Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 September 2021

માનવ મગજ ( Human Brain )

માનવ મગજ ( Human Brain )
  • આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ .
  • કરોડરજજુ ચેતાઓની બનેલ હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે .
  • આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે જે મગજમાં આવેલી છે જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે .
  • મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર ( CNS = Central Nervous System ) બનાવે છે .
  • તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે .
  • આપણે , આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ . લખવું , વાત કરવી , એક ખુરશીને ફેરવવી , કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વનિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓનાં ઉદાહરણ છે , મગજ સ્નાયુઓ સુધી સંદેશા મોકલે છે .
  • આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે . પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરનાં અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે .
  • જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુચેતાઓ સહાયક બને છે .
  • આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે.
  • જુદી – જુદી સંવેદના અને તેનાં પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલો છે .
  • મગજમાં આ મુજબના ત્રણ મુખ્ય ભાગો કે પ્રદેશો છે જેના નામ અગ્રમગજ , મધ્યમગજ અને પશ્ચમગજ છે .
  • મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ અગ્રમગજ છે .
  • તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે .
  • અગ્રમગજના અલગ - અલગ વિસ્તારો શ્રવણ , ઘાણ , દૃષ્ટિ વગેરેના માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે .
  • તેમાં સહનિયમનનાં સ્વતંત્ર ક્ષેત્ર હોય છે જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે .
  • આ બધા પર આધારિત , એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલકક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને ( જેમકે આપણા પગમાં આવેલી નાયુપેશી ) નિયંત્રિત કરે છે .
  • જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે . જેમકે , આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ ? આપણું પેટ પૂરું ભરેલું છે.


માનવ - મગજના નામનિર્દેશનયુક્ત આકૃતિનો અભ્યાસ કરો .
  • આપણે જોઈ ગયાં છીએ કે વિવિધ ભાગોનાં વિશિષ્ટ કાર્યો છે .
  • ‘ પ્રતિચાર ' શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ,જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી .
  • જ્યારે આપણે કોઈ એવા ખાદ્યપદાર્થને જોઈએ છીએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે .
  • હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતાં નથી તોપણ તે કાર્ય થતું જ રહે છે .
  • વાસ્તવમાં, તેના વિશે વિચારી કે ઇચ્છા કરીને પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી.
  • શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે કે યાદ કરવું પડે છે ?
  • આમ, સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી.
  • આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્ચમગજથી નિયંત્રિત હોય છે .
  • આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ , લાળરસનું ઝરવું અને ઊલટી થવી , પશ્ચમગજમાં આવેલ લંબમજજા દ્વારા નિયંત્રિત થાય છે .
  • એક સીધી રેખામાં ચાલવું , સાઇકલ ચલાવવી , એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય .
  • આ પશ્ચમગજમાં આવેલ ભાગ અનુમસ્તિક દ્વારા જ સંભવે છે જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે .

No comments:

Post a Comment