Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 February 2021

સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા

સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા



        તાજેતરમાં આંધ્રપ્રદેશની વડી અદાલતે સેક્સ એજ્યુકેશનના વિરોધમાં ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં કોર્ટે જણાવ્યુ કે શાળાઓમાં અપાયેલ સેક્સ એજ્યુકેશન (જાતીયતા અંગેનુ શિક્ષણ) એ બાળકો નુ મગજ બગાડૅ છે અને બાળકો માં વધેલા જાતીયતા અંગેના અપરાધો માટે ટેલીવીઝન, મોબાઇલ અને ઇન્ટરનેટ જવાબદાર છે. અને બાળકો ને સાચા માર્ગે વાળવા એ માતાપિતાની જવાબદારી છે. આમ કોર્ટે વર્ષ ૨૦૦૫ થી માધ્યમિક શાળાના વિધ્યાર્થિઓને સેક્સ એજ્યુકેશન આપવાના નિર્ણય નો વિરોધ કર્યો હતો.

     આ ચુકાદો આવતાતો કહેવાતા “સંસ્ક્રુતીના રક્ષકો” ને જાણે દોડવુ હતુ અને ઢાણ મળ્યો. છાપાઓ મા પાનાઓ ભરી ને લેખો છપાયા. ” બાળકોને સેક્સનુ નહીં સદાચાર નુ શિક્ષણ આપવુ જોઇએ. સેક્સ એજ્યુકેશન થી જાતીય ગુનાઓ ઘટીજ જશે એવું ખાત્રી પુર્વક ના કહી શકાય,જેવી રીતે સદાચાર ના શિક્ષણથી કંઇ દરેક બાળકો સદાચારી બની જતા નથી. સેક્સ એજ્યુકેશન ના બદલે બ્રહ્મચર્ય ના પાઠ ભણાવ્વા જોઇએ. અને જાતીય રોગો અંગે જાગૃતી ના બદલે બહ્મચર્ય પર ભાર મુકવો જોઇએ.” વગેરે વગેરે….

      કોઇપણ પ્રદેશ કે રાષ્ટના કાનુની નિયમો એ જેતે પ્રદેશ ના રિતી રિવાજો ને અનુરુપ ઘડવામા આવેલ હોય છે જેમા વખતો વખત સુધારાનો અવકાશ રહે છે. જેતે દેશ-પ્રદેશના આગેવાનોએ ઘડેલ કાનુનો માં પ્રજાની માનસિકતાનો પડઘો પડ્યા વિના રહેતો નથી. એ પછી સમલૈગીકતા સબંધીત કાનુન હોય કે સેક્સ એજ્યુકેશન સબંધીત. અને સમય જતા વૈજ્ઞાનિન સંશોધનો ના આધારે તેમજ સમાજ માં જાગૃતી આવ્વાથી પ્રજાની માનસિકતામાં પરિવર્તન આવતુ જોવા મળે છે.

       ઇ.સ. ૧૮૮૦ માં ઇંગલેન્ડ ના મુખ્ય ન્યાયાધિથ લોર્ડ સેલેરિજે માનસિક બિમારી થી પિડાતા વ્યક્તિએ કરેલ ગુના ની સજા ફટાકારતા ચુકાદો આપેલ કે, “ખુન ના આરોપીને ફાંસીની સજા થવી જ જોઇએ. ભલે તેણે આ ગુનો જાગૃત અવસ્થામાં કર્યો હોય કે ઉન્માદ (ગાંડપણ) ની અવસ્થામાં. જો તેણે જાગૃત અવસ્થામાં ગુનો આચર્યો હોય તો તે આ સજાને લાયક છે અને જો તે ઉન્માદની અવસ્થામાં હોય તો આ સજાથી તેને કોઇ નુકશાન થવાનુ નથી.” સદનસિબે હાલ નો કાનુની દ્રષ્ટીકોણ આથી વિપરીત છે. જે સમયે-સમયે કાનુન માં કરવામાં આવેલ સુધારા વધારાનુ પરિણામ છે. આ વાત સેક્સ એજ્યુકેશન કે સમલૈગીકતા સબંઘીન કાનુન ને પણ એટલીજ લાગુ પડે છે.

       અર્થાત મુદ્દો એ છે કે સેક્સ એજ્યુકેશન એ આજના સમાજ ની જરુરીયાત છે કે નહીં? તેના સંભવીત ફાયદાઓ અને ગેર ફાયદાઓ ક્યાં ક્યાં છે? અને આ એજ્યુકેશન ની ઉચિત ઉંમર કઇ ગણાય?

