Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 September 2020

ઓનલાઇન શોપિંગની લત એ માનસિક આરોગ્ય માટે ખતરો

ઓનલાઇન શોપિંગની લત એ માનસિક આરોગ્ય માટે ખતરો



આજકાલ ઓનલાઇન ખરીદીનો જમાનો છે. ઘરબેઠાં તમારે જે ચીજો જોઇતી હોય એ મળી જાય છે. અરે, હવે તો ભોજન અને નાસ્તા પણ ઓનલાઇન મળતા થઇ ગયા છે, ઘરબેઠાં મળતા થઇ ગયા છે. સરળતાથી થઇ શકતી આ ખરીદી હવે તમારામાં એક લત લગાડી દેતી હોય છે. જો કે તેને માનસિક વિકાર ગણવામાં આવતો નથી. પરંતુ હવે જ્યારે ઇન્ટરનેટના યુગમાં આ પ્રકારની ખરીદીની લત વ્યાપક બની રહી છે, ત્યારે તેને માનસિક વિકૃતિ તરીકે સ્વીકારવી જોઇએ એવું સંશોધકો માને છે.

ઓનલાઇન શોપિંગની લત લાગી જાય એ ખરેખર તો માનસિક વિકાર તરીકે ગણાવું જોઇએ એવી મનોચિકિત્સકોની દલીલ છે. સંશોધકો કહે છે કે તેઓ આ સ્થિતિના વિશેષ લક્ષણો અને લાક્ષણિકતાનો નિર્દેશ કરી કહી શકે છે કે ઓનલાઇન ખરીદીની લતથી મગજને કેવી અસર પડે છે. એમ તો બાઇંગ – શોપિંગ ડિસઓર્ડર (BSD) વર્ષોથી જાણીતો ડિસઓર્ડર છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ઇન્ટરનેટના આજના યુગમાં તેનો નવો અર્થ છે અને એ ડિસઓર્ડર ૨૦માંથી એકને જોવા મળે છે. ઓનલાઇન ખર્ચ કરવાની લત ધરાવતા લોકો જે ચીજનો ઓર્ડર આપે છે, તે ઘણી વખત બિનજરૂરી હોય છે, તેથી નકામી જ પડતી હોય છે, જે દેવામાં ડુબાડી દઇ શકે છે અને પ્રિયજન સાથે દલીલમાં ઉતારી દે છે અને આત્મનિયંત્રણ સંપૂર્ણ ગુમાવી દે છે. જર્મનીમાં હેનોવર મેડિકલ સ્કૂલ ખાતેના સાયકોથેરાપિસ્ટ ડો. અસ્ટ્રીડ મૂલર કહે છે કે હવે ખરેખર સમય પાકી ગયો છે કે BSD ને અલગ માનસિક આરોગ્યની સ્થિતિ ગણવી જોઇએ અને ઇન્ટરનેટ પર આ ડિસઓર્ડર અંગે વધુ માહિતી મેળવવી જોઇએ. ડો. મૂલર અને તેમના સાથી કહે છે કે આ સ્થિતિ લાંબા સમયથી બિનમાન્યતા પ્રાપ્ત છે.


શોપેહોલિકનું ઇન્ટરનેટના જમાનામાં નવું રૂપ

ઓનલાઇન ખરીદીની લતમાંથી છૂટવા માટે મદદ ઇચ્છતા ૧૨૨ દર્દીઓ પાસેથી મળેલા પુરાવાની ચકાસણી અભ્યાસમાં તેઓએ કરી હતી, જેમાં જણાયું હતું કે, તેઓમાં સામાન્ય કરતાં બેચેની અને ડિપ્રેશનનું પ્રમાણ ઊંચું હતું. તેઓ એવી દલીલ કરે છે કે ઓનલાઇન સ્ટોરો, એપ અને હોમ ડિલિવરીનું પ્રમાણ વધતાં શોપેહોલિકના સંદર્ભને એક નવું જ પરિમાણ ઉમેર્યું છે.

ઓનલાઇન સુવિધા ખરીદીની લત લગાડી દેનારી

ઇન્ટરનેટને કારણે ખરીદી વધુ સરળ, ગજવાને પોસાય તેવી બની છે. ઓનલાઇન ખરીદી ચોવીસે કલાક થઇ શકે છે અને લોકો દુકાનદાર પાસે ગયા વિના કે ખરીદેલી ચીજોનું વજન ઊંચકીને ઘરે લઇ ગયા વિના એમેઝોન કે બીજા ઓનલાઇન સ્ટોર પરથી ઓછા ભાવે ખરીદી કરી શકે છે. આ કારણથી જ યુવાનોમાં શોપિંગ ડિસઓર્ડર જોવા મળે છે, એમ ડો. મૂલર કહે છે.

ઓનલાઇન ખરીદીની સાથે સાથે સંબંધમાં તિરાડ પડવી કે દેવુંની સમસ્યા પણ વેઠવી પડે

સંશોધકો સમજાવે છે કે BSD અને ખાસ કરીને ઓનલાઇન દ્વારા ચીજો ખરીદવાની એક આદત પડી જાય છે અને નાણાં ખર્ચો તો જ સંતોષ મળે છે. તેને કારણે આત્મનિયંત્રણ રહેતું નથી. સાથે સાથે ખૂબ જ તકલીફ પડવી, અન્ય સાયકિયાટ્રીક સમસ્યાઓ, સંબંધોમાં મુશ્કેલી અને શારીરિક અવ્યવસ્થિત અને દેવું થઇ જાય એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પાંચ ટકા લોકોને ગંભીર અસર

હાલમાં BSD ને વિકૃતિ તરીકે ગણવામાં આવતું નથી, પરંતુ કેટલીક બાબતોને અધર સ્પેસિફાઇડ ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. વસ્તીના પાંચ ટકા લોકોને ગંભીર માનસિક અસર થતી હોય છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે એમ સંશોધકો કહે છે.

શોપિંગનું વ્યસન થઈ ગયું હોય એવી વ્યક્તિનાં લક્ષણ કયાં ?

  • ખરીદીના ડિસઓર્ડરની સાથે સાથે બેચેની કે ખાવાની વિકૃતિ અથવા ચીજોનો દુરુપયોગ જેવી સ્થિતિ પણ જોવા મળે છે. તે ઘણી વખત પાછલી કિશોરાવસ્થા કે વીસીના પ્રારંભે જોવા મળે છે, સામાન્ય રીતે સમય જતાં તે વધુ બગડે છે.
  • આ બીમારીનાં લક્ષણોમાં દેવું થઇ જવું, પ્રિયજનથી ખરીદેલી ચીજો સંતાડવી, મિત્રો, પરિવારમાં સબંધોમાં તણાવ કે ભંગાણ, નકારાત્મક લાગણીના જવાબરૂપે ખરીદી, ખરીદી નહીં કરવાનો પ્રયાસ છતાં બંધ કરી શકાતી નથી.

No comments:

Post a Comment