Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

15 June 2021

કોરોના મહામારીમાં નવદંપતીની સમસ્યાઓ, સર્વે અને કેટલાક રસપ્રદ કિસ્સાઓ

કોરોના મહામારીમાં નવદંપતીની સમસ્યાઓ, સર્વે અને કેટલાક રસપ્રદ કિસ્સાઓ


લગ્ન બાદ પણ ઘરે જ રહેવાનું થાય છે. કોઈ મોજશોખ પૂરા કરી શકતા નથી. બહાર પણ નીકળી શકતા નથી. ખાસ લગ્ન બાદ દિવાસ્વપનમાં રાચે છે. એકલતાનો અનુભવ થયાં કરે છે.


રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (saurashtra university) મનોવૈજ્ઞાનિક ભવનના (Psychological building) ડૉ. ડિમ્પલ રામાણી અને ડોબરીયા ભૂમિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. હાલ કોરોના મહામારી (corona pandemic) દરમિયાન લગ્ન થયેલ દંપતીની જીવનશૈલીમાં (couple lifestyle) ધણુ પરીવર્તન થયેલ જોવા મળ્યું છે. પોતાના લગ્ન અંગે નવ દંપતીએ મોટા સપના જોયા હોય છે અને લગ્ન પછી શું કરશું? ક્યાં ફરવા જશું? બહાર જમવા જાશું વગેરે અગાઉથી નક્કી જ કરી રાખ્યું હોય છે અને સંપૂર્ણ આયોજન કર્યું હોય છે. ત્યારે આ કોરોનાએ નવદંપતીની ખુશીઓ પર આગ લગાડી દીધી અને વર વધુ નિરાશ અને હતાશ થતા જોવા મળ્યા.

લગ્ન બાદ પણ ઘરે જ રહેવાનું થાય છે. કોઈ મોજશોખ પૂરા કરી શકતા નથી. બહાર પણ નીકળી શકતા નથી. ખાસ લગ્ન બાદ દિવાસ્વપનમાં રાચે છે. એકલતાનો અનુભવ થયાં કરે છે. કોઈ ના ઘરે પણ જઈ શકતા નથી. અને ખાસ કરી ધીમે ધીમે સમય જતા ની સાથે ઘરમાં કંકાશ પણ વધવા લાગ્યો છે . સતત ઘર માં રહેવાથી કંટાળો આવવા લાગે છે .ખાસ કરીને એક મહિલા લગ્ન પછી સાસરે જતાં પોતાની વ્યથા કઈ શકતી નથી.કેમકે એ પારકા ઘરે આવી હોય છે તો એ પોતાનો સમય વિતાવવો મુશ્કેલ લાગતો હોય છે

કિસ્સો-1:-
હાલ ના સમયગાળા દરમિયાન વાતચીત દ્વારા જાણવા મળ્યું કે કોરોના માં લગ્ન કરી ખરેખર અફસોસ થયો કે કોઈ પણ શોખ એ પૂરા કરી શક્ય નહિ . આખો દિવસ મારા પતિ પોતાના કામ પર જતાં રહે છે. એથી અમે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકતા નથી . મને આખો દિવસ ઘરે રહી ને મુંજવણ થાય છે .

કિસ્સો -2:-
લગ્નના બીજા જ દિવસે મારા પતિ ને કોરોના પોજેટીવ આવ્યો છે. મને ચિંતા થયા કરે છે કે સારું થઈ જસે કે નહીં .ક્યારેક નકારાત્મક પીએન વિચાર આવે છે કે મારા પતિ નું મૃત્યુ થઈ જસે તો .... મારૂ કોણ ......?

કિસ્સો -3:-
એક સ્ત્રી પાસેથી જાણ્યું કે લગ્ન કર્યા પણ મને અહી એકલું લાગે ..મને કોઈ સમજતું નથી .નાની નાની વાત માં ટોક ટોક કરે છે (,રસોઈ બનાવતી વખતે , ઘરકામમાં ) ક્યાંય બહાર પણ નથી જવા દેતાં .હું ઘરમાં જ મુંઝાય જાવ છું .ખરેખર આ બધી વાત માં હું ખોટી છું કે નહિ એ પ્રશ્ન મને આખો દિવસ સતાવે છે.

