Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

02 December 2020

ર્ડા.કાર્લ ગુસ્તાવ જંગ : અગોચરની દુનિયામાં થયેલા પેરાનોર્મલ અનુભવો

ર્ડા.કાર્લ ગુસ્તાવ જંગ : અગોચરની દુનિયામાં થયેલા પેરાનોર્મલ અનુભવો


આજ થી ત્રીસ વર્ષ પહેલાની વાત છે. ઇલિનોઇસના જંગ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇવાનસ્ટનમાં ડો.મરે સ્ટેઈન દ્વારા શ્રેણીબદ્ધ વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. પબ્લિક લેક્ચરનો મુખ્ય ટોપીક હતો. 'ડો.કાર્લ ગુસ્તાવ જંગ'. ડો.કાર્લ જંગનું સંશોધન ૧૮ જેટલા અલગ-અલગ વોલ્યુમમાં વિખરાયેલું પડયું છે. તેનો સારાંશ એકઠો કરીને, ડો.મરે સ્ટેઈન દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેનું નામ છે 'જંગ્સ મેપ ઓફ્ સૉલ'. આ પુસ્તકમાં એનાલીટીકલ સાયકોલોજીના અલગ-અલગ કન્સેપ્ટને રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તક અંગ્રેજી ભાષામાં ૧૫થી વધુ વાર રી-પ્રિન્ટ થઇ ચૂક્યું છે. આ ઉપરાંત તેના ડઝન કરતાં વધારે ભાષામાં અનુવાદ પણ થઇ ચુક્યા છે. આ માણવા લાયક સમાચાર નથી. ખરા સમાચાર તો એ છે કે... દક્ષિણ કોરિયાના BTS નામના મ્યુઝિકલ ગ્રુપ દ્વારા, આ પુસ્તક ઉપરથી ગીતો તૈયાર કરી તેનું આલ્બમ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે, કદાચ વિશ્વની પ્રથમ ઘટના હશે, જેમાં વૈજ્ઞાાનિક સંશોધનને ગીતોના વાઘા પહેરાવી, લોકોની સમજ માટે સાદી ભાષામાં રજૂ કરવામાં આવ્યા હોય. દક્ષિણ કોરિયાનું મ્યુઝિકલ ગ્રુપ BTS, 'બેંગટન બોયઝ' તરીકે પણ જાણીતું છે. આજની ટેકનોલોજીકલ યુગની નવી જનરેશન 'ડો.કાર્લ ગુસ્તાવ જંગ' વિશે વધારે ઊંડી ઉતરી પણ નહી હોય. 


મેમોરી, ડ્રિમ્સ અને રિફ્લેક્શન

ડો.કાર્લ જંગને વિશ્વ સ્વિટ્ઝર્લેન્ડના સાયકીયાટ્રીસ્ટ અને સાયકોએનાલિસ્ટ તરીકે ઓળખે છે. તેમના અભ્યાસના વિષયમાં માનસશાસ્ત્ર, માનવશાસ્ત્ર, પુરાતત્ત્વ, સાહિત્ય, દર્શન અને ધામક અધ્યયનનો સમાવેશ થતો હતો. તેમના આત્મકથાનક પુસ્તકનું નામ છે. 'મેમોરી, ડ્રિમ્સ અને રિફ્લેક્શન'. જેમાં તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરેલ છે. માનસશાસ્ત્ર અને મનોરોગ-ચિકિત્સાને એક અલગ ઊંચાઈ સુધી લઇ જવાનું કામ, વિશ્વના સૌથી જાણીતા સાયકોલોજીસ્ટ સિગ્મંડ ફ્રોઈડ અને કાર્લ જંગ દ્વારા કરવામાં આવ્યું છે. સાયકોલોજીસ્ટ સિગ્મંડ ફ્રોઈડની મનોચિકિત્સાનો આધાર, માનસિક રોગીના ભૂતકાળના સેક્સ સંબંધો અને જાતીય સતામણી ઉપર રહેતો હતો. જ્યારે કાર્લ જંગ દ્વારા, એનાલિટિક્સ સાયકોલોજીનો આધાર લેવામાં આવતો હતો. તેઓ 'પાવર ઓફ અનકોન્સીયસ માઈન્ડ'માં પણ માનતા હતા. દરેક વ્યક્તિના અંતર્મુખી અને બહિર્મુખી એમ બે વ્યક્તિત્વલક્ષી પાસા હોય છે' તેવું કાર્લ જંગ માનતા હતા.

