Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 September 2020

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો


“છેલ્લા પાંચ વર્ષ માં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મારુ માથુ ના દુખ્યુ હોય. અરે એક પણ દિવસ શાંતી નહી. માથુ એવુ ભારે થઇ જાય કે ના પુછો વાત. ક્યારેક તો માથા પછાડવા નું મન થાય.શરુ શરુ માં તો દુખાવા ની દવાઓ મેડીકલ સ્ટોર માંથી લઇ આવીએ એટલે થોડી રાહાત થતી. પણ હવે તો રાહાત નું નામ જ નહીં. કોઇ દવા અસર કરતી નથી. કેટલાયે ડોક્ટર ને બતાવ્યુ પણ વ્યર્થ. કોઇની દવા લાગુ પડતી નથી” અંજલી આવતાજ બોલવા લાગી.

“આ સિવાય કોઇ તકલીફ ખરી?” મે પુછ્યુ.

“હા… રાત્રે ઉંઘના આવે. કંઇ ગમે નહી. કોઇ કામ ના થાય. કોઈ સાથે વાત કરવી ના ગમે. અરે, એવુ લાગે કે જાણે શરિર માંથી બધી શક્તી જતી રહી છે. થોડી જ વાર માં થાકી જવાય. બેચેની જેવુ લાગ્યા કરે.એવુ લાગે કે ક્યાંક જતી રહુ. અરે ડોક્ટર સાહેબ આ બીમારી કરતા તો મોત સારુ.” અંજલી એ પોતાની વ્યથા ઠાલવી.

અંજલી ના લગ્ન ને પાંચેક વર્ષ થયા હ્શે. લગ્ન ના છએક મહીના માં જ માથા નો દુખાવો શરુ થઇ ગયો. પતિ ને દારુ નુ વ્યસન. શરુ માં તો દિવસે કામ પર જતો અને સાંજે દારુ પીતો. પણ લગ્ન નાં થોડાજ મહિનાઓ માં કામે જવાનુ બંધ કરી ઘરેજ ફુલટાઇમ દારુ શરુ દરી દિધો. અંજલી એ જ નાનુ મોટુ કામ શોધી ઘર ચલાવ્વુ પડાતુ. એક પછી એક એમ બે દિકરી ઓ ના જન્મ પછી સાસુ એ પણ તેની સાથે ખરાબ વ્યવહાર શરુ કર્યો. સાસુ ને દિકરો જોઇએ અને પતિ ને પૈસા. જો પૈસા ન મળે તો માર-ઝુડ થાય, પિયર માં મોકલી દેવાની અને છુટાછેડાની ધમકી મળે. પિયરમાં વિધવા માતા પાસે જઇ ને તેની મુશકેલી વધારવા નહોતી માંગતી… બે વર્ષ પહેલા ઉદર મારવાની દવા પી કરેલ આપઘાત નો પ્રયાસ. પણ સમયસર સારવાર મળતા બચી ગઇ.

“બસ ડોક્ટાર સાહેબ, આ છે મારી જીવન કથા.બસ બે દિકરીઓ માટે જીવુ છુ.” અને અંજલી ધ્રુસકે – ધ્રુસકે રડવાં લાગી.

અંજલી “ટેન્શન ટાઇપ હેડએક” અર્થાત, સ્નાયુ ના ખેંચાંણ થી થાતા માથા ના દુખાવા સાથે સાથે ડિપ્રેશન થી પીડાય છે.

‘ઇન્ટરનેશનલ હેડએક સોસાયટી’ ના સર્વેક્ષણ મુજબ “ટેન્શન ટાઇપ હેડએક” એ માથા નાં દુખાવાના બધાજ કારણો માં નંબર ૧ કારણ છે. માથાના દુખાવાની તકલીફ ધરાવતા દર્દિઓ માં ૬૦ થી ૭૦ % દર્દિઓ “ટેન્શન ટાઇપ હેડએક” થી પિડાય છે. જ્યારે “માઇગ્રેન” નુ પ્રમાણ ૨૫ થી ૩૦% છે.

“ટેન્શન ટાઇપ હેડએક” માં ‘ટેન્શન’ શબ્દ આવે છે. જે ‘મસ્લસ ટેન્શન’ અર્થાત સ્નાયુ ના ખેંચાળ નો નિર્દેશ કરે છે. દરેક દર્દિઓ માં અંજલી ની માફક જીવન માં ટેન્શન હોવુ જરુરી નથી.

ડિપ્રેશન ના મોટાભાગ નાં દર્દિઓ માથાનો દુખાવો કે અન્ય શારિરિક સમસ્યા લઇને ડોક્ટર પાસે આવે છે. કદાચ આપણૉ સમાજ મન ની ઉદાસી, થાક, ચિડિયાપણુ કે જીવન માં નીરસતાને બિમારી ગણતો નથી.પણ શારિરિક દુખાવા ને બિમારી ગણે છે. અરે, સતત આપઘાત નાં વિચારો અને એક વાર ના આપઘાત ના પ્રયત્ન ને ગંભીર ગણી અંજલી દવાખાને આવતી નથી. પણ માથાના દુખાવા ની સારવાર માટૅ આવે છે.

ડિપ્રેશન ઉપરાંત, ચિંતારોગ, ધુન રોગ, સોમેટોફોર્મ ડિસઓર્ડર જેવી બીમારીઓ માં પણ માથાનો દુખાવો જોવા મળે છે. જો આ બિમારીઓ ને સમયસર ઓળખીને તેની સારવાર કરવામાં ના આવે તો આ બિમારીઓ વધુ જટિલ થઇ જવાનુ જોખમ છે. આ ઉપરાંત માથાના દુખાવાની સારવાર માં પણ જોઇએ તેટલી સફળતા મળતી નથી.

“ટેન્શન ટાઇપ હેડએક” પ્રકાર ના માથાં ના દુખાવાની સારવાર માટૅ ટ્રાઇ સાઇક્લિક એન્ટિ ડિપ્રેશન્ટ, જેવી કે ઇમીપ્રામીન કે એમીટ્રીપટીલીન જેવી દવાઓ વાપરવામાં આવે છે. પરંતુ સાથેસાથે ડિપ્રેશન કે અન્ય માનસિક તકલીફો ની પણ સારવાર કરવી ઉત્તમ પરિણામ મેળવ્વા માટે અત્યંત જરુરી છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

No comments:

Post a Comment