Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

02 April 2020

મનોવિજ્ઞાનનું એક એવું પરીક્ષણ.......

મનોવિજ્ઞાનનું એક એવું પરીક્ષણ.......



મનોવિજ્ઞાન નું એક એવું પરીક્ષણ જેમાં આ વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમા પૂરીદેવામાં આવ્યો -જાણો પછી શું થયું


જાણો એક વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમાં કેદ કરીને રાખવામાં આવ્યો અને પછી જે પરિણામ સામે આવ્યું તે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે…
લગભગ લોકોને વધારે શોર ગમતો નથી. બધા લોકોને પોતાની  આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જ ગમતું હોય છે. ઘણા લોકોને એકાંતમાં શાંતિ પૂર્ણ સમય પસાર કરવો ખુબ ગમતો હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આવું માત્ર થોડા સમય પુરતું જ સારું લાગે છે. પછી લાંબો સમય એકલા શાંતિની પરિસ્થિતિમાં રહેવાથી વ્યક્તિ પાગલ પણ થઇ શકે છે. તેવા જ કિસ્સાઓ લઈને આજે અમે આવ્યા છીએ. જે ખુબ જ રસપ્રદ છે.
આજે અમે મનોવિજ્ઞાનના એવા પરીક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે માણસને લાંબા સમય સુધી એકલા એકાંત જગ્યા પર પસાર કરવાનું પરીક્ષણ કર્યું અને આ પરીક્ષણની જે અસરો જોવા મળી તે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે.
એક ફ્રેંચ એક્સપ્લોરર માઈકલ સીફ્રે એક વૈજ્ઞાનિક એક્સ્પીરીમેન્ટ માટે એક નહિ. પરંતુ છ મહિના જમીનની અંદર રહ્યો. 100 ફૂટ નીચે ટેક્ષસ મિડનાઈટ કેવ ગુફામાં તેણે 180 દિવસ એકલા જ પસાર કર્યા. આ એક નાસા દ્વારા કરાયેલો હ્યુમન એક્સ્પીરીમેન્ટ હતો. જેમાં તેઓ જાણવા માંગતા હતા કે સ્પેસમાં કોઈ વ્યક્તિ આવી એકલતાનો સામનો કંઈ રીતે કરી શકે. પરંતુ માઈકલ એ વાતથી બિલકુલ અજાણ હતો કે આ દિવસોમાં તેની માનસિક પરિસ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. તેને ગુફામાં એક નાઈલોન ટેન્ટ બનાવી દેવામાં આવ્યો જ્યાં એક CD પ્લેયર, થોડી બુક, એક ફિશર અને અમુક ખાવાની વસ્તુઓ હતી. વિચારો આ વ્યક્તિ એકલો જ 180 દિવસ ત્યાં રહ્યો તો શું તે પાગલ થઇ ગયો હશે ?