મનોરોગની ચિકિત્સા કરનાર, ડો.કાર્લ જંગ 'સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર'નો ભોગ બનેલા હતા. માનસિક રોગની સારવાર કરનાર ડૉ. કાર્લ ગુસ્તાવ જંગ, સ્વપ્નના અર્થઘટન, આત્મા-પ્રેતાત્મા, પેરા સાયકોલોજી, અકળ અને અગોચર વિશ્વમાંંમાનતા હતા? ડૉ. કાર્લ જંગ, તેમની જ થિયરી પ્રમાણે, દુનિયાને બતાવવા માટેનો એક અલગ બાહ્ય વૈજ્ઞાાનિક ચહેરો ધરાવતા હતા. જ્યારે પોતાના વ્યક્તિગત વિચારો અને આંતરિક જગત માટે, અલગ ચહેરો ધરાવતા હતા.

ઈસવીસન ૧૮૭૫માં જન્મેલ કાર્લ જંગ, ૮૬ વર્ષનું ભરપૂર જીવન જીવ્યા હતા. તેમણે જિંદગીમાં પ્રથમ અને દ્વિતીય એમ બંને વિશ્વ યુદ્ધ જોયા હતા. આ ઉપરાંત તેઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સમકાલીન પણ હતા. વિજ્ઞાાન અને તબીબી જગતનું શિક્ષણ મેળવનાર, કાર્લ જંગ એક અનોખા ગ્રાઉન્ડ ધરાવતા કુટુંબમાંથી આવતા હતા. જેના કારણે તેમનું આંતરિક મનોજગત અલગ દિશા તરફ વિકસી ચૂક્યું હતું. તેમના વૈજ્ઞાાનિક ચહેરાથી દૂરના અંતિમ ઉપર રહેલ, અગોચરની દુનિયામાં થયેલા અનુભવોને પૃથક્કરણ કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડેલ, કાર્લ જંગની જિંદગીની વાત કરીએ..

ભવિષ્યનો પૂર્વાભાસ? 

કાર્લ જંગ આત્મા અને બીજી દુનિયામાં માનતા હતા. પરંતુ જાહેરમાં ક્યારેય તેમણે પોતાના વિચારો રજુ કર્યા ન હતા. પરંતુ અગોચર વિશ્વ સાથેનો તેમનો સંબંધ તેમના ડી.એન.એ. સાથે જ વણાયેલો હતો. તેમના નાના રેવ. સેમ્યુઅલ પ્રિસ્વર્ક હિબ્રુ ભાષા શીખ્યા હતા. તેઓ માનતા હતા કે સ્વર્ગમાં બોલાતી ભાષા હિબ્રુ હતી. આત્મા પણ ભાષામાં જ વાત કરતો હોય છે. એવું કહેવાય છે કે તેમના નાના સેમ્યુઅલ પ્રિસ્વર્ક તેમની મૃત્યુ પામેલી પત્નીના આત્મા સાથે લાક્ડાની ખુર્શીમાં બેસીને વાત કરતા રહેતા હતા. તેઓ જ્યારે આત્મા સાથે વાત કરતા હોય ત્યારે, દુષ્ટ આત્માઓને દૂર રાખવાનું કામ કાર્લ જંગની માતા ઍમીલીઆને એમણે સોંપ્યું હતું. તેની માતા પણ એક માધ્યમ બનીને અન્ય આત્મા સાથે વાત કરતી હતી. વીસ વર્ષની ઉંમરે તેમની માતા ૩૬ કલાક માટે બેભાનાવસ્થામાં ચાલી ગઈ.

