*કોવિડ-19 અને ચિતભ્રમ* આ વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે.
*કોવિડ-19 અને ચિતભ્રમ*ડો.હસમુખ ચાવડા, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
કોરોનાકાળ દરમિયાન લોકોએ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેની તેના માનસપટ ખૂબ ઉંડી અસર પડી છે. આ અસરના કારણે આજે લોકોમા અવનવા ભ્રમોનો વિકાસ થયો છે. જેમ કે ખાવાની વસ્તુમાં કોરોનાની આકૃતિ દેખાવી, કોરોનાને લઇને વિચિત્ર સ્વપ્નાઓ આવવા, ચારે તરફ વાઈરસ દેખાવા વગેરે. આ બધી જ બાબતો ચિત્તભ્રમમાં સામેલ કરી શકાય.
*ચિતભ્રમ એટલે શું?*
ચિત્તભ્રમ એટલે તદ્દન ખોટી, ધડ માથા વગરની માન્યતાઓને બાંધી લેવી અને મક્કમ રીતે તેને જડતાપૂર્વક વળગી રહેવું.
ચિતભ્રમને નિશ્ચિત રીતે ખોટી માન્યતાઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે વાસ્તવિક હોતી નથી.
ચિત્તભ્રમની માનસિક સ્થિતિ અચાનક થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિઓમાં પરિવર્તન આવે છે અને તે અવ્યવસ્થિત અને વિચલિત કાર્યો કરવા લાગે છે. ચિત્તભ્રમ પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે, ખાસ કરીને ઉન્માદવાળા લોકોને વધુ ભ્રમ અનુભવે છે. ચિત્તભ્રમ વાળા વ્યક્તિને પુન: સાજા કરવા માટે તાત્કાલિક સારવાર આવશ્યક છે.
ચિત્તભ્રમ ઘણીવાર વ્યક્તિનું સામાજીક સ્તર, આજુબાજુનું વાતાવરણ, શિક્ષણ, બાળ ઉછેર, મગજના ન્યૂરોટ્રાન્સમિટર્સમાં વધઘટ, વારસાગત બિમારી, કૌટુંબિક ક્લેશ વગેરે ઉપર પણ આધાર રાખે છે.
*પ્રકાર*
ચિત્તભ્રમ ઘણા પ્રકારના હોય શકે છે. જેમકે શારીરિક (Somatic) ભ્રમવાળા વ્યક્તિઓ માને છે કે તેઓની ચામડીની નીચે શારીરિક સંવેદનાઓ અથવા શારીરિક નિષ્ક્રિયતાનો અનુભવ કરી રહ્યા છે, તે કોઈ સામાન્ય તબીબી સ્થિતિ અથવા ખામીથી પીડાઈ રહ્યા છે, કઈક ચેપ લાગી ગયો છે, શરીરનો અમુક ભાગ નકામો થઈ ગયો છે, કોઈ એવું માને છે કે તેમના શરીરમાં પરોપજીવીઓ રહે છે વગેરે. તે સોમેટિક ભ્રમથી પીડિત હોઈ શકે છે. મહાનતા ચિત્તભ્રમ જેમા વ્યક્તિ પોતાને મહાન શક્તિશાળી માને છે, પોતાની પાસે દૈવીય શક્તિઓ છે, તે પોતે સર્વ શ્રેષ્ઠ છે તેવુ માને છે, વધારે પડતી ધાર્મિકતા બતાવે છે. જેવા અનેક મહાનતા દર્શાવતા વિચારો અને વર્તનો વ્યક્તિ કરતો જોવા મળે છે. ઉ.દા. આપણા સમાજમા ઘણા લોકો એવુ કહે છે કે તેઓ ભગવાનના સાક્ષાત અવતાર છે. ઇરટોમેનિક ચિત્તભ્રમમાં વ્યક્તિને કોઇ ચોક્કસ વ્યક્તિ તેના પ્રેમમાં છે તેવો અહેસાસ થાય છે. જેલસી ચિત્તભ્રમમાં પતિ-પત્નીને તેમના એકબીજાના ચારિત્ર્યનું ઉપર વ્હેમ કે શંકા જાય છે.
*ચિતભ્રમના કારણો:*
* કોઈ ઘટના પ્રત્યે વધારે પડતા વિચારો
* રોગ થવાનો ભય
* દારૂ અથવા ગેરકાયદેસર ડ્રગની ઝેરી દવા, ઓવરડોઝ અથવા પીછેહઠ.
* ન્યુમોનિયા, સેપ્સિસ અને પેશાબની નળીઓનો વિસ્તાર, ચેપ જેવા ચેપ પ્રત્યે ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા.
* વાતાવરણમાં પરિવર્તન આવવાથી.
* દવાઓની આડ અસર
* આંતરસ્ત્રાવીય સમસ્યાઓ (જેમ કે હાઇપરથાઇરોઇડિઝમ અથવા હાઇપોથાઇરોડિઝમ).
* હોસ્પિટલમાં દાખલ અથવા ઓપરેશન કરવામાં આવ્યું હોય તો.
* કિડની અથવા યકૃતની ઇજા અથવા નિષ્ફળતા.
* પેશીઓમાં ઓક્સિજનનો અભાવ.
* ઉંઘનો અભાવ.
* અસહ્ય દુખાવો
*લક્ષણો*
#નશામાં હોય તેવું વર્તે છે.
#મુખ્ય લક્ષણ ધ્યાન આપવામાં અસમર્થ છે.
#લક્ષણો સાંજે વધુ ખરાબ થવાનું વલણ ધરાવે છે, જેને સનડાઉનિંગ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે.
#સ્વપ્ન દરમિયાન વિવિધ શારીરિક હરકતો પણ કરે છે
#શરીરનુ તાપમાન વધી જવું, ધ્રુજારી થવી, હાર્ટબીટ વધવા, શરીર પર પરસેવો વળવો.
*હાયપરએક્ટિવ ચિતભ્રમના લક્ષણો*
* અસ્પષ્ટ ભૂમિકા.
* ચિંતા અને બેચેની
* અસ્વસ્થતા
* ભુલભુલામણીઓ
* લાગણીમાં ઝડપી ફેરફાર.
* સતત ભય લાગવો
* ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી.
*હાયપોએક્ટિવ ચિત્તભ્રમના લક્ષણો*
* ઉદાસીનતા
* ઓછી પ્રતિક્રિયાઓ કરવી
* આળસ
* કયાય મન ન લાગવું
*ઉપચાર*
ચિત્તભ્રમની સારવાર કાઉન્સેલીંગ, સાયકોથેરાપી, કૌટુંબિક ઉપચાર, વર્તન સુધારણા પધ્ધતિ વગેરેથી કરી શકાય છે.
No comments:
Post a Comment