કિસ્સો -4:-
લગ્ન થયા પણ મારા પતિને જાતીય સંતોષ નથી મળતો .રોજ આજ પ્રશ્નને લઈ ને ચર્ચા થાય છે . ગુસ્સો કરે છે સરખી વાત પણ નથી કરતા.

કિસ્સો - 5:-
લગ્નના બે અઠવડિયા થયા તો મે મારા પતિને કહ્યું કે મારે મારા મમ્મીને ત્યાં જવું છે તો મારા પતિએ મને ના પાડી ક્યાંય બહાર જવાનું નથી .ત્યાં કોરોના છે . વળી કોરોના થય જશે તો ? એના ડર ને કારણે એ મને જવા નથી દેતાં ..

લગ્નબાદ જીવનશૈલીમાં ફેરફાર

1. શારીરિક ફેરફાર
2 માસિક ચક્રમાં પરીવર્તન
3 જવાબદારી
4 સામાજિક પરિબળો
5 કુટુંબનો મોભો
6 ધર્મ ,રહેણીકહેણી
7 રિતરિવાજ
8. સમાયોજન સાધવામાં મુશ્કેલી

કોવિડ દરમિયાન લગ્ન થયેલ નવદંપતી જીવનમાં પરીવર્તન

1. બહાર ન જઇ શકાય
2. શોખ પૂર્ણ ન થઈ શકે
3. હનીમૂનમાં ન જઇ શકે
4. એકલા સમય ન વિતાવી શકે
5. પાડોશી સાથે યોગ્ય આતરક્રિયા ન કરી શકે
6. અસંતોષ ની લાગણી
7. એકલતા
8. ઉત્સાહનો અભાવ
9. શંકાનું પ્રમાણ વધે
10. શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી સર્જાય
11. પરિવારના લોકો સાથે કંકાશ વધે
12. અન્ય સગાસબંધીને ન મળી શકે
13. કૌટુંબિક સમાયોજન નો અભાવ
14. તણાવ
15. ઈમોશન પર કાબૂ ન રાખી શકાય
16. ઉંઘ ન આવવી.
17. લોકડાઉન ને કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી.

નવદંપતિને સમાયોજન માટેના સૂચનો

1. લગ્નજીવનમાં નવીનતા સતત લાવતા રહો.
2. તમારી અભિરુચિની સમાનતા કેળવતા રહો.
3. નવ પરણિત દંપતિઓ એ સાથે રહીને એક દિશામાં વિચારો ઢાળવા.
4. એક બીજાના સાથથી કઁટાળી ન જાવ માટે કૌટુંબિક જવાબદારીઓ વહન કરો, જેથી મિલનની આશ વઘુ મજબૂત થશે.
5. શારીરિક સૌંદર્ય જાળવી રાખવું.
6. એકબીજાને હર્ટ થાય એવી વાણી અને વર્તન ન કરવું.
7. એકબીજાના પરિવારના સભ્યોને માન આપવું.
8. પતિપત્ની બીમારી સમયે હૂંફ પ્રેમ અને લાગણીઓ પૂર્વક સમાયોજન સાધો.
9. એકબીજાની પસંદગીને માન આપો અને મતભેદ ન થાય તેની તકેદારી રાખો.

ચોટીલા: મંદિર ખૂલતાની સાથે કોરોનાની માનતા પૂરી કરવા......

ચોટીલા: મંદિર ખૂલતાની સાથે કોરોનાની માનતા પૂરી કરવા ઉભરાયાં ભક્તો, ત્રીજી લહેર ન આવે તે માટે કરી પ્રાર્થના

મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા લોકોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યું છે તે જાણવા ગયા હતા.


રાજકોટ: જે રીતે કોરોનાનનું સંક્રમણ હવે ધીમે ધીમે હળવું પડી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ ધીમે ધીમે હવે લોકડાઉનમાંથી બધી છૂટછાટ મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે રાજકોટના અલગ-અલગ પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આવી જ ભીડ ચોટીલા ખાતે માતાજીના દર્શન માટે પણ જોવા મળી હતી.