આ ઘટના બાદ તેમની માતા વારંવાર અર્ધબેભાન/ચેતનાવસ્થામાં ચાલી જતી. મૃતાત્મા સાથે વાત કરતી રહેતી હતી. છેવટે માતા ઍમીલીઆ 'સ્પલીટડ પર્સનાલિટી' નામના મનોરોગની શિકાર પણ બની હતી. ૧૨ વર્ષની ઉંમરે કાર્લ જંગને પણ લાગ્યું કે તેના શરીરમાં બે અલગ અલગ વ્યક્તિ જીવી રહી છે. એક વ્યક્તિ બાર વર્ષનો બાળક સ્વયમ્ અને બીજી વ્યક્તિ ૧૮મી સદીની રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતી પર્સનાલિટી હતી. જેના માથા ઉપર સફેદવાળની વિગ હતી. તે ભપકાદાર ઘોડાગાડીમાં મુસાફરી કરતી હતી. જ્યારે કાર્લ જંગ લીલા રંગની ઘોડાગાડી જોતાં ત્યારે તેમને લાગતું કે તે ૧૮મી સદીમાં પાછા પહોંચી ચૂક્યા છે. ૧૮૯૬માં કાલ જંગ ૨૧ વર્ષના હતા ત્યારે, તેમના વૃદ્ધ પિતા તેમના સ્વપ્નમાં આવ્યા હતા. અને કહ્યું હતું કે તેઓ હવે તેમની માતાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય બાદ કાર્લ જંગના માતાનું અવસાન થયું હતું. આ ઘટનાને યોગાનુંયોગ કહેવો કે પછી ભવિષ્યનો પૂર્વાભાસ? 

'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ'

૧૧ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ, ૬૮ વર્ષની ઉંમરે, ડૉ. કાર્લ જંગ બરફ ઉપરથી લપસી પડયા. તેના પગનું હાડકું ભાગી ગયું. તૂટેલા હાડકામાં ઇન્ફેકશન થઇ ગયું. તેમને સારવારમાં કપૂર અને ઓક્સિજન આપવામાં આવ્યો. અચાનક તેવો પોતાની ચેતના ગુમાવી બેભાન બની ગયા. કહેવાય છે આ સમયગાળામાં તેમને 'આઉટ ઓફ બોડી' અથવા જેને 'નિયર ડૅથ એક્સપિરિયન્સ' કહે છે. તેઓ અનુભવ થયો. કાર્લ જંગે પોતાને પૃથ્વીથી ૧,૦૦૦ માઈલની ઊંચાઈ ઉપર ઉડતા નિહાળ્યા. નીચે પૃથ્વી પર અરેબિયાના રણથી માંડી હિમાલયના પહાડો, શિખરો પસાર થઈ ગયા. તેમણે અચાનક એક હિન્દુ મંદિર નિહાળ્યુ. જ્યાં હિન્દુ વ્યક્તિ પદ્માસન લગાવી બેઠી હતી. 

કાર્લ જંગને લાગ્યું કે તેમના અસ્તિત્વના રહસ્ય અને તેમની જિંદગીના ઉદેશને જાણવા માટેનો માર્ગ આ મંદિરના પ્રવેશદ્વારમાંથી પસાર થતો હતો. તેઓ મંદિરમાં પ્રવેશ કરવાનું વિચારતા હતા ત્યાં જ, પૃથ્વી પર યુરોપનો પ્રદેશ પસાર થવા લાગ્યો.

તેમની સારવાર કરનાર ડોક્ટર એક સમ્રાટના સ્વરૂપમાં તેમની સામે હાજર થયા. તેણે જણાવ્યું કે પૃથ્વી પરથી જીવન સંકેલવાનો તેમનો સમય હજી પૂરો થયો નથી. કેટલાક લોકો કાર્લ જંગ પાછા ફરે તેની રાહ જોઈ રહ્યા છે. તેથી સમ્રાટ પોતે તેને લેવા માટે આવ્યા છે. આમ તેમનો બેભાનાવસ્થાવાળો અનુભવ પૂરો થયો. થોડા દિવસ બાદ તેઓ હોસ્પિટલમાંથી સાજા થઇ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે, તેમની સારવાર કરનાર બીમાર થઈ હોસ્પિટલની પથારીમાં પડયા. આ પથારીમાંથી પછી ડોક્ટર ક્યારેય ઉઠી શકે નહિ અને તેમનું જીવન સંકેલાઈ ગયું. અનુભવથી કાર્લ જંગ માનતા થયા કે મૃત્યુ બાદ પણ અલગ પ્રકારની જીંદગી હોય છે. મૃત્યુ પામવાથી માત્ર શરીર નષ્ટ થઈ જાય છે. પરંતુ આત્મા તેની ઊર્જા સાથે અમર બનીને બ્રહ્માંડમાં ઉર્જા સ્વરુપે વિહરતો જ રહે છે. આ વાતને સાબિત કરવા માટે તેમની પાસે કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નહતા.

