Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

12 October 2021

આજે માનસિક સ્વાસ્થ્ય દિવસ : કોરોનાને કારણે અસંખ્ય લોકોના માનસિક સ્વાસ્થ્ય જોખમાયા

આજે માનસિક સ્વાસ્થ્ય દિવસ : 
કોરોનાને કારણે અસંખ્ય લોકોના માનસિક સ્વાસ્થ્ય જોખમાયા



- પ્રવર્તમાન યુગમાં સૌથી વધુ ઉપેક્ષિત માનસિક સ્વાસ્થ્ય

- ૧૫૦ થી વધુ દેશોએ સાથે રહીને પ્રથમવાર મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરી ત્યારથી દર વર્ષે ૧૦ મી ઓક્ટોબરે માનસિક સ્વાસ્થ્ય દિવસની કરાતી ઉજવણી

ભાવનગર : લગભગ એક બિલિયન લોકો માનસિક રોગ સાથે જીવે છે. અને ત્રણ મિલીયન લોકો દર વર્ષે આલ્કોહોલના હાનિકારક ઉપયોગથી મૃત્યુ પામે છે. એટલુ જ નહિ દર ચાલીસ સેકન્ડે એક વ્યકિત આત્મહત્યા કરે છે.લોકોના સ્વાસ્થ્યમાં સૌથી વધુ ઉપેક્ષિત હોય તો એ માનસિક સ્વાસ્થ્ય છે.

પ્રવર્તમાન ઝડપી યુગમાં તમામ ક્ષેત્રમાં માણસ હરીફાઈમાં પોતાની જાતને મુકયા વગર રહી શકતો નથી. બાળક બાળમંદિરમાં હોય ત્યારથી રેસના ઘોડાની જેમ પર્ફોમન્સ અને માર્ક મેળવવા માટે સતત અને અવિરતપણે દોડતો હોય છે. જો કે, તેને તેના માતા-પિતા દોડાવતા હોય છે. માનસિક સ્વાસ્થ્ય એવુ સાંભળતા સામાન્ય માણસના વિચારોમાં માનસિક અસ્વસ્થતા વિશેની છબી ઉભરાઈ જાય છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન અનેક વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી જે તે દિવસ વિશેની લોકોમાં જાગૃતિ આવતી હોય છે. દર વર્ષે ૧૦ ઓકટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાય છે. અત્યારની દોડધામભરી જીંદગીમાં શારીરિક સ્વાસ્થ્ય તો જોખમાય છે. પરંતુ તેથી વધુ માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે તેમ જણાવી અંકુર મંદબુધ્ધિવાળા બાળકોની વિશિષ્ટ શાળાના રીહેબીલીટેશન સાયકોલોજીસ્ટ એન્ડ સ્પેશ્યલ એજયુકેટરે વધુમાં ઉમેર્યુ હતુ કે, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ, ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ૧૫૦ થી વધુ દેશોએ સાથે રહીને પ્રથમવાર મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરી ત્યારથી દર વર્ષે ૧૦ મી ઓકટોબરે માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે. આ વર્ષે કોવિડ-૧૯ની આ ૫ેન્ડેમીક પરિસ્થિતીથી લોકોના માનસિક સ્વાસ્થ્ય જોખમાયા છે. આ વર્ષની થીમ મેન્ટલ હેલ્થ ઈસ્યુસીસ ઈન અનઈકવલ વર્લ્ડ છે. આ વર્ષનું કમ્પેઈન સ્લોગન મેન્ટલ હેલ્થ કેર ફોર ઓલ લેટસ મેઈક ઈટ રીઆલીટી છે.

No comments:

Post a Comment