Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
31 July 2019
30 July 2019
29 July 2019
28 July 2019
27 July 2019
26 July 2019
વાનર અને વાંદરા વચ્ચે ફરક?
વાનર અને વાંદરા વચ્ચે ફરક?
ઘણા લોકો ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના આધારે કહે છે કે આપણે બધા વાંદરામાંથી માણસ બન્યા છીએ. પરંતુ વિજ્ઞાનના હિસાબે આ વાત ખોટી છે. આપણે બધા વાંદરામાંથી ઉત્ક્રાંતિ નથી પામ્યા, વાનરમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. તમારા મનમાં સવાલ થતો હશે કે તો વાનર અને વાંદરામાં ફરક શો? આ સવાલ થવો પણ જોઈએ.
ચાર્લ્સ ડાર્વિન- ઉત્ક્રાંતિવાદના પ્રણેતા
વાનર એટલે એવા સસ્તન પ્રાણી જે આપણી એટલે કે માણસોની વધારે નજીક આવે એવું શરીર અને લાક્ષણિકતાઓ ધરાવે છે. એમને મોટાભાગે પૂંછડી હોતી નથી. અંગ્રેજીમાં એને એપ કહે છે. એમાં આપણે માણસો, ગોરિલ્લા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉટાંગ, ગિબન્સ અને બોનોબો જાતિના પ્રાણીઓ. એમના શરીર લગભગ આપણા જેવાં જ છે. અને એમના મગજ પણ બીજા કરતાં ખાસ્સા મોટાં છે. જો એમના મગજ કોઈ કારણસર હજી થોડા વધારે વિકસી જાય તો માણસોની એક નવી પ્રજાતિ ઉત્ક્રાંતિ પામે.
ઉરાંગ ઉટાંગ
બોનોબો
ગિબન્સ
ગોરિલ્લા
ચિમ્પાન્ઝી
જ્યારે કે વાંદરા એટલે એવા સસ્તન પ્રાણી જેમના શરીર આપણા જેવાં તો દેખાય છે, પરંતુ આપણી સાઈઝના નથી હોતા. ખૂબ નાના હોય છે. એમના મગજ પણ ખૂબ નાના હોય છે. એમને લાંબી પૂંછડીઓ હોય છે. તેમને મન્કી કહે છે. વાંદરાઓની અત્યાર સુધી ૨૬૦ જાતિ જોવા મળે છે. એ બધી જાત મોટાભાગે બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એકઃ જૂના જગતના વાંદરા, જે આફ્રિકાના જંગલોમાં વિકાસ પામ્યા અને ત્યાં જ વસે છે. બીજાઃ ન્યૂ વર્લ્ડ એટલે કે દક્ષિણ અમેરિકા અને એના સમકાલિન જંગલોમાં વિકસ્યા છે. અને મોટેભાગે ત્યાં જ વસે છે.
વાંદરા
તમને કોઈ પૂછે કે દુનિયાનો મોટામાં મોટો વાંદરો કયો? તો જવાબમાં આપણે ગોરિલ્લાનું નામ આપી દઈએ! પરંતુ આપણે જોયું એમ એ તો વાનર છે, વાંદરો નથી. વાંદરામાં મોટામાં મોટું શરીર મેન્ડ્રિલ જાતિના વાંદરાનું હોય છે. એનું વજન ૩૫ કિલોગ્રામ હોય છે. અને નાનામાં નાનો વાંદરો છે માર્મોસેટ જેનું શરીર માંડ આપણા અંગૂઠા જેટલું હોય છે. એનું વજન માંડ ૧૧૩ ગ્રામ હોય છે.
વાંદરા બધા જ મોટેભાગે વૃક્ષો ઉપર રહેતા હોય છે વાંદરા ટોળામાં જ રહે છે. એમના ટોળામાં ૬૦થી માંડીને ૧૦૦૦ વાંદરા હોઈ શકે છે. વાંદરા વૃક્ષના ફળ, પાંદડા, ઠળિયા, બીજ, ફૂલ બધું જ ખાય છે. પણ એ માત્ર શાકાહારી નથી હોતા. એ પંખીઓના ઈંડા, નાની નાની ગરોળી, કાચિંડા, જંતુઓ, અને કરોળિયા ખાઈ જાય છે.
વાંદરાનું ટોળું કદી એક જગ્યાએ વસવાટ કરતું નથી, એ હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા જ રહે છે. વાંદરાને પોતાની વાત કહેવી હોય તો ચહેરાના ચિત્રવિચિત્ર હાવભાવ વડે, શરીરને જાતજાતના આકારમાં ઢાળીને અને ચિત્રવિચિત્ર અવાજો કરીને કહે છે. એની જાતિના બીજા વાંદરા એ વાત તરત સમજી પણ જાય છે. વાંદરાં પોતાનો પ્રેમ દર્શાવવા એકબીજાના વાળમાંથી કચરો, બગાઈ, જૂ વગેરે કાઢી આપે છે. એકબીજાને અડીને બેસે છે.