રાજકોટના મનોવિજ્ઞાન ભવનની ટિમ ચોટીલા ખાતે પહોંચી હતી અને ત્યાં દર્શનાર્થે આવનાર લોકોને રસીકરણ જાગૃતિ માટે સમજવાવ્યુ હતું. મનોવિજ્ઞાન ભવનની ટિમને ચોટીલા ખાતે એક અલગ પ્રકારની જ વાતો સામે આવી હતી. જેમાં મોટાભાગના લોકો કોરોના કાળ દરમ્યાન લીધેલી માનતાઓ પૂરી કરવા માટે પહોંચ્યા અહીં દર્શન માટે પહોંચ્યા હતા. તો ઘણા લોકો હવે ત્રીજી લહેર ન આવે તેના માટે પણ માતાજીને પ્રાર્થના કરવા પહોંચ્યા હતા.દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના 9થી 12 લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને પણ કોરોના ન થાય એ માટે માનતા લેવામાં આવ્યા હતા.


દર્શનાર્થે આવેલા 54% લોકોએ સ્વીકાર્યું કે, અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ, તેનાં જવાબમા 72% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી કરાવ્યું અને કરાવવું પણ નથી. કારણ પૂછતાં કહ્યું કે, વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે, તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? આવા તારણો સામે આવ્યા હતા.

મનોવિજ્ઞાન ભવનનું સૂચન

આસ્થા અને શ્રદ્ધાએ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે, જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો શ્રદ્ધાએ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.


14 June 2021

બાળકને સ્પેલીગ લખવામાં તકલીફ પડે છે ?.............ડિસ્ગ્રાફિયાથી પીડિત...

બાળકને સ્પેલીગ લખવામાં તકલીફ પડે છે ? અઘરો શબ્દ કે જોડિયા શબ્દો નથી લખી શકતું બાળક ? તો તે છે ડિસ્ગ્રાફિયાથી પીડિત...


છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ ના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓમાં શીખવાની અસમર્થતા જોવા માં આવી રહી છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી જયેશવાળા એ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શન માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 990 બાળકો સાથેની વાતચીત અને તેમના લખાણના નિરીક્ષણ દ્વારા આ તારણ પર પહોંચ્યા છે. ઉપરાંત મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓ ફરિયાદ કરતા હોય છે કે બાળક ભણવા બેસે ત્યારે તોફાને ચડી જાણીજોઈ ખોટું લખે છે. ખોટું બોલી શબ્દોના ખોટા ઉચ્ચારણ કરે છે. ત્યારે બાળક સાથેની વાતમાં ધ્યાને ચડ્યું કે બાળકને અમુક શબ્દોના ઉચ્ચારણ અને ખાસ ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં તકલીફ સર્જાય છે.

શું છે શૈક્ષણિક અસમર્થતા?

ઘણી વિવિધ પ્રકારની શૈક્ષણિક અસક્ષમતા હોય છે. જેમાં બાળકને લખવા, વાંચવા, ગણિત સબધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. સામાન્ય વાંચન લેખન કે ગણતરી પણ બાળક બહુ મંદ ગતિએ કરે છે અને જો સરખું ન થાય તો ગુસ્સે થઈ આક્રમક બને છે. વિવિધ પ્રકારની અસક્ષમતા વિશે જોઈએ.જેમ કે

9.90 % બાળકોને ડિસલેક્સિયા ઓછાવતા પ્રમાણમાં જોવા મળ્યો

આ શિક્ષણ કે તાલીમને લગતી વિકૃતિ છે જેમાં બાળક ને વાંચવામાં તકલીફ પડે છે અને બાળક વ્યવસ્થિત શબ્દોનું ઉચ્ચારણ કરી શકતું નથી. અહીં બાળક d અને b અથવા ટ, ઠ ડ, ઢ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. તે નવા શબ્દોને બહુ ધીરે શીખે છે અને તત્કાલ ભૂલી જાય છે. વાંચવામાં તકલીફ પડે છે. વાંચતી વખતે બહુ ધીરે વાંચે છે.

