Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

21 August 2020

ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ શું છે??

ઇન્ટરનેટ એડિક્શન સિન્ડ્રોમ શું છે??

ઇન્ટરનેટ એડિક્શન
           વ્યસન કોઇપણ હોય તેની શરુઆત સામાન્ય મોજ મજાની પ્રાપ્તી માટે થાય છે અને ધીમે-ધીમે તેનીમાત્રા વધતી જાય છે. અને છેવટે એ તેના અભાવમાં અનુભવાતા રઘવાટ, બેચેની અને શારિરીક તકલીફો માટૅ શરુ રહે છે. તરુણો મિત્રો સાથે આનંદની પ્રાપ્તી માટૅ તમાકુ, દારુ કે ગાંજાના વ્યસન ની શરુઆત કરે છે. અને ધીરે ધીરે આ વ્યસનની લત લાગી જતા એ રોજીંદુ બની જાય છે. અને તેના વિના જાણે જીવન દુષ્કર બની જાય છે.

         હાલમાં કમ્યુટર તથા ઇન્ટરનેટ નો વ્યાપ વધ્યો છે. સોશિયલ મીડીયા અને સ્માર્ટફોન નો વ્યાપ વધતા આ ક્ષેત્રે જાણે નવીન ક્રાંતી થઇ છે. અને આ વ્યાપ વધતા એક નવીજ બીમારી અસ્તિત્વ માં આવી છે. “ઇન્ટરનેટ એડીક્શન સિન્ડ્રોમ” અર્થાત ઇન્ટરનેટ નુ વ્યસન જેમાં પોર્નોગ્રાફીક વેબસાઇટ્સ, સોશીયલ મીડીયા, ઓનલાઇન ખરીદીઓનુ, કે કમ્યુટર ગેમનું વ્યસન ગણી શકાય. 

        તાજેતરમાં પ્રકાશીત થયેલ માનસિક રોગ ના નિદાન માટે ની માર્ગદર્શિકા માં “ઇન્ટરનેટ એડીક્શન સિન્ડ્રોમ” ને વધુ સંશોધન માગતા વિષય તરિકે સમાવ્યો છે. અને એક રોગ તરિકે માન્યતા મળી નથી. સંશોધનોમાં ઇન્ટરનેટ ના વ્યસનીઓનું પ્રમાણ ૫% જેટલુ મળ્યુ છે જ્યારે તરુણો અને યુવાનોમાં આ પ્રમાણ ૧૦ થી ૧૫% જેટલુ છે. અંતર્મુખી સ્વભાવ, લાગણીની અસ્થિરતા, તેમજ લોભી અને અન્યોને પ્રભાવીત કરવા આતુર સ્વભાવ વગેરે વ્યક્તિઓ ઇન્ટરનેટના વ્યસની થવાનુ વધુ જોખમ ધરાવે છે. 

         જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં વાસ્તવિક વ્યક્તિઓ સાથેના સંપર્કના બદલે ઇન્ટરનેટ પરના આભાસી વ્યક્તિઓને વધુ પડતુ મહત્વ આપવા લાગે. ઇન્ટરનેટ પરની રમતોમાં જરુર કરતા વધુ સમય પસાર કરે કે જેનાથી પોતાના જરુરી કાર્યો રહી જાય કે તેની ગુણવત્તા ઘટે. અથવા ઇન્ટરનેટ-કોમ્પયુટર પર ધાર્યા કરતા વધુ સમય પસાર થાય કે ઇન્ટરનેટ ના અભાવમાં સતત બેચેની રહ્યા કરે, વ્યક્તિએ ફરજીયાત પણે ઇ-મેલ કે વોટ્સ-અપ પરના મેસેજીસ ચેક કરવા પડે અથવા જ્યારે ઇન્ટરનેટ એ વ્યક્તિની એકલતા, હતાશા કે બેચેની દુર કરવાનો એકમાત્ર હાથ-વગો ઉપાય બની રહે ત્યારે આ બાબતે જાગૃત થવુ જોઇએ. 

          ઇન્ટરનેટ પર ઓનલાઇન રમતો નો વ્યાપ વધતા બાળકો અને તરુણૉમાં તેના વ્યસન નુ પ્રમાણપણ વધવા પામ્યુ છે. જેની બાળક ના સર્વાગી વિકાસપર, અભ્યાસ પર વિપરીત અસર પડે છે. ઇન્ટરનેટ ગેમ્સ પાછળ વધુ પડતો સમય પસાર કરતો બાળક અભ્યાસમાં પાછળ રહી જાય, તેમજ તેના અન્યો સાથે ના સંપર્કો ઘટતા તેનો માનસિક વિકાસ તેની ઉંમરના પ્રમાણમાં પાછળ રહી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

         ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન નો વપરાશ આવનારા દિવસોમાં વધવાનો છે બદલાતી ટેકનોલોજી સાથે તાલ મીલાવવા તેને અપનાવવા જ રહ્યા. પરંતુ તેના ભય સ્થાનો અંગેની જાગૃતી પણ એટલીજ જરુરી છે. જ્યારે ઇન્ટરનટ નુ વ્યસન તેની માત્રા ઓળંગી જાય છે ત્યારે વ્યક્તિને ઉદાસી, બેચેની, તાણ, એન્કઝાયટી, રઘવાટ, અનિદ્રા, એકલતા જેવી તકલીફો જેવા મળે છે અને અમુક કેસ આપઘાતનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત ઇન્ટરનેટના વ્યસનીઓ ઇન્ટરનેટ ઉપરાંત તમાકુ, દારુ, અફીણ, ગાંજો કે અન્યઓ માદક દ્રવ્યો ના વ્યસની બને તેવુ જોખમ અન્ય નોર્મલ લોકો કરતા વધુ હોય છે.

ઇન્ટરનેટ ના વ્યસનીઓ એ અનુસરવા જેવી કેટલીક સલાહઃ
  1. ઇન્ટરનેટ શરુ કરતા પહેલા તેના પર કરવાના કામોની યાદી બનાવો. અને આ કામ કરવાના સમય દરમીયાન આ સિવાય ઇન્ટરનેટ પર અન્ય કોઇ કામ ન કરવુ, કે બીનજરુરી સર્ફ ના કરવુ.
  2. ઇન્ટરનેટ પર કામ કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લેવા. જેમકે દર-કલાકે પાંચેક મીનીટ બ્રેક લઇ કોઇ અન્ય પ્રવૃતીઑ કરવી ઇન્ટરનેટ પર સળંગ લાંબો સમય કામ કરવાથી ઘણી વખત સમયભાન રહેતુ નથી. અને લાંબો સમય વીતી જાય છે
  3. અન્ય શોખ કેળવો. વાંચન કે સંગીત જેવા શોખ કેળવી શકાય.
  4. ઇન્ટરનેટની બહાર વાસ્તવીક દુનીયામાં મિત્રો બનાવો અને તેમની સાથે પણ સમય પસાર કરો. યાદ રાખો કે ઇન્ટરનેટની બહાર પણ એક વાસ્તવીક દુનીયા છે.
  5.  જો ઇન્ટરનેટ ઉપરાંત અન્ય માદક દ્રવ્યઓનું પણ વ્યસન હોય કે અનિદ્રા, બેચેની, મુઝારો, ચિડીયાપણુ, ઉદાસી જેવા લક્ષણૉ, વારંવાર આવતા નકારાત્મક કે આપઘાતના વિચારો જેવા લક્ષણૉ પણ જો સાથે જોવા મળે તો મનોચિકિત્સક નો ત્વરીત સંપર્ક કરવો જોઇએ.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

No comments:

Post a Comment