૉકડાઉનને કારણે લોકોમાં માનસિક તંગદીલીની ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે અને હજુ જ્યારે આ લૉકડાઉન પૂર્ણ થશે ત્યારે પણ આ સમસ્યા વધારે વધી શકે તેવી આશંકાઓ છે. જેમાં પોલીસ, ડૉકટર્સ,નર્સિંગ સ્ટાફ અને બીજી ઘણી સંસ્થાઓ જે સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે, જેઓ માનસિક તંગદીલી અનુભવી રહ્યાં છે અને સતત ચિંતામાં જીવી રહ્યા છે.

જ્યારે બીજા લોકો જે ઘરમાં છે તેઓ પણ આવીજ પરિસ્થિતિમાં છે. વારંવાર હાથ ધોવા તથા છીંકથી વખતે મોઢા પર રૂમાલ કે ટીસુ પેપર રાખવા અને બની શકે તેટલી કાળજી રાખવી. આ વાઈરસને ફેલાતો અટકાવવો અને તેના વિશે ખોટી અફવાઓથી બચવું અને ગંભીરતાથી આ સ્થિતીને લઈને સાથ આપવો જોઈએ. પરંતુ વારંવાર હાથ ધોવાથી જે OCD(ઓબ્સેસીવ કમ્પલસરી ડીસઓર્ડેર) નામની માનસિક સમસ્યા થઇ શકે છે અને ચિંતા, વ્યગ્રતા, હતાશા, ખિન્નતા અને મનોશારીરિક સમસ્યાઓ પણ જોવા મળી શકે છે. તેને માટે યોગ્ય ઉપચાર કરવો જરૂરી બની જાય છે તેમાં જો માનસિક જાગૃત હશું તો આપણે તેમાં સહકાર આપી શકિશું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને આવા ઉપર મુજબના લક્ષાનો ધ્યાનમાં આવે તો આપણે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેમની મદદ લીવી જોઈએ.

No comments:

Post a Comment