આ એક્સ્પીરીમેન્ટની માઈકલના મગજ પર ઉંધી અસર થઇ હતી. તે કારણ વગર જ દુઃખી રહેવા લાગ્યો હતો અને એક વખત તો તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. તેની યાદ શક્તિ નબળી પાડવા લાગી તેને નાની નાની વસ્તુ યાદ રાખવા માટે પેન પેપરની જરૂર પડતી હતી. તેમ છતાં પણ તેણે પોતાનો ટાસ્ક પૂરો કર્યો અને 180 દિવસ ત્યાં રહ્યો હતો. પરંતુ તે બહાર નીકળ્યો ત્યારે તેની ગાઢ અસર તેના મગજ પર પડી અને યાદશક્તિ નબળી પડી ગઈ હતી. તે ત્રણ વર્ષ પછી પણ બરાબર બધું યાદ રાખી શકતો ન હતો અને તેને અમુક સમયાંતરે દિલમાં દોરા પણ પડવા લાગ્યા.
BBCએ પણ આવો જ એક એક્સ્પીરીમેન્ટ કર્યો જેમાં 6 વ્યક્તિઓને એક ન્યુક્લીઅર બંકરમાં 48 કલાક માટે રાખવામાં આવ્યા જ્યાં તેમને રોશની અને અવાજથી બીલકુલ દુર રાખવામાં આવ્યા. તેમાં એક કોમેડિયન એડમ બ્લૂમ પણ હતો. શરૂઆતના બે થી ત્રણ કલાક એડમેં ગીતો ગાઈને, રાડો પાડી અને કોમેડી કરી મનોરંજન કર્યું પરંતુ 18 કલાક બાદ તેને દોરા પડવા લાગ્યા. 40 કલાક બાદ તેને કાલ્પનિક રોશની દેખાવા લાગી અને ભૂતિયા પગની આહટ પણ સંભળાવા લાગી. તેનું મગજ આ રીતે તેની સાથે રમત રમી રહ્યું હતું. તેમ છતાં પણ તેણે 48 કલાક પુરા કર્યા. આ એક્સ્પીરીમેન્ટ બાદ તેમનું કહેવું હતું કે આ પરિસ્થિતિ વ્યક્તિને પાગલપનની ખુબ જ નજીક લઇ જાય છે.
પરંતુ મિત્રો આ બે કિસ્સાઓ તો કંઈ નથી જ્યારે એક વ્યક્તિને છ મહિના નહિ પરંતુ પુરા 43 વર્ષ સુધી એકાંત કારાવાસની સજા આપવામાં આવી. મિત્રો જેલમાં ઘણી વખત કેદીને એકાંત કારાવાસ પણ આપવામાં આવે છે. પરંતુ તે એક થી બે મહિના સુધી હોય છે અને તેમાં પણ કેદી માનસિક રીતે સુન પડી જતો હોય છે. તો વિચારો કે યુએસના લ્યુઝીઆના સ્ટેટના એક કેદી આલ્બર્ટ વૂડફોકસને પૂરા 43 વર્ષ સુધી એકાંત કારાવાસ આપવામાં આવ્યું અને તે પણ માત્ર 26 વર્ષની ઉંમરે જ તેને આ સજા મળી હતી તો તેની શું હાલત થઇ હશે.
આલ્બર્ટે એક 6/9 ફૂટના રૂમમાં રોજના 23 કલાક પસાર કરવા પડતા હતા અને એક કલાક બધા જરૂરી કામો માટે બહાર આવતો. આવું એક વર્ષ કે સાત વર્ષ નહિ પરંતુ 43 વર્ષ સુધી કરવામાં આવ્યું. તે સમય દરમિયાન એકલતાને લીધે આલ્બર્ટને ઘણા બધા ડરાવના વિચારો આવવા લાગ્યા હતા. સમય સમય પર તેને દોરા પાડવા લાગતા અને તે મોટેથી ચીસો પાડવા લાગતો હતો અને તેણે અનેક વાર વિચાર્યું કે તે પોતાને કાપીને આત્મહત્યા કરી લે. પરંતુ તેણે પોતાના આત્મ બળ અને ઈચ્છા શક્તિથી પોતાને રોકી રાખ્યો હતો અને તેણે કહ્યું કે જ્યારે તમે એકાંતમાં લાંબો સમય રહો તો તમે હંમેશા તમારા મન સાથે જંગમાં રહો છો અને તે અનુભવ તમને પગાલ બનાવી દે છે.
તો મિત્રો આ એક્સ્પીરીમેન્ટ પરથી એક વાત શીખવી જોઈએ કે આપણો મગજ એક બીજા સાથે હળવા મળવા માટે છે. પરંતુ એકાંતની પરિસ્થિતિ જેને આઈસોલ્યુસન કહેવાય તે આપણા મગજના ન્યુરોન્સ અને અન્ય ભાગોને જરૂરી મેન્ટલ સ્ટીમીલેશનથી વંચિત રાખે છે અને પરિણામે મગજના ભાગોનો આકાર સંકોચવા લાગે છે અને તેના કારણે દુનિયાભરની માનસિક સમસ્યાઓ થવા લાગે છે. એકાંત રહેવું તે એલ્ઝાઈમર, ડિમેન્શિયા જેવા ગંભીર માનસિક રોગોની સમસ્યાની સંભાવના વધારે છે. માટે જો તમારે તમારા મગજને શાર્પ રાખવો હોય તો હંમેશા તમારે તમારા મગજને સકારાત્મક રાખવાનું છે. લોકો સાથે હળી-મળીને, પુસ્તક વાંચીને કે મુસાફરી કરીને કે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરીને જેથી તમારા મગજનો વિકાસ સારી રીતે થઇ શકે.    

No comments:

Post a Comment