Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 January 2021

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.): વ્યસનમુક્તિ તરફ એક ડગલુ

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.): વ્યસનમુક્તિ તરફ એક ડગલુ


“મારા પિતા પણ આલ્કોહોલીક્સ હતા. હું સમજણૉ થયો ત્યારથી મે દારુ પીવાનો શરુ કરી દિધો હતો. શરુઆત માં મિત્રો સાથે પીતો. પરંતુ ધીમે ધીમે આ વ્યસન વધવા લાગ્યું. હું દિવસનો દોઢ બોટલ કોરો દારુ પિતો હતો, કોઇ જ સોડા કે પાણી મિક્ષ કર્યા વિના જ. મારી પાર્ટી કદિ પુરી ના થતી. ઘરે થી દારૂ પીને કોઇ પાર્ટી માં ગયો હોઉ, ત્યા પણ દારુ પીઉ અને પાછા ઘરે આવીને પણ્. મને નશો જ ચડતો ના હતો. બેંક માં નોકરી હતી મારી. શરુઆત માં તો હું નોકરી ના સમયે કદી નશો ના કરતો, ઘરે આવી ને જ પીતો પણ આ લાંબુ ના ચાલ્યું હું દારુ વિના રહી જ શકતો ના હતો. હાથ પગ ધૃજવા લાગે. એક વિચિત્ર પ્રકારની બેચેની થવા લાગે. દારુ પીધા પછી જ શાંતી થાય. પછી એ દિવસ પણ આવ્યો કે જ્યારે હું દારુ વિના એક ક્ષણ પણ રહી શકતો ના હતો. સવારે ઉઠતાવેત જ મારે દારુ જોઇએ. દારુ પીને કામ પર જવાનુ શરુ કર્યુ. અને ત્યા પ્રોબ્લેમ થતા મારી નોકરી પણ છુટી ગઇ. પણ હું લાચાર હતો દારુ સામે. ઘરે થી પૈસા ચોરી ને કે પત્નીના ઘરેણા વેચીને પણ હું દારુ ની વ્યવસ્થા કરી લેતો. રોજ ઘરે પણ ઝઘડા થાય. પત્ની સાથે મારામારી થાય. મારે બસ કદાચ જીવન માં એક જ વસ્તુ જોઇતી હતી દારુ. કદાચ બીજા કોઇ ની મને કદર પણ ના હતી અને બીજા કોઇ વિષે વિચારવાની હાલત માં પણ હું ના હતો. દારુ ના નશામાં હું ગળાડુબ હતો.” વિક્રમભાઇ આલ્કોહોલ એનોનીમસ ની મીટીંગ માં બોલી રહ્યા હતા.

“એક દિવસ વહેલી સવારે આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ ની જાહેરાત મારા પત્ની એ છાપામાં વાચી. અને મને એ મીટીંગ માં જવા કહ્યુ. બહુજ ગુસ્સામાં હતી તે એ વખતે. મારી નશામુક્ત થવાની કદાચ બધીજ આશાઓ તેણે છોડી દીધી હતી. આજ થી બરોબર ૮ વર્ષ પહેલા ૨૫મી એપ્રીલ ૨૦૦૫ ના દિવસે મે આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ મેં પહેલી વખત એટેંડ કરી.”

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.) એ એક અજ્ઞાત શરાબી જુથ છે. આ ગૃપના લોકો અન્ય વ્યક્તીઓને દારુ થી દુર રહેવામાં મદદરુપ થાય છે. તેની મીટીંગ દર અઠવાડીએ એક વખત ચોક્કસ મળે છે. કોઇપણ આલ્કોહોલીક વ્યક્તી જે દારુ થી દુર રહેવા માગતી હોય તે આ મીટીંગમાં ભાગ લઇ શકે છે. એ. એ. ની સ્થાપના ઇ.સ. ૧૯૩૫ માં બીલ વિલ્સન અને ડો. બોબ સ્મીથ નામના વ્યક્તીઓ એ કરી હતી. આ સંસ્થા સાથે આજે આશરે ૩૦ લાખ જેટલા લોકો સંકળાયેલા છે. અને દારુ સામે જુથ બનાવી સંઘર્ષ કરી રહ્યા છે.

આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ મા દરેક વ્યક્તી પોતાની ઓળખ એક દારુડીયા તરીકે આપે છે. એ.એ. ના દરેક સભ્યો એક પછી એક એમ પોતાની ઓળખ આપી રહ્યા હતા.

“મારું નામ સંજય છે. હુ એક દારુડીયો છુ.”

“મારું નામ પ્રવીણ છે. હું એક દારુડીયો છુ.”

“એ દિવસે મેં પહેલીવાર સ્વિકાર્યું કે હું એક દારુડીયો છુ. અને મારી ઓળખ એક દારુડીયા તરીકે આપી. મેં મારી આસપાસ એક સંરક્ષણ નું કવચ બનાવી લીધેલુ કે હું કંઇ દારુ નો વ્યસની નથી. અને હું જ્યારે ધારું ત્યારે દારુ છોડી શકું છુ. અને દરેક દારુડીયાને આ કવચ જ તેના વ્યસનમુક્ત થવા માટૅ સૌથી વધુ અવરોધરુપ બનતુ હોય છે. જ્યારે એ. એ. મા તમે તમારી ઓળખ જ એક દારુડીયા તરિકે આપો છો. જે તમારા આ કવચ ને તોડવાનું કામ કરે છે.” વિક્રમભાઇ એ જણાવ્યું.

જેવીરીતે મિત્રો સાથે દારુનુ વ્યસન લાગી જાય છે એવી જ રીતે એ. એ. એ દારુ છોડવા માગતા કે દારુ છોડી ચુકેલા લોકો નું એક ગૃપ છે. જે પોતાના અનુભવો ના આધારે અન્ય વ્યક્તીઓને દારુ થી દુર રહેવામાં મદદ કરે છે. પોતે એક દારુના વ્યસની છે તથા દારુ ના વ્યસન સામે પોતે અસહાય છે એ હકીકત નો સ્વીકાર તેમને ફરીથી પોતે બનાવેલ સંરક્ષણ ના કવચ માં જતા રોકે છે. અને દારુ નુ વ્યસન છોડવાન તેમના મનોબળ ને મક્કમ કરવાનું તથા ટકાવી રાખવાનું કામ કરે છે.

વળી, આ ગૃપ ના સભ્યો એક-બીજા ના સતત સંપર્ક માં રહેતા હોય છે. ક્યારેક કોઇ સભ્ય શરુઆત ના તબક્કામા દારુ ની તિવ્ર તલપ નો અનુભવ કરે તો તે અન્ય સભ્ય નો સંપર્ક કરી શકે છે. અને આ પરિસ્થીતીનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન મેળવી શકે છે. આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તદન નિઃસ્વાર્થભાવે પોતે દારુ થી દુર રહેવા અને અન્યો ને પણ દારુ થી દુર રહેવામાં મદદ કરવાના શુભ હેતુ થી આ એ. એ. ની કામગીરી કરતા રહે છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

No comments:

Post a Comment