Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 November 2020

ભય લાગે ત્યારે

 

ભય લાગે ત્યારે



આપણને લોકોના અભિપ્રાયોનો ડર લાગે છે, કોઈ ધ્યેય પ્રાપ્ત ન થવાનો ડર લાગે છે, કોઈ કામ પૂરું નહીં થાય તો એવો ભય રહે છે, કોઈ સારી તક નહીં મળે તો એવી શંકા રહે છે; આ બધાને લીધે મનમાં અસાધારણ એવી દોષિત હોવાની ભાવના આવે છે- આપણે એવું કંઈક કર્યું છે જે નહોતું કરવું જોઈતું; એ કરવામાં જ દોષિત હોવાની ભાવના રહેલી છે; એક આપણે જ તંદુરસ્ત છીએ અને બીજા તંદુરસ્ત નથી; એકને ખાવા મળે છે અને બીજાને નથી મળતું. જેમ જેમ મન તપાસ કરતું જશે, ઊંડું ઊતરતું જશે, પ્રશ્નો પૂછશે તેમ તેમ આ દોષિત હોવાનો ભાવ (અપરાધભાવ) અને ચિંતા વધી જશે..ભય એક ગ્રંથિ છે, આવેગ છે અને તેને લીધે આપણે કોઈ જાણકાર કે ગુરુની શોધ કરીએ છીએ; ભય એ આદરનું એવું આવરણ છે કે બધાને બહુ જ ગમે છે- આદરપાત્ર બનવું. શું તમે જીવનમાં બનતી ઘટનાઓનો સામનો કરવા જેટલી હિંમત દર્શાવવાનું નક્કી કરો છો કે કેવળ બુદ્ધિથી ભયને દૂર રાખો છો અથવા તો પછી તમારા ભયભીત મનને સંતોષ આપે તેવાં બહાનાં શોધી કાઢો છો? તમને ભય લાગે ત્યારે તમે શું કરો છો? રેડિયો ચાલુ કરો છો, પુસ્તક વાંચો છો, મંદિરે જાઓ છો, કોઈ અંધશ્રદ્ધા ધરાવતા સિદ્ધાંત કે માન્યતાને વળગો છો, શું કરો છો?

ભય માણસમાં રહેલી વિનાશક શક્તિ છે. તે મનને નિસ્તેજ કરે છે, તે વિચારને વિકૃત કરે છે, તે દરેક પ્રકારના ચલાકીભર્યા અને સૂક્ષ્મ માની લીધેલા સિદ્ધાંતો, અર્થહીન અંધવિશ્વાસ, વહેમ અને માન્યતાઓ તરફ દોરી જાય છે, પરંતુ જો તમે એ જુઓ કે ભય વિનાશક છે, તો તમે મનને ભય રહિત, ચોખ્ખું કરવા માટે કેવી રીતે આગળ વધશો? તમે કહો છો કે ભય ઉત્પન્ન કરતાં કારણોની ઊંડી તપાસ કરીને તમે ભયથી મુક્ત જશો. એમ જ કરશોને? ભયના કારણને શોધી કાઢી તેને જાણવાથી ભયથી મુક્ત થવાતું નથી.

સૂક્ષ્મ સત્ય: જે. કૃષ્ણમૂર્તિ

No comments:

Post a Comment