6.30% બાળકોને ડિસકેલીક્યુલિયાના લક્ષણો જણાયા

આ એક ગાણિતિક વિકૃતિ છે જેમાં બાળકને સાદા આંકડાઓ અને સાદું ગણિત પણ આવડતું નથી અથવા ખોટું કરે છે. સાવ પાયાની બાબતો પણ ગણિત વિશેની યાદ રહેતી નથી.
દા. ત. મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓના બાળકોની સમસ્યાઓ માટે ફોન આવતા હોય છે. એક પરિવાર પોતાના બાળકની સમસ્યાઓ લઈને ભવન પર આવેલ. બાળકનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે જે છઠા ધોરણનું બાળક છે આ બાળકને 4 માં 4 ઉમેરવાથી 8 થાય એ કરવામાં અસક્ષમ છે.

18% બાળકોમાં ડિસ્ગ્રાફિયા

આ એક લેખન વિકૃતિ છે. જેમાં બાળક સારી રીતે લખી શકતું નથી. આ વિકૃતિને કારણે બાળકના અક્ષરો ખૂબ ખરાબ થાય છે સાથે સ્પેલીગ લખવામાં પણ તકલીફ પડે છે. આ વિકૃતિમાં બાળક પેન્સિલ કે પેન સરખી રીતે પકડી શકતું નથી.

દા. ત. આઠમા ધોરણનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણતો હોવા છતાં સરખું ગુજરાતી લખી શકતો નથી. તેની માતા સાથે વાત થયા પછી ખબર પડી કે જો કોઈ અઘરો શબ્દ કે જોડિયા શબ્દો આવે તો તે લખી ન શકે તેને સરખું ફરી સમજાવવું પડે છે.

શા માટે આ તકલીફ વધી?

ઓનલાઇન અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને અલગ લાગે છે. શિક્ષક સાથે મર્યાદિત આંતરક્રિયા સાથે વિદ્યાર્થીઓ કોર્સ સામગ્રી સાથે કનેક્ટ થવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ બને છે.
જે બાળકો એ તેના શિક્ષકો સાથે શારીરિક ક્રિયાપ્રતિક્રિયા જ નથી કરી, તેને ધ્યાન કેન્દ્રિત રહેવામાં મુશ્કેલી, પ્રેરણાનો અભાવ અને માથાનો દુખાવો થવો અને કંટાળા નો અનુભવ થવો એ પણ કારણો છે. શિક્ષક બોલે તે સમજી તો શકે પણ તે જે શબ્દ બોલે છે તે કેમ લખવો છે તેની તેને ટેવ હોતી નથી જેના અભાવે તેનામાં લખાણ વિકૃતિ જોવા મળે છે. બીજું વાંચન વિકૃતિમાં તેને ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોમાં વાંચન પ્રત્યે અરૂચી જોવા મળે છે દા.ત ઓનલાઇન શિક્ષણમાં બાળકે ઊભા થઇને સમગ્ર વર્ગ સમક્ષ વાંચન કરવાનું નથી હોતું. શિક્ષક આખા વર્ગની વચ્ચે વાચન કરવા માટે બોલાવે વગેરે જેવાં પ્રેરણાત્મક પ્રસંગો પણ શક્ય નથી. ત્રીજું ગાણિતિક વિકૃતિ માં મોટા ભાગ ના બાળકો સામાન્ય સવાલ ના જવાબ પણ આપી શકતા નથી.

ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ 13.50% બાળકો અનુભવે છે

બાળકોને બીજી ધણી બાબત પણ અસર કરે છે. જેમ કે જે બાળકો હજુ સુધી શાળાએ ગયા જ નથી તેવા બાળકો માં એક કરતા વધુ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું મુશ્કેલ બને છે વળી, વિક્ષેપ કરનારાં પરિબળોની વચ્ચે બાળકની સામેલગીરી પર ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. મલ્ટિટાસ્કિંગ (એક કરતાં વધુ પ્રવૃત્તિઓ) કરવા ન ટેવાયેલાં બાળકો માટે સાંભળવું, જવાબો લખવા કે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરવો અને જે શીખવવામાં આવી રહ્યું હોય, તે સમજવું – આ બધું એકસાથે કરવું મુશ્કેલ બને છે.

