Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

10 May 2021

ડર કે આગે જીત હૈ- એક મનોવૈજ્ઞાનિક સર્વે

 

ડર કે આગે જીત હૈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ફક્ત 2 ટકાને જ ઓક્સિજન અને 5 ટકાને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, પરંતુ પેનિકની ભારતીયોમાં ખૂબ જ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એ જ પેનિક સૌથી ભયાનક પરિણામ લાવે છે. આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે.

  • આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી, પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડે છે
લોકોને આ માનસિક સમસ્યા સતત સતાવી રહી છે

  • ટ્રેન આવે ત્યારે લોકોને ઊતરવા દેશે નહીં અને પોતે ટ્રેનમાં પહેલા પ્રવેશ કરશે, ક્યાંક ટ્રેન જતી ન રહે અને અમે રહી ન જઇએ.
  • રસ્તા પર થોડી એવી જગ્યા જોશે કે તરત ત્યાં ઘૂસી જશે, થોડી એવી સેકન્ડમાં જ હોર્ન વગાડ્યા કરશે, ગાળો દેવા લાગશે, જાણે ઘરે બોમ્બ ડિફ્યુઝ કરવા જવું હોય, એક સેકન્ડ પણ મોડું થશે તો બ્લાસ્ટ થઇ જશે.
  • લોકડાઉનની વાત આવે છે, ત્યારે બજારમાં તૂટી પડી સામાન જમા કરવા માટે જાણે કે દુનિયામાં ખતમ થઈ જવાની હોય.
  • કોઈ દિવસ, 2-3 ટકા બજાર નીચે જાય તો વેચો બધું વેચો જાણે નિફ્ટી સેન્સેક્સ ખતમ થઈ જવાનો હોય.
  • આપણી આ આદતને કારણે, કોરોનાને પણ ફેલાતા રોકી શકતા નથી. હોસ્પિટલમાં ફક્ત 2% લોકોને ઓક્સિજનની જરૂર છે, માત્ર 5% લોકોને રેમડેસિવિરની જરૂર છે.
  • શરૂઆતમાં ખાનગી હોસ્પિટલો પૈસા માટે ખોટી દવાઓ આપે છે એમ કરી કોલાહલ મચાવ્યો.
  • અત્યારે લોકો ગભરાટની સ્થિતિમાં છે, વિચારે છે કે પાછળથી તેમને બેડ નહીં મળે, ઓક્સિજન નહીં મળે, તેઓ તેમનાં લક્ષણો વધારીને બતાવે છે અને એડમિટ થાય છે. કેટલાક તો સેટિંગ કરીને બેડ લઈ રહ્યા છે.
  • ઘણા એવા લોકો પણ છે, જે એકદમ સ્વસ્થ છે છતાં પણ 3-6 ગણા વધુ પૈસા આપી ઈન્જેક્શન ખરીદે છે, એવા ડરથી કે ક્યાંક કોરોના થઈ જશે અને ઇન્જેક્શન્સ તો મળી રહે. આપણી આવી હરકતના કારણે ઇન્જેક્શનની ખોટ ઊભી થાય છે, બાકી જરૂરિયાતમંદો માટે કોઈ ખોટ નથી.
  • જ્યારે તમે ગભરાટ પેદા કરતા વીડિયો, ફોટા પોસ્ટ કરો છો ત્યારે તમે તેને પ્રોત્સાહન આપો છો, કૃપા કરીને ન કરો. બધી ચિંતા કોરોનાની નથી હોતી, દેશમાં દરરોજ 35 હજાર લોકોનાં મોત કુદરતી થતાં જ હોય છે.
  • 99.4% લોકો સાજા થાય જાય છે, લોકોનો ઉત્સાહ વધારીએ ડર નહીં.
2 ટકા લોકોને જ ઓક્સિજનની જરૂર છે.

મહિલાઓની પીડાના કિસ્સાઓ સામે આવ્યા

  • અમુક વિદ્યાર્થિનીઓની એવી પીડા સામે આવી હતી કે માતા-પિતા કોઇ ને કોઇ બાબતમાં રોકટોક કર્યા કરે છે. એને લીધે હેરાન થવાય છે શું કરવું? આ તમારા લેન્ડલાઇન નંબરમાં મારો નંબર નથી આવ્યોને. વળી, તમે વળતો કોલ કરો ને મારા પપ્પા કે ભાઇ ફોન ઉપાડે.
  • આ હેલ્પલાઇન કાયમી ચાલુ રાખો, ઘરકામ કરતી અમારા જેવી ઘણી મહિલાઓને ઘણી મુશ્કેલી હોય છે. જો હેલ્પલાઇન ચાલુ રાખશો તો એ ઘરે ન હોય ત્યારે નિરાંતે વાત કરીશ.
  • કોરોના જશે ત્યાં સુધીમાં હું મારી સાસુ-સસરા અને વાછડા જેવી નણંદની બોલીથી ત્રાસી જઈશ.
  • મારા ઘરવાળા શંકાશીલ હતા. હવે 24 કલાક ઘરે હોવાથી તેમનું એક જ કામ હોય છે. હું શું કરું છું, મારા મોબાઇલમાં કોનો ફોન આવ્યો હતો, કોનો મેસેજ આવ્યો, હું તો ત્રાસી ગઇ, આના કરતાં તો કોરોના થાય તો 15 દિવસ એકલી આરામથી રહી શકીશ. મોત સામે લડી શકીશ પણ આમની શંકા સામે નહીં.

No comments:

Post a Comment