સૌ.યુનિ.ના સર્વેએ ચોંકાવ્યા:સતત દોઢ વર્ષથી સ્કૂલે ન ગયેલા 1530 બાળકોમાંથી 80%એ કહ્યું- પરીક્ષા વગર પાસ થવાની જ મજા, ફેઈલ થવાની કોઈ ચિંતા જ નહિ
- મારો દીકરો લોકડાઉન થયું ત્યારથી શાળા જવાની જીદ કરતો હવે ક્યારેક શિક્ષક ફોન કરે કે વીડિયો કોલ કરે તો સામે જતો પણ નથી-વાલી
- મનોવિજ્ઞાન ભવનની ટીમે 6થી 11 વર્ષના બાળકોને રૂબરૂ મળી સવાલો પૂછી સર્વે કરતા શિક્ષણ માટે આંખ ઉઘાડનાર તારણો સામે આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમે સતત દોઢ વર્ષથી સ્કૂલે ન ગયેલા 1530 બાળકોને રૂબરૂ મળી સવાલ પૂછી સર્વે કર્યો છે. જેમાં શિક્ષણ જગતને આંખ ઉઘાડનારા તારણો સામે આવ્યા છે. 1530 બાળકોમાંથી 80 ટકા બાળકોએ પરીક્ષા વગર પાસ થવાની મજા આવે છે. કારણે ફેઈલ થવાની કોઇ ચિંતા જ નહિં. મનોવિજ્ઞાન ભવનની ટીમે 6થી 11 વર્ષના બાળકોને રૂબરૂ મળી સવાલો કર્યા હતા. જેમાં ભવિષ્યમાં વાલીઓએ ભવિષ્યમાં નુકસાન ભોગવવું પડશે તેવા તારણો સામે આવ્યા છે.
વિદ્યાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળ્યું
હાલની પરિસ્થિતિમાં જ્યારે શાળાઓ અને કોલેજો બંધ છે. ત્યારે વિદ્યાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જાણે વિદ્યાર્થીઓએ જુદી દિશા નક્કી કરી લીધી હોય તેમ લાગે છે. આ કોરોનાએ જ્યારે ભરડો લીધો ત્યારે આશ્ચર્ય સાથે જોવા મળતી બાબતમાં વિદ્યાર્થીઓ સતત ઘરે રહીને તેનું ધ્યાન જુદી દિશામાં પરિવર્તિત થતું જોવા મળ્યું હતું. જેની અસર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં જોવા મળી. પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા-કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય તેવી ઇચ્છા રાખતા હતા. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઘરે છે ત્યારે બાળકોએ તેનું મન ઘરે જ મનાવી લીધું છે. સતત ઘરે રહેવાને કારણે શાળા-કોલેજો પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે.
બાળકોને શાળાની ટેવ પડાવવી મુશ્કેલ બની જશે
કોઈ પણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને જો એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી તો તેને શાળાની ટેવ પડાવવી મુશ્કેલ બની જશે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાય ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન જ ભણે છે ત્યારે ફરી શાળામાં સમાયોજન સાધી શકશે એ પણ એક પ્રશ્ન છે.
શાળાઓ બંધ હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર ભવિષ્યમાં દેખાશે
1530 બાળકોને પૂછવામાં આવેલા સવાલો
1. સ્કૂલે જવાનું નથી તો કેવું લાગે છે?
જવાબઃ 72% બાળકોએ આનંદના આવેગમાં કહેલું કે અત્યારે સ્કૂલ યાદ પણ આવતી નથી. બસ મજા પડે છે, આખો દિવસ રમવાની, મસ્તી કરવાની.
2. સ્કૂલ ટીચર યાદ આવે? તેને મળવાનું મન થાય?
જવાબઃ 54% એ કહ્યું કે યાદ નથી આવતા. વર્ષ ઉપર થયું હવે તો ક્લાસ ટીચર પણ બદલાય ગયા હશે, મારા ક્લાસ ટીચર કોણ હશે એની અમને જ ખબર નથી આ તો કેવી મજા.
3. કાલે સ્કૂલે જવાનું થાય તો તમે જાવ?
જવાબઃ 81% એ કહ્યું ના ન જઈએ.
4. સ્કૂલે જવું પહેલાની જેમ ફરજીયાત થાય તો શું કરો?