બાળકોમાં ADHD

બાળકો માં એટેન્શન ડેફિકટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) પણ જોવા મળી રહ્યો છે.. આ ડિસઓર્ડર માં બાળકોમાં જોવા મળતા લક્ષણો માં ધ્યાનની કમી જોવા મળે છે, બાળક શાંત નથી રહી શકતું એટલે કે આવેગશીલ બની જાય છે,સક્રિય વધુ હોય છે. આવા બાળકો પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા ,વારંવાર બોલ્યા કરે છે ,કોઇ એક જગ્યા ઉપર સ્થિર થઈને બેસી નથી શકતાં ,બીજા લોકો ની વાતો માં દખલ કરે છે

કઈ રીતે થઈ શકે ઓળખ?

જ્યારે તમારા બાળકને ભણવામાં કોઈ સમસ્યાઓ સર્જાય જે એની ઉંમરના બાળકો માટે અયોગ્ય હોય ઉપરાંત સામાન્ય બોલી, લખાણ અને અંકોમાં તકલીફ પડે તો તેમને ભણવુ નથી એવું સીધુ માનવું નહિ. તેના કારણો તપાસવા.

ઉપચાર મનોવિજ્ઞાનમાં દરેક નાનીમોટી માનસિક સમસ્યાઓના નિવારણ માટે જૈવિક, મનોવિશ્લેષણ , વાર્તનિક, બોધાત્મક અને માનવતાવાદી આત્મકેંદ્રિત પદ્ધતિથી ઉપચાર દર્શાવેલ છે. ગણિતની સમસ્યાઓ હોય તેમને તેમની ગમતી રમત દ્વારા ઉપચાર આપી શકાય છે. ADHD બાળકોને વુડન ગેમ, મનોવૈજ્ઞાનિક પઝલ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. વાંચવામાં તકલીફ પડતી હોય તેમને મહાવરા દ્વારા માતાપિતા અને શિક્ષક આ બાબતને દૂર કરી શકે છે. સાથે માતાપિતા અને પરિવારના પ્રેમ અને હૂંફથી પરિવર્તન આવે છે. ગાણિતિક ખામીને બોધાત્મક ઉપચાર દ્વારા દૂર કરી શકાય છે.એટલે કે
  • મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન
  • સતત મૂલ્યાંકન
  •  કાઉન્સેલિંગ
  • બાળક પર થોડું વધુ ધ્યાન દેવું
  • પ્રેરણા પુરી પાડવી
  • શિક્ષકે સતત પ્રેરણા પૂરી પાડવી
  • માતા પિતાએ ધીરજ થી કામ લેવું

13 June 2021

કોરોનાઃ આ ફીયર સાઇકોસિસને કેવી રીતે દૂર કરવો?

કોરોનાઃ આ ફીયર સાઇકોસિસને કેવી રીતે દૂર કરવો?


સંજય પટેલનો મિલનસાર સ્વભાવ છે, પણ આજકાલ લોકડાઉનના સમયમાં તેઓ સોસાયટીની બહાર જઈ નથી શકતા. તેઓ ઘરમાં બંધ થઈ ચૂક્યા છે. જેથી તેઓ અકળાઈ જાય છે. તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાવાળી વ્યક્તિ છે. તેમનો સમય ઘરમાં કેમે કરીને જતો નથી. તેઓ કોરોનાના દરેક સમાચાર પર ધ્યાન રાખે છે. તેઓ થોડા-થોડા સમયે સોસાયટીના ઝાંપા પર આંટો મારી આવે છે. જોકે તેમની આંખોમાં બેચેની છે. તેમની પ્રકૃતિ કામમાં વ્યસ્ત રહેવાની છે અને અચાનક નવરાધૂપ થવાથી તેમને કંટાળો થવા માંડ્યો છે. તેઓ કહે છે કે આ 21 દિવસ કેમના જશે? આને લીધે તેઓ સોસાયટીમાં આમતેમ ફર્યા કરે છે. તેમને અંદરથી ગોઠતું નથી અને બહાર જવાતું નથી. તેમને ટેન્શન થઈ ગયું છે. તેઓ જ્યારે ફ્લેટની બહાર નીકળે છે ત્યારે કુટુંબના સભ્યો ખાસ્સા નારાજ થઈ જાય છે.


