Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

23 September 2021

મનોનાટક પ્રસ્તુતિ

મનોનાટક પ્રસ્તુતિ

મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના જીવન અમૂલ્ય છે મનોનાટક પ્રસ્તુતિના નાટકો વિવિધ શાળા, કોલેજ તેમજ ભવનના વિદ્યાર્થીઓ એ નિહાળ્યું


તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આપઘાત નિવારણ ના સંદર્ભે મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સયુંકત ઉપક્રમે મનોનાટક દ્વારા આપઘાત અંગેની જાગૃતિ લાવવાં માટે બે દિવસના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ બે દિવસમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્લોટમાં આપઘાત નિવારણ જાગૃતિ લાવતા વિવિધ નાટકો રજૂ કર્યા હતા. આ બે દિવસના નાટક પ્રસ્તુતિકરણ માં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, ડો.અતુલભાઈ પંડ્યા, શ્રી અતુલભાઈ પંડિત, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.નિદત બારોટ, મનન પંડ્યા, અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતાએ કર્યું હતું.

*કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી* મનોવિજ્ઞાન વિષય વ્યવહારુ વિજ્ઞાન છે તે મનોવિજ્ઞાન ભવને સાર્થક કર્યું છે. યુનિવર્સિટીને શાળા સુધી પહોંચાડી મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે.

*ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી* મનોવિજ્ઞાન ભવનને જેટલા અભિનંદન આપીએ ઓછા પડે. સતત કાર્યરત ભવન અને સમાજ ઉપયોગી કાર્ય કરતું રહ્યું છે.

*શ્રી અતુલભાઈ પંડ્યા* બાળકોએ સતત એક્ટિવ રહેવું જોઈએ. છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ આવી શકે બસ આત્મ વિશ્વાસ કેળવવાની જરૂર છે.

*શ્રી અતુલભાઈ પંડિત* બાળકોને આ જીવન કેટલું અમૂલ્ય છે તે શીખવવું અને સમજાવવું ખૂબ જરૂરી છે જે મનોવિજ્ઞાન ભવને કર્યું તે બદલ અભિનંદન. સહનશક્તિ કેળવવાની ખૂબ જરૂર છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

*ડો.નિદત બારોટ* પ્રાણી ક્યારેય આત્મહત્યા કરતા નથી જેમાંથી માનવીઓએ શીખવાની જરૂર છે. હતાશા એ થોડા સમયની હોય છે જેને કન્ટ્રોલ કરતા શીખવાની જરૂરી છે.

રાજકોટની ખ્યાતનામ 14 શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના તેમજ યુનિવર્સિટી વિવિધ ભવનોના આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ એ આ નાટક નિહાળ્યું હતું

આભારવિધિ ડો.યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન ડો.ધારા આર.દોશી, ડો.ડિમ્પલ રામાણી અને ડો.હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.

ડો.મીરા જેપાર તેમજ તૌફિક જાદવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. વિવિધ ભવનના અધ્યક્ષ, અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા... .આજકાલની જનરેશન નાના બાળકોથી લઈને વૃદ્ધોમા આત્મહત્યાનુ પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે જેની જાગૃતિ અંગે થોડા નાટકો મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીઓ દ્વારા જીવન કેટલું અમૂલ્ય છે તેની પ્રસ્તુતિ કરી . આત્મહત્યા કરવા પાછળના કારણો ક્યા ક્યા જવાબદાર છે તેની થીમ લઈને નાટકો 10 સ્લોટમાં રજુ થયા . જેમાં......

1) નિષ્ફળતા : વ્યક્તિને એકવાર નિષ્ફળતા મળે છે તો જાણે જીવન સમાપ્ત થઇ ગયું એવુ માની આત્મહત્યા કરી લે છે. 

(2) એક પક્ષીય પ્રેમ અને પ્રેમમા મળતો દગો :- પ્રેમ જાણે સર્વસ્વ હોય એમ પરિવારનું ન વિચારતા બે પાર્ટમાં આ ડ્રામા કરવામા આવશે. 

(3) આર્થિક તંગી અને આર્થિક બોજો :- ઘણીવાર આત્મહત્યાનું કારણ આર્થિક પાસું પણ જવાબદાર હોય છે. 

(4) નશો :- આજકાલ ગેઈમિંગ ના નશાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિને મોબાઈલ સિવાય જાણે દુનિયામાં કશું છે જ નહિ. લોકો આ ગેઈમિંગ નશામાં એટલા ડૂબી જાય છે કે તેને કશું ભાન રહેતું નથી. 

(5) રેગિંગ :- રેગીંગનું પ્રમાણ આજકાલ શાળા કોલેજોમા વધતું જાય છે. જેના કારણે વ્યક્તિ માનસિક ત્રાસથી આત્મહત્યા કરવાનું વિચારી લે છે.

No comments:

Post a Comment