Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

01 May 2021

મેન્ટલ હેલ્થ/ ફક્ત માનસિક રોગ નથી ડિપ્રેશન, શરીર પર પણ જોવા મળે છે આ લક્ષણો

 

મેન્ટલ હેલ્થ/ ફક્ત માનસિક રોગ નથી ડિપ્રેશન, શરીર પર પણ જોવા મળે છે આ લક્ષણો


આપણે સૌ પોતાની લાઇફમાં ક્યારેક ને ક્યારેક ઉદાસ અને હતાશ હોઇએ જ છીએ. અસફળતા, સંઘર્ષ અને કોઇ પોતીકાનો સાથ છૂટવાનું દુખ હોય તો એવુ લાગે છે જાણે બધુ જ ખતમ થઇ ગયુ. જીવનમાં કોઇને કોઇ વળાંકમાં આવુ મહેસૂસ થવુ સામાન્ય બાબત છે. પરંતુ જો દુખ, લાચારી, નિરાશા જેવી આ ભાવનાઓ કેટલાંક અઠવાડિયાઓથી લઇને કેટલાંક મહિનાઓ સુધી યથાવત રહે અને વ્યક્તિના રોજિંદા જીવનને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે તો તેને ડિપ્રેશન રૂપે જોવામાં આવે છે, જે એક માનસિક રોગ છે. અમેરિકન સાઇકાયટ્રિક એસોસિએશનની માનીએ તો ડિપ્રેશન એક કૉમન પરંતુ ગંભીર બિમારી છે. જે તમારા વિચારને, તમે કેવુ અનુભવો છો તેને અને તે પ્રમાણે શું કામ કરો છો, તે તમામને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.


શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે ડિપ્રેશનની અસર

તે હકીકત છે કે ડિપ્રેશનથી તમને પીડા થાય છે. પરંતુ આ પીડા ફક્ત ઇમોશનલ પેન નથી. પરંતુ રિસર્ચની માનીએ તો ડિપ્રેશનના કારણે વ્યક્તિને શારીરિક રીતે ઘણી પીડાનો સામનો કરવો પડી શકે છે. જો કોઇ વ્યક્તિ ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યો હોય તો તેની અસર ફક્ત તેના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાઓ પર જ નથી પડતો પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને ભાવનાઓ પર પણ પડે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. તેમાં શરીરના અનેક ભાગોમાં થતી પીડા, વજનમાં બદલાવ પણ સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર દર 6માંથી 1 મહિલા અને દર 8માંથી 1 પુરુષ ડિપ્રેશનનો શિકાર બનેલા છે.



બેકપેન અથવા માંશપેશિઓમાં દુખાવો

જો તમને સવારે બરાબર લાગતું હોય પરંતુ ઑફિસમાં ડેસ્ક પર બેસતાં જ જો તમારી પીઠ અને કમરમાં દુખાવો થવા લાગે તો તે તમારા ખરાબ પોશ્ચર અથવા કોઇ પ્રકારની ઇજાનું કારણ પણ હોઇ શકે છે. પરંતુ સાથે જ તે સ્ટ્રેસ અથવા ડિપ્રેશનનું કારણ પણ હોઇ શકે છે. વર્ષ 2017માં કેનેડિયન યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે એક અભ્યાસ કર્યો જેમાં તેમણે બેક પેન અને ડિપ્રેશન વચ્ચે સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યુ. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે શરીરમાં થતી પીડા અને ઇન્ફ્લેમેશનનો સંબંધ બ્રેનમાં રહેલા ન્યુરોસર્કિટ્સ સાથે છે.



ડિપ્રેશનના કારણે માથામાં દુખાવો થાય છે

માથાના દુખાવાની સમસ્યાને આપણે કોમન સમજીએ છીએ તેથી મોટાભાગના લોકો તેની સારવાર પણ નથી કરાવતા. કોઇપ્રકારના તણાવ અથવા વિવાદના કારણે પણ ઘણીવાર આપણને માથામાં દુખાવો થવા લાગે છે. પરંતુ તમારો માથાનો દુખાવો દર વખતે કોઇ સ્ટ્રેસના કારણે જ હોય, એવુ જરૂરી નથી. આ ડિપ્રેશનનું પણ એક લક્ષણ હોઇ શકે છે. જો કે આ પ્રકારનો માથાનો દુખાવો, માઇગ્રેન જેટલો ગંભીર નથી હોતો. અમેરિકાના નેશનલ હેડએક ફાઉન્ડેશન અનુસાર આ પ્રકારનો માથાના દુખાવાને ટેંશન હેડએક કહે છે જેમાં માથામાં હથોડા પછડાતા હોય તેવુ સેંસેશન મહેસૂસ થાય છે, ખાસ કરીને આઇબ્રોની આસપાસ. એકલુ માથુ દુખવુ એ ડિપ્રેશનનું લક્ષણ નથી હોતુ પરંતુ તેની સાથે ઉદાસીનતા, ચીડીયાપણુ વગેરે પણ જોવા મળે છે.



પેટમાં દુખવુ અને બેચેની લાગવી

જો કોઇ વાતથી તમે તણાવ અનુભવી રહ્યાં છો અને તે જ સમયે પેટમાં દુખાવો થતો હોય તો તે ડિપ્રેશનના સંકેત હોઇ શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચમાં તે વાત સામે આવી છે કે પેટને લગતી સમસ્યા જેવી કે પેટમાં ચૂક આવવી, પેટ ફૂલવુ અને બેચેની લાગવી વગેરે ખરાબ માનસિક સ્વાસ્થ્યના લક્ષણ છે. હાર્વર્ડના રિસર્ચર્સ અનુસાર ડિપ્રેશનના કારણે પાચનતંત્રમાં ઇન્ફ્લેમેશન થવા લાગે છે અને તેના કારણે થતા પેટના દુખાવાને લોકો મોટાભાગે ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ માની લે છે. ડોક્ટર પણ માને છે કે ગટ હેલ્થ એટલેકે આંતરડાના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કનેક્શન છે.


થાક લાગવો, એનર્જી લેવલ ઓછુ થઇ જવુ

થાક પણ ડિપ્રેશનનું એક કોમન લક્ષણ છે. આમ તો ઘણીવાર ઘણાં સમય સુધી કામ કરવા અથવા કોઇ પ્રકારના સ્ટ્રેસના કારણે પણ ખૂબ જ થાક લાગવો અને એગ્ઝોશન મહેસૂસ થવા લાગે છે. પરંતુ ડિપ્રેશનના કારણે પણ થાકની સમસ્યા થઇ શકે છે. અમેરિકાના મેસાચૂસેટ્સ જનરલ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ પ્રોગ્રામની ડાયરેક્ટર ડો. મૉરિજિયો ફાવા કહે છે કે, જે લોકો ડિપ્રેશનનો શિકાર બને છે તેમને સારી રીતે ઉંઘ નથી આવતી અને આ જ કારણે તે આખી રાત આરામ કર્યા છતાં થાક અનુભવે છે. થાકની સાથે જ જો કોઇ વ્યક્તિ ઉદાસ, નિરાશ રહે તો તે ડિપ્રેશનના લક્ષણ હોઇ શકે છે.

No comments:

Post a Comment