લોકો દહેશતમાં જીવી રહ્યા છે કે હવે શું થશે? કેટલાક લોકો હતાશ થઈ ગયા છે, તેમને ડર છે કે લોનનો હપતો કેવી રીતે ભરીશું. તેઓ વેપારમાં મોટા નુકસાન થવાનો ડર છે. તેમને ક્રેડિટ કાર્ડનો હપતો ક્યાં અને કેવી રીતે ભરાશે. આ ઉપરાંત તેમને કોરોના થઈ જવાનો પણ ડર સતાવી રહ્યો છે. વળી, જીવનાવ્યશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાશે તો શું કરીશું. આવા કાલ્પનિક ડરથી તેઓ ધ્રૂજી ઊઠે છે. આને લીધે તેઓ હાલ સાવચેતી રીતે કરિયાણાા, દૂધ અને શાકભાજીનો વધુ પડતો જથ્થો લાવીને મૂકી દે છે. પણ શું આ લોકો ડરીને ઘરમાં કરિયાણું કે દવા વગેરેનો વધુ પડતો જથ્થો તો સંગ્રહ નથી કર્યોને?

વેલ, આ બધા ફીયર સાઇકોસિસના સંકેત-લક્ષણ છે.

શું છે ફીયર સાઇકોસિસ? અને તેનાં લક્ષણો


સરળ શબ્દોમાં કહેવું હોય તો ફીયર સાઇકોસિસનાં લક્ષણો એટલે વધુ પડતી સાવચેતી અથવા ડર, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું. આ વાતને વધુ સારી રીતે સમજાવતાં ગુજરાતના જાણીતા સિનિયર સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું હતું કે દેશભરમાં હાલ કોરોના વાઇરસને લીધે સંપૂર્ણ લોકડાઉન છે. એટલે આ દિવસોમાં મોટા ભાગના લોકો ઘરમાં નજરકેદમાં છે. સદા કામમાં વ્યસ્ત રહેતા લોકો હાલ નવરાધૂપ થઈ ગયા છે. એટલે ઘણા લોકો કાલ્પનિક ડરથી પણ દુખી થાય છે કે આ કોરોનાનો ચેપ મને તો નહીં લાગી જાયને. એમ વિચારીને વારંવાર હાથ ધુએ છે.

ક્યાંક મને તો કોરોના નહીં થાયને?
 

કેટલાક લોકો સ્વચ્છતાના બહુ આગ્રહ (વધુ પડતો) કરતા હોય છે. તેઓ પણ ઘરને ચોખ્ખુંચણાક કરી દે છે. તેઓ વારંવાર હાથ, મોં ધુએ છે. તેમને બીક પેસી જાય છે કે તેમને તો ક્યાંક કોરોના નહીં થાયને? ઘણા લોકોને સામાજિક વિકૃત ચિંતા થાય છે કે હવે શું થશે?

ઋતુનો સંધિકાળ


ડો. પ્રશાંતભાઇ કહે છે કે બે ઋતુનો સંધિકાળ છે એટલે આમ પણ લોકોને સામાન્ય શરદી, ખાંસી કે ફ્લુ થતા હોય છે. વળી કેટલાક લોકોને એલર્જિક સમસ્યા હોય છે. આમ પણ આવી બેવડી સીઝનમાં કોઈ પણ ભારતીયને શરદી-ખાંસી તો થતી જ હોય છે. આવા લોકોને નકારાત્મક વિચારો આવી જાય છે કે મને તો કંઈ નહીં થઈ જાયને. આવી વધુપડતી ચિંતા કરવાને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. અકારણ ગુસ્સો કરવા લાગે છે.

