Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 July 2025

World Brain Day: હાર્વર્ડ નિષ્ણાતોની આ ટિપ્સથી તમારા મગજને રાખો યુવાન અને તેજ

World Brain Day: હાર્વર્ડ નિષ્ણાતોની આ ટિપ્સથી તમારા મગજને રાખો યુવાન અને તેજ

દર વર્ષે 22 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મગજ દિવસ’ (World Brain Day)ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વને મગજનું મહત્વ સમજાવવા અને તેના સ્વાસ્થ્ય તરફ લોકોનું ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે.આ વર્ષે 2025 માં ‘વિશ્વ મગજ દિવસ’ ની થીમ ‘બધી ઉમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય’ છે,જે દર્શાવે છે કે મગજની સંભાળ કોઈ ચોક્કસ ઉંમર સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક વ્યક્તિએ જીવનભર તેની કાળજી લેવી જોઈએ.આ ખાસ તકે અમે તમને હાર્વર્ડના આરોગ્ય નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 સરળ પણ અસરકારક ટિપ્સ જણાવીશું, જે તમારા મગજને લાંબા સમય સુધી તેજ, મજબૂત અને યુવાન રાખવામાં મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિઓનું પાલન કરીને મગજને તેજ અને સ્વસ્થ રાખવું ખૂબ જ સરળ છે.



   



હાર્વર્ડ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી 12 ટિપ્સ:

નવી વસ્તુઓ શીખતા રહો: 

દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. તે કંઈપણ નવું હોઈ શકે છે. પછી ભલે તે નવી કોઈ સ્કિલ હોય, ભાષા હોય કે પછી રેસીપી પણ હોય શકે. શીખવું તમારા મગજને સક્રિય રાખે છે અને નવા જોડાણો બનાવવામાં મદદ કરે છે.

મગજની રમતો રમો: 

મગજની રમતો રમવાથી તમારી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં સુધારો થાય છે. કોયડાઓ, ક્રોસવર્ડ્સ, સુડોકુ ઉકેલવાથી કે ચેસ રમવાથી તમારું મગજ તેજ રહે છે.

તમારા શોખને અનુસરો: 

જો તમે કામમાં વ્યસ્ત છો અને તમારા શોખને અનુસરી શકતા નથી, તો તરત જ તેને કરવાનું શરૂ કરો.તે તમને આરામ કરવામાં અને ખુશ રહેવામાં પણ મદદ કરે છે.

શારીરિક રીતે સક્રિય રહો: 

કસરત ફક્ત તમારા શરીર માટે જ નહીં પરંતુ તે તમારા મગજ માટે પણ ફાયદાકારક છે.

સ્વસ્થ આહાર લો: 

તમારા આહારને સ્વસ્થ રાખો. તેમાં વધુ ફળો, શાકભાજી, સૂકા ફળો અને આખા અનાજનો સમાવેશ કરો.

સારી ઊંઘ લો:

 સારી ઊંઘ તમારા મગજને આરામ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે 7-8 કલાક સારી ઊંઘ લેવાની ખાતરી કરો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ: 

વધુ પડતો તણાવ તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. શાંત અને તણાવમુક્ત રહેવા માટે, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો.

સોશલ બનો: 

પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી તમારું મન સક્રિય અને તાજું રહે છે.

તમારા મગજનું રક્ષણ કરો: 

સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને કારમાં સીટ બેલ્ટ બાંધો.

ઓછું દારૂ પીવો અને ધૂમ્રપાન ટાળો: 

વધુ પડતો દારૂ અને ધૂમ્રપાન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: 

હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા સ્થૂળતા જેવા રોગો સમય જતાં તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે.

પોઝિટિવ વિચારો: 

ખુશ રહેવું મગજ માટે સારું છે. દરરોજ કંઈક સારું શોધો અને તેના માટે આભારી બનો. ખુશ રહેવાથી મગજ તેજ અને યુવાન રહે છે.


No comments:

Post a Comment