જવાબઃ આ પ્રશ્નમાં આપણને આંચકો લાગે તેવો જવાબ મળ્યો કે ખોટું ખોટું છીંક ખાઈએ અને ઉધરસ ખાઈએ એટલે કોઈ સ્કૂલે જવુ ન પડે.
5: તમને પરીક્ષા દેવી ગમે કે નહીં?
જવાબઃ 80% વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પરીક્ષા વગર જ પાસ થવાનું હોય એ જ મજા આવશે, ફેઈલ થવાની કોઈ જ ચિંતા નહિ.
6: હવે શાળા શરૂ થાય તો જવુ ગમે ને?
જવાબ: રોજ રોજ ન ગમે. અઠવાડિયામાં એકાદ બે દિવસ જ જવાય. રોજ જઈએ કે ન જઈએ ઘરે બેસી ભણવાનું
7: આખો દિવસ શું કરો? ઓનલાઇન લેક્ચર ભરો છો?
જવાબઃ 72% એ કહ્યું કે ટીવી જોવું, વીડિયો ગેમ રમવી, શેરીમાં રમવા જવુ, સ્કેટિંગ કરવું, બધા ભેગા થઇ સાથે ઓનલાઇન લેક્ચર ભરીએ.
- બાળકો ઓનલાઇન ભણવા તૈયાર નથી, માત્ર વીડિયો ચાલુ રાખી બીજી રમતે ચડી જાય છે.
- 1 વર્ષથી સ્કૂલે ગયા નથી તોય પાસ થઈએ છીએ, બસ આવું જ ચાલે તો મજા પડી જાય, ભણવાનું નામ પડે તો કંટાળો આવે છે.
- વિકાસ અને સર્જનાત્મક શક્તિમાં ઘટાડો.
- મૌખિક અભિવ્યક્તિમાં ખામી આવી.
- વાંચન ક્ષમતામાં ઘટાડો
- લેખન ક્ષમતાની ઝડપમાં ઘટાડો
- ગણિત તો જાણે સાવ ભૂલી ગ્યા
- અગાઉના શિક્ષણમાં જોવા મળતો સ્મૃતિલોપ
- વિચાર શક્તિમા જોવા મળતી અરુચિ
- ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ
- ટીવીમાં સતત કોમેડી શો જોઈને મજા માણવી જેના કારણે લેક્ચર ભરવાનું ભૂલી જવું
- શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર
- શાળાઓ બંધ હોવાને કારણે માતા-પિતા કંટાળી ગ્યા જેથી વિદ્યાર્થીઓને ભણવા બેસાડવાને બદલે બહાર રમવા મોકલી દેવા
- હવે ઘરે રહીને નવી નવી રમતો રમવાની મજા માણે છે
- જુદી જુદી રમતો રમતા પણ શીખી ગ્યા ત્યારે શિક્ષણ ભૂલી ગ્યા
- નવું શીખવામાં રસ ન દાખવવો
- હવે છોકરાઓને શાળાએ પૂર્વવત કરવા મુશ્કેલ
મહત્તમ અસર બીજા અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જોવા મળી
કોરોનામાં શાળા બંધ હોવાને કારણે બાળકો અગાઉના વર્ગમાં જે શીખ્યા હતા તે ભૂલી રહ્યા છે. આને કારણે ભવિષ્યમાં વર્ગોમાં તેમને શીખવામાં મુશ્કેલી પડશે. મહત્તમ અસર બીજા અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. ભણતરના અંતરને કારણે તેઓ હવે નવા વાતાવરણનો સ્વીકાર કરી શકશે કે કેમ? તે પણ એક સમસ્યા થશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓના કેટલાક કિસ્સા
કિસ્સો 1: એક 6 ધોરણનો વિદ્યાર્થી તેના ઘરે બસ એમ જ કહે છે કે હવે શાળા જવું જ નથી, બસ ઘરે રહી ભણવા મળે તો શાળા જવાનું શું કામ?
કિસ્સો 2: બસ સતત આવી રીતે પાસ થઈ જવાનું, ભણવાની કોઈ ચિંતા નહિ, રમવાનું અને આનંદ કરવાનો
કિસ્સો 3: મોબાઈલથી જ ભણી તો વીડીયો બંધ રાખી જે કરવું હોય એ કરી શકી, ક્લાસરૂમમાં બેસવાની કંઈ ચિંતા જ નહીં
No comments:
Post a Comment