વળી હાલ દેશમાં કોરોના વાઇરસનો ભય બહુ મોટો છે, જેથી અસામાન્ય સંજોગોમાં વ્યક્તિ નર્વસ થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાક લોકોને ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડર (OCD) પણ હોય છે. એ લોકોને આવા સમયે ડિસઓર્ડર ખૂબ વધી જાય છે. આવી વ્યક્તિઓ વધુ ટેન્શનમાં આવી જાય છે. આવી વ્યક્તિઓને એકલતા, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું આ જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ વધી જાય છે.નાની-નાની વાતે આવા લોકો અસામાન્ય વર્તન કરે છે.

આવી પરિસ્થિતિમાં ડોક્ટર સંયમ રાખવાનું કહે છે.

માનસિક ડર બીમારી નોંતરે છે

એ વાતનું ધ્યાન રાખો કે તમે વાતનું વતેસર તો નથી કરતા ને? તમે અકારણ ગુસ્સો નથી કરતા ને? તમારો સ્વભાવ શોર્ટ ટેમ્પર તો નથી થયા ને? લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. કાલ્પનિક ડર લાંબો સમય રહે તો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ (વિચારોમાં નકારાત્મકતા) વધશે. જો સ્થિતિ રહે તો બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધી જવાનું જોખમ રહેલું છે.

હાલના સમયમાં યોગ કરો, કેરમ, ચેસ રમો, મિત્રો સાથે સંવાદ કરો


આ સમયે યોગ કરવાથી શાંતિ મળે છે. હાલના સમયમાં તમે ઘરે રહીને કેરમ રમી શકો છો, ચેસ રમી શકો છો. તમે તમારા મિત્ર, સગાંવહાલાં સાથે ફોનમાં તો વાત કરી જ શકો છો. તમને લાગે કે ટેન્શન વધી રહ્યું છે તો તે તમારા અંગત મિત્ર કે સગાં કે કાઉન્સિલરને જણાવો.

તમને કોઈ તમાકુ કે દારૂનું સેવન કરતા હો તો એ જાણી લો કે આનાથી ટેન્શનમાં વધારો થશે. તમને અકારણ ગુસ્સો કે ચીડિયાપણું થાય તો ન્યૂઝ કે સોશિયલ મિડિયામાં વ્યસ્ત રહો.


શું તમે આ યુવતીની જેમ માનસિક અસ્વસ્થ તો નથીને? કોરોનાના વધુ પડતા ડરને કારણે આત્મહત્યા



કેટલીક વાર વાસ્તવિકતાં કરતાં તેનો કાલ્પનિક હાઉ વધારે હાનિ પહોંચાડે છે. એક 19 વર્ષીય યુવતી વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. તેને કોરોના વાઇરસથી વિશ્વથી વિખૂટા પડી જવાનો ડર લાગતો હતો, જેથી તેણે તેનું જીવન ટૂંકાવી દીધું. જોકે તેની બહેને કહ્યું હતું કે તેને ઉચ્ચ પ્રકારની માનસિક (ઓટિઝમ) બીમારી હતી. તે કોરોના વાઇરસના કહેરથી માહિતગાર હતી અને વધુ ને વધુ લોકોને આ રોગ સામે લડવા જાગ્રત કરતી હતી, પણ પોતે અંદરથી માનસિક તૂટી ગઈ હતી. તેને સમાજથી દૂર થઈ જવાનો ભય સતાવતો હતો. જેથી તે આ રોગચાળોનો સામનો કરવામાં અસમર્થ હતી. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તે મૃત્યુ પામી હતી, એમ તેના પરિવારે કહ્યું હતું.

દુનિયા આખી તમારી સાથે છે

વર્તમાન કપરો સમય તમારા એકલા માટે નથી આવ્યો. એમ કહેવાય છે કે આ સમય પણ જતો રહેશે. જે સૌનું થશે એ આપણું થશે. માટે હંમેશાં પોઝિટિવ વિચારો અને સ્વસ્થ રહો. હાલના સમયમાં તમે સોશિયલ મિડિયા, ન્યૂઝ ચેનલોમાં વ્યસ્ત હોય. જો તમને એ પણ ના ગમતું હોય તો ઓનલાઇન નાટક કે ફિલ્મ જુઓ, પણ ખોટા અને કાલ્પનિક ભયથી ડરો નહીં.