તો યાદ રાખજો, આપણે ઉત્ક્રાંતિ જરૂર પામ્યા છીએ, પરંતુ વાંદરામાંથી ઉત્ક્રાંતિ નથી પામ્યા!
25 July 2019
24 July 2019
22 July 2019
થોર્ન્ડાઈકનો પ્રયોગ
થોર્ન્ડાઈકનો કળ ખેચવાનો બિલાડી પરના પ્રયોગને મળતો આવતો એક વિડીયો અહીં રજુ કર્યો છે .જે વિદ્યાર્થીની પ્રયોગ સમાજવામાં ઉપયોગી થશે.
21 July 2019
20 July 2019
19 July 2019
18 July 2019
17 July 2019
16 July 2019
15 July 2019
14 July 2019
13 July 2019
12 July 2019
11 July 2019
10 July 2019
09 July 2019
બુધ્ધિ આંક (IQ) નો શોધક: આલ્ફ્રેડ બિને
બુધ્ધિ આંક (IQ) નો શોધક: આલ્ફ્રેડ બિને
'IQ' એટલે ઇન્ટેલિજન્ટ કવોશન્ટ બુધ્ધિમત્તાના આંક તરીકે જાણીતો છે. બુધ્ધિમત્તાના આંકનો ઉપયોગ ઘણા ક્ષેત્રમાં થાય છે.
વિદ્યાર્થીઓમાં અભ્યાસની ગ્રહણશક્તિ, નોકરીમાં માણસની ક્ષમતા, કોઈ પ્રદેશના લોકો કે સમૂહનો બુધ્ધિઆંક કે અન્ય ક્ષેત્રોમાં માણસની બૌધ્ધિક ક્ષમતા જાણવા માટે આ ટેસ્ટ વપરાય છે.
ટેસ્ટમાં ક્યારેક ચિત્રો દર્શાવીને, ઉખાણાં કે પઝલ્સ પૂછીને, સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ ગણિતના ઉખાણા વગેરેના સવાલ કરી તેનું વિશ્લેષણ કરી બુધ્ધિમત્તાનો આંક દર્શાવાય છે. ઘણા વિજ્ઞાનીઓએ પોતપોતાની પધ્ધતિઓ વિકસાવી છે.
પરંતુ બુધ્ધિમત્તાના આંકની પ્રથમ શોધ આલ્ફ્રેડ બિને અને થિયાડોટા સાયમંડ નામના માનોવિજ્ઞાનીઓએ કરેલી તેને આલ્ફ્રેડ સિમોન ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કહે છે. બિને મનોવિજ્ઞાની હતો તેણે શાળાના વિદ્યાર્થીઓની ગ્રહણ ક્ષમતા માટે આ પધ્ધતિ વિકસાવેલી.
આલ્ફ્રેડ બિનેનો જન્મ ફ્રાન્સમાં નાઈસ શહેરમાં ઇ.સ.૧૮૫૭ના જુલાઈની ૮ તારીખે થયો હતો. તેના બાળપણ દરમિયાન જ માતાપિતા એ છૂટા છેડા લીધાં હતા. બિનેનો ઉછેર તેની માતાએ કર્યો હતો. સ્થાનિક લૂઈસ ગ્રાન્ડ સ્કૂલમાં તેણે માધ્યામિક અભ્યાસ કર્યો હતો. શાળામાં તે બુધ્ધિશાળી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો.
સાહિત્ય અને અનુવાદની હરીફાઈઓમાં તેને ઘણાં ઇનામ મળેલા. બિનેને કાયદા અને તબીબી વિજ્ઞાનનો શોખ હતો. ભણવા માટે તેણે કાયદાનો અભ્યાસ કર્યો. અને ડિગ્રીમેળવી પણ કારકિર્દીમાં મનોવિજ્ઞાન ક્ષેત્ર પસંદ કર્યું. ફ્રાન્સના પ્રખ્યાત બિબિલિઓ થિક ડી ફ્રાન્સમાં તેને મનોવિજ્ઞાનના સંશોધનો કરવાની મંજૂરી મળી.
ઇ.સ.૧૮૮૪માં તેણે લગ્ન કર્યા. તેને બે બાળકીઓ હતી. બિને એ તેની પુત્રીઓના વર્તન સમજદારી વગેરેનો ઊંડો અભ્યાસ કરી બાળમાનસ અંગે ઘણાં સંશોધનો કર્યા. ઇ.સ. ૧૮૯૦માં સોર્બોન- લેબરેટરીના વડા તરીકે તેને નિમણૂક મળી.
સરકારે પણ તેના સંશોધનોમાં ઘણી મદદ કરી. ફ્રાન્સ સરકારના શિક્ષણથી વંચિત રહેતા બાળકોના પંચમાં તેની નિમણૂક થઈ. આ દરમિયાન તેણે સિમોનની મદદથી બાળકોની ભણવાની ક્ષમતાની કસોટી માટે પધ્ધતિનો પાયો નાખ્યો.
સાયમંડે માણસના વર્તન અંગે અભ્યાસ અને સંશોધનો કર્યા હતા. ઇ.સ.૧૯૧૧ના ઓકટોબરની ૧૮ તારીખે તેનું અવસાન થયું હતું.
08 July 2019
07 July 2019
06 July 2019
05 July 2019
04 July 2019
03 July 2019
02 July 2019
01 July 2019
રાળ
રાળ ( ROSIN)