સિગ્મંડ ફ્રોઈડ સામે જ પેરાનોર્મલ અનુભવ

કાર્લ જંગને તેની માતા સાથે જીવન વિતાવતી વખતે બે વાર પેરાનોર્મલ અનુભવ થયા હતા. જ્યારે તેઓ સ્ટડી રૂમમાં બેઠા હતા ત્યારે, તેમણે એક મોટો ધડાકો થયેલ સાંભળ્યો. દોડીને તેઓ તેની માતા જે રૂમમાં હતા. ત્યાં દોડી ગયા. વૉલનટનાં લાકડામાંથી બનેલ ગોળાકાર ટેબલ મધ્યમાંથી બે ટુકડા થઈ અલગ થઈ ગયું હતું. ટેબલની ઉંમર ૭૦ વર્ષની હતી. જ્યાંથી ટેબલ અલગ થયુ, ત્યાં કોઈપણ પ્રકારની તિરાડ ખાંચો કે સાંધો નહોતો. સમગ્ર ટેબલ એક વિશાળ જાડા લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. તેની માતા તંદ્રાવસ્થામાં કંઈક બબડી રહી હતી. બે અઠવાડિયા બાદ એક બીજી ઘટના બની . દિવાલ પાસે રહેલ સાઈડ બોર્ડમાં, મોટા અવાજ સાથે એક મોટી તિરાડ પડી ગઇ. સાઈડબોર્ડનો ઉપયોગ બ્રેડ અને બ્રેડ કાપવાની છરી રાખવા માટે કરવામાં આવતો હતો. સોલિડ સ્ટીલમાંથી બનેલ છરીના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

ટુકડા ભેગા કરીને, કાર્લ જંગ કટલરી વેચનાર પાસે લઈ ગયા. તૂટેલા અવશેષો જોઇને દુકાનદારે કહ્યું કે 'છરી એની જાતે તુટે તેમ ન હતી' કોઈ વ્યક્તિએ ખાસ ઉદેશ્ય સાથે તેને તોડી નાખી હતી. કાર્લ જંગ પાસે આ ઘટનાનુ પણ કોઇ સમાધાન ન હતુ. તૂટેલી છરીના અવશેષો, કાર્લ જંગે આખી જિંદગી સુધી સાચવી રાખ્યા હતા.

૧૯૦૯માં કાર્લ જંગ સિગ્મંડ ફ્રોઈડની મુલાકાત લેવા માટે વિએના ગયા હતા. વાર્તાલાપ દરમિયાન તેમણે સિગ્મંડ ફ્રોઈડને પૂછયુંકે 'પેરા-સાયકોલોજી વિશે તેઓ શું માનેછે?. સિગ્મંડ ફ્રોઈડ બોલ્યા 'પેરા-સાયકોલોજી તદ્દન નોનસેન્સ બક્વાસ પ્રકારની વાતો છે. હું તેમાં માનતો નથી.' અચાનક કાલ જંગને લાગ્યું કે તેમની આંખોના પોપચા ચમકદાર બની લાલઘુમ થઇ રહ્યા હતા. અચાનક એક ધડાકો થયો. જે પુસ્તકો રાખવામાં આવેલ કબાટમાં થયો હતો.

કાર્લ જંગે કહ્યું કે 'હજી બીજો ધડાકો થશે.' કાર્લ જંગની વાત સાચી પડવાની હોય તેમ બીજો ધડાકો પણ થયો. આ ઘટના બાદ સિગ્મંડ ફ્રોઈડનો કાર્લ જંગ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમને લાગ્યું કે 'આ અલૌકિક ઘટના બનવા પાછળ કાર્લ જંગ પોતે જવાબદાર હતા'. ઘટના ઉદ્દેશીને કાર્લ જંગે સિગ્મંડ ફ્રોઈડને કહ્યું હતું કે 'આ ઘટના દુષ્ટાત્મા દ્વારા થતી ઉત્પ્રેરક બાહ્ય ઘટના હતી. જેની પાછળ એક ઘોંઘાટિયા, તોફાની દુષ્ટાત્મા જવાબદાર હતો.. 

- ફયુચર સાયન્સ- કે.આર.ચૌધરી

No comments:

Post a Comment