12 June 2021

ઓનલાઈન અભ્યાસની અસર: ૭૨ ટકા બાળકોને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી

 

ઓનલાઈન અભ્યાસની અસર: ૭૨ ટકા બાળકોને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી


કોરોના કાળમાં વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. જો કે હવે મોટા ભાગના વિધાર્થીઓ આ પધ્ધતિથી એટલી હદે ટેવાઈ ગયા છે કે તેમને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્રારા ૬થી૧૧ વર્ષના ૧૫૩૦ બાળકો પર આ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ૭૨% વિધાર્થીઓને હવે શાળાએ જવાની ઈચ્છા જ થતી ન હોવાનો ખુલાસો થયો છે. નવી પેઢી પર આ ઓનલાઈન પધ્ધતિની લાંબા સમય સુધી અસર રહેશે.હાલની પરિસ્થિતિમાં જયારે શાળાઓ અને કોલેજો બધં છે ત્યારે વિધાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળ્યું. પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજોની યાદ આવતી હતી.

શાળાએ જવાની માંગણી કરતા હતા. શાળા જલ્દી શ થાય તેવું રટણ કરતાં હતાં. પરંતુ હવે તેમનું વલણ બદલાયું છે.મનોવિજ્ઞાન ભવન દ્રારા હાથ ધરવામાં આવેલાં સર્વેમાં વિધાર્થીઓને યારે પૂછવામાં આવ્યું કે સ્કુલે જવાનું નથી તો કેવું લાગે છે? તેના જવાબમાં ૭૨% વિધાર્થીઓએ જણાવ્યું હતું કે અત્યારે સ્કૂલ યાદ પણ આવતી નથી. ૫૪% વિધાર્થીઓએ કહ્યું કે શિક્ષકોની યાદ પણ આવતી નથી. તેમજ ૮૧% વિધાર્થીઓને શાળા શ થાય તો પણ પોતે ન જાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. આ ઉપરાંત ૮૦% વિધાર્થીઓએ વગર પરિક્ષાએ પાસ થઈ જવાની મજા આવતી હોવાનું જણાવ્યું હતું તેમજ જો શાળાએ જવાનું થાય તો ખોટી ઉધરસ અથવા છીંક ખાવાનું શ કરી દેશું જેથી શાળાએ જવું ન પડે.

બાળકોનું બદલાતું વલણ

કિસ્સો ૧: એક ધોરણ ૬નો વિધાર્થી તેના ઘરે બસ એમ જ કહે છે કે હવે શાળા જવું જ નથી બસ ઘરે રહી ભણવા મળે તો શાળા જવાનું શુ કામ? કિસ્સો ૨ : બસ સતત આવી રીતે પાસ થઈ જવાનું. ભણવાની કોઈ ચિંતા નહિ. રમવાનું અને આનદં કરવાનો કિસ્સો ૩ : મોબાઈલથી જ ભણી તો વિડીયો બધં રાખી જે કરવું હોય એ કરી શકી. કલાસમમાં બેસવાની કઈ ચિંતા જ નહીં.

કોરોનાની બાળકોના અભ્યાસ પર જોવા મળતી વિપરિત અસર
  • બાળકો ઓનલાઇન ભણવાના બદલે માત્ર વિડિઓ ચાલુ રાખી બીજી રમતે ચડી જાય છે.
  • ૧ વર્ષથી સ્કૂલે ગયા નથી તો પણ પાસ થઈએ છીએ, બસ આવું જ ચાલે તો મજા પડી જાય. ભણવાનું નામ પડે તો કંટાળો આવે છે.
  • વિકાસ અને સર્જનાત્મક શકિતમાં ઘટાડો.
  • મૌખિક અભિવ્યકિતમાં ખામી આવી.
  • વાંચન ક્ષમતામાં ઘટાડો
  • લેખન ક્ષમતાની ઝડપમાં ઘટાડો
  • ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ
  • શિક્ષક અને વિધાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર
  • નવું શીખવામાં રસ ન દાખવવો.