"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ
10 મી સપ્ટેમ્બર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ-ભાવનગરમાં "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" - જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળાના સાયકોલોજી કોર્નરમાં આત્મહત્યાના સમાચારો,આત્મહત્યા નિવારણના પોસ્ટરો ચિત્રો,લેખો વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના બ્લેકબોર્ડ પર ચિત્રો બનાવીને વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશ્વ આઘાત નિવારણ દિવસ ઉપર શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની 2024 ની થીમ, તેનો ઇતિહાસ,આત્મહત્યાના લક્ષણો, કારણો અને નિવારણના ઉપાયો વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વ ભાગ લીધો હતો.


.jpeg)
.jpeg)


No comments:
Post a Comment