        બાળક માં મુગ્ધાવસ્થામાં અંતઃસ્ત્રાવો ના ફેરફારો થતા હોય છે અને આ સાથે જ બાળકની પુખ્ત વ્યક્તિ બનવા તરફની સફર શરુ થાય છે. આ સાથે તેના જાતીય અંગોના આકાર અને કદ માં ફેરફારો, અવાજ નુ ઘોઘરુ બનવુ, શરીર પર વાળ ઉગવા જેવા ફેરફારો જોવા મળે છે. અને આ દરમિયાન તેમનામાં સ્વાભાવીક રીતેજ સેક્સ સબંઘીત ઘણા પ્રશ્નો ઉદભવો છે અને તેના સમાધાન માટે તે આસપાસના પ્રાપ્ય સ્ત્રોત તરફ નજર દોડાવે છે. આ સાધનો માં મિત્રો, મોટા ભાઇ-બહેનો કે બજાર માં મળતા પુસ્તકો મુખ્ય છે. અને આ સ્ત્રોત માંથી મળતી માહીતી ભારો ભાર અવૈજ્ઞાનિક અને ગેરમાન્યતોથી ભરપુર હોય છે. જેથી વ્યક્તિ ગેરમાન્યતો નો શિકાર બને છે અને સમય જતા સેક્સ સમસ્યાઓનો ભોગ બને કે સેક્સ સબંધિત ગુનાઓ માં સપડાય તેવી શક્યતાઓ પણ નકારી ના શકાય.

       બાળક દરેક વિષય ની સાચી સમજણ મેળવે એ મા-બાપ ની જવાબદારી ખરી. પણ જ્યારે કોઇ વિષય ની સચોટ વૈજ્ઞાનિક સમજણ ના સ્રોત જ મયાદિત હોય. ઘણી વખત માતા-પિતા પોતે પણ આવીજ કોઇ ગેર માન્યતઓ નો શિકાર હોય અને એ પણ એવો વિષય કે જેમા બાળક અને માતા-પિતા પોતે પણ મુક્ત ચર્ચા કરતા ખચકાય છે. આવા સંજોગોમાં સેક્સ એજ્યુકેશન ની જવાબદારી માતા-પિત પર ઢોળવાથી પરિસ્થિતી માં કંઇક ફેરફાર આવશે તેવી શક્યતાઓ નહીંવત છે.

        છેલ્લા દસકાઓ માં ટેલીવિઝન, મોબાઇલફોન અને ઇન્ટરનેટ નો વ્યાપ વધ્યો છે એ ખરી વાત. પણ એ તો સાધન માત્ર છે. તેઓ ઉપયોગ તેમજ દુર-ઉપયોગ બંને શક્ય છે. જેવી રીતે કોઇ વ્યક્તિ કોઇને ચાકુના ઘા ઝીંકે તો એ કંઇ ચાકુ બનાવનાર ની ભુલ નથી. ચાકુનો રચનાત્મક ઉપયોગ કરવો કે ખંતનાત્મક એ વ્યક્તિ ના પોતાના પર જ નિર્ભર કરે છે. તેવીજ રીતે મોબઇલ અને ઇન્ટરનેટ જેવા શાઘનો જે હવે જીંદગીમાં ગાઢ રીતે વણાઇ ગયા છે તેને છોડવાની કે તેનાથી દુર રહેવાની સુફીયાણી સલાહો આપવાના બદલે આ સાધનો ના રચનાત્મક ઉપયોગ પર ધ્યાના આપવુ જોઇએ.

           પ્રખ્યાત સેક્સોલોજીસ્ટ અને સેક્સ એજ્યુકેશન ના પ્રખર હિમાયતી ડો.પ્રકાશ કોઠારી “બ્રહ્મચર્ય” શબ્દ નો અર્થ સમજાવતા કહે છે કે સંસ્કૃત માં આ શબ્દનો અર્થ “સત્યની શોધ માં” કે “બ્રહમાંડના કેન્દૃની શોધ માં” એવો થાય છે. જેને સેક્સ ના ત્યાગ સાથે કંઇજ સબંધ નથી. “બ્રહ્મચારી પુરુષ સેક્સ સબંધ થી વેગળો રહે” એ વાતમાં કોઇ તથ્ય નથી અને તે મનુષ્યો એ પોતે જ ઉપજાવી કાઢેલ વાત છે.

           આમ, હવે જાતીયતા અને જાતીય શિક્ષણ પ્રત્યે સુગ છોડી આ પ્રશ્ને ગંભીરતાથી વિચારવુ એ સમય ની માંગ છે.

No comments:

Post a Comment