Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 July 2020

ક્લેપ્ટોમેનિયા-ચોરીની આદત


ક્લેપ્ટોમેનિયા-ચોરીની આદત


How Shoplifting Costs Us All - Buddy Loans Blog
          
        ડોક્ટર, આ મારી દીકરી સુમન છે. બી.બી.એ. ડિસ્ટીંક્શન સાથે પાસ થયા પછી તરત જ મારી દસ વર્ષ જૂની બુટિક અને કોસ્મેટિક શોપમાં જોઇન થઇ ગઇ. શી ઇઝ વેરી બ્રિલિયન્ટ. એનું માર્કેટિંગ એટલું સરસ છે કે તમે બે હજારની વસ્તુ લેવા આવ્યા હો તો દસ હજારની ખરીદી કરીને જાવ. બોલવામાં બહુ સ્માર્ટ, અને એની ડ્રેસિંગ સેન્સ તો અદભૂત છે.' અવંતિકાબહેન બોલ્યા.


          ‘પણ હું આજે એની એક ગંભીર આદત માટે તમારી પાસે આવી છું. રિતિકાને ચોરી કરવાની આદત પડી ગઇ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અમારા ઘરમાં કોઇ વાતની કે વસ્તુની કમી નથી. સુમનને જે જોઇએ, જ્યારે જોઇએ ત્યારે મળી જાય એવું છે. તો પણ ખબર નહીં કેમ એ કોઇ ને કોઇ વસ્તુ ઉઠાવી જ લે છે. લગભગ અઠવાડિયે એકાદ વખત આવું બનતું હશે. છેલ્લે તો એવું બન્યું કે એ એની ફ્રેન્ડ સાથે એક જ્યુલરી શોપમાં ગઇ હતી. ત્યાંથી એણે એક દસેક હજારની વિંટી નજર ચૂકવીને પર્સમાં સેરવી લીધી. અને પોતે પાછી બિંદાસ જાણે કંઇ બન્યું જ ન હોય એમ પોતાના માટે ક્રેડિટ કાર્ડથી દોઢ લાખની ડાયમન્ડની બુટ્ટીઓની ખરીદી કરી નાંખી. એની ખરીદીની તો અમને વાંધો નથી કારણ કે આમ પણ એને અપાવવાની જ હતી. પણ પેલી રીંગવાળી વાત સી.સી.ટી.વી.માં પકડાઇ ગઇ અને મામલો પોલીસ સુધી પહોંચ્યો. પછી અમને થયું કે નક્કી આ ચોરી કરવાનો કોઇ બિેહેવીયર પ્રોબ્લેમ જ લાગે છે. શું છે આ પ્રોબ્લેમ ?' અવંતિકાબહેને કંપલેઇન્સ પુરી કરી..



         રિતિકાને ચોરી કરવાનો ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર છે તેવું કહેવાય. જાણીતી ભાષામાં ‘ક્લેપ્ટોમેનિયા' કહે છે. આમાં દર્દીને ચોરી કરવાની માનસિક ફરજ પડે કે કંપલ્શન થાય છે. પોતાને જરૂર ન હોય કે જેમાં કોઇ નાણાકિય ફાયદો ઉઠાવવાની ઇચ્છા પણ ન હોય તેવા સંજોગોમાં ચોરી કરવાના તરંગને રોકી નહીં શકવાનું વર્તન જોવા મળે છે. ક્લેપ્ટોમેનિકને ચોરી કરતા પૂર્વે એક અલગ જ પ્રકારનું ટેન્શન થાય છે. જેવી ચોરીની ક્રિયા પતે પછી જ એ તણાવ શાંત થાય અને સંતોષ થાય. આ સંતોષ ફરી ને ફરી મેળવવાની ઇચ્છાથી ચોરીનું પુનરાવર્તન થયા જ કરે. પોતે જાણતા હોવા છતાં ચોરીની ક્રિયાને અટકાવી શકતા નથી. ક્યારેક આ ક્રિયા સાથે અપરાધભાવ, પસ્તાવો કે ડિપ્રેશન જોડાયેલા જોવા મળે છે..



          સામાન્ય ચોરી અને વિકૃત ચોરી વચ્ચે હેતુભેદ છે.ક્લેપ્ટોમેનિકની ચોરી કોઇ પ્લાનિંગવાળી હોતી નથી. તેમજ એક મહત્વનું લક્ષણ એ હોય છે એ ચોરીમાં બીજા લોકોને વ્યક્તિ ક્યારેય ઇન્વોલ્વ કરતી નથી. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ક્લેપ્ટોમેનિકનું અંતિમ ધ્યેય પૈસા કે વસ્તુ નથી હોતું પણ ‘ચોરવાની ક્રિયા પોતે જ' એક ધ્યેય હોય છે. પુરૂષો કરતા સ્ત્રીઓમાં આશરે ત્રણ ગણું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા લોકોને આસપાસના અન્ય લોકો સાથેના સંબંધોમાં પણ મુશ્કેલી પડે છે..



             ક્લેપ્ટોમેનિયા થવાના મનોવૈજ્ઞાનિક કારણો રસપ્રદ છે. વ્યક્તિનો બાળપણમાં આવેગાત્મક તિરસ્કાર થયેલો હોય તેવા લોકો શરૂઆતમાં માતા-પિતાનું કે અન્ય સગાંનું ધ્યાન ખેંચવા આવી પ્રવૃત્તિ અજાણપણે શરૂ કરે છે. પછી જ્યારે જ્યારે સ્ટ્રેસફુલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ત્યારે ચોરવાની ક્રિયા વધતી જાય. અને જો પકડાય નહીં તો તો ક્લેપ્ટોમેનિયાના મૂળ મજબૂત થતા જાય. વળી આવા લોકોમાં સેપરેશન એંઝાયટી પણ મૂળમાં જોવા મળે છે. બની શકે કે કેટલાક ઇમોશનલી તરછોડાયેલા તરૂણો મોટી ઊંમરે આ લતમાં પડતા હોય પણ દરેકને આવું જ થાય એમ નથી..



               રિતિકાને પોતાની આ ક્ષોભજનક કૂટેવમાંથી મુક્ત થવું હતું પ ણ સાયકોલોજિકલ સપોર્ટની જરૂર હતી. સાયકોએનાલિસિસ કર્યા બાદ રિતિકાની સારવાર માટે ‘ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરાપી' આપવામાં આવી જે દર્દીઓનું મોટીવેશન લેવલ સારૂ હોય તેઓ ઝડપથી બહાર આવી શકે છે. રિતિકાના માતા-પિતાએ પણ ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારવાની ટિપ્સ લેવાની હતી. રિતિકા હવે ક્લેપ્ટોમેનિયાથી મુક્ત છે.



સ્ત્રોત: લેખક ઉત્સવી ભીમાણી., નવગુજરાત હેલ્થ

No comments:

Post a Comment