નામ:
શાલરસ , શાલવેષ્ટ , સુરધુપ , શીતલ વગેરે રાળનાં અનેક નામ છે .
ગુણ :
આ શાલ વૃક્ષનું ગુંદર છે .જે તીખું ઠંડુ (શીતળ) અને રસથી ભરેલું હોય છે .તેનો ઉપયોગ રક્તવિકાર ,બળતરા ,કોઢ , ઝાડા વગેરેમાં થાય છે .
રાળનો ઉપયોગ :
શાલના વૃક્ષ ( Shorea robusta) વિષે જાણકારી
શાલ વૃક્ષના ફૂલ :


નામ:
શાલરસ , શાલવેષ્ટ , સુરધુપ , શીતલ વગેરે રાળનાં અનેક નામ છે .
ગુણ :
આ શાલ વૃક્ષનું ગુંદર છે .જે તીખું ઠંડુ (શીતળ) અને રસથી ભરેલું હોય છે .તેનો ઉપયોગ રક્તવિકાર ,બળતરા ,કોઢ , ઝાડા વગેરેમાં થાય છે .
રાળનો ઉપયોગ :
- રાળનો ઉપયોગ સિમેન્ટ, વાર્નિશ, પેઇન્ટ, સીલિંગ વેક્સ , શાહી અને કેટલાક સાબુ બનાવવા માટે થાય છે.
- તેનો ઉપયોગ મશીન બેલ્ટ અને વાયોલિન અને સેલોઝના શરણાગતિ માટે ડ્રેસિંગ તરીકે થાય છે.
- તેનો ઉપયોગ સોલારિંગ માટે અમુક ધાતુઓની તૈયારીમાં થાય છે.
- રાળ ચોક્કસ પ્રકારનાં કાગળને સખત કોટેડ સપાટી આપે છે. પ્રિન્ટિંગ અને લેખન માટે આ જરૂરી છે.
- ફાર્મસીમાં, રાળનો ઉપયોગ કેટલાક પ્લાસ્ટર્સ અને સમાન મલમ, તૈયારીઓમાં થાય છે.
- સ્લિપિંગ અટકાવવા માટે એથલિટ્સ તેને તેમના હાથ અથવા તેમના જૂતાના તળિયા પર લગાવે છે. તે સ્ટ્રિંગવાળા સાધનોમાં તેની ઘર્ષણની ક્ષમતા વધારવા માટે પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
શાલના વૃક્ષ ( Shorea robusta) વિષે જાણકારી
શાલ વૃક્ષ અર્ધ-પાનખર અને દ્વિબીજપત્રી બહુવર્ષીય વૃક્ષ છે. આ વૃક્ષની ઉપયોગીતા મુખ્યત્વે તેની લાકડું છે, જે તેની તાકાત અને કુશળતા માટે જાણીતી છે. નાના ઝાડની છાલ લાલ રંગ અને કાળો રંગ જે રંગદ્રવ્યના રૂપમાં કામ આવે છે. શાલ વૃક્ષના બીજ જે વરસાદની શરૂઆત દરમિયાન રાંધવામાં આવે છે, ખાસ કરીને દુષ્કાળ દરમિયાન, ખોરાકમાં ઘણા સ્થળોએ ઉપયોગ થાય છે. આદિવાસીઓ માટે, આ વૃક્ષ 'કલ્પ વૃક્ષ' કરતાં ઓછું નથી. તેની ડાળખીમાંથી નીકળતો રસ તરસ છીપાવવા માટે પણ કામ આવે છે .
શાલ વૃક્ષના પાન :
શાલના વૃક્ષમાંથી રાળ કાઢવાની પદ્ધતિ :

શાલ વૃક્ષનાં ફળ :

શાલ વૃક્ષનાં ઠળિયા :

- ડો.જીજ્ઞેશ વેગડ
Subscribe to:
Posts (Atom)