સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં “PSYCHOLOGY CORNER”
શરૂ કરવામાં આવ્યો.
શ્રી સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ-ભાવનગર ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મનોવિજ્ઞાન વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.જીજ્ઞેશભાઈ એ.વેગડ દ્વારા વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનના વિષય પ્રત્યે રસ અને રુચિ વધે તે માટે એક નવતર પ્રયોગના ભાગ રૂપે શાળામાં “PSYCHOLOGY CORNER” શરૂ કરવામાં આવ્યો હતો.જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોવૈજ્ઞાનિક કૃતિઓનું સર્જન થતાં તેઓમાં આ વિષય પ્રત્યે જિજ્ઞાશા વધે, વિષય પ્રત્યેનો ભય દૂર થાય,આ વિષયમાં ઉચ્ચ અભ્યાસની પ્રેરણા મળે, મનોવિજ્ઞાનના પરિભાષિત શબ્દોની સમજ કેળવાય, મનોવૈજ્ઞાનિક ફિલ્મો જોવાનો દ્રષ્ટકોણ બદલાય વગેરે છે. “PSYCHOLOGY CORNER”માં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ દર સોમવારે રજૂ કરવામાં આવશે. જેમ કે, વિવિધ મનોવૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ સાથેના જીવન-કવનની સંક્ષિપ્ત રજૂઆત, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, ચિત્રો-આકૃતિઓ, મનોવૈજ્ઞાનિક દિવસોની ઉજવણીના અહેવાલ, મનોવૈજ્ઞાનિક સમાચારો, મનોવૈજ્ઞાનિક લેખો, મનોવૈજ્ઞાનિક કસોટીઓના નમુનાઓ, વર્તમાનપત્રમાં આવતા લેખોના કટિંગ (મનોવૃતિ, મનોરોગ, માનસ વગેરે), મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણો, મનોવિજ્ઞાનના પુસ્તકોનો પરિચય વગેરે. જેનું ઉદ્ઘાટન તા.05/08/2024ને પવિત્ર શ્રવણ માસના પ્રથમ સોમવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શાળાના આચાર્ય શ્રી હિતેશભાઇ દવે અને સુપવાઇઝર શ્રી યુ.બી.ડોડીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય દ્વારા ડો.જિજ્ઞેશભાઈ વેગડના આ નવતર પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment