Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 January 2021

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા



બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે બાળક ત્રણ વર્ષનુ થતા સુધીમાં પેશાબ પર કાબુ મેળવે છે, પરંતુ જો બાળક પાંચ વર્ષની ઉંમર સુધીમાં પણ પેશાબ પર કાબુ ના મેળવે તો તે “નોક્ચર્નલ એન્યુરેસિસ” તરિકે ઓળખાતી સમસ્યા કહેવાય છે જેની સારવાર દ્વારા બાળક નોર્મલ બાળકો માફક પેશાબ પર કાબુ ઘરાવતુ થાય છે. પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં તેનુ પ્રમાણ ૧૫-૨૦% માલુમ પડ્યુ છે પરંતુ દુર્ભાગ્યે આપણા સમાજમાં તે અંગેની યોગ્ય માહિતીના અભાવે મોટાભાગના કેસોમાં તેની યોગ્ય વૈજ્ઞાનિક ઢબે સારવાર થતી નથી.

વિજય ની ઉંમર અઢાર વર્ષની છે તે બાળપણથી જ રાત્રે ઉંઘમાં પેશાબ થવાની સમસ્યા ધરાવે છે. તે નાનો હતો ત્યારે “હજુ બાળક છે, આજે શિખશે- કાલે શિખશે” કરી મા-બાપે તેના પર ધ્યાન ના આપ્યુ. શરુઆત માં દરરોજ રાત્રે ઉંઘમાં થતા પેશાબ પર થોડો ફાયદો થતા હવે અઠવાડીયે એક કે બે વખત તો હજુ પણ થઇ જાય છે. અરે નાના ભાઇને સમયસર ચાર વર્ષ આસપાસ પેશાબ પર કાબુ આવી ગયો પણ વિજયને તો આ સમસ્યા ઠેરની ઠેર જ રહી. હવે વિજયે બારમુ ધોરણ સાયન્સ સાથે પાસ કરી ઇજનેરીમાં પ્રવેશ મેળવ્યો છે અને તેને હોસ્ટેલમાં આગળ અભ્યાસ અર્થે જવાનુ છે. ત્યાં અન્ય વિધ્યાર્થીઓ સમક્ષ તે મજાક ને પાત્ર બને છે આથી તે સંકોચ સાથે સારવાર માટે મનોચિકિત્સક નો સંપર્ક કરે છે.

આવુજ કંઇક રુઢિચુસ્ત પરિવારમાં ઉછરેલી રેશમા સાથે બને છે. લગ્ન બાદ પણ પથારીમાં પેશાબ ની સમસ્યા રહેતા સાસરીમાં તે ટીકાને પાત્ર બને છે અને ઝધડાઓ વધી જતા તેને પિયર થોડો સમય મોકલવામાં આવે છે, આ દરમિયાન તેની મનોચિકિત્સક ના માર્ગદર્શન હેઠળ સારવાર શરુ કરવામાં આવે છે.

આપણેે એવુ માનીએ છીએ કે બાળકો અને તરુણોમાં પેશાબની સમસ્યા એ માત્ર એક રાત્રે પથારી ગંદી થવાથી ઉત્પન્ન થતી અગવડતા-સુગ પુરતીજ સિમીત છે અને તે ઉંમર જતા ઠીક થઇ જશે. અને ઘણા કેસોમાં એવુ બને છે પણ ખરુ. પરંતુ એવા ઘણા કેસો પણ છે જેમા આ સમસ્યા કુદરતી રીતે ઠીક થતી નથી અને ઉંમર વધતા વિજય કે રેશમા જેવા પરિણામો રહે છે. આ ઉપરાંત રાત્રે પથારીમાં પેશાબની સમસ્યા ઘરાવતા બાળકો માં ચિંતારોગ, ઉદાસીરોગ, આત્મવિશ્વાસ નો અભાવ, લઘુતાગ્રંથી, અતિશરમાળપણુ જેવી સમસ્યાઓ જોવા મળે છે. વળી તે અન્ય બાળકો માફક નિઃસંકોચ પણે અન્ય સગાઓ ના ઘરે રાત્રી રોકાણ તેમજ રાત્રી પ્રવાસ વગેરે કરી શક્તા નથી. વારંવાર થતા આવા ભેદભાવ તેમજ મજાક ના લીધે બાળક્ના સર્વાંગી વિકાસ પર અસર પડે છે. ઘણી વખત બાળકો પરિક્ષા કે અન્ય સ્પર્ધામાં પોતાની ક્ષમતા અનુસાર યોગ્ય પ્રદર્શન કરી શક્તા નથી.

“નોક્ચર્નલ એન્યુરેસિસ” અર્થાત બાળકો તથા તરુણોમાં રાત્રે પેશાબની સમસ્યામાં મનોચિકિત્સકની દેખરેખ હેઠળ દવાઓ તેમજ “બેલ અને એલાર્મ સિસ્ટમ” તરિકે એળખાતી સારવાર પધ્ધતીનો ઉપયોગ થાય છે. આ સારવારનો સિધ્ધાંત રાત્રે ઉંઘમાં જ્યારે મુત્રાશ્ય (પેશાબની કોથળી) ભરાઇ રહે ત્યારે વ્યક્તિની ઉંઘ ઉડી જવી જોઇએ જેથી તે બાથરુમ માં પેશાબ કરી ફરી સુઇ શકે. જ્યારે નોક્ચર્નલ એન્યુરેસિસ બિમારી સમયે વ્યક્તિની ઉંઘ ના ઉડતા રાતે પથારીમાંજ પેશાબ થઇ જતો હોય છે જેના પર કાબુ મેળવી શકાય છે.

ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: ratnaniclinc@gmail.com

No comments:

Post a Comment